દેશની સેવા સાધના આંદોલન પર એક દૃષ્ટિ, સૌના માટે સરળ ઉપાસના સાધના
May 28, 2022 Leave a comment
દેશની સેવા સાધના આંદોલન પર એક દૃષ્ટિ,
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
દેશની સેવા
“આપણા વિચારો દેશનાં ન્યાયસંગત હિતોને અનુરૂપ બને. આપણામાં દેશના ગૌરવને અને સાંસ્કૃતિક છબીને ઉજ્જવળ બનાવી રાખવાની સદ્ભાવના અને ઉમંગ જાગે. આપણું પ્રત્યેક કર્મ દેશની પ્રગતિમાં સહાયરૂપ નીવડે.’ આ જ રાષ્ટ્રીય ભાવના છે.
પોતાના તથા દેશના અન્ય નાગરિકોના વિચારોને એ દિશા તરફ વાળવા, એને અનુરૂપ જાતે કામ કરવું તથા બીજા લોકોને પ્રેરિત કરવા એ દેશસેવા છે.
નીચે સેવાના અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. તેમને ક્રમશઃ ઉપયોગમાં લો અને પોતાની જન્મભૂમિની સેવા કરો. જન્મભૂમિ સ્વર્ગલોકથી પણ વધુ શ્રેષ્ઠ છે. (જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી).
દેશની સેવા શા માટે ?
એ એટલા માટે કરવી જોઈએ કે –
(૧) દેશના હિતમાં જ વ્યક્તિનું અને તમામ લોકોનું હિત સમાયેલું છે.
(૨) આર્થિક તથા રાજકીય રીતે બીજા દેશો આપણા દેશને અર્થાત્ આપણા નાગરિકોને પોતાના ગુલામ ન બનાવી શકે.
(૩) આપણે આપણી પ્રગતિના માર્ગ અને દિશાને પોતે જ સ્વતંત્ર રીતે નક્કી કરીએ. આ સશક્ત સ્થિતિ નિરંતર જળવાઈ રહેવી જોઈએ, જેથી બીજો દેશ પોતાનો સ્વાર્થ સાધવા માટે હસ્તક્ષેપ ન કરે.” ન
(૪) આપણે જે કલ્યાણકારક દેવસંસ્કૃતિમાં જન્મ લીધો છે અને જ્યાં પાલનપોષણ થયું છે, ઉછેર થયો છે, એની ઉપર બીજી કોઈ વિકારયુક્ત સંસ્કૃતિ સવાર ન થઈ જાય.
(૫) સેવા, શ્રેષ્ઠકર્મ અને સહકાર ભારતની ઓળખાણ છે. આપણે આપણી આ ઓળખ અને પ્રતિષ્ઠાને જાળવી રાખીએ. (૬) વયં રાષ્ટ્ર જાગૃયામ પુરોહિતાઃ આ વાક્યને સાચું ઠેરવવા માટે દેશની સેવા કરો.
સૂચન- અગાઉ જણાવ્યા અનુસાર
અભ્યાસ
જે વ્યક્તિ, જે દેશ આત્મનિર્ભર અને આત્મવિશ્વાસુ હોય તેને કોઈ ગુલામ બનાવી શકતું નથી. જે વ્યક્તિ યા દેશ પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરે છે અને તેને પરિપુષ્ટ બનાવે છે તેને કોઈપણ પછાડી શકતું નથી. એટલે દેશની સેવા માટે એવા દૃષ્ટિકોણને અને કાર્યોને પસંદ કરવાં જોઈએ, જે તેના નાગરિકોમાં આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ અને સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠાને વધારતાં હોય. જેમ કે –
(૧) પોતાનાં બાળકોને ભારતીય સંસ્કૃતિ અને સ્વાતંત્ર્યસંગ્રામનો ઇતિહાસ રોચક તથા માર્મિક પ્રસંગો રૂપે વિસ્તારપૂર્વક સંભળાવતા રહો.
(૨) પોતાનાં બાળકોનાં મૈત્રેયી, કરુણા, પ્રજ્ઞા તથા આદિત્ય, વિશ્વામિત્ર, વિક્રમ જેવાં શ્રેષ્ઠ સાંસ્કૃતિક તથા પૌરાણિક નામ રાખો. સગાંવહાલાં તથા ઓળખીતા-પારખીતાને પણ આ પ્રકારનાં નામો પાડવાની પ્રેરણા આપો.
(૩) પોતાના કુટુંબમાં દાદા, દાદી, કાકા, કાઢી અને મામા, મામી વગેરે સંબોધનોનું ફરી પ્રચલન કરો. ‘બા’ તથા ‘બાપુજી’ જેવાં સંબોધનોમાં ઝળકતી આત્મીયતા ‘મમ્મી-ડેડી’ માં શોધવા છતાં મળતી નથી.
(૪) પોતાનાં બાળકોને રાષ્ટ્રભાષા હિન્દી તથા દેવભાષા સંસ્કૃત પ્રત્યે નિષ્ઠાવાન બનાવવા માટે શરૂઆતથી જ એમના શિક્ષણની વ્યવસ્થા કરો.
(૫) ભારતીય સંસ્કૃતિ અને દેવભાષા સંસ્કૃતના પ્રચાર તથા ફેલાવા માટે પોતાનો સમય, શ્રમ, બુદ્ધિ અને ધનનો એક અંશ નિરંતર ખર્ચતા રહો. આ દેશની સેવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
(૬) કરુણા, સેવા અને સહકારની ભાવનાને જીવંત રાખવા માટે કેટલાક વ્યાવહારિક ઉપાયો અગાઉનાં પાનાંઓમાં બતાવવામાં આવ્યા છે. તેમને સ્વયં અપનાવો અને પોતાનાં કુટુંબીજનો, ખાસ કરીને નાનાં નાનાં બાળકોને શિખવાડો.
(૭) ટી.વી., ફિલ્મો, માસિકો, છાપાંના માધ્યમ દ્વારા થતાં અભદ્ર, અશ્લીલ અને ઉત્તેજક પ્રસારણો પર પ્રતિબંધ મુકાવવા તથા લોકોને એ દિશામાં પગલાં ભરવા પ્રેરિત કરો. કમ સે કમ પોતાનાં સગાંવહાલાં, મિત્રસમુદાય અને તેમનાં કુટુંબીજનોને એ વિકારોથી બચાવવાના ઉપાયો તાત્કાલિક અપનાવો. ન તો એવાં અશ્લીલ માસિકો ખરીદો કે ન એવાં પ્રસારણો જુઓ તથા સાંભળો.
(૮) બજા૨માં જે ચીજવસ્તુઓ વેચાય છે તે સ્વદેશી અને વિદેશી બંને પ્રકારની હોય છે. જ્યારે આપ ખરીદી કરો ત્યારે સ્વદેશી વસ્તુ ખરીદવાનો જ આગ્રહ રાખો.
(૯) જો આપ નોકરી કરતા હો, તો સમયસર આપની ફરજ પર પહોંચી જાઓ. પોતાનું કામ ઇમાનદારી અને જવાબદારીની ભાવના સાથે કરો. પૂરેપૂરા સમય સુધી અને મન લગાવીને કામ કરવું તે ઉચ્ચકોટિની દેશસેવા છે.
(૧૦) જો આપ વ્યાપાર કરતા હો, તો ભેળસેળ કરવાના અનૈતિક અને પાપયુક્ત કર્મથી હંમેશાં દૂર રહો. ભેળસેળ કરવાથી નિર્દોષ લોકોના આરોગ્યને નુકસાન થાય છે એ જાણવા છતાં આ પ્રકારનું નિંદાજનક કર્મ કરવું તે પોતાના જીવાત્માને દુર્ગતિમાં નાંખવા જેવું છે. આવો ખોટનો વ્યાપાર ન કરો. બાળક આવે કે કોઈ મોટી વ્યક્તિ આવે સૌને એકસરખી કિંમત બતાવો. માલનું સાચું વજન કરો. એનાથી આપની પ્રતિષ્ઠા વધશે અને વ્યાપાર પણ વધશે.
(૧૧) અસામાજિક પ્રવૃત્તિઓ (કેફી પદાર્થોનું સેવન, વેચાણ, નશાખોરી, દુર્વ્યય, ગંદકી, કુરિવાજો, ભ્રષ્ટાચાર વગેરે)ની નાબૂદી તથા શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ (શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણનું રક્ષણ, સ્વાવલંબન, ગ્રામ્યવિકાસ, સ્વચ્છતા, ચિકિત્સા વગેરે)ના વિકાસ અને વિસ્તાર માટે પોતાના સમય, પ્રભાવ, જ્ઞાન, પરિશ્રમ અને ધનનો એક અંશ નિયમિત રૂપે ખર્ચી દેશને સંસ્કારવાન, ઉન્નત અને સમૃદ્ધ બનાવવાનાં પવિત્ર કાર્યો પૂરાં કરતા રહો.
પ્રતિભાવો