નર અને નારી એકબીજાના પૂરક, બોધવચન -૧૩
September 17, 2021 Leave a comment
નર અને નારી એકબીજાના પૂરક, બોધવચન -૧૩
બોધ : પતિ – પત્નીના બે દેહ હોવા છતાં એક પ્રાણ બનીને રહે , એકબીજાને સંપૂર્ણ સ્નેહ , સન્માન , સહયોગ તથા વિશ્વાસ આપે . હદયથી એકબીજાથી દૂર ન રહે . ભૂલોને ભૂલી જઈને સુધારતા રહે . બદલાની ભાવના ન રાખે . મતભેદોને વિચાર વિનિમયથી દૂર રહે . બંનેમાંથી કોઈ હઠ ન કરે , સાથીદારની મુશ્કેલી અને લાચારી પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરે . પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ પુરી ન થાય તો આક્રોશ ન કરે .
આદર્શ ગૃહસ્થ મેરી અને ટોમસ :
જ્યારે પતિ અને પત્ની એકબીજા સાથે હળીમળીને રહે છે , ત્યારે ઘર સ્વર્ગ બની જાય છે . પરિસ્થિતિઓ ગમે તેટલી વિષમ હોવા છતાં સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે .
મેરી અને ટોમસનું દામ્પત્ય જીવન અનંત પ્રેમથી ભરપૂર હતું . દર વર્ષે તેઓ લગ્નદિવસ ઉજવતાં અને એકબીજાને નાની મોટી ભેટો આપતાં તથા ગરીબીમાં પણ આનંદથી દિવસો ગુજારતાં . એ વર્ષે લગ્ન દિવસ આવ્યો . બંને એકબીજાને ભેટ આપવાની યોજના બનાવવા લાગ્યાં , પરંતુ ખિસ્સાં ખાલી હતાં .
ટોમસે પત્નીના સુંદર વાળમાં ખોસવા માટે એક સુંદર ક્લીપ ખરીદવાનો વિચાર કર્યો . તે જૂની ઘડિયાળ ખરીદનારની દુકાને ગયો અને ઘડિયાળ વેચીને એક સુંદર ક્લીપ ખરીદી લાવ્યો . એનો આનંદ સમાતો નહોતો .
મેરી વિચારતી હતી કે પતિની કાંડા ઘડિયાળ માટે સુંદર ચેઈન ખરીદું . તે સુંદર વાળ ખરીદનારની દુકાને ગઈ અને પોતાના સુંદર જૂલ્ફાં વેચીને એ પૈસામાંથી ઘડિયાળની ચેઈન ખરીદી લાવી . માથા ઉપર તેણે હેટ પહેરી લીધી .
ભેટ આપવાનો દિવસ આવ્યો . બંનેએ એકબીજા તરફ હાથ લંબાવ્યો . પરંતુ ક્લીપ ક્યાં લગાવે ? વાળ તો ગાયબ હતા . ચેઈન ક્યાં બાંધે ? ઘડિયાળ ગુમ હતી . પૂછવાથી વસ્તુ સ્થિતિની ખબર પડી . તેઓ ભેટોનો ઉપયોગ ન કરી શક્યાં , તેમ છતાં એ ભેટોએ બંનેનાં દિલ સદાયને માટે જીતી લીધાં . બંનેની આંખોમાં પ્રેમનાં આંસુ આવી ગયાં . આ રીતે ઉજવાયો તેમના લગ્ન દિવસ .
ઘનિષ્ઠતા હોય તો આવી હોજો :
દાંમ્પત્ય જીવનની ઘનિષ્ઠતા તથા પવિત્રતા સારસ જેવાં પક્ષીઓમાં જોવા મળે છે , પરંતુ ચકલા – ચકવીનું ઉદાહરણ તો અનુપમ છે . બંને સાથે જ રહે છે . બંનેમાંથી જો કોઈ એકનું મૃત્યુ થઈ જાય તો બીજું તડપી તડપીને પ્રાણનો ત્યાગ કરે છે . તે કદી બીજો સાથી શોધતું નથી .
આદર્શ દામ્પત્યપ્રેમ :
બ્રેનર એક કાપડની મિલમાં કામદાર હતો . બપોરની રજામાં તેની પત્ની ગરમ ખાવાનું લઈને નિયમિત ફેકટરીએ પહોંચી જતી . પચ્ચીસ વર્ષમાં એક જ વખત એવું બન્યું કે તે ખાવાનું લઈને જઈ ન શકી . બ્રેનર સમજ્યો કે જરૂર કોઇ ઉપાધિ હશે , તેથી એકદમ ઘેર જવા દોડ્યો અને મશીન બંધ કરવાનું ભૂલી ગયો . તેણે ઘેર જઇને જોયું તો પત્ની બિમાર પડી ગઇ હતી . તેણે તાત્કાલિક દવાનો પ્રબંધ કરી નોકરી ઉપર પાછો ફર્યો . મશીન બંધ કરવાનું ભૂલી ગયો હતો તે ઈન્સ્પેક્ટરે આવી મશીન બંધ કર્યું . તેની આ ભૂલ બદલ માલિકે ત્રણ મહિનાનો પગાર કાપી લીધો . પરંતુ આદર્શ દામ્પત્ય પ્રેમ માટે તેનું સન્માન કરીને એક હજાર ડોલરની ભેટ આપી . બધા કામદારોમાં બ્રેનર પ્રિય થઇ પડ્યો .
વિદ્યોત્તમાએ પતિને વિદ્વાન બનાવ્યો :
પત્નીના સહયોગથી વિદ્વાન બનેલા કાલિદાસનું નામ સાહિત્યકારોમાં ચિરસ્થાયી રહેશે . તેઓ અભણ તથા મંદબુધ્ધિના હતા . વિદુષી વિદ્યોત્તમા શાસ્ત્રાર્થ કરીને પોતાના જેવા વિદ્વાન સાથે મંદબુધ્ધિના હતા . વિદુષી વિદ્યોત્તમા શાસ્ત્રાર્થ કરીને પોતાના જેવા વિદ્વાન સાથે લગ્ન કરવા ઇચ્છતાં હતાં . ધૂર્ત પંડિતોએ ષડયંત્ર રચી એમનું લગ્ન કાલિદાસ સાથે કરાવી દીધું .
વિદ્યોત્તમાને વાસ્તવિક્તાની જાણ થતાં દુઃખ તો થયું , પણ પોતે કાલિદાસને ભણાવવાનું શરૂ કર્યું . વિદ્યોત્તમાએ કહ્યું કે તમને સાચા પતિ ત્યારે માનીશ કે જ્યારે તમે વિદ્વાન બનશો . કાલિદાસ સાચી લગનથી ભણવા લાગ્યા . એટલે સુધી કે તેઓ દેશના લોકપ્રિય વિદ્વાન અને રાજકવિ બની ગયા . એમની સંસ્કૃત રચનાઓ અત્યંત ભાવપૂર્ણ છે .
પત્નીઓ પણ પતિને સુયોગ્ય બનાવી શકે છે , એનું જીવતું જાગતું ઉદાહરણ કાલિદાસ છે .
પ્રતિભાવો