આત્મીયતાનો ભાવ ઉત્પન્ન કરો
April 1, 2022 Leave a comment
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સાધના આંદોલન પર એક દૃષ્ટિ
આત્મીયતાનો ભાવ ઉત્પન્ન કરો
આપને ભગવાન પ્રત્યે જેટલા પ્રમાણમાં વધુ આત્મીયતાનો અનુભવ થશે , એટલાં જ પ્રમાણમાં આપની ઉપાસના પ્રભાવશાળી બનતી જશે . આથી ઉપાસના શરૂ કરતા પહેલાં પોતાની જાતને ભગવાન પ્રત્યે વધુ લાગણી અને આત્મીયતાના ભાવથી ભરી દો . નીચે આ અભ્યાસની અંતર્ગત ચાર નિયમ આપવામાં આવ્યા છે એમને યાદ કરી લો .
નિયમો
( ૧ ) પોતાની માનસિક સ્થિતિને શાંત રાખો .
( ૨ ) ઉતાવળ ન કરો . ધીમી ગતિથી આ વાક્યો મનમાં ને મનમાં બોલતા રહો .
( ૩ ) શાંત ચિત્તથી અને કોમળ લાગણીશીલ હ્રદયથી બોલતા રહો ,
( ૪ ) પ્રત્યેક નિયમ પૂરો થાય પછી ૫-૧૦ સેકંડ સુધી એ નિયમના ભાવાર્થમાં મગ્ન બની રહો . ત્યારબાદ જ આગામી નિયમની શરૂઆત કરો . અભ્યાસ હાર્દિક સ્તુતિ આ પ્રમાણે પોતાના ઇષ્ટદેવતાને લાગણીસભર પ્રાર્થના કરો –
( ૧ ) હે ભગવાન ! આપ દર્શન આપતા નથી તો ભલે ન આપો . એ આપની ઇચ્છા , પરંતુ આપ સર્વવ્યાપી છો . એટલાં માટે આપ હંમેશાં મારી નજીક છો .
( ૨ ) હે પ્રભુ ! મારા કેટલાય જન્મો થઈ ગયા છે . દરેક જન્મમાં નવાં સગાંવહાલાં મળ્યાં
એ બધાં જ છૂટી ગયાં . નવી સંપત્તિ એકઠી કરી એ પણ છૂટી ગઈ , સર્વસ્વ બદલાતું ગયું . આગળ પણ આ જ રીતે બધું બદલાતું રહેશે ,
( ૩ ) પરંતુ આપ ક્યારેય પણ બદલાયા નહિ , આપ દરેક જન્મમાં મારા ભગવાન બની રહ્યા , આગળ પણ આપ મારા ભગવાન રહેશો .
( ૪ ) મારા અને આપના સંબંધો અતૂટ છે , હંમેશ માટેના સગાસંબંધી કેવળ આપ જ છો . મારા આત્મીય કેવળ આપ જ છો . આપને મારા પ્રણામ ….. ! પ્રણામ ….. ! પ્રણામ .
ઉપયોગી સૂચનો –
( ૧ ) હાર્દિક પ્રાર્થનામાં અડધાથી એક મિનિટ સુધી અથવા જેટલી વાર સુધી મન લાગી રહે એટલી વાર સુધી લગાવી રાખો .
( ૨ ) આ પ્રાર્થનાનો હૃદય પર કેવો પ્રભાવ પડ્યો એને કોઈ મહત્ત્વ ન આપો . તેને દરરોજ ધીરજપૂર્વક કરતા રહો .
( ૩ ) દરરોજ કરવામાં આવતી આ પ્રાર્થનાથી ધીરે ધીરે આત્મીયતાનો ભાવ વિકસિત થતો રહેશે .
( ૪ ) આપ ઇચ્છો તો જાતે પણ વાક્યો બનાવી શકો .
પ્રતિભાવો