ઉપાસનાના કાર્યક્રમોનું વિવેચન, આંદોલન પર એક દૃષ્ટિ,
May 28, 2022 Leave a comment
ઉપાસનાના કાર્યક્રમોનું વિવેચન, આંદોલન પર એક દૃષ્ટિ,
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
ઉપાસનાના કાર્યક્રમોનું વિવેચન
૧. મન શાંત
સૌનો અંગત અનુભવ છે કે પદ, ધન, સત્તા, મોહ, વાસના, આસક્તિ વગેરે કામનાઓ ક્યારેય પણ શાંત થતી નથી. જ્યારે આપણે પૂજાપાઠ કરવા બેસીએ છીએ ત્યારે પણ એ બધી ત્યાં પહોંચી જાય છે અને એ કામના પૂરી કરવા ઉશ્કેરતી રહે છે.
જ્યાં સુધી એ જીવતી રહે ત્યાં સુધી આ ગોરખધંધા પણ ચાલતા રહેશે. એટલે આ ભૌતિક સંપદાઓ માટે લાલસા અને ચિંતાની ઉપેક્ષા કરવાનો આપણે દરરોજ અભ્યાસ કરવો જોઈએ, ભલે ને પછી એ થોડા સમય માટે હોય. આ તોફાન મચાવનાર ઉત્તેજનાની ઉપેક્ષા કરીશું, તો મન પર સતત પડતી તણાવનો બોજ ઘટશે અને તે શાંત થવા લાગશે.
ભૌતિક સંપત્તિ જ મહત્ત્વની નથી. આપણે એ તરફ પણ ધ્યાન આપવું જોઈએ કે જ્યાંથી આ દૈવી સંપદા પ્રાપ્ત થાય છે અને જે મૃત્યુ પછી જીવાત્માની સાથે જાય છે.
એટલા માટે આપણે પરમાત્માની ખૂબ જ શાંત મનથી ઉપાસના કરવી જોઈએ.
૨. આત્મીયતાની ભાવના
આપણે સૌ ભૌતિક સુખસગવડોને અને સગાસંબંધીઓના પરિકરને સુખી જીવન માની રહ્યાં છીએ. આપણે એમના માટે આખું જીવન ખપાવી દઈએ છીએ. આપણે રોજ જોઈએ છીએ કે મરનારી એક પણ વ્યક્તિ પોતાની સાથે કશુંય લઈને જતી નથી. ન તો ધન, ન તો હોદ્દો, ન તો કોઈ સગાસબંધી. એ પોતાનું શરીર પણ અહીં છોડીને જાય છે. આમ છતાં પણ આપણે એના પ્રત્યે રહેલો મોહ અને આસક્તિમાં જરા જેટલી પણ ત્રુટિ આવવા દેતા નથી. આપણે ખરેખર, સુખથી નહિ, પરંતુ ભારે અજ્ઞાનથી ઘેરાયેલા છીએ.
ભાઈ, અહીં હંમેશ માટે કંઈપણ પ્રાપ્ત થતું નથી. અહીં કોઈપણ કાયમી સગાસંબંધી કે સાથીદાર નથી. રેલવેના ડબ્બામાં બેઠેલા યાત્રાળુઓની જેમ થોડા સમય માટે સંબંધી મળી તો જાય છે, પરંતુ તેઓ સૌ પોતપોતાનાં કર્મોના રસ્તા પર જઈ રહ્યા છે. જો એમની સાથે મોહ રાખશો, તો કેવળ વિયોગનું દુઃખ જ હાથમાં આવશે. આપણે આ કઠોર સત્ય પર વારંવાર વિચાર કરવો જોઈએ.
આ સતત ગતિશીલ જગતમાં સ્થિર તો માત્ર એક પરમાત્મા જ છે. તેઓ એકમાત્ર સંપત્તિ છે, સંબંધી છે અને આશ્રય છે. તે માર્ગદર્શક છે, વડીલ છે, માતાપિતા છે અને સાથી છે. 68 સમજદારી એમાં જ છે કે આપણે આ જગત પ્રત્યે કેવળ કર્તવ્યભા રાખીએ અને જગતના પતિ પ્રત્યે પ્રેમભાવ રાખીએ. આથી આત્મીયભાવ સાથે પરમાત્માનું સ્મરણ કરો.
૩. ષટ્કર્મ
કોઈપણ કામ વ્યવસ્થિત રીતે કરવા માટે સૌ પ્રથમ પોતાની જાતને તૈયાર કરવી પડે છે. ખેલાડી રમતા પહેલાં પોતાના શરીરને ચેતન બનાવે છે. અધ્યયન કરનાર પહેલાં પોતાના મનને શાંત અને એકાગ્ર બનાવે છે. ઉપાસના પણ આવો જ પરિશ્રમ છે. મનુષ્ય ઉપાસના માટે ષટ્કર્મ દ્વારા સૌ પ્રથમ પોતાને તૈયાર કરે છે.
ઉપાસના સંબંધી પુસ્તકોમાં ષટ્કર્મનું વિસ્તારપૂર્વક વિવેચન આપવામાં આવ્યું છે. એને માટે ગાયત્રી તપોભૂમિ, મથુરા અને શાંતિકુંજ, હરિદ્વારનાં પુસ્તકો જોવાં જોઈએ.
૪. પાઠ
(૧) ‘પાઠ’માં ઋષિઓની વાણી હોય છે. એનું ધ્યાનપૂર્વક અને વિશ્વાસપૂર્વક પઠન-મનન કરવાથી હંમેશાં મનને સ્વચ્છ અને હૃદયને ઉદાર બનાવવાની પ્રેરણા મળે છે. ત્યારબાદ પાઠને જ્યારે દ૨૨ોજ વ્યવહારમાં લાવીએ છીએ ત્યારે શ્રેષ્ઠ સ્વભાવ તથા સંસ્કારનું સર્જન થવા લાગે છે. આ રીતે રસ્તો ભૂલેલાઓને પણ ઈશ્વર તરફ લઈ જનારો માર્ગ મળી જાય છે. એટલા માટે નિત્ય નિયમપૂર્વક પાઠ કરવો જોઈએ.
(૨) મનને નિત્ય સારા અને ઉચ્ચ વિચારોમાં લઈ જવાથી માનસિક સ્થિતિ અને એકાગ્રતા આ બે ગુણો વધે છે. એ જપધ્યાન કરવામાં ખૂબ જ સહાયરૂપ નીવડે છે. આથી ઉપાસના પહેલાં પાઠ કરવો ખૂબ જ હિતકારક છે.
(૩) જે કોઈ વ્યક્તિ યુગનિર્માણ મિશન સાથે જોડાયેલ છે યા વિચારો પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવે છે તેને માટે આપણા યુગનિર્માણ સત્સંકલ્પોનાં ૧૮ સૂત્રો ગીતાના ૧૮ અધ્યાય સમાન જ છે. ‘સત્સંકલ્પો’
વેદમૂર્તિ તપોનિષ્ઠ શ્રીરામ શર્મા આચાર્યજીની અનુભવસિદ્ધ વિચારસરણી અને જીવન જીવવાની કલાનો સાર છે, સંગ્રહ છે.આ ‘સત્સંકલ્પો’ મહાશક્તિનું શબ્દશરીર છે. એટલા માટે એ શબ્દશરીરનો દરરોજ સંપર્ક સાધવો, માર્ગદર્શન પ્રાપ્ત કરવું અને પોતાના વિચારોને ચૈતન્યમય બનાવી રાખવા તે આપણા સૌ શિષ્યોનું અને પ્રગતિની ઇચ્છા રાખનારાઓનું પ્રથમ કર્તવ્ય છે.
(૪) પાઠ કરવાની સાચી રીત –
પાઠની વાંચનસામગ્રી ઋષિઓ તથા મહામાનવોના આધ્યાત્મિક અનુભવોનો નિચોડ હોય છે. એટલા માટે તેના પ્રત્યેક શબ્દ અને વાક્ય પર અતૂટ શ્રદ્ધા અને અખંડ વિશ્વાસ ધરાવતાં પાઠ કરવો જોઈએ. – કેવળ વાંચી લેવાથી નહિ, પરંતુ સમજમાં આવવાથી જ પ્રભાવ પડે છે. એટલા માટે ધીમી ગતિથી સમજી સમજીને પાઠ કરવો જોઈએ.
(૫) અશિક્ષિત વ્યક્તિએ સત્સંકલ્પોનો પાઠ કેવી રીતે કરવો ?
આપ ધ્યાનપૂર્વક વિચાર કરશો, તો આપને સમજાશે કે સત્સંકલ્પનો સંપૂર્ણ સાર બે શબ્દોમાં સમાયેલો છે – ગાયત્રી અને યજ્ઞ. ‘ગાયત્રી’ અર્થાત્ ઉત્તમ અને કલ્યાણકારક ચિંતન કરનારી સદ્ગુદ્ધિ.
‘યજ્ઞ’ અર્થાત્ પોતાની ક્ષમતાઓનો ઉત્તમ કર્મો તથા સેવાનાં કાર્યોમાં હોમ કરવો.
એટલા માટે કાર્યકર્તાઓ ગ્રામ્યવિસ્તારના શ્રદ્ધાળુ, અિ અને આસ્તિક લોકોને પ્રથમ ‘પાઠ’ કરવાનું પુણ્ય સમજાવે. જુઓ પાન ૩૫ ૫૨ ‘અભ્યાસ’ અંતર્ગત આપવામાં આવેલ સદ્ભાવન કંઠસ્થ કરાવી દો. આ પાઠમાં પણ સદ્ધિ અને શ્રેષ્ઠ કર્મોની પ્રેરણા સમાયેલી છે. તેથી આ પાઠને પણ ધીમી ગતિથી, સમજીને શ્રદ્ધા અને વિશ્વાસની સાથે કરવા તેમને સમજાવો.
પ્રતિભાવો