મંદિરોમાં સેવા શા માટે ?, સાધના આંદોલન પર એક દૃષ્ટિ,
May 27, 2022 Leave a comment
મંદિરોમાં સેવા શા માટે ?, સાધના આંદોલન પર એક દૃષ્ટિ,
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
મંદિરોમાં સેવા (સાધનોનો વિસ્તાર)
મંદિરોમાં સેવા શા માટે ?
(૧) એનાથી પોતાની લઘુતા અને પરમાત્માની સર્વસમર્થતાનો બોધ થાય છે. તેનાથી અહિતકારક ઘમંડ તૂટે છે.
(૨) પોતાનામાં વિવેક આવે છે અને તમામ મનુષ્યો પ્રત્યે સમતાનો ભાવ જાગે છે.
(૩) ભગવાન પ્રત્યે પહેલાં શ્રદ્ધા અને વિશ્વાસ, પછી આત્મીયતાનો ભાવ ઉદ્ભવે છે.
સૂચનો :
અગાઉ જણાવ્યા અનુસાર.
અભ્યાસ
(૧) મંદિરની અંદર અને બહાર કરોળિયાનાં જાળાં કાઢી નાખો, કચરો વાળવો, ભોંયતળિયું ધોઈ નાંખો. એમાં શરમનો અનુભવ ન કરો. ભગવાનની સેવા કરવામાં ગૌરવનો અનુભવ કરો.
(૨) મંદિરની અન્ય વ્યવસ્થાઓની જાણકારી લો. સહકાર આપો.
(૩) મંદિરમાં જનજાગૃતિ સંબંધી પ્રવૃત્તિઓ શરૂ કરાવવામાં ખાસ રસ લો. જો તે પહેલાંથી ચાલી રહી હોય, તો એમાં સક્રિય બની સહકાર આપો. આનંદિત મનથી મંદિરમાં સેવા કરવાથી ભગવાનને સંતોષ થાય છે.
પ્રતિભાવો