ગૃહસ્થ ધર્મ બોધવચન -૧૧
September 17, 2021 Leave a comment
ગૃહસ્થ ધર્મ બોધવચન -૧૧
બોધ : ગૃહરથાશ્રમમાં લોભ , મોહ અને વિલાસની દુષપ્રવૃત્તિઓ અપનાવવાથી કોઈપણ મનુષ્ય નિશ્ચિતરૂપે પતનની ખાઇમાં પડી જાય છે . આવા અવસરો ગૃહસ્થાશ્રમમાં ધાર્યા કરતાં વધારે રહે છે , પણ વિવેકી માણસ પોતાને આનાથી બચાવે છે . જેમને કર્તવ્યધર્મનું જ્ઞાન છે તેઓ ગૃહસ્થની મર્યાદાને સમજે છે અને તેનું પાલન કરે છે , એવાઓને માટે ગૃહસ્થીનું આચરણ આત્મક યાણા અને વિશ્વકલ્યાણનાં બંનેય પ્રયોજન પૂરાં કરવાનું નિમિત્તકારણ બને છે .
આશ્રમ નહીં , સ્વભાવ બદલો :
એક યુવકે ઘણા ઉધ્ધત સ્વભાવનો હતો . વાત વાતમાં ગુસ્સે થઇ જતો . તેને સમજાવવા જતાં સંન્યાસી થઇ જવાની ધમકી આપતો . ઘરવાળાં એ રોજની ખટપટથી કંટાળીને તેને સંન્યાસની છૂટ આપી દીધી .
પાસે જ નદી કિનારે એક આશ્રમ હતો તેની જાણ તે યુવકને હતી . તેથી તે સીધો ત્યાં પહોંચ્યો . તેના સંચાલકે પણ પહેલાંથી તેની ઉદ્ધતાઇ વિશે સાંભળ્યું હતું . તેને રસ્તા ઉપર લાવવાનો વિચાર કરીને વધારે નેહ બતાવતા પાસે બેસાડ્યો . તેણે સંન્યાસ દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો . તેને બીજે દિવસે સંન્યાસ આપવાનું નક્કી થયું .
દીક્ષાના વિધાનમાં પહેલું કામ એ હતું કે પાસેની નદીમાં દિવસ ઉગતા પહેલા સ્નાન કરી પાછા ફરવું . આળસુ પ્રકૃતિ અને ઠંડીથી ડરનાર યુવાનને આ કામ અઘરું લાગ્યું . તે કરી પણ શું શકે ? નિયમ પાળ્યા વગર છૂટકો નહોતો .
ખીંટી પર કપડાં ભરાવી યુવક નહાવા ગયો હતો . આશ્રમના સંચાલકે તેનાં કપડાં ફાડી ચીંથરાં – ચીંથરાં કરી દીધાં . યુવક ધ્રુજતો ધ્રુજતો નાહીને પાછો આવ્યો . ચીંથરાં પહેરવા પડ્યા તેથી તેનો ગુસ્સો વધી ગયો .
દીક્ષાનું મુહૂર્ત સાંજનું નીકળ્યું , ત્યાં સુધી કંઈક ફળાહાર કરવાનું યોગ્ય માન્યું . તેની થાળીમાં મીઠું ભરેલાં કડવા કારેલા મૂકવામાં આવ્યાં . તેથી ગળાની નીચે ન ઉતર્યા . વહેલા ઉઠવું , ઠંડીમાં નહાવું , કપડાં ફાટી જવા , કડવા કારેલા ખાવા , આ બધા કારણોથી તે ઉદ્વિગ્ન થઇ ગયો હતો . સંચાલકે તેને ફરી બોલાવ્યો અને કહ્યું , “ સંન્યાસમાં કાંઇ લગ્નમાં હોય તેવી મિજબાની નથી હોતી . એમાં પ્રવેશનારાઓને ડગલેને પગલે મનને મનાવી લેવું પડે છે . પરિસ્થિતિઓ સાથે મેળ બેસાડવો પડે છે , સંયમ રાખવો પડે છે અને શિસ્તનું પાલન કરવું પડે છે . આ અભ્યાસ માટે તો સંન્યાસ લેવો પડે છે . ”
મુહૂર્ત આવતાં સુધી યુવક પોતાના પ્રસ્તાવ પર પુનર્વિચાર કરતો રહ્યો . ત્રીજા પહોરે તે એવું કહીને ઘેર પાછો ફર્યો કે જો સંયમ , સાધના અને મનોનિગ્રહનું નામ જ સંન્યાસ હોય , તો ઘેર રહીને સુવિધાપૂર્વક તે કેમ ન પાળું ?
યુવક બદલાયેલી મનઃસ્થિતિ લઇ ઘેર પાછો ફર્યો . સ્વભાવ બદલાયો . તેથી વાતાવરણ બદલાતાં વાર ન લાગી . પરિવારમાં જ તેણે તપોવન જેવું . વાતાવરણ બનાવી દીધું . ભ્રમ દૂર થયો તો સાચો રસ્તો પણ મળ્યો .
પત્નીની સેવા અને નિષ્ઠાને શ્રેષ્ઠતા :
ગૃહસ્થજીવન એક એવી પાઠશાળા છે જેમાં આત્મસંયમ , પારસ્પરિક સદ્ભાવ જેવી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવો શક્ય છે . જો પતિ – પત્ની બંનેમાંથી એક પક્ષ પણ એને માટે ડગલું ભરે , તો કોઈ જાતના મનોમાલિન્યનો પ્રશ્ન જ ઊભો થતો નથી .
એકવાર એક માણસ હજરત ઉમરને મળવા માટે તેમના ઘેર પહોંચ્યો . ત્યાં જઈને જોયું કે હજરતની પત્ની ખૂબ બડબડાટ કરી રહી છે , છતાં હજરત કશું બોલતા નથી અને મૌન છે . તે માણસે પૂછયું , “ તે આટલું બધું બોલી રહી છે , છતાં તમે મૌન કેમ છો ? ”
હજરત ઉમર ગંભીરતાથી બોલ્યા , “ ભાઈ ! તે મારાં ગંદાં કપડાં ધુએ છે , મારા માટે ખાવાનું રાંધે છે , મારી સેવા કરે છે અને સૌથી વધુ તો મને પાપમાંથી બચાવે છે . તો શું હવે તેને એટલો પણ અધિકાર નથી કે કંઈક બોલે ? ” પેલો માણસ સાચો ગૃહસ્થધર્મ તે દિવસે સમજીને ખુશ થયો .
ગૃહસ્થજીવનની મર્યાદાઓ :
નારદજી સાથે વિચાર વિમર્શ કરીને સ્વયંભૂ મનુ પોતાની બીજી પુત્રી દેવહૂતિને કર્દમ ઋષિને અર્પિત કરવા માટે પહોંચ્યા . કર્દમ બોલ્યા , “ મારી શરત સાંભળી લો . મારે કામપત્ની નહીં , પણ ધર્મપત્ની જોઈએ . લાગ્યા . ” દામ્પત્ય વિકાર માટે નહીં , કામવાસનાને મર્યાદિત કરવા માટે હોય છે . હું એક સપુત્રની પ્રાપ્તિ પછી સંન્યાસધર્મનું પાલન કરીશ . આપની પુત્રીને આ સ્વીકાર્ય હોય તો જ સબંધ બાંધો . ”
મનુએ કહ્યું , “ બેટી , આ તો લગ્ન પહેલાં જ સંન્યાસની વાત કરવા પરંતુ દેવહૂતિ પણ ઓછી ન હતી . તે બોલી , “ કામાંધ બની સંસારસાગરમાં ડૂબવા માટે ગૃહસ્થાશ્રમ નથી . હું પણ કોઇ સંયમી જીતેન્દ્રિય પતિને જ ઇચ્છું છું . ”
બંનેનાં લગ્ન થઈ ગયાં . બંનેના તપસ્વી જીવનના ફળરૂપે “ કપિલજી ” ઉત્પન્ન થયા , જેમને ભગવાનના ૨૪ અવતારોમાં એક માનવામાં આવ્યા .
પ્રતિભાવો