કાર્યકર્તાઓ માટે વિશેષ જાણકારી,સાધના આંદોલન પર એક દૃષ્ટિ

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।

આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .

સાધના આંદોલન પર એક દૃષ્ટિ

કાર્યકર્તાઓ માટે વિશેષ જાણકારી

પુજય ગુરુદેવ કહે છે – “ મનુષ્ય મહાન છે અને એનાથી પણ મહાન છે તેનું સર્જન કરનાર પરમાત્મા . ૐ વ્યક્તિ પરમાત્માના સર્વસમર્થ અને સર્વકલ્યાણકારી ચૈતન્ય સાથે સંપર્ક જાળવી રાખશે એ પોતાના જીવનમાં મહાનતાનો વિકાસ કરવામાં સફળ બનશે . એની દિવ્યશક્તિ વધતી જશે . લૌકિક તથા પારલૌકિક જીવનના માર્ગમાં આવનાર તમામ અવરોધો તેને તુચ્છ લાગશે , દરેક લક્ષ્ય સુગમ લાગવા માંડશે . ’ ’

કાર્યકર્તા ભાઈબહેનો પૂજ્ય ગુરુદેવના આ માર્ગદર્શનનો ઉપયોગ નીચે દર્શાવવામાં આવેલ ઉપાયોને અપનાવીને કરશે , તો એમને સાધનાનો પ્રચાર કરવાના અને તેનો વિસ્તાર કરવાના કામમાં વિશેષ સફળતા મળશે :

( ૧ ) આપણું લક્ષ્ય છે – આપણે નિરંતર પોતાને તથા પોતાના સંપર્કમાં આવનારા લોકોને આદર્શોને અનુરૂપ જીવન જીવવાની પ્રેરણા આપતા રહીએ . પ્રચાર તથા વિસ્તાર માટે આપ ચર્ચાનો જે વિષય અને કાર્યક્રમ પસંદ કરો તેની ઉપયોગિતા અંગે પ્રથમથી જ તપાસ કરી લો . આપ પોતાની જાતને જ પ્રશ્ન કરો કે “ શું મારી આ ચર્ચા તથા કાર્યક્રમો લોકોના ચરિત્રને , ચિતન તથા વ્યવહારને ઊંચે ઉઠાવવામાં સહાયરૂપ નીવડી શકશે ? શું એમને આદર્શોને અનુરૂપ જીવન જીવવાની પ્રેરણા આપી શકશે ? જો તેનો જવાબ ‘ હા ’ માં મળે , તો તેને અવશ્ય અપનાવો . જો ‘ ના ’ માં મળે તો પોતાના વાર્તાલાપમાં અને કાર્યક્રમોમાં એવું પરિવર્તન કરી લો કે લક્ષ્ય પૂરું થઈ શકે . ” સુધી

 ( ૨ ) સાધના આંદોલન માટે આપણું સૂત્ર છે – ‘ ‘ સૌને સદ્બુદ્ધિ , સૌનું ઉજ્જવળ ભવિષ્ય . ’ ’ યોગ્ય પ્રસંગે આ સૂત્રનો ફેલાવો કરતા રહો .

( ૩ ) પ્રચાર કરતી વખતે આપ ઋષિના સાંત્વનને લોકો પહોંચાડતા રહો – ‘ ‘ સાધના કરો . અનિષ્ટકારક પરિસ્થિતિઓની સામે સલામતી મેળવો . તમારા સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ કરો . ’ ‘ ‘

( ૪ ) આ પુસ્તકમાં ઉપાસના સાધના સંબંધી જે નિયમો તથા સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એ વિવેકસંમત છે અને વિજ્ઞાનસંમત પણ છે . હવે આપે આ સિદ્ધાંતોને કુશળતાપૂર્વક સમાજની ભિન્ન ભિન્ન જાતિઓનાં સ્ત્રીપુરુષો સુધી પહોંચાડવાના છે , જેથી એમને એવું લાગે કે આ સિદ્ધાંતો તેમના પોતાના જ ધર્મના , સંપ્રદાયના છે .

( ૫ ) સાધનાનો સંકલ્પ લેવડાવીને જ આપ પોતાનું કર્તવ્ય પૂરું થયાનું ન માની લો . નવા સાધકો સાથે સતત સંપર્ક જાળવી રાખો . તેમને પ્રોત્સાહિત કરો , માર્ગદર્શન આપતા રહો. એમનો વિકાસ કરવાના કામને વ્યક્તિગત જવાબદારી માની લો . આપે જે સમયદાન આપ્યું છે તેને નિષ્ઠાપૂર્વક સાધનાના આ આંદોલન પાછળ ખર્ચો .

( ૬ ) આ આંદોલનમાં એકરૂપતા જાળવી રાખવી એ સૌથી મોટો પડકાર છે . આપ આ પડકારનો સ્વીકાર કરો . એના માટે સાધનાની કાર્યપદ્ધતિ અને ક્રિયાની સાથે અપનાવવાની માનસિક સ્થિતિ દર્શાવવામાં આવી છે તેને આપ સમજાવો તથા શિખવાડો .

( ૭ ) બાળકો તથા અશિક્ષિત લોકો યા એવી વ્યક્તિ કે જેને ઉપાસના – સાધનામાં જરા પણ શ્રદ્ધા કે રુચિ નથી , જેમણે સાધના કે ઉપાસના ક્યારેય પણ કરી નથી એવા નવા સાધકોને સાધનાના તમામ નિયમો માત્ર એકવારમાં જ ન શિખવાડો , તેમને એક જ સાધનાપતિ શિખવાડો , સાથે સાથે એ વિધિ કરતી વખતે જે વિચારો અને ભાવ રહેવા જોઈએ એ તેમને સમજાવો . તેમને એકવારમાં આટલો જ અભ્યાસ શિખવાડો અને કરાવો . જ્યારે તેમને એ કર્મકાંડની રીત સારી રીતે આવડી જાય ત્યારે આગળની રીત પણ શિખવાડો . તેમની રુચિ અને શીખવાની ક્ષમતા અનુસાર જ શિક્ષણ આપો . સરળમાં સરળ ભાષાનો ઉપયોગ કરો ,

( ૮ ) ઉપાસના – સાધનાના પ્રત્યેક કર્મકાંડ સાથે શ્રેષ્ઠ ઉપદેશ યા સદ્ભાવના જોડાયેલી છે . કર્મકાંડ સાથે જોડાયેલ શ્રેષ્ઠ ઉપદેશ પણ આપ જરૂર બતાવો અને તેનો ઉપયોગ કરવાનું શિખવાડો . “ સાધનાનો અર્થ જીવનસાધના છે . ’ આ વાક્યનો અર્થ અને મહત્ત્વ લોકોની સમજમાં ત્યારે જ આવી શકશે કે જયારે આપ નક્કી કરેલ ક્રમ દ્વારા તાલીમ આપશો . જેમ કે ( ૧ ) કર્મકાંડ ( ૨ ) તેની સાથે જોડાયેલ શ્રેષ્ઠ ઉપદેશ ( ૩ ) દિનચર્યામાં શ્રેષ્ઠ ઉપદેશનું પાલન . આ ક્રમને ધ્યાનમાં રાખો .

( ૯ ) પોતાના દરેક પ્રવચનમાં યા તાલીમમાં આપ સ્વાધ્યાય , સંયમ અને સેવાનું મહત્ત્વ અવશ્ય બતાવતા રહો અને તેમના પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન કરતા રહો . એ સમજાવો કે –

( ક ) દરરોજ સ્વાધ્યાય કરવાથી ઉપાસનામાં ચમક આવે છે .

( ખ ) સંયમનું પાલન કરવાથી ઉપાસના ખૂબ જ પ્રભાવશાળી બની જાય છે .

( ગ ) સેવા સાથે કરેલી ઉપાસના ઈશ્વરની નિકટતાનો અનુભવ કરાવે છે .

( ૧૦ ) અંતમાં એમને એમ કહો કે આ સાધના આંદોલનનો ઉદ્દેશ ‘ ‘ લોકોને જીવન જીવવાની કળા ‘ ‘ નું શિક્ષણ આપવાનો અને અભ્યાસ કરાવવાનો છે . આપ આ ઉદ્દેશને હંમેશાં ધ્યાનમાં રાખો .

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: