પ્રાર્થના, સાધના આંદોલન પર એક દૃષ્ટિ,
April 2, 2022 Leave a comment
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સાધના આંદોલન પર એક દૃષ્ટિ
“ મારું મન નિર્મળ બને , હું શ્રેષ્ઠ મનુષ્ય બનું , હું બીજાઓના કામમાં આવું . ” આ પ્રકારની ઉચ્ચ ભાવનાની અભિવ્યક્તિને ‘ પ્રાર્થના ’ કહે છે . સાચા મનથી અને સંપૂર્ણ શરણાગતિના ભાવથી કરવામાં આવેલી આવી પ્રાર્થના ખૂબ જ પ્રભાવશાળી નીવડે છે . નીચે પ્રાર્થના માટે ત્રણ નિયમો આપવામાં આવ્યા છે તેમને યાદ કરી લો.
સૂચનો
( ૧ ) આ વાક્યોનો ધીમી ગતિએ ઉચ્ચાર કરો .
( ૨ ) શબ્દો પર ધ્યાન આપતા રહો . જે બોલી રહ્યા છીએ તેને સમજતા પણ રહો .
( ૩ ) પ્રાર્થના માટે જેવાં વાક્યો હોય એવો જ ભાવ અંદર પણ ઉત્પન્ન કરો .
અભ્યાસ
આંખો ખુલ્લી રાખો . હાથ જોડો અથવા કેવળ માનસિક રૂપે ભગવાનને પ્રણામ કરતા હો એવો ભાવ રાખો . પ્રાર્થના – ( ધીરે ધીરે ઉચ્ચાર કરો )
( ૧ ) હે પ્રભુ ! આપ અમારી ઉપર કૃપા વરસાવો , દુર્બુદ્ધિ દૂર કરી સૌને સદ્ગુદ્ધિ આપો .
( ૨ ) અમે આપના બની રહીએ , શુભ પ્રેરણા લઈએ આપથી , કરતા રહીએ અમો નિત્ય પુણ્ય , બચતા રહીએ પાપથી .
( ૩ ) સુખ વહેંચી દુખ લઈએ , પ્રભુ ભાવ આવો આપો , સ્વચ્છ ચારિત્ર્ય બને અમારું , ભવિષ્ય ઉજ્જ્વળ આપો .
ઉપયોગી સૂચનો : ..
( ૧ ) જો પ્રાર્થનામાં રુચિ વધે , તો એકથી વધુ વાર તેનો ઉચ્ચાર કરો .
( ૨ ) આપ દેવદર્શન કરવા મંદિરે જાઓ ત્યારે ત્યાં પણ આપ આ પ્રાર્થના કરો .
પ્રતિભાવો