જપ અને ધ્યાન ઉપાસના શું છે ? આંદોલન પર એક દૃષ્ટિ,
May 28, 2022 Leave a comment
જપ અને ધ્યાન ઉપાસના શું છે ?, આંદોલન પર એક દૃષ્ટિ,
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
.જપ અને ધ્યાન “ઉપાસના શું છે ?’’
(૧) ઈશ્વરના ફોટા મૂર્તિ સમક્ષ બેસો.
– ઈશ્વરના દિવ્ય ગુણોનું ચિંતન કરી પોતાના મનને તેમની નજીક બેસાડો.
– ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અને આત્મીયતાનો ભાવ જગાડી પોતાના હૃદયને તેમની નજીક બેસાડો.
આ રીતે પોતાના શરીર, મન અને હૃદય ત્રણેને ભગવાનની નજીક બેસાડી તેમનું સ્મરણ કરવાને ઉપાસના કહે છે. ઉપાસના ભક્ત અને ભગવાન ચ્ચે વહી રહેલ ભાવના તથા ચૈતન્યનો પ્રવાહ છે.
(૨) આપ જપ તથા ધ્યાનનાં સૂચનોને ધ્યાનમાં રાખો. એમનું પાલન કરવાથી આ પ્રવાહ સારી રીતે વહેતો રહે છે.
(૩) જપ કરવા માટે એક જ મંત્ર પસંદ કરો. જેમ કે ગાયત્રી મહામંત્ર, પંચાક્ષરી ગાયત્રી, પોતાના ઇષ્ટદેવનો મંત્ર અથવા ભગવાનનું કોઈપણ નામ પસંદ કરી લો. આ રીતે ત્રણમાંથી પોતાની રુચિ, શક્તિ અનુસાર એક ‘ધ્યાન’ પસંદ કરી લો.
પ્રભાવશાળી ઉપાસના કેવી રીતે કરી શકાય ?
(૧) સૌ પ્રથમ પોતાના મનને શાંત કરો, હૃદયમાં ઇષ્ટદેવતા પ્રત્યે આત્મીયતાનો ભાવ પેદા કરો. પાના નં. ૨૦,૨૧,૨૨ ઉપર તેની રીત જુઓ.
(૨) ત્યારબાદ પોતાની રુચિ અનુસાર ધ્યાનની સાથે જપનો આરંભ કરો. વચ્ચે વચ્ચે પોતાના ઇષ્ટદેવ પ્રત્યે પોતાની શ્રદ્ધા અને આત્મીયતાનો ભાવ જગાડતા રહો. જેમ કે “હું આપનો એક અંશ છું” યા “હું આપની શરણમાં આવ્યો છું” યા “ભગવાન, મારી ઇચ્છાઓ, અભિલાષાઓ આપને છોડીને બીજે ક્યાંય પણ ન જાય.’ – જયારે મન કંટાળી જાય ત્યારે મંત્રમાં કહેવામાં આવેલ ઇષ્ટદેવતાના ગુણોનું એક એક કરીને સ્મરણ કરો, તેના અર્થનું ચિંતન કરો અને અર્થ અનુસાર ધ્યાન અને ભાવ રાખો.
(૩) આ રીતે શરીર, મન અને હૃદય ત્રણેયને જોડી રાખીને કરવામાં આવતી ઉપાસના શ્રેષ્ઠ છે. એક એક કરીને ઉપાસનાના ઉપરોક્ત ઉપાયો ધીરે ધીરે વધારવા જોઈએ. જ્યારે આ ઉપાસનાપદ્ધતિ સારી રીતે આવડી જાય છે ત્યારે ઉપાસકનો સ્વભાવ તથા સંસ્કારો સુધરવા લાગે છે. વાણીમાં, વ્યક્તિત્વમાં તથા ચિંતનમાં શ્રેષ્ઠ ગુણો અને તેજસ્વિતા આવવા લાગે છે. આથી આત્મિક પ્રગતિ માટે દ૨રોજ ઓછામાં ઓછી ૧૦ મિનિટ ધ્યાન અને ભાવ સહિત અવશ્ય ઉપાસના કરવી જોઈએ.
કયા મંત્રના યા નામના જપ કરવા ?
(૧) ભગવાનનાં તમામ નામ અને મંત્રો શ્રેષ્ઠ છે. ગાયત્રી મહામંત્ર છે, સર્વોચ્ચ વેદમંત્ર છે. સદ્ગુદ્ધિ આપનાર છે અને મોક્ષનું સાધન છે. આ મંત્ર તમામ દેવીદેવતાઓ માટે જપી શકાય. આથી આ મા જે કોઈ પણ ઇષ્ટદેવ હોય તેમના મહિમાનાં ગુણગાન ગાવ આપ કોઈપણ જાતના ખચકાટ વગર ગાયત્રી મહામંત્રના જપ
ગાયત્રીના સિદ્ધપુરુષ વેદમૂર્તિ શ્રીરામ શર્માજી આચાર્યનું
કથન છે “વિશ્વનો આ ખૂબ નાનો, પરંતુ સૌથી વધુ સારગર્ભિત મંત્ર છે, એક તત્ત્વદર્શન અને અધ્યાત્મવિજ્ઞાન છે.” તે મહામંત્ર આ પ્રમાણે છે –
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યું ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
‘એ પ્રાણસ્વરૂપ દુખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ, પરમાત્માને આપણે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. એ પરમાત્મા આપણી બુદ્ધિને સન્માર્ગ પર ચાલવા પ્રેરિત કરે.”
(૨) જો આપ આ મંત્રના જપ ન કરી શકો, તો આપને ગમતા કોઈપણ ઇષ્ટદેવનું નામ પસંદ કરી લો. પછી એના મનોમન જપ કરતા રહો.
જપના સંબંધમાં કવિ રસખાનના કાવ્યનાં પદો પર ધ્યાન આપો.
‘‘ક્ષણભંગુર જીવનકી કલિકા કલ પ્રાતઃ કો માનો ખિલી ન ખિલી. કલિકાલ કુઠાર લિયે ફિરતા તન નર્મ પે ચોટ ઝિલી ન ઝિલી. લે લે હિરનામ અરી રસના, ફિર અંત સમય મેં હિલી ન હિલી.” આથી દરરોજ શ્રદ્ધાપૂર્વક મંત્રના અથવા નામના જપ કરો.
૪. પ્રાર્થના
(૧) પરમપૂજય ગુરુદેવે પ્રાર્થનાના અર્થને આ રીતે સ્પષ્ટ કર્યો
“પ્રાર્થના એટલે પોતાના મનને સમજાવવું,
પોતાની જાતને સ્વચ્છ બનાવવી. પ્રાર્થના પોતાની જાતને કરેલો સાદ છે, એ આત્માનો કરુણ ચિત્કાર છે.’’
(૨) આ માર્ગદર્શક વાક્યોથી પ્રાર્થનાનાં ચાર લક્ષણોની જાણ થાય છે.
(૧) પ્રાર્થના તો પરમાત્માને સંબોધીને કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે એ પોતાના મનને જ સમજાવવા માટે તથા મનાવવા માટે હોય છે.
(૨) પ્રાર્થનામાં દુર્ગુણો તથા પાપોથી બચવાની અને જગત માટે લાભપ્રદ બનવાની સાચી આકાંક્ષા ઝળકે છે.
(૩) પ્રાર્થનામાં હૃદયની વ્યાકુળતા ભળેલી હોય છે.
(૪) પ્રાર્થના પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ તથા શરણાગતિના ભાવથી ઓતપ્રોત હોય છે.
જો પ્રાર્થનામાં ઉપરોક્ત વિશેષતાઓ હોય તો તે આપણને ઢંઢોળે જ છે, પોતાના તથા વિશ્વના કલ્યાણ માટે પરમાત્માની કરુણાને જગાડી દે છે. આથી પ્રાર્થનાના શબ્દોનું ગ્રામોફોનની જડ રેકર્ડની જેમ રટણ ન કરો. સાચી આકાંક્ષા અને શરણાગતિના ભાવથી પ્રાર્થના કરો.
૫. સૂર્યને અર્ધ્ય અર્પણ કરવો
સાધકોએ સ્પષ્ટ રૂપે સૂર્યદેવ તથા તુલસીમાતાનો મહિમા જાણવો તથા સમજવો જોઈએ. (૧) સૂર્ય માત્ર આગનો ધગધગતો ગોળો નથી, પરમાત્માનો સ્થૂળ તથા સાક્ષાત્ પ્રતિનિધિ છે, ચૈતન્યદેવ સૃષ્ટિનો જીવનદાતા છે. એ જ રીતે તુલસી માત્ર છોડ નથી, પરંતુ તે આદ્યશક્તિની સ્થૂળ તથા સાક્ષાત્ પ્રતિનિધિ છે, જાગૃત દેવતા છે. તે વિલક્ષણ રીતે આધ્યાત્મિક ઊર્જાના તરંગોનો સંચાર કરે છે.
(૨) જયારે સાચી રીતે વિધિવત્ ઉપાસના કરવામાં આવે છે ત્યારે તે શ્રદ્ધાયુક્ત આધ્યાત્મિક ઊર્જાના તરંગો ઉત્પન્ન કરે છે. તેનો એક અંશ અર્ધ્યના પાત્રમાં રહેલા જળમાં ભળે છે, જેથી એ જળ અભિમંત્રિત થઈ જાય છે.
(૩) જયારે સાધક ઊર્જાનો સંચાર કરનાર તુલસીમાતાના માધ્યમથી ભક્તિભાવપૂર્વક અભિમંત્રિત જળનો ચૈતન્યસ્વરૂપ સૂર્યદેવતાને અર્ધ્ય અર્પણ કરે છે ત્યારે ઊર્જાનું વિસ્તરણ કરનાર તુલસી માતા દ્વારા જળમાં સમાયેલ શ્રદ્ધા અને ભક્તિ એ જ ક્ષણે સમર્પિત થઈ જાય છે. તેનાથી ઉપાસકને અને જો વિશ્વકલ્યાણની ભાવના હોય તો સંપૂર્ણ જગતને ભગવાન સૂર્યદેવતાના આશીર્વાદ મળે છે. અર્ધ્ય અર્પણ કરવાની ક્રિયા ઉચ્ચ કોટિનું તથા પ્રભાવશાળી ધાર્મિક કાર્ય છે. એટલા માટે અત્યંત નમ્રતા અને શ્રદ્ધાના ભાવ સાથે અર્ધ્ય આપવો જોઈએ.
(૪) તુલસી સાત્ત્વિકતાનું સાક્ષાત્ પ્રતીક છે તથા તે દેવસંસ્કૃતિનું પોષણ અને વૃદ્ધિ કરે છે. આથી આ સાત્ત્વિકતા વડે ગામના દરેક ઘરના વાતાવરણને ભરી દેવું એ દરેક સંસ્કૃતિસેવકનું ધાર્મિક કર્તવ્ય છે.
કાર્યકર્તાઓએ તુલસીમાતાનો મહિમા લોકોને સમજાવીને અને ઘેરેઘેર તુલસીનો ક્યારો બનાવવા તથા તુલસીની સ્થાપના માટે તુલસીરોપણ અભિયાન અવશ્ય ચલાવવું જોઈએ.
પ્રતિભાવો