સ્વાધ્યાય શા માટે કરવો જોઈએ ? સાધના આંદોલન પર એક દૃષ્ટિ
May 26, 2022 Leave a comment
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સ્વાધ્યાય, સાધના આંદોલન પર એક દૃષ્ટિ
સ્વાધ્યાય શા માટે કરવો જોઈએ ? સાધના આંદોલન પર એક દૃષ્ટિ
(૧) મનુષ્યનું મન તેને પતન તરફ લઈ જતી ઇચ્છાઓની પાછળ ભટકતું રહે છે. સ્વાધ્યાય મનને ત્યાંથી પાછું વાળે છે. (૨) એ દૂષિત મનોવૃત્તિઓ પર નિયંત્રણ લાદવાની પ્રેરણા આપે છે. (૩) તે વિચાર કરવાના સ્તરને ધીરે ધીરે ઊંચે ઉઠાવે છે. શ્રેષ્ઠ કાર્યો કરવાની પ્રેરણા આપે છે.
એટલા માટે દરરોજ સ્વાધ્યાય કરો. સ્વાધ્યાયનાં ત્રણ અંગ છે – અધ્યયન, મનન અને ચિંતન. સ્વાધ્યાય કરવા માટે નીચે બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. જરૂરિયાત અનુસાર એમનો ઉપયોગ કરો.
(૧) શિક્ષિત વ્યક્તિ આ પ્રમાણે સ્વાધ્યાય કરે – હંમેશાં શ્રેષ્ઠ સાહિત્યને ધીમી ગતિથી અને સમજી સમજીને વાંચન કરો. શ્રદ્ધાપૂર્વક વાંચન કરો.
અભ્યાસ
(૧) જયારે આપનું મન શાંત હોય ત્યારે દરરોજ – – ધ્યાનપૂર્વક આપ સારા, શ્રેષ્ઠ સાહિત્યનું એક પાનું યા પાંચ મિનિટ સુધી વાંચન કરો. – ત્યારબાદ વિચારપૂર્વક માર્મિક અને મહત્ત્વનાં વાક્યો નીચે લાલપેન વડે લીટી દોરો. ઉપર આપવામાં આવેલ સૂચનો સાથે કેવળ લીટી દોરેલાં વાક્યોનું વાંચન કરો. આ શ્રેષ્ઠ સાહિત્યનું અધ્યયન કરવાની રીત છે.
(૨) પાંચ મિનિટ સુધી ઊંડાણપૂર્વક વિચાર કરો કે જીવનની ગુણવત્તાને ઉપર ઉઠાવવા માટે આ માર્ગદર્શન આપના માટે કેટલું ઉપયોગી નીવડી શકે. -હવે નક્કી કરો કે તમારામાં તેના કેટલા ભાગને વ્યવહારમાં લાવવાની શક્તિ છે. આ મનન કહેવાય.
(૩) આપ પાંચ મિનિટ સુધી ગંભીરતાપૂર્વક વિચાર કરો કે જે વાત આપને ઉપયોગી અને ઉચિત લાગી અને જે આપની શક્તિ મર્યાદામાં છે અને આપ પોતાની દિનચર્યામાં – ક્યારે ક્યારે વ્યવહારમાં લાવશો.
કેવી રીતે વ્યવહારમાં લાવશો. આ ચિંતન કહેવાય. સ્વાધ્યાયનાં ઉપરોક્ત ત્રણેય અંગોમાંથી આરંભમાં જેટલું બની શકે એટલું જ કરો. પછી ધીરે ધીરે વધારતા જઈ ત્રણેય અંગોનો અભ્યાસ કરો.
(૨) શિક્ષિત અને અશિક્ષિત બંને આ રીતે સ્વાધ્યાય કરે – આપે આપના જીવનમાં એક દુર્ગુણનો ત્યાગ કરવા અને એક સદ્ગુણ ધારણ કરવા સંકલ્પ લીધો જ હશે. ન લીધો હોય તો હવે અવશ્ય લો. જીવાત્માની સદ્ગતિ માટે આ બે કર્મ બિલકુલ જરૂરી છે.
અભ્યાસ
જ્યારે આપનું મન શાંત હોય ત્યારે –
– પોતાના સંકલ્પનો દરરોજ ઓછામાં ઓછો એકવાર ઉચ્ચાર કરો.
– પછી વિચાર કરો કે શું હું મારા સંકલ્પનું નિષ્ઠાપૂર્વક પાલન કરી રહ્યો છું ?
– વિચાર કરો કે જો ક્યાંક કોઈ ભૂલ થઈ રહી છે, તો મારી કઈ માનસિક નિર્બળતાના કારણે થઈ રહી છે ? આ નિર્બળતા પર કેવી રીતે વિજય પ્રાપ્ત કરું ?
– જો કદાચ આપ આપના સંક્લ્પને ભૂલી જાઓ તો એ અંગે ગ્લાનિનો અનુભવ કરો.
– “પ્રયત્ન કરીશ” એમ કહી પોતાનો ઉત્સાહ ફરી જગાડો.
પોતાના સંકલ્પનો દૃઢતાપૂર્વક ફરી ઉચ્ચાર કરો અને નિશ્ચય કરો કે ભવિષ્યમાં કદાચ ભૂલી જવાય ત્યારે ‘‘તાત્કાલિક મારા સંકલ્પને યાદ કરીશ.”
પ્રતિભાવો