અનેક ઋણ ચૂકવવાનું સાધન છે – ગૃહસ્થાશ્રમ બોઘવચન -૧૨

અનેક ઋણ ચૂકવવાનું સાધન છે – ગૃહસ્થાશ્રમ બોઘવચન -૧૨

બોધ : પરિવાર ઉપરાંત બીજાં પણ અનેક દેવઋણ ચૂકવવા યોગ્ય છે . દેશ , સમાજ , સંસ્કૃતિનાં અનેક અનુદાનોની મદદથી જ મનુષ્ય સુવિકસિત બની શકયો છે . માત્ર પરિવારના લોકો જ જીવનનિર્વાહની બધી વસ્તુઓ આપી શકતા નથી . આજીવિકા મેળવવી , વાગ્ન , શિક્ષણ , સંરક્ષણ વગેરે અસંખ્ય લોકોના અનુદાનથી જ પ્રાપ્ત થાય છે . આ બધું દેવઋણ અર્થાત્ સમાજ w ણ કહેવાય છે . શ્રેષ્ઠ પુરૂષોએ એને મહત્ત્વનું ઋણ કહ્યું છે . આ ઋણ ચૂકવવું એટલે કે સમાજને દરેક રીતે સમૃધ્ધ અને સુવિકસિત બનાવવો , તે દરેક વિચારશીલ મનુષ્યનું કર્તવ્ય છે . પોતાનાથી જેટલાં લોકોપયોગી કાર્ય થઇ શકે તે કરતા રહેવું જોઈએ .

જે સમાજ અને રાષ્ટ્રમાં આપણે જન્મ લીધો છે . એણે એક યા બીજી રીતે આપણને સંરક્ષણ અને સાધનો આપી ઉપકૃત કર્યા છે . દુનિયા પાસેથી પણ આપણે ઘણું મેળવ્યું છે , એ વાત સદૈવ યાદ રાખવી જોઇએ . મોટાભાગની જીવનોપયોગી વસ્તુઓ લોકોના પરિશ્રમથી બની છે . એમની બુદ્ધિ અને કુશળતાનો લાભ ઉઠાવીને જ આપણે આગળ આવ્યા છીએ . આ ઋણમાંથી મુકત થવાની સાચી રીત આ વિશ્વને સુખી અને સમુન્નત બનાવવું તે છે .

આદર્શવાદી ડૉક્ટર દંપતીઃ

દક્ષિણ ભારતમાં જન્મેલા ડૉક્ટર કૌસ્તુભ પાસ થયા પછી સરકારી ક્ષય ચિકિત્સાલયમાં નિયુક્ત થયા . એમણે જ્યોર્જ બનાર્ડ શૉની પેલી ઉક્તિ પોતાના ઓરડામાં લટકાવી રાખી હતી કે , “ રોગીને દવા કરતાં ડૉક્ટરની સહાનુભૂતિની વધારે જરૂર હોય છે . ” એમણે દર્દીઓ સાથે નમ્રતાપૂર્ણ વ્યવહાર રાખ્યો અને અસંખ્ય રોગીઓને સાજા કર્યા . એ હોસ્પીટલની એક નર્સ સાથે એમણે એ શરત સાથે લગ્ન કર્યા કે તેઓ સંતાન પેદા નહીં કરે , એના બદલે રોગીઓને જ પોતાનાં બાળકો માનશે . સેવાધર્મ બજાવતાં એ દંપતીને સમાજઋણ ચૂકવ્યાનો સંતોષ થતો હતો .

વૃધ્ધાવસ્થામાં તેઓ મસુરી ગયાં . ત્યાંની હોસ્પીટલમાં ચાર કલાક મફત સેવા કરતા . અસહાય લોકોની આર્થિક સેવા પણ કરતાં હતાં . આજે તે દંપતિ હયાત નથી પણ તેમનો આદર્શ લાંબા સમય સુધી અનેક લોકોને પ્રેરણા આપતો રહેશે .

ધનનો ઉપભોગ ન કરો , વહેંચી દોઃ

હજરત મોહમ્મદ એકવાર પોતાની પુત્રીને ત્યાં ગયા . ત્યાં તેમણે જોયું કે દરવાજા પર રેશમી પડદા લટકતા હતા . બધે ઠાઠમાઠ હતો . પુત્રીએ સોનાચાંદીના ઘરેણાં પહેર્યા હતાં . આ બધું જોઇને હજરત તરત ત્યાંથી પાછા વળી ગયા .

પુત્રી દુઃખી થઈ અને પિતાને આમ એકદમ પાછા વળી જવાનું કારણ પૂછયું . એમણે કહ્યું કે આપણે લોકોએ ગરીબોની જેમ રહેવું જોઇએ . આપણી પાસે જે હોય તે ભલાઈનાં કામોમાં વાપરવું જોઈએ . પુત્રીએ પોતાનાં ઘરેણાં અને દોલત એમને સોંપી દીધાં . હજરતે સંતોષ વ્યક્ત કર્યો અને ધન જરૂરિયાતવાળા લોકોને વહેંચી દીધું .

મહાનતા આને જ કહે છે . જ્યાં સમાજના સભ્યો પ્રત્યે કરૂણા અને દર્દ હોય ત્યાં હંમેશાં દેવત્વ હોય છે . સમાજના સભ્યોને સમાજનું ઋણ ચૂકવવાની પ્રેરણા મળે એ માટે અનુકરણીય ઉદાહરણ રજૂ કરનાર આવા મહામાનવો વિશ્વમાં સમય સમય પર જન્મતા રહે છે .

નોકરી નહીં , સેવા :

રામતીર્થ ફર્સ્ટ ક્લાસ સાથે એમ.એ. થયા . એ જમાનામાં તો આ બહુ મહાન બાબત હતી . પ્રિન્સીપાલે પોતાની કૉલેજમાં પ્રોફેસરની નોકરી અપાવવાની વાત કરી .

રામતીર્થે કહ્યું , “ મેં બંધનમાં બંધાવા માટે વિદ્યા પ્રાપ્ત કરી નથી . એ શ્રમ અને જ્ઞાનનો ઉપયોગ અસંખ્ય લોકોને વ્યામોહમાંથી છૂટકારો અપાવવાનો છે . ” નોકરી કરવાનો તેમણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો અને વિશ્વકલ્યાણ તથા પરમાર્થ માટે જીવન અર્પણ કરી દીધું . લગ્ન બંધનમાં ફસાયા નહીં . અલ્પાયુ જીવનમાં જ પોતાની પ્રતિભા અને સામર્થ્યનો લાભ સંસારને આપી ગયા .

બધી સંપત્તિ રાષ્ટ્રને સમર્પિત :

શેઠ જમનાલાલ બજાજનો જન્મ કરોડપતિ વચ્છરામને ત્યાં થયો હતો . એમને જે ધન મળ્યું તેનો મોટો ભાગ ગાંધીજીની રાષ્ટ્રીય જરૂરિયાતો પુરી કરવામાં વાપરી નાખ્યો . આને કહેવાય વારસાનો સદુપયોગ . પોતાના ઉદ્યોગોની કમાણીમાંથી તેમણે અનેક સંસ્થાઓ તથા લોકોને ઘણાં દાન કર્યા છે . સમાજઋણ અને રાષ્ટ્ર ઋણ ચૂકવવાની તેમનામાં અનોખી ભાવના હતી .

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: