જપ તથા ધ્યાન, સાધના આંદોલન પર એક દૃષ્ટિ

સૌના માટે સરળ ઉપાસના સાધના

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।

આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .

સાધના આંદોલન પર એક દૃષ્ટિ

જપ તથા ધ્યાન

 “ વાણી , મન અને હૃદય ત્રણેયને એક કરી મંત્રનો યા નામનો વારંવાર ઉચ્ચાર કરવો એ જપ છે . ઈશ્વરનું તથા તેમના દિવ્ય ગુણોનું ચિંતન કરવું એ ધ્યાન છે . ’ ’

નીચે અ , બ , ક એમ ત્રણ પ્રકારનાં ધ્યાન આપવામાં આવ્યાં છે . પોતાની રુચિ તથા શક્તિ અનુસાર ગમે તે એક પસંદ કરો . જપ કરવાની સાથે દ ૨૨ોજ એ ધ્યાન કરો . આપ પોતાની ઇચ્છા અનુસાર જપ માટે મંત્ર યા ભગવાનનું નામ પસંદ કરી લો .

આપ કોઈપણ જપ અથવા ધ્યાન કરો , પરંતુ સૂચનોનું પાલન અવશ્ય કરો , તો જ પ્રગતિ થશે .

સૂચનો  ઃ આ સૂચનો ત્રણેય પ્રકારના ધ્યાન માટે છે  ઃ

( ૧ ) પૂર્વ યા ઉત્તર દિશામાં યા બાજઠ પર સ્થાપવામાં આવેલ છબી કે મૂર્તિ સમક્ષ મોઢું કરીને બેસો .

( ૨ ) સ્થિર આસને બેસવાની આદત પાડો , વારંવાર બેઠક બદલવાથી ધ્યાન તૂટે છે .

( ૩ ) માળાના મણકાને મંત્ર પૂરો થાય અથવા ઈશ્વરનું નામ પૂરું થાય પછી જ સરકાવો , પહેલાં નહિ .

( ૪ ) મંત્ર અથવા નામના મનમાં ને મનમાં અથવા ખૂબ જ ધીમા અવાજે જપ કરો .

( ૫ ) સામાન્ય ગતિએ જપો . તીવ્ર તથા મંદ ગતિ યોગ્ય નથી .

( ૬ ) જપ કે ધ્યાન એકાગ્ર મનથી કરો , મનને સંસારના પ્રશ્નોમાં ન ડુબાડો .

( ૭ ) શ્રદ્ધા તથા આત્મીયતાનો ભાવ સતત જાળવી રાખવાનો પ્રયત્ન કરો .

( અ ) જો ધ્યાન કરવાનું શક્ય ન બને તો સૂચનો – ઉપર દર્શાવ્યા પ્રમાણે .

અભ્યાસ

( ૧ ) આંખો ખુલ્લી રાખો .

જેવી રીતે આપ આપના સ્વજનને કે જેમની તરફ આપને વધુ લાગણી હોય , વધુ શ્રદ્ધા હોય તેમને તમે જે આત્મીયતાના ભાવથી , લાગણીસભર બનીને નિહાળો છો એવી જ રીતે આત્મીયતાના ભાવથી પોતાના ઇષ્ટદેવના ફોટા મૂર્તિને થોડા સમય સુધી જોતા રહો .

આખા શરીરને અથવા તેમનાં ચરણોને કે મુખને .

( ૨ ) આપ દર્શન કરવાની સાથે સાથે પોતાની રુચિ અનુસાર મનમાં ને મનમાં ભગવાન પ્રત્યે આત્મીયતાનો ભાવ દર્શાવતાં નીચેનાં વાક્યોનો ઉચ્ચાર કરો –

હે ભગવાન ! –

આપ જ મારો પ્રાણ છો . –

આપ જ સાક્ષાત્ પવિત્રતા છો .

આપ જ મારા દુખને હરનારા છો . –

 હે કરુણામય પ્રભુ ! મને સદ્ગુદ્ધિ આપો . – આપ મારો આનંદ છો . –

સૌને સદ્બુદ્ધિ આપો .

જો આપ ઇચ્છો તો પોતાની ઇચ્છા અનુસાર અન્ય ભાવ ધરાવતાં વાક્યો બનાવી શકો .

( ૩ ) શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરો . હવે સામાન્ય ગતિથી જપ શરૂ કરો .

( ૪ ) જપ દરમિયાન શ્રદ્ધાના ભાવ સાથે સતત ભગવાનના શરીરને કે ચરણોને યા આત્મીયતાના ભાવ સાથે મુખને નિહાળતા રહો .

( ૫ ) આપ વચ્ચે વચ્ચે મનમાં કોઈપણ સદ્ભાવ પેદા કરતા રહો .

( ૬ ) આ રીતે આપ જપ , દર્શન , ભાવનાત્મક નામસ્મરણ કરવાની સાથે સાથે ઓછામાં ઓછી એક માળા ( યા ૧૦ મિનિટ ) અથવા થઈ શકે ત્યાં સુધી જપ કરો .

( ૭ ) અંતમાં શ્રદ્ધાભાવ સાથે ઇષ્ટદેવતાને પ્રણામ કરો અને જપનું સમાપન કરો .

( બ ) જો થોડું થોડું ધ્યાન લાગતું હોય તો – સૂચનો – પ્રથમ દર્શાવ્યા મુજબ .

અભ્યાસ

( ૧ ) આંખો ખુલ્લી રાખો .

( ૨ ) આપને જે વ્યક્તિ પ્રત્યે અગાધ પ્રેમ હોય , લાગણી હોય , શ્રદ્ધા હોય તેને જે આત્મીયતાના ભાવથી જુઓ છો , એવી જ રીતે આપ આપના ભગવાનના ફોટા મૂર્તિને આત્મીયતાના ભાવ સાથે શ્રદ્ધાપૂર્વક નિહાળતા રહો .

( ૩ ) આપ ભગવાનનાં દર્શન કરવાની સાથે સાથે પોતાની રુચિ અનુસાર તેમના પ્રત્યે આત્મીયતાનો ભાવ દર્શાવતાં સંપૂર્ણ ભાવના સહિત મનમાં ને મનમાં નીચેનાં વાક્યોનો ઉચ્ચાર કરતા રહો . જેમ કે હે

 ભગવાન ! – આપ જ મારો પ્રાણ છો . – આપ જ સાક્ષાત્ પવિત્રતા છો . આપ જ મારાં દુખોને હરનારા છો . – આપ જ મારો આનંદ છો . – સૌને સદ્બુદ્ધિ આપો . – હે કરુણાનિધાન પ્રભુ ! મને સદ્બુદ્ધિ આપો , ( આપની ઇચ્છા હોય તો અન્ય ભાવવાહી વાક્યો બનાવી શકો . )

( ૪ ) શ્રદ્ધાના ભાવ સાથે પ્રણામ કરો . હવે સામાન્ય ગતિથી જપ શરૂ કરો .

( ૫ ) આપે જે અંગને યા શરીરને જોયું હોય તેનું શ્રદ્ધા તથા આત્મીયતાના ભાવ સાથે ધ્યાન કરો , ધ્યાનને લાંબા સમય સુધી ટકાવી રાખવાનો પ્રયત્ન કરો . સાથે જપ પણ ચાલુ રાખો . તેમના તેજયુક્ત સ્વરૂપનું ધ્યાન કરવાનો પ્રયત્ન કરો . જો એવું ન થઈ શકે તો નિરાશ ન થાઓ . ધીરે ધીરે પ્રયત્ન ચાલુ રાખવાથી સફળતા મળશે . હવે જ્યારે મન તેનાથી કંટાળી જાય યા ફોટા કે મૂર્તિનું પ્રતિબિંબ માનસપટલ પરથી દૂર થાય ત્યારે હળવેથી આંખો ખોલો . જપ ચાલુ રાખો .

( ૬ ) આત્મીયતાના ભાવ સાથે ફોટા મૂર્તિને જોતા રહો , મનમાં ને મનમાં આત્મીયતાનો ભાવ પેદા કરો .

( ૭ ) થોડા સમય પછી ફરી હળવેથી આંખો બંધ કરો અને જોયેલા અંગનું યા શરીરનું મનમાં ધ્યાન કરો .

( ૮ ) આ રીતે ખુલ્લી અને બંધ આંખો વડે દર્શન કરો અને ધ્યાનના ક્રમનું વારંવાર પુનરાવર્તન કરતા રહો . જપ સતત ચાલુ રાખો .

( ૯ ) આ ક્રમ પ્રમાણે ઓછામાં ઓછી ૧ માળા ( યા ૧૦ મિનિટ ) અથવા જેટલા સમય સુધી થઈ શકે એટલા સમય સુધી શ્રદ્ધા સાથે જપ , ધ્યાન તથા ભગવાનના નામનું સ્મરણ કરો

( ૧૦ ) અંતમાં શ્રદ્ધાપૂર્વક ઇષ્ટદેવતાને પ્રણામ કરી જપનું સમાપન કરો .

ક . જો સારી રીતે ધ્યાન લાગતું હોય તો સૂચનો – અગાઉ દર્શાવ્યા પ્રમાણે . નીચે આપવામાં આવેલું ધ્યાન , કેવળ વાક્યોનું ધ્યાન કરો , ઉચ્ચાર નહિ . ઓછામાં ઓછી ૧ મિનિટ સુધી વાક્યોનું ધ્યાન કરો .

અભ્યાસ

( ૧ ) આંખો બંધ રાખો ,

( ૨ ) શ્રદ્ધા અને આત્મીયતાની ભાવના સાથે પોતાના ઇષ્ટદેવના નામનું સ્મરણ કરો .

( ૩ ) સામાન્ય ગતિથી જપ શરૂ કરો .

( ૪ ) જપની સાથે સાથે નીચે દર્શાવવામાં આવેલ ત્રણ સોપાનોનું ધ્યાન કરો :

પ્રથમ સોંપાન

ધ્યાન કરો : – ભગવાન સૂર્યનારાયણમાંથી સૂર્ય વલયની વચ્ચે બિરાજમાન ઇષ્ટદેવતામાંથી દેવાત્મા હિમાલયમાંથી – દિવ્ય પ્રકાશપુંજ આવી રહ્યો છે . – મારી ચારે તરફ વરસી રહ્યો છે . – હું આ દિવ્ય પ્રકાશમાં ડુબી ગયો છું .

 બીજું સોપાન ધ્યાન ચાલુ રાખો  ઃ- – મારું મન પ્રકાશવાન હૃદય પ્રકાશવાન , – બહાર અને અંદરથી શરીર પ્રકાશવાન , – કણ કણ પ્રકાશવાન .

ત્રીજું સોપાન

ધ્યાન ચાલુ રાખો : – પ્રકાશવાન મન ….. પવિત્ર મન .

પ્રકાશવાન હૃદય . .ઉદાર હૃદય . પ્રકાશવાન શરીર . .સેવાભાવી શરીર .સેવામય જીવન ….. સાર્થક જીવન .

( ૫ ) આ ધ્યાનની સાથે ઓછામાં ઓછી ૩ માળા જપ કરો ,

( ૬ ) જપ સમાપ્ત કરો તે પહેલાં ભાવના કરો – ‘ ‘ હે ભગવાન ! મને સદ્ગુદ્ધિ આપો , ઉજ્જવળ ભવિષ્ય આપો . સૌને સદ્ગુદ્ધિ આપો , સૌને ઉજ્જવળ ભવિષ્ય આપો . ’

( ૭ ) અંતમાં પોતાના ઇષ્ટદેવને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરી જપનું સમાપન કરો .

પ્રાર્થના

‘ મારું મન નિર્મળ બને . હું શ્રેષ્ઠ મનુષ્ય બનું . હું બીજાઓના કામમાં આવું . ” આ પ્રકારના સદ્ભાવોને , પોતાના ઇષ્ટદેવ પ્રત્યે કરવામાં આવતી અભિવ્યક્તિને પ્રાર્થના કરે છે . સાચા મનથી અને શરણાગતિના ભાવથી કરવામાં આવતી પ્રાર્થના ખૂબ જ પ્રભાવશાળી હોય છે .

નીચે આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણની બે પ્રાર્થનાઓ આપવામાં આવી છે તેમને યાદ કરી લો . સૂચનો

( ૧ ) નીચેની પ્રાર્થનાનો ધીમી ગતિએ ઉચ્ચાર કરો .

( ૨ ) શબ્દો પર ધ્યાન આપો . આપ જે બોલી રહ્યા છો એને સમજતા રહો .

( ૩ ) પ્રાર્થનાના શબ્દો અને વાક્યો જેવાં હોય એવો જ ભાવ અંદર પણ પેદા કરો .

અભ્યાસ

આંખો ખુલ્લી રાખો , બંને હાથ જોડી રાખો અથવા કેવળ માનસિક રૂપે ઇષ્ટદેવતાને પ્રણામની ભાવના કરો . પ્ર

થમ પ્રાર્થના –

( ૧ ) હે પ્રભુ ! આપ અમારી ઉપર કૃપા વરસાવો , દુર્બુદ્ધિ દૂર કરી સૌને સદ્ગુદ્ધિ આપો .

( ૨ ) અમે આપના બની રહીએ , શુભ પ્રેરણા લઈએ આથી , કરતા રહીએ અમો નિત્ય પુણ્ય , બચતા રહીએ પાપથી .

( ૩ ) સુખ વહેંચી દુઃખ લઈએ , પ્રભુ ભાવ આવો આપો , સ્વચ્છ ચારિત્ર્ય બને અમારું , ભવિષ્ય ઉજ્જવળ આપો .

બીજી પ્રાર્થના –

( ૧ ) “ હે પ્રભુ ! મારી ખરાબ બુદ્ધિને વ્યવસ્થિત બનાવી દો . હું કોઈની નિંદા કે ચાડી ન સાંભળું , ન કરું . હું કોઈનું ખરાબ ન વિચારું , ન કરું . હું પાપોથી દૂર રહું . ”

 ( ૨ ) “ હે પ્રભુ ! મને સદ્ગુદ્ધિ આપો . હું સૌની સાથે મીઠું બોલું . સૌનું હિત વિચારું , સૌનું હિત કરું . હું દરરોજ કોઈ ને કોઈ પુણ્યકર્મ કરું . અમે સૌ હળીમળીને રહીએ .

પ્રાર્થના પૂરી થાય પછી શ્રદ્ધાના ભાવ સાથે પ્રણામ કરો . 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: