નામજપ – મંત્રજપ, સાધના આંદોલન પર એક દૃષ્ટિ
April 3, 2022 Leave a comment
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સાધના આંદોલન પર એક દૃષ્ટિ
નામજપ – મંત્રજપ
ભગવાનના કોઈપણ નામનો યા મંત્રનો શ્રદ્ધા અને આત્મીયતા સાથે વારંવાર ઉચ્ચાર કરવો એને જપ કહે છે . જપ ભક્તને ભગવાન સાથે જોડનાર પુલ સમાન છે . આથી પોતાને જે પ્રિય લાગે તે ઇષ્ટદેવનું કોઈપણ નામ યા મંત્ર પસંદ કરી લો . ભગવાન પ્રત્યે આત્મીયતા દર્શાવતાં અતૂટ વિશ્વાસની ભાવના સાથે તેના રોજ જપ કરો .
સૂચનો
( ૧ ) પોતાની શ્રદ્ધા દર્શાવતાં આત્મીયતાનો ભાવ જાળવી રાખો .
( ૨ ) જપ કરતી વખતે તેને સાંભળવા યા અનુભવ કરવા મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરો .
( ૩ ) ઉતાવળ ન કરો . સામાન્ય ગતિથી જપ કરો .
અભ્યાસ જપ કરવા માટેનાં સૂચનો –
( ૧ ) આંખો અર્ધમીંચેલી રાખો . કમર સીધી , બંને હાથ ખોળામાં ,
( ૨ ) પ્રાર્થના બાદ જય શરૂ કરો .
( ૩ ) જપ કરતી વખતે બેથી ત્રણ વાર હ્રદયમાં આવો ભાવ કરો , ‘ કે પવિત્ર પ્રભુ . ! ઉદાર પ્રભુ . . ! કરુણામય પ્રભુ … ! બસ , હું અને મારા પ્રભુ ! ‘
( ૪ ) જયાં સુધી આપનું મન લાગે અથવા જેટલો સમય આપની પાસે હોય એટલા સમય સુધી જપ કરો .
( ૫ ) અંતમાં ઈશ્વરને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરો અને ખૂબ જ આનંદિત મન સાથે ઊભા થાઓ . બસ , આ પાંચ સૂચનોવાળી આપની આ ઉપાસના પૂરી થઈ ગઈ .
ઉપયોગી સૂચનો –
( ૧ ) પાના નંબર ૧૬ ઉપર “ ઉપાસનાનો સરળ માર્ગ ” આપવામાં આવ્યો છે . તેનું ફરી એક બે વાર વાંચન કરી લો . ( ૨ ) આપ ઇચ્છો તો જપ માટે માળાનો ઉપયોગ કરી શકો છો .
( ૩ ) મનમાં ને મનમાં જપ કરવા કે ધીમા અવાજે અથવા જોરથી એ આપના રસની અને આપની ઇચ્છાની વાત છે .
( ૪ ) જો આપની સામે ભગવાનનો ફોટો યા મૂર્તિ હોય , તો જપ કરતી વખતે આંખો ખૂલી રાખી શકો છો . ભગવાન તરફ એવા ભાવથી જોતા રહો કે જેવી રીતે આપ આપના કોઈ આત્મીય તરફ જોઈ રહ્યા હો .
( ૫ ) પાંચ સોપાનવાળી આ સરળ ઉપાસનામાં લગભગ ૧૦ મિનિટનો સમય લાગે છે , પરંતુ જો આપને સગવડતા હોય અને રસ હોય તો તેને વધુ સમય સુધી ચાલુ રાખો .
( ૬ ) કોઈ દિવસ ઘરે ઉપાસના ન કરી શકાઈ હોય તો જયારે અને જયાં પણ સમય મળે ત્યારે કેવળ પ્રાર્થના અને જય કરી લો .
( ૭ ) ઘણા બધા લોકો નવરાશ મળે ત્યારે હરતાં ફરતાં પ્રાર્થનાનાં આ વાક્યો ગણગણતા રહે છે યા મનમાં ને મનમાં જપ કરતા રહે છે . આ ખૂબ જ સારી રીત છે.આપ પણ એવું કરો , પરંતુ મનને દરરોજ થોડાક સમય સુધી ભગવાન માટે સંપૂર્ણ રીતે ખાલી પણ કરી દો અને ઉપર બતાવવામાં આવેલ રીત અનુસાર દરરોજ નિયમપૂર્વક ઉપાસના કરતા રહો .
// પ્રથમ ખંડ સમાપ્ત ||
પ્રતિભાવો