ઉપાસના, સુખાસન- મન શાંત કરો, સાધના આંદોલન પર એક દૃષ્ટિ
March 31, 2022 Leave a comment
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સાધના આંદોલન પર એક દૃષ્ટિ
ઉપાસના, સુખાસન- મન શાંત કરો,
જે વ્યક્તિએ ક્યારેય ઉપાસના કરી જ નથી , પરંતુ હવે શરૂ કરવા ઇચ્છે છે , જે લોકો ખૂબ જ વ્યસ્ત રહેવાના કારણે પૂજાપાઠ માટે વધુ સમય ફાળવી શકતા નથી તેમને માટે આ પ્રથમ ખંડમાં આપવામાં આવેલ ઉપાસનાપદ્ધતિ ઉપયોગી નીવડશે . એ ખૂબ જ સરળ છે , સમય પણ ઓછો લે છે અને પ્રભાવશાળી પણ છે .
ઉપાસના એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા “ ઈશ્વરની નજીક બેસવું ’ શક્ય બને છે . બરફની નજીક બેસવાથી શીતળતાનો અનુભવ થાય છે , ભઠ્ઠીની પાસે બેસવાથી ગરમીનો અનુભવ થાય છે , એવી જ રીતે ઈશ્વર શ્રેષ્ઠ ગુણોનો ભંડાર છે . જો સાચેસાચ તેમની નજીક બેસી જઈએ તો હૃદયમાં શ્રેષ્ઠ વિચારો અને લાગણીઓ છલકાવાનો અનુભવ થવો જોઈએ . એને જ પ્રભાવશાળી અને સાર્થક ઉપાસના કહેવાય છે . આ પ્રથમ ખંડમાં ઉપાસના માટે એવી રીત રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે . આપ તેને ધ્યાનપૂર્વક વાંચો , સમજો અને બતાવવામાં આવેલી રીત અને નિયમોની સાથે અભ્યાસ કરો .
પ્રથમ ખંડની ઉપાસનાનો ક્રમ
પ્રથમ ભાગની ઉપાસનાનાં પાંચ સોપાન છે . એમનાં નામ છે – ( ૧ ) સુખાસન ( ૨ ) શાંત મન ( ૩ ) વ્યાકુળ હૃદય ( ૪ ) પ્રાર્થના ( ૫ ) નામજપ યા મંત્રજપ
૧. સુખાસન અભ્યાસ
( ૧ ) આપને જમીન પર , આસન પર , બેંચ પર , ખુરશી પર જ્યાં પણ બેસીને ઉપાસના કરવી હોય ત્યાં આનંદપૂર્વક બેસો .
( ૨ ) એવી રીતે બેસો કે શરીરના કોઈપણ ભાગ પર વધુ દબાણ ન આવે , નહિ તો આપનું ધ્યાન વારંવાર ઉપાસનામાંથી હઠી જયાં પીડા પહોંચતી હશે તે તરફ ખેંચાતું રહેશે . ( ૩ ) વાંકા વળીને ન બેસો . કરોડરજ્જુને સીધી રાખો . ( ૪ ) શરી૨ ને પૂરતો આરામ મળી રહે એવી રીતે બેસો . બંને હાથ ખોળામાં અને આંખો અર્ધમીંચાયેલી રાખો . આ સુખાસન છે .
૨. મનને શાંત કરો
મન હંમેશાં ભાગતું જ ફરે છે . ઉપાસના શરૂ કરતા પહેલાં મનને એકાગ્ર બનાવવું જોઈએ . એને શાંત કરવું એ ઉપાસનાનું જરૂરી અંગ છે . મનને શાંત કરવા માટે પોતાની જાતને પ્રેરણા આપવી જોઈએ . આ આત્મપ્રેરણાનાં ચાર સોપાન નીચે આપવામાં આવ્યાં છે . એમને યાદ કરી લો , એમનો પોતાની ઉપર પ્રયોગ કરો .
નિયમો ઃ
( ૧ ) નીચે દર્શાવવામાં આવેલ આત્મપ્રેરણાઓને મનમાં ને મનમાં બોલતા રહો .
( ૨ ) ઉતાવળ ન કરો . ધીમી ગતિએ પોતાના મનને પ્રેરણા આપો .
( ૩ ) શાંતભાવે અને દઢતા સાથે પ્રેરણા આપો .
( ૪ ) આત્મપ્રેરણાનું દરેક સોપાન પૂરું થયા પછી પાંચ સેકંડ સુધી શાંત બેસી રહો , ત્યાર બાદ જ આગળના સોપાનનો આરંભ કરો .
અભ્યાસ
આત્મપ્રેરણા –
આંખો અર્ધમીંચેલી રાખો .
( ૧ ) સાચી ભાવના સાથે આ ઇચ્છા બેથી ત્રણ વાર મનમાં જાગ્રત કરો
‘‘ હું શાંત થવા ઇચ્છું છું . હું શાંત થવા ઇચ્છું છું .”
હવે પોતાના મનને કહેવાનું શરૂ કરો ( ધીમી ગતિએ , મનમાં ને મનમાં )
આ ઉપાસનાનો સમય છે ,
આ સમયે શરીરની , ધનની , ચિંતા નહિ કરું . કોઈ ચિંતા નહિ કરું . કોઈ ચિંતા નહિ કરું .
( ૩ ) એટલા માટે હે મન ! શાંત બની જા . શાંત બની જા . મન , શાંત બની જા . ..
( ૪ ) “ આ સમયે બસ , હું અને મારો ભગવાન . હું અને મારો ભગવાન , કોઈ પણ નહિ . ત્રીજું કોઈ પણ નહિ .. ઓડ ડ઼. ડમ્ …….. શાંતિ …. શાં..તિ..શાં …. તિ ,.” થોડીવાર શાંત બેસી રહો .
ઉપયોગી સૂચનો
( ૧ ) મનને આ પ્રેરણાઓમાં અડધી કે એક મિનિટ અથવા જેટલા સમય સુધી લાગી રહે એટલા સમય સુધી લગાવી રાખો .
( ૨ ) આ પ્રેરણાઓનો મન પર કેવો પ્રભાવ પડ્યો તેને કોઈ મહત્ત્વ ન આપો . આ ક્રમ ધીરજપૂર્વક દરરોજ અપનાવતા રહો .
( ૩ ) આપનું મન દરરોજના અભ્યાસથી ધીરે ધીરે શાંત થવા લાગશે .
( ૪ ) આપ ઇચ્છો તો પ્રેરણાનાં વાક્યો જાતે પણ બનાવી શકો .
પ્રતિભાવો