સદ્ગુણોની સાચી સંપત્તિ, Sadguno Sachi Sampati, – શ્રીરામ શર્મા આચાર્ય
May 31, 2022 Leave a comment
સદ્ગુણોની સાચી સંપત્તિ પુસ્તક પરિચય :
આમ જોવા જઈએ તો ધન, દોલત, સોનું, ચાંદી, મકાન, માલ મિલ્કત, કારોબાર વગેરેને સંપત્તિ માનવામાં આવે છે અને જેમને સમૃધ્ધિની આકાંક્ષા છે તેઓ આ વસ્તુઓ એકઠી કરવા પ્રયત્નશીલ રહે છે. યોગ્ય-અયોગ્ય રીતે આ પ્રકારનો જે જેટલો સંગ્રહ કરી લે છે એ પોતાને એટલી માત્રામાં ધનવાન સમજે છે. અન્ય લોકોની પણ એવી જ માન્યતા હોય છે, પરંતુ આ બાબત ખરેખર સાચી નથી. જેના આધારે બાહ્ય દોલત ઉપાર્જિત કરવાનું અને એનો સદ્ઉપયોગ કરી શકવાનું સંભવ બને છે તે સદ્ગુણૢ જ સાચી સંપત્તિ છે.
સદ્ગુણોને સાચી સંપત્તિ એટલે કહી શકાય કે એના આધારે સર્વ પ્રકારની પ્રગતિ કરી શકવાનું શક્ય હોય છે. બીજાની સહાનુભૂતિ, શ્રધ્ધા તેમજ સદ્ભાવના કેવળ એમને જ મળે છે જે સદ્ગુણી છે. આ એક માન્ય તથ્ય છે કે જેના જેટલા સાચા સહયોગી અને સ્નેહી હોય છે એ એટલી જ વધુ ઉન્નતિ કરી શકે છે. માનવ સમાજમાં કોઈ વ્યક્તિ એકાકી પ્રગતિ કરી શક્તી નથી. એને માટે દરેક નાના-મોટા કામમાં બીજાની સહાયતા અપેક્ષિત હોય છે. એ કોને કેટલી માત્રામાં મળી શકે એ એના સદ્ગુણોને આધારે જ જાન્ની શકાય છે.
સ્વાસ્થ્ય, શિક્ષણ, કૌશલ વગેરેને આધારે સામાન્ય રીતે કંઇક માઈ શકાય છે, પરંતુ સાચું શિક્ષણ અને ચિરસ્થાયી સમૃદ્ધિ કેવળ સદ્ગુણોના આધારે જ સંભવિત બને છે. આવી જ સમૃધ્ધિથી મનુષ્યનું લૌકિક અને પારલૌકિક જીવન સુખી અને શાંતિમય બને છે. પ્રસ્તુત પ્રકાશનમાં સદ્ગુણ અપનાવવાની પ્રેરણા આપીને ખરા અર્થમાં વાચકને સમૃધ્ધ બનવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
પ્રતિભાવો