દ્વિતિય ખંડ સાધના આંદોલન જનઅભિયાન

સૌના માટે સરળ ઉપાસના સાધના

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।

આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .

સાધના આંદોલન પર એક દૃષ્ટિ

દ્વિતિય ખંડ સાધના આંદોલન જનઅભિયાન

જયારે પ્રથમ ખંડની ઉપાસના સારી રીતે થવા લાગે ત્યારે આપ આ દ્વિતીય ખંડમાં રજૂ કરવામાં આવેલ સાધનાનો અભ્યાસ શરૂ કરો . જેમનો ઉપાસના – સાધનાનો અભ્યાસ પ્રથમથી જ ચાલી રહ્યો છે તેઓ પણ આનો ક્રમબદ્ધ અભ્યાસ કરી આગળ વધે .

પ્રથમ ખંડની ભૂમિકામાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યના મનની ઉગ્રતાને શાંત કરવા , પછી તેને વિવેક દ્વારા સમતોલ બનાવવા સર્જન તથા સેવામાં જોડવું તે ખૂબ મોટું કામ છે . તેને તો કેવળ સાચો ધર્મ જ કરી શકે છે . આ મિશનના સ્થાપક પ્રાતઃસ્મરણીય પં . શ્રીરામ શર્મા આચાર્યજીએ સાચા ધર્મનો સરળ અને વ્યાવહારિક અર્થ બતાવ્યો છે – ‘ શ્રેષ્ઠ ચિંતન , ઉજ્જવળ ચારિત્ર્ય અને સેવામય ઉદાર વ્યવહાર , તેમના સંપૂર્ણ શિક્ષણનાં આ ત્રણ જ મૂળ તત્ત્વો છે . આ સાધના આંદોલનની અંતર્ગત ઉપાસના , સાધના અને આરાધનાને પણ આ ત્રણ મૂળ તત્ત્વો દ્વારા જીવંત બનાવવામાં આવી છે . દ્વિતીય ખંડની વિષય સામગ્રી પણ આ જ છે .

આ દ્વિતીય ખંડમાં ઉપાસના – સાધનાનાં જે સોપાનો બતાવવામાં આવ્યાં છે તે નવાં નથી અને વિશેષ મુશ્કેલ પણ નથી . સાધના આંદોલન જનઅભિયાન છે . એટલા માટે અભ્યાસનાં આ સોપાનો શિક્ષિત , અશિક્ષિત , શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં વસતાં શ્રદ્ધાળુ સ્ત્રીપુરુષો માટે સહજસાધ્ય રાખવામાં આવ્યાં છે .

એમાં નવી વાત એ છે કે આપે આ સોપાનોને કેવળ કર્મકાંડ રૂપે મશીનની જેમ અને ઢંગધડા વગર પૂરાં કરવાનાં નથી . તેમના વિધિવિધાન સાથે પવિત્ર માનસિક સ્થિતિ તથા શ્રદ્ધાને પણ જોડવાની છે . આપ કોઈ કર્મકાંડ યા અભ્યાસ શરૂ કરો તે પહેલાં એ જાણવાનો પ્રયત્ન અવશ્ય કરો કે ક્રિયા કરવાનો ઉદ્દેશ શો છે ? તે કઈ ભાવના સાથે કરવી જોઈએ ? આ ઉદ્દેશ અને ભાવનાને જોડીને આપ અભ્યાસ કરો . આ જ વાસ્તવિક ઉપાસના , સાધના છે . જ્યારે શરીર , મન અને હૃદય ત્રણેય મળીને ઉપાસના યા સાધના કરે છે ત્યારે ચિંતન , ચારિત્ર્ય અને વ્યવહાર આપોઆપ જ સ્વચ્છ થવા લાગે છે . ”

મનુષ્યના ચિંતન , ચારિત્ર્ય , વ્યવહાર વગેરેને સ્વચ્છ બનાવવાં એ જ સાધના આંદોલનનો મૂળ ઉદ્દેશ છે . આ પુસ્તકમાં રજૂ કરવામાં આવેલ સાધનાનાં સોપાનોનો આ જ ઉદેશ છે . આથી આપ “ વિવેચન ખંડ ‘ માં પ્રત્યેક અભ્યાસના વિવેચનનું ધ્યાનપૂર્વક વાંચન કરો અને સમજો . જે ઉદ્દેશો અને ભાવનાઓ તથા આદર્શો , સિદ્ધાંતો કે નિયમો બતાવવામાં આવ્યા છે એમનું પાલન કરતાં કરતાં આપ ઉપાસના સાધના કરશો તો ઇચ્છિત પરિણામ અવશ્ય મળશે . વાંચવામાં આવેલ વાતોને આપ સારી રીતે સમજતા જાઓ અને શ્રદ્ધાની મદદ લઈને એ પ્રકારની માન્યતા બનાવો અને તેની ઉપર વિશ્વાસ રાખો .

આ પુસ્તકમાં ‘ સૂચનો ’ શીર્ષક અંતર્ગત આપવામાં આવેલ તમામ અભ્યાસોમાં એવી વ્યવસ્થા રાખવામાં આવી છે . આ વ્યવસ્થાથી સામાન્ય લાગતા અભ્યાસમાં નવો પ્રાણ આવી ગયો છે . એની પ્રખરતા વધી ગઈ છે . પરિણામ સ્વરૂપે સાધકોના સ્વભાવ અને વ્યવહારમાં સંયમ આવવો સુનિશ્ચિત છે . અંદર સુષુપ્ત રહેલી સર્જનાત્મક શક્તિ જાગૃત થવાની અને ક્રિયાશીલ બનવાની તમામ સંભાવનાઓ છે . અમારી એવી માન્યતા છે કે માનવમનની ઉગ્રતાને શાંત અને સમતોલ બનાવવા અને તેને સેવા તરફ વાળવા તેનાથી સારો ઉપાય ભાગ્યે જ બીજો કોઈ હોઈ શકે . આ ઋષિશક્તિનું અભિનવ માર્ગદર્શન છે .

બીજી નવી વાત એ છે કે ઉપાસના અને સાધનાને એક જ માની લેવાનો જે ભ્રમ ફેલાયેલો છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે . ઉપાસના તથા સાધના વચ્ચે અંતર છે તે સારી રીતે સમજી લેવું જોઈએ .

સામાન્ય રીતે ઉપાસના પોતાના ઘરમાં પૂજાની ઓરડીમાં યા મંદિરમાં બેસીને કરવામાં આવે છે . તેમાં પ્રાથમિક કર્મકાંડ કરી ભગવાનના નામના યા મંત્રના જપ કરવામાં આવે છે , પરંતુ સાધના કરવા માટે પોતાની જાત પર લગામ રાખવાની હોય છે . પૂજ્ય ગુરુદેવ કહે છે , ‘ ‘ સાધનાનો અર્થ જ જીવનની સાધના છે , અર્થાત્ જીવનને સાધી લેવું . પૂજાના સ્થળે વારંવાર આપ ઉચ્ચાર કરી રહ્યા હતા તત્સવિતુર્વરેણ્યું . અમે સવિતાદેવતાનું , તેમની દિવ્યતાનું વરણ કરી રહ્યા છીએ . આ ઉપાસના હતી . હવે સાધના કરવી હોય , તો આપ જ્યારે બહારની દુનિયામાં જાઓ ત્યારે પૂજાના સ્થળે ભગવાનને કહેલી વાતો યાદ રાખો . સ્વચ્છજવિચારો , વ્યવહાર પણ સ્વચ્છ રાખો . ની – કરણી એક સમાન , એ છે સાધકની પહેચાન . ટૂંકમાં એમ કહેવાય કે જો મંત્ર જપવા તે ઉપાસના છે , તો મંત્ર અનુસાર જીવન જીવવું તે સાધના છે . સાધક એ છે , જે પોતાના વિચારોને , ભાવના અને કર્મોને સાધી લે છે . તેમને તૃષ્ણા અને વાસના , સ્વાર્થ અને સંકીર્ણતાના નીચલા સ્તર સુધી ઊતરી જવા દેતો નથી . સાધકની સાચી ઓળખ છે – પવિત્રતા અને સૌમ્યતા , ઉદારતા અને સેવા .

નામ યા મંત્રના જપ કરી પ્રેરણા લેવી એ સારી વાત છે , પરંતુ તેના કરતાં વધુ શ્રેષ્ઠ બાબત એ છે કે મંત્રની આજ્ઞા માનવી , એને અનુરૂપ જીવન જીવવું . આપ ઉપાસક તો બનો જ , સાથે સાધક પણ બનો . ઉત્તમ ચિંતન , સ્વચ્છ ચારિત્ર્ય તથા સેવામય ઉંદાર વ્યવહાર અપનાવી ભગવાનના પ્રિય પણ બનો . પોતાને શ્રેષ્ઠ મનુષ્ય રૂપે વિશ્વને અર્પણ કરી આપ ધરતી પર સ્વર્ગ ઉતારવામાં ખરેખર ખૂબ જ યોગદાન આપી શકશો . પોતાનો સુધાર કરવો એ ખરેખર આ સંસારની સૌથી મોટી સેવા છે .

સાધના આ જ શિક્ષણ અને માર્ગદર્શન આપે છે . એટલા માટે સવારની ઉપાસનાના ક્રમની રીત બતાવીને જ આ દ્વિતીય ખંડ પૂરો કરી દેવામાં આવ્યો નથી . તેને દિવસની બાકીની સાધનાના ક્રમ સુધી ફેલાવવામાં આવ્યો છે . પૂજ્ય ગુરુદેવે સાધનાનાં ચાર વ્યાવહારિક સ્વરૂપ બતાવ્યાં છે ઉપાસના , સ્વાધ્યાય , સંયમ , સેવા . તેથી આ પુસ્તકમાં ઉપાસના ખંડ બાદ સાધના ખંડ પણ જોડાયેલો છે , જેમાં તેની વિસ્તારપૂર્વક વ્યાખ્યા કરવામાં આવી છે અને આ સત્યનો અનેક પ્રકારે ઉચ્ચાર કરવામાં આવ્યો છે

( ૧ ) એકલી ઉપાસના પૂરતી નથી , તેમાં ચમક પેદા કરવી હોય તો સ્વાધ્યાય કરો ,

( ૨ ) એકલી ઉપાસના પૂરતી નથી , તેનો પ્રભાવ પાડવો હોય તો સંયમનો અભ્યાસ કરો .

( ૩ ) એકલી ઉપાસના પૂરતી નથી , ઈશ્વરની અનુભૂતિ કરવા ઇચ્છતા હો તો સેવા કરો .

વાત ખૂબ જ સરળ છે . સ્વાધ્યાય ચિંતનને ઉચ્ચ બનાવે છે . સંયમ ચારિત્ર્યને સ્વચ્છ બનાવે છે . વિનમ્ર સેવા વ્યવહારને દેવતુલ્ય બનાવી દે છે . આ રીતે આપ શ્રેષ્ઠ ચિંતન , સ્વચ્છ ચારિત્ર્ય તથા સેવામય ઉદાર વ્યવહારનો અર્થાત્ પૂજ્ય ગુરુદેવ દ્વારા સૂચવવામાં આવેલ વાસ્તવિક ધર્મનો નિભાવ સહજ રીતે કરી શકશો . સાધનાનાં ચાર વ્યાવહારિક સ્વરૂપો ઈશ્વરના ઉજ્જવળ માર્ગ પર ચાલવાની શક્તિ પૂરી પાડે છે . પછી ભગવાન દંડ આપનાર ભયાનક શક્તિ સ્વરૂપ લાગતા નથી . ભગવાન તો કોમળતા અને આત્મિક સૌંદર્યનું સાક્ષાત્ સ્વરૂપ છે . આપણે શ્રેષ્ઠ મનુષ્ય બનવાનો પ્રયત્ન કરીએ , તો તેમની પાસે આપણને આપવા માટે વિપુલ પ્રેરણા , આશિષ અને પ્રેમનો ભંડાર ભરેલો જ છે . ઉપાસના સાધનાના માર્ગ પર ચાલતાં આપણે સૌએ તેમને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ .

આથી આસ્તિકતાનો ફેલાવો કરવાના આ વિશ્વવ્યાપી આંદોલનમાં ભાગ લઈ આપ પોતાના જીવાત્માનું હિત તો સાધો જ , સાથે સાથે નરકની જેમ ધગધગતા આ વિશ્વને સ્વર્ગ સમાન સુખદ તથા શીતળ બનાવવા પોતાના ખોબા જેટલા જ્ઞાનયજ્ઞની સેવાનું યોગદાન પણ આપો .

રજૂ કરવામાં આવેલ સાધનાપદ્ધતિમાં અભણ લોકો માટે પણ સરળ વ્યવસ્થા રાખવામાં આવી છે , જેથી તેઓ એને પ્રભાવશાળી રીતે શરૂ કરી શકે તથા નાનાં નાનાં બાળકો પણ ખૂબ જ સરળતાથી દાન અને સેવા જેવાં મહાન કર્મોનો અભ્યાસ કરી શકે . પોતાનાં સગાંવહાલાંને તથા આસપાસના વિસ્તારમાં વસતા લોકોને આ સરળ પદ્ધતિ શિખવાડવા , સમજાવવા માટે આપણાં કાર્યકર્તા ભાઈબહેનોએ પ્રયત્ન કરવાનો છે . આ જ્ઞાનયજ્ઞ કરવાની મહેનત ભગવાન મહાકાળની સેવા છે .

સાધકોની સગવડતા માટે ઉપાસના તથા સાધનાને બે ખંડમાં વહેંચી દેવામાં આવી છે . ( ૧ ) સવારનો ઉપાસનાનો ક્રમ ( ૨ ) દિવસના બાકીના ભાગની સાધનાનો કાર્યક્રમ . આ બંને ખંડોમાં કેવળ રીતો , નિયમો તથા પદ્ધતિઓ આપવામાં આવ્યાં છે . એનાથી ઉપાસના , સાધના કરવામાં સગવડતા રહેશે .

પદ્ધતિઓ પૂરી થઈ ગયા પછી ( ૧ ) ઉપાસના કાર્યક્રમનું વિવેચન ( ૨ ) સાધના કાર્યક્રમોનું વિવેચન એમ બીજા બે ખંડ આપવામાં આવ્યા છે . આપ આ વિવેચન કરવામાં આવેલ ખંડોનું ધ્યાનપૂર્વક અનેક વાર વાંચન કરો . એનાથી આપ રીતો અને નિયમોનાં કારણો અને મહત્ત્વ સમજી શકશો , પરિણામે તેને વધુ ઉત્સાહ સાથે શરૂ કરવાની ઇચ્છા થશે . સાથે સાથે સાચી પૃષ્ઠભૂમિ બની જવાથી આપ તેને સફળતાપૂર્વક શરૂ પણ કરી શકશો .

સવારની ઉપાસનાનો કાર્યક્રમ ( ૧ ) મન શાંત ( ૫ ) જય તથા ધ્યાન ( ૨ ) આત્મીયતાની ભાવના ( ૬ ) પ્રાર્થના ( ૩ ) ષટ્કર્મ – દેવપૂજન ( ૭ ) સૂર્યને અર્ધ્ય ( ૪ ) પાઠ ( ૮ ) દાનપુણ્ય

૧.૨ મન શાંત – આત્મીયતાની ભાવના તેનું પ્રથમ ખંડનાં પાન નંબર ૨૦,૨૧,૨૨ ઉપર વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે તે જુઓ ,

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: