દેવદર્શન શા માટે કરવાં જોઈએ ? સાધના આંદોલન પર એક
May 26, 2022 Leave a comment
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
દેવદર્શન શા માટે કરવાં જોઈએ ?, સાધના આંદોલન પર એક દૃષ્ટિ
દેવદર્શન શા માટે કરવાં જોઈએ ? યોગ્ય રીતે દેવદર્શન કરવાથી
– પવિત્રતા અને નમ્રતાભર્યું જીવન જીવવાની ઇચ્છા થાય છે.
– તમામ મનુષ્યો પ્રત્યે સદ્ભાવ અને સમતાનો વ્યવહાર થવા લાગે છે.
આવશ્યક સૂચનો
(૧) મનને શાંત કરી યા શાંત કરવા માટે મંદિરમાં પ્રવેશ કરો. (૨) દેવતાઓની મૂર્તિ પ્રત્યે સાક્ષાત્ ઈશ્વર સમાન શ્રદ્ધા રાખો.
અભ્યાસ
(૧) મનને શાંત કરી દર્શન કરો. એ વખતે સ્વાભાવિક રૂપે શ્રદ્ધા જાગે છે. શ્રદ્ધા દ્વારા જ પવિત્રતા,નમ્રતા જેવા ગુણો પ્રાપ્ત થાય છે.
(૨)દેવતાની મૂર્તિ ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે. આથી દેવદર્શન કરતી વખતે – -પરમાત્માનું સ્મરણ કરો. શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરો. – થોડો સમય મંત્ર યા ભગવાનના નામના માનસિક જપ કરો. -આત્મીયતાનો ભાવ રાખો, જેમ કે હું આપનો જ અંશ છું.
(૩) વધુ ભાવનાશીલ કર્તવ્યોની યાદ અપાવનાર પ્રાર્થના કરો. (આગળ વિવેચન ખંડમાં દેવદર્શન શીર્ષક જુઓ)
(૪) આ પ્રાર્થના સાથે દેવદર્શનની પ્રક્રિયા પૂરી કરો – ‘‘હે ભગવાન ! મને સદ્બુદ્ધિ આપો, સૌને સદ્ગુદ્ધિ આપો, સૌનું ભલું કરો.’
(૫) મંદિરમાં થોડો સમય શ્રદ્ધાપૂર્વક શાંત બેસી રહો. એનાથી ત્યાંનું સાત્ત્વિક વાતાવરણ આપની ઉપર વધુ સારો પ્રભાવ
(૬) બની શકે તો મંદિરમાં કોઈ સેવા કર્યા પછી જ ધરે પાછા ફરો.
(૭) આપ ભલેને ગમે તેટલી વ્યસ્ત વ્યક્તિ હો, પરંતુ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર દેવદર્શન કરવા અવશ્ય જાઓ. એનાથી અંતઃકરણ શુદ્ધ થાય છે.
પ્રતિભાવો