પોતાની માન્યતાઓને વ્યવસ્થિત કરી લો, સાધના આંદોલન પર એક દૃષ્ટિ

સૌના માટે સરળ ઉપાસના સાધના

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।

આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .

સાધના આંદોલન પર એક દૃષ્ટિ

પોતાની માન્યતાઓને વ્યવસ્થિત કરી લો

આજના આ આધુનિક શિક્ષિત સમાજમાં પણ ઉપાસના , સાધના અંગે સાવ ખોટી માન્યતાઓ પ્રવર્તે છે . પૂજાપાઠને નવરા લોકો દ્વારા કરવામાં આવતું કર્મ માનવામાં આવે છે અને એવી માન્યતા બની ગઈ છે કે પૂજા- ઉપાસના કરનારા લોકો પોતાને સમર્થ અને ક્રિયાશીલ બનાવવાના બદલે ભગવાનની સમક્ષ એટલા માટે માથું નમાવીને પ્રાર્થના કરે છે કે તેઓ એમના મનની ઇચ્છાઓ પૂરી કરી દે . આ ભ્રાંતિના કારણે તર્કશીલ લોકોનો વિશાળ વર્ગ ઉપાસના સાધનોની ઉપેક્ષા કરે છે , પરંતુ આ માન્યતા સાચી નથી .

જો આપણે ઉપાસના તથા સાધનાનો સાચો અર્થ જાણી લઈએ , યોગ્ય તર્ક અને સાચા દૃષ્ટિકોણથી વિચાર કરીએ , તો ઉપાસના સાધનાનો આ ક્રમ જીવનનો સર્વશ્રેષ્ઠ પરિશ્રમ છે . પ્રત્યક્ષથી મોટો બીજો કોઈ પુરાવો હોતો નથી . આપ વિશ્વભરના એ મહાપુરુષો અને મહાન સ્ત્રીઓના જીવન પર દૃષ્ટિ કરો કે જેમણે પોતપોતાની રીતે સાધના કરી અને તેની શક્તિ વડે આ સંસારની દિશા જ બદલી નાંખી . વૈદિક , પૌરાણિકકાળના ઋષિઓ , ભગવાન બુદ્ધ , મહાવીર , આદ્ય શંકરાચાર્ય , ઈસુ , મહંમદ તથા ગુરુનાનકે ; ગાર્ગી , મદાલસા , હેલન કેલર અને મેડમ ક્યુરીએ પોતપોતાના સમયમાં સાધનોનો પરિશ્રમના બળે લોકકલ્યાણનાં એવાં કામો કરી દેખાડ્યાં કે જેને લોકો અસંભવ માનતા હતા . આથી ઉપાસના , સાધનાની ઉપેક્ષા કરવી યોગ્ય નથી . આ અદ્ભુત અને અનોખા પ્રકારના વિજ્ઞાનના તર્કસંગત સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તેને અપનાવી પોતાના જીવનને ઉચ્ચ શ્રેણીનું તથા ગૌરવમય બનાવવું જોઈએ .

ગાયત્રી પરિવાર , યુગનિર્માણ યોજનાના સાધના આંદોલનની અંતર્ગત લોકકલ્યાણનો એવો જ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે . યુગઋષિ પં . શ્રીરામ શર્મા આચાર્યની કૃપાના કારણે આ સંસ્થાને આ પ્રયત્નમાં પૂરતા પ્રમાણમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે . સાધના ઉપાસનાના એવા નિયમોનો વિકાસ કરી પ્રયુક્ત કરી શકાયા છે કે જે વિજ્ઞાન અને વિવેક બંનેની કસોટી પર સાચા ઠરે છે . આ એવા નિયમો છે કે જે તમામ ધર્મો અને સંપ્રદાયોમાં એક સમાન છે . આથી એમને કોઈપણ ધર્મસંપ્રદાય પ્રત્યે શ્રદ્ધા ધરાવનારાં સ્ત્રીપુરુષો કોઈ પણ પ્રકારનો ખચકાટ રાખ્યા વગર અપનાવી શકે છે .

એટલા માટે આપણે તમામ ધર્મો તથા સંપ્રદાયોની વિચારશીલ તથા પ્રતિભાશાળી વ્યક્તિઓને વિનંતિ કરીએ કે તેઓ પ્રચલિત ભ્રાંતિઓમાંથી મુક્ત થાય , પોતાની માન્યતાઓમાં સુધારો કરી લે અને આગળ ઉપર રજૂ કરવામાં આવેલ ઉપાસના તથા સાધનાના સાર્વભૌમ સિદ્ધાંતોને અપનાવી તેમની વ્યાવહારિકતાની પોતે પરીક્ષા કરે .

મજદારીની વાત

તંદુરસ્ત રહેવા , પૈસા કમાવા યા પોતાની અન્ય સમસ્યાઓ ઉકેલવા માટે ભગવાને આપણને પહેલાંથી જ પૂરતા પ્રમાણમાં શરીરબળ અને બુદ્ધિબળ આપ્યાં છે . એમનો યોગ્ય ઉપયોગ કરી આપણે આપણી સ્થૂળ જરૂરિયાતો પૂરી કરી લેવી જોઈએ . સામાન્ય રીતે સૌ કોઈ એવું જ કરે છે . જો કોઈ કામ મુશ્કેલીભર્યું હોય , તો બીજાઓનો સહકાર લઈ શકાય . આવા કામ માટે ભગવાન પાસે મદદની પ્રાર્થના કરવી અયોગ્ય તો નથી જ , પરંતુ તેની સાથે સાથે એવી સમજશક્તિ પણ રાખવી જોઈએ કે જો તેઓ આપનાં મોહમાયા પૂરાં કરવાની પ્રાર્થનાનો સ્વીકાર ન કરે , આપની મનોકામના પૂરી ન કરે તો આપ એમનાથી રિસાઈ નહિ જાઓ , આપ તેમની પ્રાર્થના કરવાનું બંધ નહિ કરી દો .

આપે વાંચ્યું કે સાંભળ્યું હશે કે એકવાર ભક્તશિરોમણિ નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે “ તમે મારા શરીરને અત્યંત સ્વરૂપવાન બનાવી દો , જેથી હું વિશ્વમોહિની સાથે લગ્ન કરી શકું , ” ત્યારે ભગવાનને એવું લાગ્યું કે મારો સૌથી પ્રિય ભક્ત નારદ ભક્તિનો માર્ગ ભૂલી જશે . તેમણે નારદજીને ઉદ્દેશીને કહ્યું કે “ તમારા માટે જે યોગ્ય હશે એ જ કરીશ . ‘ ભગવાને તેમને સુંદર રૂપ ન આપતાં તેમનામાં રહેલી આસક્તિને દૂર કરી .

એટલે જો આપનું મન ન માને , તો આપ આપની મનોકામના ભલે ભગવાનને કહેતા રહો , પરંતુ તે પૂરી ન થાય તો ખોટું પણ ન લગાડો . તેઓ જ જાણે છે કે મારા ભક્તનું ભલું શેમાં છે . આથી આ નિર્ણય આપ એમની ઉપર છોડી દો .

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: