આપણો યુગનિર્માણ સત્સંકલ્પ
May 29, 2022 Leave a comment
આપણો યુગનિર્માણ સત્સંકલ્પ
૧. આપણે ઈશ્વરને સર્વવ્યાપી તથા ન્યાયકારી માનીને એમના અનુશાસનને આપણા જીવનમાં ઉતારીશું.
૨. શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મસંયમ તથા નિયમિતતાથી આરોગ્યનું રક્ષણ કરીશું.
૩. મનને કુવિચારો તથા દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું.
૪. ઇન્દ્રિયસંયમ, અર્થસંયમ, સમયસંયમ અને વિચારસંયમનો સતત અભ્યાસ કરીશું. ૫. પોતાને સમાજનું એક અભિન્ન અંગ માનીશું અને બધાના હિતમાં આપણું હિત સમજીશું.
૬. મર્યાદાઓનું પાલન કરીશું, પાપકર્મોથી દૂર રહીશું, નાગરિક કર્તવ્યોનું પાલન કરીશું અને સમાજ પ્રત્યે વફાદાર રહીશું.
૭. સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરીને જીવનનું એક અભિન્ન અંગ માનીશું.
૮. ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જનતાનું વાતાવરણ બનાવીશું.
૯. અનીતિથી મળેલી સફળતા કરતાં નીતિ પર ચાલતાં મળેલી નિષ્ફળતાને માથે ચડાવીશું.
૧૦. માણસનું મૂલ્યાંકન તેની સફળતાઓ, યોગ્યતાઓ અને વિભૂતિઓથી નહિ, પરંતુ તેના સદ્વિચારો અને સત્કર્મો દ્વારા કરીશું.
૧૧. બીજાની સાથે એવો વ્યવહાર નહિ કરીએ, જે આપણને પોતાના માટે પસંદ ન હોય.
૧૨. આપણે નર-નારી પ્રત્યે પવિત્ર દૃષ્ટિ રાખીશું.
૧૩. સંસારમાં સત્પ્રવૃત્તિઓના ફેલાવા માટે આપણો સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક ભાગ નિયમિત રૂપથી વાપરતા રહીશું.
૧૪. પરંપરાની તુલનામાં વિવેકને મહત્ત્વ આપીશું.
૧૫. સજ્જનોને સંગઠિત કરવામાં, અનીતિનો સામનો કરવામાં અને નવસર્જનની પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ રસ લઈશું.
૧૬. રાષ્ટ્રીય એકતા અને સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું. જાતિ, લિંગ, ભાષા, પ્રાંત, સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર કોઈ ભેદભાવ નહિ રાખીએ.
૧૭. ‘‘માણસ પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે” આ વિશ્વાસના આધારે આપણી માન્યતા છે કે આપણે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાઓને શ્રેષ્ઠ બનાવીશું, તો યુગ અવશ્ય બદલાશે.
૧૮. ‘‘આપણે બદલાઈશું- યુગ બદલાશે’’, ‘‘આપણે સુધરીશું યુગ સુધરશે આ કથન પર આપણને સંપૂર્ણ વિશ્વાસ છે.
પ્રતિભાવો