ગાયત્રી મંત્ર મંત્રલેખન શા માટે ?, સાધના આંદોલન પર એક દૃષ્ટિ
April 13, 2022 Leave a comment
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સાધના આંદોલન પર એક દૃષ્ટિ
મંત્રલેખન શા માટે ?
(૧) મંત્ર યા નામ લખવાથી આપણી અંદર એકાગ્રતા તથા શ્રેષ્ઠ માનસિક સ્થિતિ પેદા થાય છે અને ગુણોનો વિકાસ થાય છે.
(૨) મંત્રોના શબ્દોનો અર્થ અલગ અલગ હોય છે, પરંતુ એ બધામાં પ્રણામ અને પ્રાર્થનાનો ભાવ એકસરખો છે. તમામ મંત્રોનો મૂળભાવ આ જ છે પ્રણામ ! અમને આપનું દિવ્ય તેજ આપો, અમને શ્રેષ્ઠ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપો.” આ ભાવ માતૃભાષામાં લખવાથી મન, બુદ્ધિ અને હૃદય ત્રણેયની શુદ્ધિ થાય છે.
(૩) ઉપરોક્ત ભાવમાં પોતાની રુચિ અનુસાર ખાલી જગ્યાએ ઇષ્ટદેવનું નામ અથવા ભગવાનનું નામ, ભગવતી માતા વગેરે કોઈપણ સંબોધન જોડી દો.
સૂચનો
(૧) મધ્યમ ગતિથી મંત્રલેખન કરો. શ્રદ્ધા સાથે લખો. (૨) બની શકે તેટલા સ્વચ્છ અને સુંદર અક્ષરે લખો.
અભ્યાસ
(૧) આપ જ્યારે નવું પાનું શરૂ કરો ત્યારે પ્રથમ લીટીમાં પોતાની માતૃભાષામાં સંબોધન સહિત ઉપરોક્ત ભાવ લખો.
(૨) આપ જે મંત્ર યા નામ જપતા હો તે લખવાનો આરંભ કરો. સામાન્ય રીતે અગિયાર વાર મંત્ર યા નામ લખો. જો આપને વધારે ઇચ્છા હોય તો વધુ લખો.
(૩) જ્યારે પાનું પૂરું થાય ત્યારે છેલ્લી લીટીમાં ઉપરોક્ત ભાવ ફરી લખો.
(૪) મંત્રલેખન બુકને માથે અડકાડો અને સાચવીને એક જગ્યાએ મૂકી દો.
મંત્રલેખનને વધુ પ્રભાવશાળી કેવી રીતે બનાવી શકાય ?
(૧) મંત્ર લખતી વખતે
– મનમાં મંત્રના પ્રથમ શબ્દના અર્થને લાવો.
– આ અર્થને મનમાં જાળવી રાખો, હવે બીજો મંત્ર લખો.
– પછી મનમાં મંત્રના બીજા શબ્દના અર્થને લાવો.
– આ અર્થને સતત જાળવી રાખો અને એક વધુ મંત્ર લખો.
– આ રીતે ક્રમશઃ એકએક શબ્દના અર્થને મનમાં લાવતા જાઓ અને નક્કી કરેલી સંખ્યામાં મંત્રલેખન કરો.
(૨) ભગવાનનું નામ લખતી વખતે -ઇષ્ટદેવના ગમતા એક ગુણને મનમાં લાવો. – આ ગુણને સતત જાળવી રાખો. એક લીટીમાં લગભગ ૧૬ વાર નામ લખો.
– આ રીતે ક્રમશઃ એકએક ગુણને મનમાં લાવો અને નક્કી કરેલી સંખ્યામાં નામલેખન કરો.
પ્રતિભાવો