માનવસેવા શા માટે કરવી ? સાધના આંદોલન પર એક દૃષ્ટિ
May 28, 2022 Leave a comment
માનવસેવા શા માટે કરવી ? સાધના આંદોલન પર એક દૃષ્ટિ,
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
માનવસેવા (દુખનિવારણ) માનવસેવા શા માટે કરવી ?
માનવસેવા કરવાથી –
(૧) “ભગવાને મનુષ્યને સર્વોત્તમ યોનિ આપી છે, તો તેની સાથે કર્તવ્યો પણ સોંપ્યાં છે.’’ આ સત્યનો બોધ થાય છે.
(૨) કરુણા, ઉદારતા, માનવતા જેવી ઉત્તમ ભાવનાનો વિકાસ થાય છે.
(૩) જીવાત્મા પોતે જ પરમાત્મા તરફ વળવા લાગે છે. આ ખૂબ જ મોટી સિદ્ધિ છે.
સૂચનો :
(૧) ‘માનવસેવા એ પરમાત્માની સેવા છે.’ આ વિશ્વાસની સાથે સેવા કરો.
(૨) ‘આ લાચાર વ્યક્તિની જગ્યાએ જો હું હોત, તો હું શું ઇચ્છત ?’ આવો કણાભાવ જગાડી સેવા કરો. (૩) અન્ય સૂચનો અગાઉ જણાવ્યા અનુસાર.
અભ્યાસ
(૧) જો આપના મિત્રસમુદાયમાં કોઈ સેવાભાવી વૈદ, હકીમ, ડૉક્ટર હોય તો તેને અઠવાડિયામાં એકવાર મફત સેવા આપવા માટે પોતાની સાથે ગામડાંઓમાં લઈ જાઓ.
(૨) કોઈ વૈદ પાસે તુલસી, સૂંઠ, કાળાં મરી, હળદર, લીંબુ, આમળાં વગેરે સરળતાથી મળી રહેતી વસ્તુઓના પ્રભાવશાળી ઔષધીય પ્રયોગો લખાવી લો અને તેનાં પેમ્ફલેટ છપાવો. તેને સેલોટોપ દ્વારા મોટા પૂંઠા પર ચોંટાડી લો. બે કાણાં પાડી જાડો દોરો બાંધી દો કે જેથી તેને લટકાવી શકાય યા ટાંગી શકાય.
એને લઈ ગામડાંઓમાં જાઓ અને દરેક ઘરદીઠ એક એક ખીલી મારી તેની ઉપર એ પૂંઠાને ટાંગી દો. આયુર્વેદ એ મનુષ્યની શ્રેષ્ઠ સેવા છે.
(૩) નેત્રનિદાન યશ, કુષ્ઠરોગ નિવારણ યશ વગેરે અભિયાનો અવારનવાર યોજવામાં આવતાં જ હોય છે. ત્યાં આપ પહોંચી પોતાની સેવાઓ આપો.
(૪) સેવાનિવૃત્ત થયેલ શિક્ષક પ્રાથમિક શાળામાં પોતાની સગવડતા અનુસાર આવતા જતા રહે. તેઓ બાળકોને મફત ભણાવે અને તેમનામાં સ્વચ્છતા, મીઠી વાણી, શાલીન વ્યવહાર વગેરે શ્રેષ્ઠ ગુણોનો વિકાસ થાય એવા પ્રયત્નો પણ કરે.
(૫) वृद्ध વ્યક્તિ લખી આપે કે મારું મૃત્યુ થયા પછી અમુક સરકારી હોસ્પિટલને મારા સ્વસ્થ અવયવો કાઢી લેવા મંજૂરી આપી રહ્યો છું. તેનો ઉપયોગ ગરીબ દર્દીઓ માટે કરવામાં આવે. એ અધિકારપત્ર કોઈ હોસ્પિટલને સોંપી દો.
(૬) સમૃદ્ધ વ્યક્તિ ૧૨ હજાર રૂપિયા આપી એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનાવે. આ રૂપિયા બેંકમાં લાંબી મુદત માટે જમા કરાવી દે. એના દ્વારા મળતા વ્યાજથી પ્રાથમિક શાળાના દરેક વર્ગમાં અભ્યાસ કરનાર ગરીબ છોકરીઓ માટે ફી, સ્ટેશનરી ખર્ચ, કપડાં વગેરેની વ્યવસ્થા કરે. ખર્ચ કરવામાં આવેલ રકમના પથી ૧૦ ટકા શાળાના આચાર્ય, વર્ગશિક્ષકોને વેતન આપવાની વ્યવસ્થા કરે ત્યારે જ ટ્રસ્ટ ચાલશે .
(૭) તન, મન, ધનથી સેવા કરો, વાણી અને વ્યવહારથી કરો, પ્રાર્થનાથી કરો. પ્રભુએ જેને જે કંઈપણ સામર્થ્ય આપ્યું છે એનાથી સેવા કરો, નમ્રતા, શ્રદ્ધા તથા ઉદારતાપૂર્વક સેવા કરો. નિઃસ્વાર્થ ભાવે માનવસેવા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. સેવા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે.
પ્રતિભાવો