પ્રતિભાશાળી મહિલાઓ, બોઘવનચ – ર૫
September 17, 2021 Leave a comment
પ્રતિભાશાળી મહિલાઓ, બોઘવનચ – ર૫
બોધ : પહેલ પાડયા વગરનો હીરો પણ કાચ જેવો દેખાય છે . પહેલ પાડ્યાથી જ હીરાનું સૌંદર્ય ચમકે છે અને કિંમત વધે છે . તેમ પરિસ્થિતિને અનુરૂપ જ નારી શ્રેષ્ઠ , મધ્યમ અને હલકા સરની દેખાય છે . એનું સ્વરૂપ સ્ફટિકમણિની જેમ સ્વચ્છ છે . આ એક વિચારવા લાયક તથ્ય છે કે નારી ભાવના પ્રધાન છે . એની ભાવનાને ચોટ ન લાગવી જોઈએ . એને ઉચિત સ્નેહ , સન્માન , પ્રોત્સાહન , પ્રશિક્ષણ અને સહયોગ આપવામાં આવે તો તેની પ્રતિભા ઘાણી ખીલે છે અને મહાન કાર્યો કરી શકે છે .
મોકો મળ્યો તો , પરાક્રમ કરી બતાવ્યુ :
બંગાળના વર્ધમાન જીલ્લાના જમીનદારની પુત્રવધૂ શારદા સુંદરી અઢાર વર્ષની નાની ઉંમરે વિધવા થયાં . ઈંગ્લેન્ડ સરકારે માત્ર પંદરસો રૂપિયા વાર્ષિક પેન્શન બાંધી આપીને જમીન જાગીર જપ્ત કરી લીધી . સરકાર સામે સુપ્રિમકોર્ટ સુધી લડીને તેમણે પોતાનું રાજય પાછુ મેળવી લીધું . કુટુંબના સભ્યો તેમને સાથ આપતા ન હતા . છતાં પણ તેમણે પોતાના બળે રાજ્ય ચલાવ્યું . પતિ લાખો રૂપિયાનું દેવું મૂકી ગયા હતા તે દેવું ચૂકવ્યું અને કમાણીનો મોટોભાગ તે ક્ષેત્રનાં નિધન બાળકોની ઉન્નતિ માટે ખર્ચો . તેઓ આશરે સાંઈઠ લાખ રૂપિયા રાજ્યનું પછાતપણું દૂર કરવા માટે ખર્ચતાં હતાં . તેમનું પોતાનું જીવન સાદું હતું . એમની વ્યવસ્થાથી ખુશ થઈને અંગ્રેજ સરકારે એમને ‘ મહારાણી’ની ઉપાધિ આપી . એમનું કૌશલ્ય આજે પણ વખાણવામાં આવે છે . અવસર મળે તો સ્ત્રીઓ પણ શું નથી કરી શકતી ?
પ્રતિભાશાળી દુર્ગાબાઈ દેશમુખ :
સત્યાગ્રહ આંદોલન શરૂ થયું તો તેમાં તેમણે ઝંપલાવ્યું . તે પ્રદેશના કોગ્રેસ સંચાલક શ્રીનિવાસ જેલમાં ગયા તો પોતાની જગ્યા પર દુર્ગાબાઈની નિયુક્તિ કરતા ગયા . એમણે આંદોલનનું એટલું સરસ સંચાલન કર્યું કે પહેલાંના કરતાં પણ વધારે પ્રગતિ થઈ . એમને પણ જેલમાં જવું પડયું . છૂટયા બાદ તેમણે આખા પ્રાંતમાં હિન્દીનો પ્રચાર કર્યો . મહિલાઓના સુધારા માટે એમણે બે પ્રાંતમાં ફરી ફરીને બહુ કામ કર્યું . ભારતીય બંધારણ ઘડનાર સમિતિમાં પણ તેઓ સભ્ય હતાં. મોટી ઉંમરે એમણે ભારતના નાણાં પ્રધાનશ્રી સી.ડી. દેશમુખ સાથે લગ્ન કર્યા અને રાષ્ટ્ર કલ્યાણનાં કાર્યો ચાલુ રાખ્યાં.
લાખો માટે આશાનું કિરણ – હેલન કીલરઃ
હેલન કીલર સાથે પ્રકૃતિએ જુલમ ગુજારવામાં કશું જ બાકી રહેવા દીધું ન હતું. તે આંધળી, બહેરી અને મૂંગી એ ત્રણેય વ્યથાઓથી પીડાતી હતી, પણ પોતાની સૂઝ, સમજણ અને સંકલ્પબળની મદદથી શિક્ષણ પ્રાપ્ત કરવાનો કોઈને કોઈ રસ્તો શોધી કાઢતી અને બુધ્ધિની કુશળતાથી સફળતા મેળવતી ગઈ. એણે અંગ્રેજીમાં એમ.એ. કર્યું અને સાથે જર્મન અને લેટિન ભાષામાં પ્રવીણતા મેળવી. ઘરમાં પણ રોટલી બનાવવાથી માંડીને કપડાં ધોવા જેવાં દરેક કાર્ય સરળતાથી કરી લેતી. એણે કુશળતાનો ઉપયોગ માત્ર પોતાના માટે જ નથી કર્યો. પરંતુ અપંગોના શિક્ષણ તથા સ્વાવલંબન માટે આખા વિશ્વમાં ભ્રમણ કરીને કરોડો રૂપિયા ભેગા કર્યા. એની વિદ્યાથી પ્રભાવિત થઈને કેટલી વિશ્વવિદ્યાલયોએ એને “ માનદ ડોક્ટરેટ’ની ઉપાધિ આપી. લોકો એને જોઈને વિશ્વની આઠમી અજાયબી કહેતા હતા.
કલમમાંથી આગ પ્રગટી :
હેરીએટ સેં અમેરિકન મહિલા છે. જેની કલમમાંથી આગ પ્રગટી અને એણે દક્ષિણ આફ્રિકાના નિગ્રો સમુદાય વિરૂધ્ધ ચાલી રહેલા અત્યાચારોને ઉઘાડા પાડયા. એ વખતે નિગ્રોને આફ્રિકામાંથી જાનવરોની જેમ પકડી લાવી વેચવામાં આવતા હતા. એમને પશુઓ કરતાં પણ ખરાબ રીતે રાખવામાં આવતા. પરંતુ એમનો પક્ષ લે તેવું કોઈ ન હતું. તે માટે હેરીએટ સ્ટોએ એક પુસ્તક લખ્યું, “ ટોમ કાકાની ઝૂંપડી. ” એમાં અત્યાચારો એવી માર્મિક ભાષામાં વ્યક્ત કર્યા હતા કે જેઓ તે પુસ્તક વાંચતા તેઓ ચોંકી ઉઠતા અને રડી પડતા. પરિણામે આ સમયસ્યાને દૂર કરવા માટે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં ગૃહયુધ્ધ ફાટી નીકળ્યું. દાસપ્રથાની વિરૂધ્ધમાં કાયદો ઘડવામાં આ પુસ્તકનો મોટો હાથ હતો. તે વખતના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને એની ખૂબ ખૂબ પ્રસંશા કરી હતી.
એ એના સહજ ભાવના શીલ મનોભાવનું જ પરિણામ હતું, કે તત્કાલીન પરિસ્થિતિઓનું આટલું સુંદર નિરૂપણ કરી રંગભેદ જેવી સમસ્યાને વિશ્વમંચ ઉપર લાવવામાં તે સફળ રહી.
સર્જન જનરલ મેરી :
ડો. મેરીને નોકરીની શરૂઆતમાં એક નાનકડા ગામમાં મોકલવામાં આવ્યાં. દવાખાનામાં ૧૫૦ પથારીઓ હતી, પણ માંડ ત્યાં ૧૫ પથારીઓ ભરાતી. દાયણો ઘેર ઘેર જઈને પ્રસૂતિ કરાવતી અને કમાણી કરી લેતી મેરીએ લોકોનો સંપર્ક સાધ્યો અને દાયણોને પણ સહમત કરી, ત્યાં તો ૧૫૦ ની જગ્યાએ ૩૦૦ પલંગ ભરેલા રહેવા લાગ્યા. મેરીની કામ કરવાની લગનીની સાથે એમની પદોન્નતિ પણ થઈ ગઈ. છેલ્લે તેઓ ‘ સર્જન જનરલ ‘ ના પદેથી રિટાયર્ડ થયાં. એમના સમયમાં હોસ્પીટલે ખૂબ જ ઉન્નતિ કરી હતી.
વીરબાળા તારાબાઈ : શિવાજીના વંશની એક રાણી તારાબાઈની દેશભક્તિ અને વીરતાનો અસાધારણ ઈતિહાસ છે. તારાબાઈનો પતિ યવન પક્ષમાં ભળી ગયો હતો. તેથી તેમણે પોતે રાજકાજ સંભાળી લીધુ અને શિવાજીની પરંપરા જીવિત રાખવા માટે રાજકાજ સંભળવાની સાથે સાથે દુશ્મનો અને વિશ્વાસઘાતીઓની સામે હિંમત અને સુઝબુઝથી લડતી રહી. સિત્તેર વર્ષની ઉંમરે પણ એમના જોશ અને કુશળતા નવયુવકો જેવાં જ હતાં. એ કુશળતા એમણે પોતાની જાતે પ્રાપ્ત કરી હતી. ન તો તેઓ ઢીંગલી બની રહ્યા કે ન સતી થયાં.
નર્સ આંદોલનની જન્મદાત્રી નાઈટિંગલ :
ફ્લોરેન્સ નાઈટિંગલનું મન પહેલેથી જ દીનદુઃખીઓની સેવામાં જીવન વિતાવવાનું હતું. તેથી તેણે નર્સનું શિક્ષણ મેળવવાની કોશિશ કરી. તેના પિતાને એ ના ગમ્યું અને લગ્ન કરવા દબાણ કરવા લાગ્યા. અંતે નાઈટિંગલની વાત માનવામાં આવી. ૩૩ વર્ષની ઉંમરે તે ક્રીમિયાના યુધ્ધમાં ઘાયલ સૈનિકોની સેવા કરવા યુધ્ધના મોરચે ગઈ. તે જોઈને બીજી સ્ત્રીઓ પણ નર્સ સેવામાં સામેલ થઈ. પહેલાં ૧OO ઘાયલ વ્યક્તિમાંથી ૮૦ મરી જતા હતા. તેના બદલે હવે ત્યાં દર હજારે ૨૫ જેટલી વ્યક્તિ મૃત્યુ પામતી. યુધ્ધ પુરૂ થતાં તેણીએ નર્સોની ટ્રેનિંગ માટે એક વિદ્યાલય ખોલ્યું અને આખું જીવન પીડિતોની સેવામાં પુરૂં કર્યું.
તિરંગો ઝંડો અને મેડમ કામા :
મુંબઈના શ્રી રાવજી પટેલે પોતાની પુત્રી ભીકાજી કામાને વધુ અભ્યાસાર્થે એલેક્ઝાન્ડ્રિયા કન્યા વિદ્યાલયમાં ભણવા મોકલી. એ વખતે જર્મનીમાં વિશ્વ સમાજવાદી સંમેલન થયું. એમાં સ્વતંત્ર દેશો જ ભાગ લઈ રહ્યા હતા. ભારત પરાધીન દેશ હોવાને લીધે તેમાં પ્રવેશ ન મળ્યો. એનું કામાને
બહું જ દુ : ખ થયું અને તેઓ સ્વેચ્છાપૂર્વક પ્રતિનિધિ બનીને સંમેલનમાં ગયાં. સાડીનો એક છેડો ફાડીને તિરંગો ઝંડો બનાવ્યો અને એ લગાવ્યો. હાજર રહેલા દેશોએ ભારતનો જયજયકાર કર્યો. તિરંગા ઝંડાની જન્મદાત્રી ભીકાજી કામા જ હતાં. પાછળથી એમાં થોડો સુધારો કરવામાં આવ્યો. સ્વતંત્રતા માટે રાષ્ટ્રીય આંદોલનનાં સક્રિય કાર્યકર્તા હતાં.
પ્રતિભાવો