પ્રજ્ઞાયુગમાં પરિવાર, બોધવચન -૧૦
September 17, 2021 Leave a comment
પ્રજ્ઞાયુગમાં પરિવાર, બોધવચન -૧૦
બોધઃ નિકટ ભવિષ્યમાં ભીષણ ક્રાન્તિઓથી યુગનું નવનિર્માણ થવાનું છે. જેને લોકો પ્રજ્ઞાયુગ તરીકે ઓળખશે. પ્રજ્ઞાયુગમાં સમાજનું અભિનવ નિર્માણ પારિવારિકતાના આધારે જ થશે. વસુધૈવ કુટુમ્બકમ્ની નીતિ અપનાવવામાં આવશે. બધા પોતાને વિશ્વ પરિવારના અંગ માનશે. વિરાટ બ્રહ્મની ઝાંખી સુસંસ્કૃત સમાજમાં દેખાવા માંડશે. આ માટે દરેકે વિશાળ પરિવારનું સંચાલન કરવાનો તથા એના સન્માનિત સભ્ય બનવાનો અભ્યાસ કરવો જોઈએ. તેના વગર વિશ્વમાં બધાને સુખ આપી શકે તેવી સમૃધ્ધિ શકય નથી. આ યુગસંધિકાળ છે. એક યુગ પુરો થઈને બીજો શરૂ થશે. એમાં માનવીય ઉત્કર્ષનાં નવાં કીર્તમાનો રથપાશે.
પ્રજ્ઞાયુગમાં પૃથ્વી ઉપર જીવિત લોકો એક કુટુંબના જેવો ભાવ રાખશે. એટલું જ નહીં, પણ સમાજમાં વિરાટ બ્રહ્મની ઝાંખી સ્પષ્ટ થશે. એ માટે લાંબા સમયનો સાધનાત્મક અભ્યાસ કરવો પડે. ભૂતકાળનો ઇતિહાસ બતાવે છે કે જ્યારે જ્યારે કોઈ મોટું પરિવર્તન થયું છે, ત્યારે શ્રેષ્ઠ મનુષ્યો પહેલેથી જ એનો અભ્યાસ કરીને અગ્રણી રહ્યા છે.
મસ્યાવતારની પહેલાં મનુ મહારાજે પોતાની સંવેદના એ સ્તરની બનાવી લીધી હતી. તેથી જ તેમને સૃષ્ટિનું બીજ સંભાળવાની જવાબદારી સોંપી શકાઈ.
રામાવતારની પહેલાં જ ઋષિઓ તથા દેવોના અવતારરૂપ વાનરો પોતાનો સાધનાક્રમ તથા અભ્યાસ એ વખતની પરિસ્થિતિઓને અનુરૂપ બનાવવા માંડ્યા હતા. મહાભારત – વિશાળ ભારત બનાવવા માટે પાંડવોને પરસ્પર સહયોગ તથા તપ – તિતિક્ષામય જીવનનો અભ્યાસ લાંબા સમય સુધી કરાવવામાં આવ્યો હતો. યદુવંશીઓએ પારિવારિક શાલીનતાને અનુરૂપ સ્વભાવ બનાવી શક્યા નહીં, તેથી જ તેમને નષ્ટ થવું પડ્યું.
પારિવારિક સૂત્રોના માધ્યમથી સતયુગી સમાજ બનાવવાનું જે તત્ત્વદર્શન આ પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે, તે બધાએ અપનાવવા યોગ્ય છે. પારિવારિકતા તથા તેની સાથે જોડાયેલા ગુણોને અપનાવ્યા વગર આત્માનો વિકાસ થવો શક્ય નથી કે વિશ્વનું કલ્યાણ થવું પણ શક્ય નથી.
હળીમળીને ખાઓ :
એક કીડીને ક્યાંકથી ગોળની એક કાંકરી મળી. તે માટે અલગ દર બનાવી ત્યાં સંતાડી દીધી. સમય મળે એકલી ખાઇ આવતી. રાણી કીડીને આ વાતની ખબર પડી તો તેણીને જૂથમાંથી કાઢી મૂકવાની સજા કરી. તે કરગરી પડી અને માફી માગવા લાગી. રાણીએ કહ્યું કે આપણા કબીલામાં બધાએ તનતોડ મહેનત કરવી અને સાથે મળીને પેટ ભરીને ખાવું તે સિદ્ધાંત છે. મધપૂડાની મધમાખીઓ જેમ બધાએ સાથે રહેવું અને સાથે જમવું સાથે કામ કરવું તે શીખવાનું છે. જેથી આપણી જેમ શીખીને મનુષ્યો પણ પ્રજ્ઞા પરિવાર બનાવી સાથે રહેશે, કામ કરશે, ખાશે – પીશે અને આનંદથી જીવન વીતાવશે.
એકતામાં સુરક્ષાઃ
હાથ, પગ, નાક, મુખ, આંખ બધા પોતપોતાના મહત્વ માટે ઝઘડવા લાગ્યા. આથી મનુષ્યને ક્રોધ આવ્યો અને તેણે ખાવાનું બંધ કરી દીધું. હવે બધા અંગોનું એક જ ધ્યાન હતું કે ક્યાંકથી ખાવાનું મળે તો જીવતા રહીએ. મનુષ્ય બોલ્યો -” હવે સમજી ગયા કે તમારા બધાનું અસ્તિત્વ અને મહત્વ હળીમળીને રહેવામાં જ છે. “
ધર્મનો સાચો અર્થ :
એક શિષ્યને પોતાને ધર્મનિષ્ઠ હોવાનું અભિમાન થઇ ગયું. ગુરૂજી તે સમજી ગયા. ધર્મનો સાચો અર્થ સમજાવવા માટે તેઓ આ શિષ્ય સાથે એક દિવસ એક કૃષકને ત્યાં રોકાયા. કૃષક એક કેરી લાવ્યો હતો તે તેણે તેની પત્નીને આપી. ધર્મપત્નીએ તે ખાધી નહીં પણ નાના બેટાને આપી. બાળકે તે કેરી ગુરૂચરણોમાં સમર્પિત કરી. ગુરૂએ શિષ્યને કહ્યું, ” બેટા, આ છે સાચો ધર્મ, જે દેવ પરિવારનું નિર્માણ કરી શકે છે. ’
ઉજ્જડ થઈ જાઓ :
સંત નાનક એક ગામમાં રોકાયા. ત્યાંના નિવાસીઓએ સારો આદર સ્તકાર કર્યો. નીકળતી વખતે નાનકજીએ આશીર્વાદ આપ્યા કે, ઉજ્જડ થઇ જાઓ. ’ તેઓ બીજા ગામમાં ગયા તો ત્યાંના લોકોએ તિરસ્કાર કર્યો, અપશબ્દો કહ્યા તથા ઝઘડવા લાગ્યો. ત્યાંથી જતી વખતે નાનકજીએ આશીર્વાદ આપ્યા કે, આબાદ રહો. ’ એક શિષ્ય આવા વિરોધાભાસનું કારણ પૂછયું તો નાનકજીએ કહ્યું કે, સર્જન લોકો ઉજડશે તો છૂટા છવાયા વસવાટ કરીને જયાં જશે ત્યાં સજ્જનતાનો ફેલાવો કરશે. પરંતુ દુર્જન સર્વત્ર અશાન્તિ ન ફેલાવે એટલા માટે જ્યાં છે ત્યાં પડ્યા રહે એ વિશ્વહિતમાં છે. “
પ્રતિભાવો