શ્રમ અને સાદગી અપનાવો, બોધવચન -૧૫ 

શ્રમ અને સાદગી અપનાવો, બોધવચન -૧૫ 

બોધ : યુવાનીમાં દરેક જણે કમાવું પડે છે . પ્રત્યેક માણસ માટે એ યોગ્ય પણ છે અને આવશ્યક પણ છે . દરેકે શ્રમ કરીને કમાણી કરવી જોઈએ . કમાણીમાં ઈમાનદારી રાખવામાં આવે અને તેને બિનજરૂરી વેડફી નાખવી ન જોઈએ . ખોટા શૃંગાર , સજાવટ , અપવ્યય થાય તેવું પ્રદર્શન , આડંબર તથા વ્યસનોમાં મોટાઈ ન સમજવી જોઈએ . સાદગીમાં ઉત્કૃષ્ટ જીવન રહેલું છે . પ્રદર્શનપ્રિય અહંકારીઓ આર્થિક તંગી ભોગવે છે અને દેવાદાર બને છે .

સૌથી પહેલાં સ્વાવલંબન :

પુત્રે યુવાન થતાં જ માતાપિતાની જવાબદારી સંભાળી લેવી એ મોટામાં મોટું પુણ્ય છે . મહામાનવો પારિવારિક જવાબદારીઓ અદા કરવી તેને પરમાર્થનું જ કામ ગણે છે .

એન્ડ્રુ કાર્નેગી નામનો મજુર આખો દિવસ મહેનત કરીને માસિક રૂા .૧૫ કમાતો હતો અને તેની સ્ત્રી અમીરોનાં કપડાં ધોઈ થોડું કમાતી હતી . આવી સ્થિતિમાં પણ કુટુંબમાં ભારે પ્રેમ હતો . એકનો એક દીકરો પોતાની માતાને આશ્વાસન આપતો કે હું હજુ મોટો થઇ બહુ કમાઇશ અને તમારી આવી સ્થિતિ નહીં રહેવા દઉં . પરિશ્રમ અને સુઝ સમજણના આધારે એમણે બધાએ મળી સખત પરિશ્રમ કર્યો અને માસિક આવક પંદર હજાર સુધીની થઇ ગઇ .

માતાએ કરેલ શ્રમ અને વેઠેલ દુઃખ તેણે જોયાં હતાં . તેથી લગ્નનો પ્રશ્ન આવ્યો તો એણે સ્પષ્ટ ઈન્કાર કર્યો . માતાને અસીમ પ્રેમ કરનાર પાછળથી કરોડપતિ બનેલ તે દીકરાએ માતા જીવી ત્યાં સુધી લગ્ન ન કર્યું . માતાના અવસાન પછી ૫૨ વર્ષની ઉંમરે તેણે લગ્ન કર્યું .

શાસ્ત્રીજીનો કોટ :

રાષ્ટ્રમંડળના પ્રતિનિધિઓ ( પ્રધાનમંત્રીઓ ) ના સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીને લંડન જવાનું હતું . એમની પાસે બે જ કોટ હતા . એમાંથી એકને તો મોટું કાણું પડી ગયું હતું . શાસ્ત્રીજીના નજીકના મિત્ર શ્રી વેંકટરમણે નવો કોટ સીવડાવી લેવાનો આગ્રહ કર્યો , પણ શાસ્ત્રીજીએ ઇન્કાર કરી દીધો . શાસ્ત્રીજી હસીને બોલ્યા , “ આ વખતે તો જૂના કોટને ઊંધો કરી દો . જો બરાબર નહીં લાગે તો બીજો સીવડાવીશ . જ્યારે તે કોટ દરજીને ત્યાંથી આવ્યો તો મરામત કરાવી છે એવી ખબર પણ ના પડે તેવો થઈ ગયો હતો . તેઓ એ જ કોટ પહેરીને લંડન સંમેલનમાં ગયા . આવી સાદગી શાસ્ત્રીજીમાં હતી .

ગાંધીજી તથા કાગળોની કતરણ :

ગાંધીજીની સામે ટપાલનો ઢગલો હતો . તેઓ આવેલા દરેક કાગળને ધ્યાનથી વાંચતા હતા અને જે ભાગ કોરો હોય તેને કાતરથી કાપી અલગ મૂકતા હતા . એક સજ્જન ત્યાં પાસે બેઠેલા હતા અને આ ક્રિયા જોતા હતા . એમણે આશ્ચર્યથી પૂછયું કે , “ તમે આ કતરણને એકબાજુ કેમ ભેગી કરો છો ? એનો શું ઉપયોગ છે ? ”

ગાંધીજીએ કહ્યું , “ મારે જ્યારે પત્રના જવાબ આપવાના હોય છે , ત્યારે આ કતરણનો ઉપયોગ કરૂ છું . જો એવું ન કરૂં તો આ કાગળ નકામા જશે અને એનાથી બે પ્રકારની હાનિ થશે . એક તો બિનજરૂરી ખર્ચમાં વૃદ્ધિ થાય અને બીજું રાષ્ટ્રીય સંપત્તિ નષ્ટ થશે . કોઇપણ દેશમાં જે વસ્તુઓ હોય તે રાષ્ટ્રની સંપત્તિ છે . આપણો દેશ ગરીબ છે એટલે આપણે કોઇપણ ચીજનો દુરૂપયોગ ન કરવો જોઇએ . ”

સાદગીમાં સુખઃ

હેનરી ફોર્ડ અમેરિકાના એક મહાન ધનાઢ્ય માણસ હતા . પરંતુ તેઓ ખૂબ સાદાઈથી રહેતા હતા . તેમનો એક કોટ જૂનો થઇ ગયો હતો અને ફાટવા લાગ્યો હતો . તેમના સચિવે કહ્યું કે નવો સૂટ સિવડાવવો જોઈએ . લોકો શું કહેશે ?

ફોર્ડ હસ્યા અને કહ્યું , “ હમણાં તો એને રીપેર કરાવી લેવાથી કામ ચાલશે . મને બધા ઓળખે છે કે હું ફોર્ડ છું , તેથી સૂટ બદલવાથી મારી સ્થિતિમાં કોઈ ફેર પડવાનો નથી . ”

આ વાતને ઘણો સમય થઇ ગયો . એ જૂના સૂટથી કામ ચાલતું રહ્યું . ઘણા દિવસો પછી ફોર્ડને ઈંગ્લેન્ડ જવાનું થયું , તેથી સેક્રેટરીએ ફરીથી એમને સૂટ બદલવાની વાત કરી . તેમણે કહ્યું કે બીજા દેશમાં જાઓ છો , તેથી પોશાક સુંદર હોવો જોઈએ .

ફોર્ડ ગંભીર થઇ ગયા અને બોલ્યા , “ એ દેશમાં મને કોણ ઓળખે છે કે જેથી તેમની પર વટ પાડવા હું નવો પોશાક સીવડાવું ? અજાણ્યા માણસના કપડાં તરફ કોણ ધ્યાન આપે છે ? ” સેક્રેટરી નિરુત્તર બની ગયા . ફોર્ડ એ સૂટ ધોવડાવીને જ ઇંગ્લેન્ડ ગયા .

આવી હોય છે મહાપુરૂષોની સાદાઈ . એમના આવા ગુણોને લીધે જ તેઓ શ્રધ્ધાસ્પદ અને વૈભવશાળી બને છે .

લગ્નના ખર્ચા મોંઘવારી વધવા સાથે , લગ્નોમાં થયા ફેરફાર , બે પાંચ દિવસને બદલે , હવે એક ટંકમાં લગ્ન થાય ,

બે નંબરના પૈસા ક્યાં નાખવા , ગરબાનો વધાર્યો ભાર , પાર્ટી , ખાણી – પીણીથી ખર્ચા , લગ્નને પણ આંબી જાય .

વરઘોડામાં છોકરા છોકરીઓ નાચે , બેન્ડ વાજાંની સાથ , ગુપ્ત નિશાનીઓ મુકેલી હોય છે , દારુ પીવા જાય ,

પેગ ઉપર પેગ લગાવે છે , નવા ટ્રેનીંગ લેતા જાય , પીવો હોય એટલો પીવો , મફતિયો મળ્યો માલ .

દારુડિયાઓ વધતા જાય છે , યુવાની બને છે બેહાલ , ધર્મના ટેકેદારો ચૂપ છે , સંઘર્ષના નથી હાલ હવાલ ,

ડાહી ડમરી વાતો થાયને , ઉપદેશોનો મારો થાય , મંજીરાને તબલાં મૂકી દો , સંઘર્ષથી અટકાવો સત્યાનાશ .

માત્ર સૂત્રો પોકારવાથી કે સરઘસોથી સુધારો ના થાય , રોગનાં મૂળ કાપો , જૂથે વરઘોડા બંધ કરાવવા જાવ ,

સમજાવવાથી ના સમજે તો , કાયદાનો કરો ઉપાય , સુધાર કરતાં બગાડ વધુ , આ એક માત્ર છે ઉપાય .

સવારમાં જાન આવે , સ્વાગત બાદ લગ્ન ગોઠવાય ,  બપોર પછી જાન વિદાય થાય ને , બધુ જ પતી જાય ,

બે નંબરીઓને શું કહેવું ? રીશેપ્શન ગોઠવતા જાય , હસ્ત મેળાપે રીશેપ્સન હતું કે એકશન ? કરો વિચાર .

 હિન્દુઓમાં બદી બહુ છે , સમાજ થતો જાય બેહાલ , ખ્રિસ્તી , મુસલમાનોમાં જોયા , આવા ખોટા ઠાઠ માઠ ?

સદ્બુધ્ધિને શરણે જઈને , ખોટા ખર્ચાઓનો કરો અંત , જો આ અંત નહી થાય તો , જરૂર થશે આપણો અંત .

( “ સત્યુગની વાણી ” માંથી )

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: