મહાકાળની સેવા શા માટે ? આંદોલન પર એક દૃષ્ટિ, સૌના માટે સરળ ઉપાસના સાધના
May 28, 2022 Leave a comment
મહાકાળની સેવા શા માટે ?, આંદોલન પર એક દૃષ્ટિ,
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
મહાકાળની સેવા શા માટે ?
અજ્ઞાનતાના અંધકારમાં ભટકી રહેલ મનુષ્યજાતિને સાનનાપ્રકાશમાં લાવવા પ્રયત્ન કરવો એ મનુષ્યની અને ભગવાનની સર્વશ્રેષ્ઠ સેવા છે. આ જ્ઞાનયજ્ઞ છે. જ્ઞાનયજ્ઞ જ મહાકાળની સેવા છે.
મહાકાળની સેવા શા માટે ?
(૧) મનુષ્ય માનવતા ગુમાવી રહ્યો છે. સમાજવ્યવસ્થા તૂટી રહી છે. દુનિયા દારૂગોળાના ઢગલા પર બેઠેલી છે. આ અત્યંત વિષમ સમય છે. એટલા માટે મહાકાળની સેવા કરો.
(૨) તમામ ક્ષેત્રોમાં થઈ રહેલ પતન અને વિનાશથી બચવા માટે કેવળ એક જ ઉપાય છે – “મનુષ્યની વિચારવાની અને વ્યવહારની સંકુચિત મનોવૃત્તિને બદલવી.’’
મનુષ્ય મર્યાદાઓને જાણે. એમનું પાલન કરે.મનુષ્ય બીજા મનુષ્યને સહકાર આપે, બીજાઓને પણ જીવવા દે.આવી મનોવૃત્તિનો વિકાસ થાય માટે મહાકાળની સેવા કરો. :- અગાઉ જણાવ્યા અનુસાર. સૂચનો :
અભ્યાસ
(૧) “હું બદલાઈશ ત્યારે જ યુગ બદલાશે. હું સુધરીશ ત્યારે જ યુગ સુધરશે.’’ આ સત્ય પ્રથમ પોતાની જાતને સમજાવો. પોતાના વિચારો અને વ્યવહારને બદલો.
(૨) દરરોજ નિયમપૂર્વક સ્વાધ્યાય કરો. પછી ચિંતનમનન કરો. તેને વ્યવહારમાં લાવવાનો અભ્યાસ પણ કરતા રહો.
(૩) પોતાના સગાસંબંધીઓ, મિત્રસમુદાય તથા ઓળખીતાઓને પણ આત્મશોધનની આ વિશેષ રીત બતાવો, સમજાવો. એના માટે પોતાના સમય અને જ્ઞાનને ઉદારતાપૂર્વક ખર્ચો.
(૪) પાંચ નવા સભ્યો બનાવી ઝોલા પુસ્તકાલય ચલાવો. દરરોજ એક નવા સભ્યને મળો, તેની સાથે આત્મીયતા વધારો, વાંચવા માટે તેને શ્રેષ્ઠ પ્રકારનું સાહિત્ય આપો. ચર્ચા કરો.
(૫) આ પાંચ સભ્યોનું સ્વાધ્યાયમંડળ બનાવો.
દર અઠવાડિયે વાર્તાલાપ માટે બેઠક રાખો. તેમાં તમામ લોકો બોલવામાં રસ લે, સૌને બોલવાની તક આપો.
(૬) દર અઠવાડિયે જ્ઞાનચર્ચા ચલાવો. તેમાં આત્મશોધન, આત્મઘડતર, પરિવારનું ઘડતર, સમાજનું ઘડતર વગેરે મુદ્દાઓ પર પ્રવચન કરો, કરાવો. જૂના સભ્યો નવા સભ્યોને પ્રયત્નપૂર્વક આ બેઠકમાં લાવે.
(૭) આ જ્ઞાનયજ્ઞમાં દરરોજ એક કલાક અથવા અઠવાડિયે મળતી રજાના દિવસે વધુ સમય કાઢો.
(૮) સાધના આંદોલન અંતર્ગત સાધનાનાં સોપાનો સાથે જોડાયેલ વિચારસરણી અને ભાવનાને સમજાવવા તથા અભ્યાસમાં લાવવા માટે લોકોને પ્રેરણા આપતા રહો.
(૯) મહોલ્લાઓમાં, ગામડાંઓમાં, કસબાઓમાં વિશ્વકલ્યાણની ભાવના સાથે સાપ્તાહિક સામૂહિક જપ તથા પ્રાર્થનાના કાર્યક્રમો વધુમાં વધુ ગોઠવવા ખાસ પ્રયત્ન કરો.
(૧૦) વિશ્વકલ્યાણ માટે વ્યાપક પ્રમાણમાં અખંડજપ તથા દીપયજ્ઞનાં ગુણવત્તા ધરાવતાં આયોજનો ગોઠવવા લોકસંપર્ક સાધવા પ્રયાસ કરતા રહો.
(૧૧) વૃક્ષારોપણ (પીપળો, લીમડો, બીલી, વડ, તુલસી જેવાં પવિત્ર વૃક્ષોની રોપણી) જેવા રચનાત્મક કાર્યક્રમો ખાસ રસ લઈ પ્રયત્નપૂર્વક જરૂર હાથ ધરો. ઉપરોક્ત કાર્યક્રમો તથા અન્ય ઉપયોગી કાર્યક્રમોમાંથી જેનાથી જે સેવા થઈ શકે એ તેઓ જરૂર કરે.
પ્રતિભાવો