૧૫. બૌદ્ધ ધર્મની વૃદ્ધિ અને હાસ
June 3, 2022 Leave a comment
બૌદ્ધ ધર્મની વૃદ્ધિ અને હાસ
બૌદ્ધ ધર્મનો પ્રચાર સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ એટલી ઝડપથી વધ્યો કે તેને જોઈને મોટા ભાગના લોકોને આશ્ચર્ય થવા લાગ્યું. પણ એનું કારણ એ હતું કે તે વખતે પંડિતો અને પુરોહિતોએ પોતાના સ્વાર્થ માટે પ્રાચીન ધર્મને બહુ ગૂંચવાડાવાળો અને આડંબરવાળો બનાવી દીધો હતો. શાસ્ત્રોમાં તો એમ કહેવાયું છે કે ધર્મ હ્રદયની ચીજ છે અને માણસે સ્વાભાવિક રીતે જ તેનું અનુસરણ કરવું જોઈએ. પરંતુ તે વખતના ધર્મ-વ્યાવસાયિકોએ તેને એવું રૂપ આપી દીધું હતું કે કોઈ વ્યક્તિ પોતાના મનથી સ્વતંત્રતાપૂર્વક કોઈ ધાર્મિક કાર્ય કરી જ શકતી ન હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ પંડિત-પુરોહિતોએ પોતાને “ભગવાનના એજન્ટ’ બનાવી લીધા હતા અને તેઓ કહેતા હતા કે “અમે ધર્મ કૃત્ય કરાવીએ તે સિવાય કોઈ ભગવાનને મેળવી જનથી શકતું.”
આ રીતે તેઓ ભગવાન અને સામાન્ય વ્યક્તિ વચ્ચે બાધારૂપ બની બેઠાં હતા. તેમણે યજ્ઞ અને હવનને જ નહિ, પરંતુ પૂજા-પાઠ, ભજન, ઉપાસના, દાન, વ્રત, તીર્થ બધામાં કોઈને કોઈ એવી શરત મૂકી દીધી હતી કે માણસ કોઈ ધર્મ કાર્ય પોતે કરી શકવામાં મુશ્કેલી અનુભવતો હતો અને તેમાં પંડિત – પુરોહિતોની સહાયતા લેવાનું આવશ્યક હતું. તે લોકો વધુમાં વધુ લાભ ઉઠાવવા માટે લોકોને જાત જાતની વ્યર્થ ક્રિયાઓમાં ફસાવીને હેરાન કરતા હતા, આનાથી લોકોમાં ધર્મ પ્રત્યે વિરક્તિનો ભાવ ઉત્પન્ન થવા લાગી ગયો.
એ સત્ય છે કે વેદો અને ઉપનિષદોના ધર્મ સિદ્ધાંત બહુ ઊંચા હતા અને બૌદ્ધ ધર્મમાં તેનાથી ચડિયાતી જ્ઞાન – સંબંધી કોઈ વાત ન હતી, પણ તે વખતે વેદ અને ઉપનિષદોનો પ્રચાર ઘણું ખરું સમાપ્ત થઈ ગયો હતો. સામાન્ય મનુષ્ય તો શું સ્વયં પંડિત-પુરોહિત પણ તેનાથી અજાણ હતા. તેમણે એમાંની કેટલીક વાતોને પોતાને અનુકૂળ રૂપમાં બદલીને તેને જ “ધર્મનું નામ આપી દીધું હતું અને તેનાથી જ ધન કમાઈને આરામનું જીવન વિતાવવા લાગ્યા હતા. આ જ કારણસર જ્યારે બુદ્ધ પ્રાચીન જ્ઞાન-માર્ગની વાતોને સીધી અને સરળ રીતે કહેવાનું શરૂ કર્યું અને ધર્મના માર્ગને પ્રત્યેક વ્યક્તિ માટે સુલભ બનાવી દીધો તો લોકો એકાએક તેના તરફ આકર્ષાઈ ગયા. સાચું પૂછો તો તે સમયે સ્વાર્થીઓએ બહારથી “ધર્મ “ધર્મ પોકારતાં પોકારતાં અંદરને અંદર તેને એવો ખોખલો અને વિકારગ્રસ્ત બનાવી દીધો હતો કે સમાજનો આત્મા તમસથી ઢંકાયેલો અને પતિત થઈ ગયો હતો અને કોઈ આશ્રય માટે વ્યાકુળ થઈ ગયો હતો. બુદ્ધના શિક્ષણમાં તેમને પ્રકાશની રેખા દેખાઈ અને તે કોઈ પણ પ્રકારના ખાસ પ્રયત્ન વિના ચારે બાજુ ફેલાઈ ગઈ. એક નવો ધર્મ આપોઆપ શરૂ થયો.
બુદ્ધના ઉપદેશ એટલાં ઊંચા અને સાથોસાથ સરળ પણ હતા કે વિદ્વાન અને અશિક્ષિત બંનેને તેમાં પોતાને યોગ્ય તત્ત્વની વાતો મળી જતી હતી. એટલાં માટે જ્યાં શૂદ્ર, કારીગર, સ્ત્રીઓ તેમાં સામેલ થયાં, ત્યાં અનેક વિદ્વાન, પ્રતિભાશાળી તથા મોટી પદવીવાળા પણ તેમના અનુયાયી બની ગયા. આ બધાના સહયોગથી બૌદ્ધ ધર્મને શીઘ્રતાથી દૂર દૂર સુધી ફેલાવામાં બહુ મદદ મળી. આ રહસ્યનું સ્પષ્ટીકરણ કરતાં વિન્સેન્ટ સ્મિથ નામના પ્રસિદ્ધ અંગ્રેજ ઇતિહાસકારે એવો મત પ્રકટ કર્યો છે –
તે વખતે બ્રાહ્મણોની મોટાઈથી લોકો ઊબકી ગયા હતા. તેઓ કોઈને કોઈ રીતે તેનાથી છુટકારો ઇચ્છતા હતા. ક્ષત્રિય પણ હ્રદયમાં તેમનાથી બહુ અસંતુષ્ટ હતા. એટલાં માટે જ્યારે તેમણે પોતાના જ વર્ણના એક મહાપુરુષને ધર્મનો ઉપદેશ આપતા જોયા તો તેઓ જાણીબૂજીને તેની ચડતીની ચેષ્ટ કરવા લાગ્યા, એટલે બિંબિસાર, પ્રસેનજિત જેવા ક્ષત્રિય નરેશ તરત જ બુદ્ધના સમર્થક બની ગયા.” ક્ષત્રિયોનું કર્મકાંડી બ્રાહ્મણોથી અસંતુષ્ટ થવાનું એક કારણ એ પણ હતું કે તેઓ રાજાઓમાં યજ્ઞની પ્રતિયોગિતા ઉત્પન્ન કરીને તેમની સંપત્તિને પોતે હડપ કરી જતા હતા. તેનાથી રાજાઓને આર્થિક મુશ્કેલી વેઠવી પડતી હતી. જ્યારે તેઓ આ તથ્ય સમજી ગયા તો બ્રાહ્મણોના વિરોધી બની ગયા.
પ્રતિભાવો