નારી નરરત્નોની ખાણ છે, નરકની નહિ, બોધવચન -૨૮
September 17, 2021 Leave a comment
નારી નરરત્નોની ખાણ છે, નરકની નહિ, બોધવચન -૨૮
બોધ : નર અને નારીનું આદર્શ પ્રમાણ ૫૦:૫૦ ટકા હોય છે, અડધી વતી ( નારી ) ને દયનીય સ્થિતિમાં ધકેલીને સમગ્ર માનવસમાજને પતન પરાભવની સ્થિતિમાં રાખવાનો અનર્થ હવે ચાલુ ન રાખવો જોઈએ. નર અને નારી એકબીજની બે ફાડની જેમ મનુષ્યજાતિનાં અભિન્ન અંગો છે. બંનેના અધિકાર અને જવાબદારીઓ સરખી છે. એમાં કોઈ નાનું નથી કે મોટુ નથી. જયાં સુધી ઘર અને સમાજમાં આવી ભાવના વિકસિત અને પરિપકવ નહીં બને ત્યાં સુધી નારી કચડાયેલી જ રહેશે.
નારી કોઈ વિજળી કે આગ નથી કે જેને અડકતાં જ કોઈ અનર્થ થઈ જાય. આ રીતે કહેવાતા સંત મહાત્માઓએ કહેવું જોઈએ કે તેઓ પોતાના મનની સંકીર્ણતા, શુદ્રતા અને કલુષિતતાથી ડરે. એને જ તેઓ ભવબંધન માને એ જ નર્કની ખાણ છે. જે નારીના ઉદરમાંથી તેઓ પોતે પેદા થયા છે અને જેનુ દૂધ પીને મોટા થયા છે તે નારીને વાંછિત કરીને માનવજાતિની ભર્સના ન કરે. આપણી જીભ પુત્રીને ગમેતેમ ન બોલે, મા બહેનને વાંછિત ન કરે તે જોવું જોઈએ. નારી નર્કની ખાણ છે એ ફુકલ્પનાનો આધ્યાત્મના કોઈપણ આદર્શ યા સિધ્ધાંત સાથે મેળ બેસતો નથી. જો એવું હોત તો આપણા ઈષ્ટદેવ રામ, કૃષણ, શિવ, વિષણુ વગેરે નારીને પોતાની પાસે જ ન આવવા દેત. ઋષિઓના આશ્રમોમાં તેમની પત્નીઓન રહેત. સરસ્વતી, કાલી, લક્ષ્મી વગેરે દેવીઓનું મુખ જોતાં પાપ લાગી જાત. એટલે સ્ત્રી સબંધી નકામી ડીંગ ન હાંકીએ તો સારૂ અને પછી પલટવાર કરીએ તે કેવું ? પ્રજ્ઞા, ભકિત, સાધના, મુકિત, સિદ્ધિ આ બધાં સ્ત્રીલિંગ છે. જો નારી નર્કની ખાણ હોય તો આ સ્ત્રીલિંગ શબ્દો સાથે જોડાયેલી વિભૂતિઓનો પણ બહિષ્કાર કરવો જોઈએ. આધ્યાત્મવાદના નામે નારી વિશે આવો ખોટો ભ્રમ ન ફેલાવવો જોઈએ.
નારીના સમગ્ર વિકાસમાં જ બધાનુ હિત રહેલું છે :
સ્ત્રીઓની ધાર્મિક, સામાજીક તથા રાષ્ટ્રીય સેવાઓ માટે ઈતિહાસ સાક્ષી છે. એનાથી ખબર પડે છે કે સ્ત્રી પુરૂષ કરતાં કોઈપણ ક્ષેત્રમાં પાછળ રહી નથી. અનસૂયા, ગાર્ગી, મૈત્રેયી, શતરૂપા, અહલ્યા, મદાલસા વગેરે ધાર્મિક તથા સીતા, દ્રૌપદી, દમયંતી વગેરે પૌરાણિક અને પદ્માવતી, વીરબાળા, લક્ષ્મીબાઈ, નિવેદિતા, કસ્તુરબા વગેરે રાષ્ટ્રીય તથા સામાજિક ક્ષેત્રની પ્રખ્યાત તારિકાઓ છે. વેદ તથા ઈતિહાસનાં પુસ્તકોનો અભ્યાસ કરવાથી ખબર પડે છે કે પ્રારંભિક સમયમાં પુરુષો સાધનો પ્રાપ્ત કરતા જયારે વ્યવસ્થા, જ્ઞાનવિજ્ઞાન તથા સભ્યતા અને સંસ્કૃતિ સબંધી વિષયોમાં મોટાભાગનું કામ સ્ત્રીઓ જ કરતી હતી. નારી વિભિન્ન સ્વરૂપે માનવજાત માટે સદૈવ ત્યાગ, બલિદાન, સ્નેહ, શ્રધ્ધા, ધીરજ અને સહિષ્ણુતાપૂર્ણ જીવન જીવતી રહી છે. નારીને પૃથ્વી ઉપરની સ્વર્ગીય જ્યોતિની સાકાર પ્રતિમા માનવામાં આવે છે. એની વાણી જીવન માટે અમૃતનું ઝરણું છે. એની આંખોમાં કરૂણા, સરળતા અને આનંદનાં દર્શન થાય છે. એનામાં આખા જગતની નિરાશા અને કર્તા દૂર કરવાની ક્ષમતા છે. પ્રકૃતિ પોતે જ નારીના રૂપમાં સૃષ્ટિના નિર્માણ, પાલન, પોષણ અને સંવર્ધનનું કાર્ય કરી રહી છે. આથી નારીનું ગૌરવ ઘટાડવાનો અર્થ પોતાની ઉદ્ગમ શક્તિનું ગૌરવ ધટાડવું એવો થાય છે. મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે, “ સ્ત્રી પુરૂષની અધૌગિની છે, એનો સૌથી મોટો મિત્ર છે. તે ધર્મ, અર્થ અને કામનું મૂળ છે. જે એનું અપમાન કરે છે તેને કાળ નષ્ટ કરી નાખે છે. જીવનસંગિનીના રૂપમાં સ્ત્રી જ પુરૂષને ઊંચે લઈ જાય છે. ”
પ્રતિભાવો