તકલીફવાળા લોકોએ સંતાન પેદા ન કરવાં જોઈએ. બોધવચન -૩૦
September 17, 2021 Leave a comment
તકલીફવાળા લોકોએ સંતાન પેદા ન કરવાં જોઈએ. બોધવચન -૩૦
બોધ : શારીરિક, માનસિક અને સ્વભાવ તથા ચરિત્રની દષ્ટિએ જેઓ પછાત સ્થિતિમાં હોય તેઓ બાળકો પેદા ન કરે તે તેમના, સમાજના તથા અવતરનાર બાળકોના હિતમાં છે. સંતાન સુયોગ્ય હોયતો જ પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે, નહીંતર માતાપિતાની આ લોકતથા પરલોકમાં દુર્ગતિ થાય છે. સમાજને સુયોગ્ય નાગરિક આપવા માટે જ પ્રજનન કરવું જોઈએ. કીડી, મંકોડાની જેમ અયોગ્ય અને વધુ સંખ્યામાં બાળકોને જન્મ ન આપવો જોઈએ. ‘ અમે બે અમારાં બે ‘ સૂત્રનું પાલન કરવું જોઈએ .
સંખ્યા નહિ, સ્તર :
ગાંધારીને સો પુત્રો હતા. પરંતુ તેઓને સુસંસ્કાર આપવામાં આવ્યા નહોતા. કુંતાજીને માત્ર પાંચ પાંડવો જ હતા. પરંતુ એમણે તેઓને સુયોગ્ય અને સંસ્કારી બનાવવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું. મહાભારતના યુદ્ધમાં સો કૌરવો મરાયા જ્યારે પાંચ પાંડવો વિજયી બન્યા. નીતિશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે – “ વરમેકો ગુણી પુત્રો, ન ચ મૂર્ખ શતાન્યપિ / એકશ્ચન્દ્રસ્તમાં હન્તિ ન તુ તારા સહસ્ત્રશ : // અર્થાત્ – સેંકડો મૂર્ખ પુત્રોના બદલે એક જ ગુણવાન પુત્ર શ્રેષ્ઠ છે. જેવી રીતે એકલો ચંદ્ર જ અંધકારને દૂર કરે છે, હજારો તારા નહીં. એવી જ રીતે એક ગુણવાન પુત્ર સમાજમાં વ્યાપેલો અંધકાર દૂર કરીને પ્રકાશ ફેલાવે છે. પોતાના સત્કર્મોથી જ વ્યક્તિને સદ્ગતિ પ્રાપ્ત થાય છે, વંશથી નહીં. વંશવેલાને કોઈ યાદ રાખતું નથી પણ કોઈ દુર્જન પાકે તો વંશ વગોવાય છે. કેટલાય હજારો બ્રહ્મચારીઓએ સંતાન ઉત્પન કર્યા વગર જ ઉચ્ચ વિચારો, સત્કાર્યો અને સેવા દ્વારાસ્વર્ગલોક પ્રાપ્ત કર્યું છે.
કુલીનતાની શરૂઆત અને અંત : મહાન વિચારક સિસેરો સાથે એક સરદારને બોલાચાલી થઈ ગઈ. સરદારે કહ્યું કે તમે નીચ કુળના છો. તમારી અને મારી વચ્ચે સરખામણી કઈ રીતે થઈ શકે ? સિસેરોએ કહ્યું, “ મારા કુળની કુલીનતાની શરૂઆત મારાથી થાય છે અને તમારી કુલીનતાનો અંત તમારી સાથે આવશે. ” કુલીનતાનો સબંધ જન્મ સાથે નહીં, પરંતુ ચરિત્ર સાથે છે.
જેવાં ઈચ્છયાં તેવાં બનાવ્યાં :
જ્યાં પતિ – પત્નિનો સ્વભાવ સમાન બને છે અને બંને વચ્ચે સઘન સહયોગ હોય તો સંતાનને ઈચ્છા પ્રમાણે સંસ્કાર આપી શકાય. ઈગ્લેન્ડના કર્નલ જહોન દ્રાન્સિવાન અને તેમની પત્ની એલીઝાબેથ બંને અત્યંત ધાર્મિક પ્રકૃતિનાં હતાં. સંતાનની બાબતમાં પણ બંનેની ઈચ્છા એક સરખી હતી. પતિને જ્યારે સમય મળતો ત્યારે દેવળમાં જતા હતા પરંતુ પત્ની ખૂબ ભક્તિભાવવાળી હતી. તે કલાકો સુધી ઈશ ઉપાસના કરતી અને એવી પ્રાર્થના કરતી હતી કે એનાં બધાં જ સંતાનો ધર્મની સેવામાં પોતાનું જીવન વ્યતીત કરે. એની આ મનોકામના સંપૂર્ણ સફળ થઈ. લૂઈસના બધા છોકરા અને છોકરીઓ ધર્મના સેવક બન્યાં. કુવારાં રહ્યાં અને આખુ જીવન ખ્રિસ્તી મિશન માટે સમર્પિત કરી દીધું. પાદરી અને સાધ્વીઓના રૂપમાં પવિત્ર જીવન વિતાવનાર પવિત્ર માતાનાં આ બાળકોની ચર્ચા પાશ્ચાત્ય જગતમાં સદીઓથી થાય છે.
બાળકને અનીતિ માટે પ્રોત્સાહન ન આપો :
સિક્યુરાજના રાજ્યમાં બક્યુઆર નામનો એક ભયંકર દસ્યુ થઈ ગયો. એણે એની જુવાનીનાં ૨૦ વર્ષોમાં હજારો લોકોની કતલ કરી અને ખૂબ સંપત્તિ લૂંટી. અંતે તે પકડાઈ ગયો અને તેને ફાંસીની સજા ફરમાવવામાં આવી.
એ વખતે એના સબંધીઓ એને મળવા માટે આવ્યા, તો એણે પોતાની માતાને મળવાનો ઈન્કાર કરી દીધો. કારણ પૂછતાં એણે કહ્યું, “ બચપણમાં હું સુવર્ણમુદ્રા ચોરીને લાવ્યા હતા અને તે મારી માતાને આપી હતી. ત્યારે તેણીએ મારી ચતુરાઈનાં વખાણ કરીને મને ઈનામ આપ્યું હતું. તે દિવસથી બદલાઈ ગયેલા જીવનનું આજે આ પરિણામ આવ્યું છે. ”
પ્રતિભાવો