નારી સ્નેહ – સૌજન્યની મૂર્તિ છે, બોધવચન -૨૩
September 17, 2021 Leave a comment
નારી સ્નેહ – સૌજન્યની મૂર્તિ છે, બોધવચન -૨૩
બોધ : નારીમાં કુદરતી રીતે જ સ્નેહ સૌજન્ય વધારે પ્રમાણમાં હોય છે. એને વ્યકિતત્વના નિર્માણની મુખ્ય ક્ષમતા ગણવામાં આવે છે. જેવું બીબું હોય છે તેવાં જ સાધનો કે આભૂષણો બને છે. કુંભાર પોતાના ચાકડા ઉપર આંગળીઓની કુશળતાથી ભીની માટીને ગમે તે વાસણમાં બદલી શકે છે. એ જ રીતે મારી પોતાના પરિવારના નાના મોટા બધા સભ્યોને પોતાની ઈચ્છા મુજબ ઘડવામાં કે બદલવામાં સમર્થ છે. નારીની પ્રતિભાનો વિકાસ કરવો તે ઘણું અગત્યનું કામ છે. એમાં આખી સૃષ્ટિનું કલ્યાણ રહેલું છે. દેવીઓની અભ્યર્થનાનું શાસ્ત્રમાં બહુ મહાત્મય બતાવવામાં આવ્યું છે તે ખરેખર યથાર્થ છે. તેઓ જલદી પ્રસન્ન થાય છે અને વધારે વરદાન આપે છે. પ્રત્યક્ષ દેવીઓના રૂપમાં નારીઓને જોઈ શકાય છે.
ધૃણાને કોઈ સ્થાન નહીં :
એક સ્ત્રી સંત હતી. તેનું નામ હતું રાબિયા અને કામ હતું ઈશ્વરભક્તિ. ફરતાં ફરતાં કેટલાય સંતો સત્સંગ કરવા માટે એની પાસે આવતા. એક સાધુ રાબિયાનો ધર્મગ્રંથ લઇને વાંચવા લાગ્યો. એમાં એક પંક્તિ કપાઈ ગઈ હતી. એણે પાઠ કરવાનું બંધ કરી દીધું અને બોલ્યો, “ તમારો આ ગ્રંથ તો અપવિત્ર થઈ ગયો. કોઇકે એને નષ્ટ કરી નાખ્યો છે. આ કુકૃત્ય કોણે કર્યું, “ મેં ” રાબિયાએ ટૂંકો જવાબ આપ્યો. આગળ તે બોલી કે, “ મેં એ પંક્તિ વાંચી પણ છે. ”
“ હા, હા, એમાં લખ્યું છે કે શેતાન પ્રત્યે ધૃણા રાખો. ” સાધુએ કહ્યું. રાબિયા બોલી, “ મેં જ્યારથી ઈશ્વર સાથે પ્રેમ કર્યો છે ત્યારથી મારા હૃદયમાં ધૃણા રહી જ નથી. ઈશ્વરના પ્રેમે મારા સંકુચિત દૃષ્ટિકોણને વિશાળ સહૃદયતામાં બદલી નાખ્યો છે. જો શેતાન પણ મારી સામે આવીને ઉભો રહે તો હું તેને પણ પ્રેમ કરીશ. ”
સામાન્ય નારી પણ પ્રેમની સાકાર મૂર્તિ છે. એ કોઈ પ્રત્યે દ્વેષ રાખતી નથી. એનું હૃદય એટલું બધું ઉદાર હોય છે કે તે પાપીને પણ ક્ષમા આપી નવું જીવન જીવવાની તક આપે છે.
પક્ષીનાં ઈંડાં પાછાં આપ્યાં :
દીનબંધુ એન્ડ્રુઝમાં વિશ્વમાનવતા પ્રત્યેની પ્રેમભાવના એમની માતાની પ્રાણીમાત્ર પ્રત્યેની કરૂણાના કારણે વિકસી હતી.
“ મા, જો તો કેવી સરસ વસ્તુ લાવ્યો છું. ” “ અરે એમા શું લઈ આવ્યો ? આ તો કોઈક પક્ષીનાં ઈંડા છે. મને લાગે છે કે તું એ પક્ષીનાં ત્રણેય ઈડાં ઉઠાવી લાવ્યો છે. જ્યારે તેમની મા માળામાં પાછી આવશે ત્યારે ખૂબ રડશે, બેટા. ”
“ મા, આ પક્ષીનાં ઈંડાં હશે તેની મને શું ખબર ? ” બાળક લંગડાતો લંગડાતો એ વૃક્ષ પાસે ગયો, કારણ કે ચોટ વાગવાથી તેના પગમાં દુ : ખાવો થતો હતો. તે વૃક્ષ ઉપર ચડ્યો અને એણે સાચવીને બધાં ઈંડાં માળામાં મૂકી દીધાં. પછી પેલી માદા વૃક્ષ ઉપર પાછી ન આવી ત્યાં સુધી તે વૃક્ષ નીચે બેસીને રડતો રહ્યો. માદાને જોઈને એનુ બધું દર્દ કોણ જાણે ક્યાં જતુ રહ્યું અને હસતો કૂદતો પોતાની મા પાસે પાછો ફર્યો. આ બાળક બીજુ કોઈ નહીં, પણ દીનબંધુ એન્ડ્રુઝ હતા. તેઓ ભારત આવી આખી જીંદગી ગરીબોને પોતાના ભાઈ માનીને પ્યાર અને સેવા કરતા રહ્યા. માતાએ આપેલા કરૂણાના સંસ્કાર જીવનભર તેમની મૂડી બની રહ્યા.
બાળકો વધારે પ્રિય :
સિગ્રિડ અનસેટ નામની પ્રખ્યાત નોર્વેજીવન લેખિકાને જ્યારે ૧૯૨૮ માં નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે કેટલાય ખબરપત્રીઓ તેમને વધાઈ આપવા તેમના નિવાસ સ્થાને ગયા. તે વખતે તેઓ પોતાના બાળકોને સુવડાવી રહ્યા હતા એટલે તેમને થોડીવાર થોભવાનું કહ્યું.
બાળકો જ્યારે ઉંધી ગયાં ત્યારે તેઓ બહાર આવ્યાં. ખબરપત્રીએ તેમને વધામણી આપી અને કહ્યું કે આવા સૌભાગ્યશાળી અવસરે પણ તેઓ બાળકોને ભૂલી ન શક્યાં ? આ સાંભળી સિગ્રિડ અનસેટે કહ્યું કે, “ મને આ વર્ષે નોબેલ ઈનામ મળ્યું તે આનંદની વાત છે. હું તમારી આભારી છું. સાથે સાથે ક્ષમા માગું છું કારણ કે નોબેલ ઈનામથી પણ વધારે આનંદ મને મારાં બાળકો સાથે રહેવામાં મળે છે. ”
પાંચાલીનું વિશાળ :
હૃદય દ્રૌપદીના પાંચ પુત્રોને જ્યારે તેઓ ઊંઘતા હતા ત્યારે દ્રોણ પુત્ર અશ્વત્થામાએ મારી નાખ્યા. પાંડવોના ક્રોધની સીમા ન રહી. તેઓ એને પકડી લાવ્યા અને દ્રૌપદી સમક્ષ જ તેનું માથુ કાપવા માગતા હતા.
દ્રૌપદીનો વિવેક જાગૃત થયો. તેણે કહ્યું, “ પુત્રના મૃત્યુનું માતાને કેટલું દુઃખ હોય છે તે હું જાણું છું. એટલું જ દુઃખ તમારા ગુરૂ પત્નીને થશે. ગુરૂના ઋણને, ગુરૂમાતાના ઋણને સમજીને એને છોડી દો . અશ્વત્થામાને છોડી મૂક્યો . કરૂણાનો બદલાની ભાવના ઉપર વિજય થયો . દ્રૌપદીની વિશાળ ભાવનાનો આ પ્રસંગ મહાભારતમાં મહાન ગણાય છે.”
પ્રતિભાવો