સંયમનો અર્થ થાય છે, સાધના આંદોલન પર એક દૃષ્ટિ
May 26, 2022 Leave a comment
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સંયમનો અર્થ થાય છે “પોતાની અનુચિત, અહિતકારક ઇચ્છાઓ, વિચારો અને વ્યવહાર પર લગામ રાખવી. આ રીતે બચેલી શક્તિને યોગ્ય દિશામાં વાપરવી.”
શા માટે સંયમ પાળવો જોઈએ ?
(૧) સંયમ મનુષ્યને ઉશૃંખલ અને પરાવલંબી જીવન જીવવાથી બચાવે છે.
(૨) સંયમ મનુષ્યનાં બળ, બુદ્ધિ અને ધનને ખોટા માર્ગે વેડફાતાં બચાવે છે.
(૩) સંયમના કારણે બચેલી શક્તિને સર્જનાત્મક કાર્યોમાં ખર્ચી સાધક પોતાના વ્યક્તિત્વને ઊંચું ઉઠાવી શકે છે. મુખ્ય ચાર પ્રકારના સંયમ છે (૧) ઇન્દ્રિયસંયમ, (૨) વિચારસંયમ, (૩) અર્થસંયમ, (૪) સમયસંયમ.
આ ચાર પ્રકારના સંયમમાં બાકીના બધા જ સંયમો સમાયેલા છે.
આરંભમાં આ સંયમોનો નાના સ્તરે અભ્યાસ કરવો જોઈએ. થયા પછી ધીરે ધીરે મોટો અભ્યાસ કરવો જોઈએ.
૪. (૧) ઇન્દ્રિયસંયમ
મનુષ્યના આરોગ્યને ખલાસ કરી નાંખવામાં માત્ર બે જ ઇન્દ્રિયો જવાબદાર છે – જીભ અને જનનેન્દ્રિય, જેમને નીરોગી શરીરની ઇચ્છા હોય તેઓ એની ઉપર યોગ્ય નિયંત્રણ લાદે, અર્થાત્ સંયમ રાખે.
ઉપવાસ અને બ્રહ્મચર્ય આ બે એવાં સરળ દેવવ્રતો છે, જે સંયમનો અભ્યાસ શરૂ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. અહીં સૂચવવામાં આવેલ નિયમોની સાથે આ બે વ્રતોનું ગુરુવાર યા રવિવારના દિવસે પાલન ! કરતા રહો. પોતાની શ્રદ્ધા અનુસાર આપ બીજો દિવસ પણ પસંદ કરી શકો છો.
૪.(૧)-૧ ઉપવાસ
ઉપવાસ દેવતાઓની પ્રસન્નતા માટે કરવામાં આવેલ દેવવ્રત છે. આથી માનસિક ઉપવાસ અને શારીરિક ઉપવાસ બંને એકસાથે સાધો. આત્મા અને મન બંનેનું યુગલ છે. ઉપવાસથી પ્રાણ અર્થાત્ આત્મા નિર્મળ થાય છે, તો બીજી બાજુ મનની ચંચળતા પણ ઘટે છે. પછી તે સરળતાથી વશમાં આવી જાય છે.
આવશ્યક સૂચનો –
(૧) શાંત મનથી, પ્રસન્ન ચિત્તથી ઉપવાસ કરો.
(૨) શ્રદ્ધાના ભાવને આખો દિવસ જીવંત રાખો. (૩) શ્રેષ્ઠ કાર્યોમાં સતત વ્યસ્ત રહો.
અભ્યાસ
માનસિક ઉપવાસ :
(૧) ઉપવાસના દિવસે વહેલી સવારે આ બે સંકલ્પ લો
– “આજે જમવાની લાલસાને શાંત રાખીશ.’’
– ‘‘વાણીને નમ્ર રાખીશ.”
(૨) – આખો દિવસ પવિત્ર વિચારોમાં લીન રહો. – જો અયોગ્ય તથા અપવિત્ર વિચારો આવે તો તરત જ ભગવાનના નામનું રટણ ચાલુ કરી તેમને શાંત કરી દો. (૩) આવેશોથી બચો. શ્રેષ્ઠ કર્મ કરો. આ જ સાચો ઉપવાસ છે.
શારીરિક ઉપવાસ :
આપની શક્તિ અનુસાર નીચે દર્શાવેલ કોઈપણ એક પ્રકારનો ઉપવાસ કરો
(૧) દિવસમાં એકવાર જમો. પચવામાં ભારે હોય એવા આહારનું
સેવન ન કરો. માત્ર સાત્ત્વિક અને સુપાચ્ય હોય એવા આહારનું સેવન કરો અથવા કંઈપણ ન ખાઓ, પરંતુ બાળકો અને વૃદ્ધો એકવાર દૂધ પી શકે છે.
(૨) આખો દિવસ આહાર ન લેવો. દિવસમાં એકવાર ફળફળાદિ અથવા શાકભાજી કોઈપણ એકનો આહાર લો.
(૩) દ૨રોજની જેમ બંને સમયે સંપૂર્ણ આહાર લો, પરંતુ એ આહાર યા પીણામાં મીઠું અને ખાંડ ન હોવાં જોઈએ. આ સર્વશ્રેષ્ઠ ન અસ્વાદવત છે.
વધુ ભાવનાશાળી સાધક પોતાના ભાગનું બચેલું અનાજ ધર્મઘટમાં નાખે અથવા એની કિંમત ગલ્લામાં નાંખી દે અથવા કોઈ દીનદુઃખીને કે અસમર્થ વ્યક્તિને આપી દે.
૪. (૧) – ૨, બ્રહ્મચર્ય
બ્રહ્મચર્યની સાધના પણ દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરવામાં આવેલું દેવવ્રત છે. એટલા માટે માનસિક બ્રહ્મચર્ય અને શારીરિક બ્રહ્મચર્ય બંને એકી સાથે સાધો. આવશ્યક સૂચનો –
(૧) શાંત મનથી, દૃઢ ચિત્તથી બ્રહ્મચર્ય સાધો. (૨) ઉપવાસના દિવસે પણ બ્રહ્મચર્ય સાધો.
અભ્યાસ
માનસિક બ્રહ્મચર્ય :
(૧) ઉપવાસના સંકલ્પોની સાથે આ ત્રણ સંકલ્પો પણ લો –
“આજે કામવાસના સંબંધી વાતો – વાણીથી બોલું નહિ,
– મનથી વિચારું નહિ
– ચિત્તથી ઇચ્છું નહિ.”
(૨) કેવળ કર્મથી જ નહિ, પરંતુ વિચાર અને ભાવનાથી પણ આખો દિવસ બ્રહ્મચર્યનું પાલન કરો. આ જ સાચું બ્રહ્મચર્યવ્રત છે.
(૩) આખો દિવસ વ્યસ્ત રહો. કોઈ કામ ન હોય તો સ્વાસ્થ્ય, યોગ અને ધર્મ સંબંધી સાહિત્યનું અધ્યયન કરો, મનન કરો.
(૪) કેવળ શ્રેષ્ઠ વ્યક્તિઓનો સંગ કરો.
શારીરિક બ્રહ્મચર્ય : (૧) સંપૂર્ણ રૂપે શારીરિક બ્રહ્મચર્ય સાધો.
(૨) નમ્રતાના ભાવથી આખો દિવસ સેવાનું કોઈપણ કાર્ય કરો. એનાથી સરળતાથી બ્રહ્મચર્ય સધાશે.
પ્રતિભાવો