૯. સ્વાર્થ ત્યાગ જ સાધુનું લક્ષણ છે
June 3, 2022 Leave a comment
રાત્રિના પાછલા પહોરે બુદ્ધ ઊઠીને ખાંસી ખાધી. સારિપુત્રએ પણ ખાંસી ખાધી.
બુદ્ધ – “ત્યાં કોણ છે?”
“ભગવન્! હું સારિપુત્ર!”
“સારિપુત્ર! તું અહીં કેમ બેઠો છે?”
સારિપુત્રએ બધી વાત કરી. ભગવાને ભિક્ષુ સંઘને સંબોધિત કરીને કહ્યું, “ભિક્ષુઓ! શું છ વર્ગીય ભિક્ષુ ખરેખર આગળ આગળ જઈને વિહાર અને શય્યાઓ અંકે કરી લે છે?”
“એ સાચું છે, ભગવન્!”
બુદ્ધ તેમને ધિક્કારતાં કહ્યું, “કેવાં છે આ નાલાયક ભિક્ષુ, જે આગળ જઈને વિહાર અને શય્યા કબજે કરી લે છે! ભિક્ષુઓ ! તમને ખબર છે કે પ્રથમ આસન, પ્રથમ જળ, પ્રથમ ભોજન કોને મળવું જોઈએ?”
કોઈએ કહ્યું, “ભગવન્! જે અત્રિય-કુળથી પ્રવ્રજિત થયો હોય તેને.”
કોઈએ કહ્યું, “ભગવન્! જે બ્રાહ્મણ-કુળથી પ્રવ્રજિત થયો હોય તેને.”
કોઈએ કહ્યું, “ભગવન્! જે ગૃહપતિ (વૈશ્ય) કુળથી પ્રવૃતિ થયો હોય તેને.”
આ રીતે કોઈએ સૂત્રપાઠ કરનારનાં, કોઈએ વિનય ધરનાં તો કોઈએ ધર્મ વ્યાખ્યાતા વગેરેનાં નામ બતાવ્યાં.
બુદ્ધ ધાર્મિક કથા સંભળાવીને ભિક્ષુઓને સમજાવ્યા – “ભિક્ષુઓ! જાતિઓ કે કુળના આધારે કોઈને સન્માન આપી શકાતું નથી. એટલાં માટે જે પહેલાં પ્રવ્રજિત થયો હતો, તે જ મોટો છે પછી ભલે તે ગમે તે જાતિનો હોય. આ નિયમ અનુસાર આદર-સત્કાર, પ્રથમ આસન, પ્રથમ જળ, પ્રથમ ભોજન વગેરે અપાવું જોઈએ.”
સાર્વજનિક સંસ્થાઓ અને સંગઠનોમાં અનૈક્ય, ફૂટ, અસહયોગ વગેરેનું કારણ આ નાના-મોટાની ભાવના જ હોય છે. વાસ્તવમાં મોટો તો એ જ છે, જે આવી સામાન્ય વાતો માટે ક્યારેય મનોમાલિન્યનો ભાવ આવવા દેતો નથી અને પરિસ્થિતિ અનુસાર જે કાંઈ પ્રાપ્ત થઈ જાય છે, તેમાં જ સંતુષ્ટ રહે છે. તેમ છતાં જો ક્યારેય આ બાબતમાં નિર્ણયનો પ્રશ્ન ઊભો થઈ જાય તો તેના માટે બુદ્ધનું માર્ગદર્શન ઘણાખરામાં ઉપયોગી છે.
સ્વાર્થ ત્યાગ જ સાધુનું લક્ષણ છે
સારિપુત્રના સદ્ગુણોનું એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. બુદ્ધના સંઘમાં કેટલાક ભિક્ષુ ‘છ વર્ગીય’ કહેવાતા હતા, જે “સંસાર ત્યાગી’ બની જવા છતાં પણ પોતાના આરામનું ધ્યાન બીજા કરતાં વધારે રાખતા હતા. પ્રત્યેક પડાવ પર તેઓ સૌથી પહેલાં પહોંચીને નિવાસ, સ્થાન અને શય્યા પર કબજો કરી લેતા હતા કે – “આ અમારા ઉપાધ્યાય માટે છે, આ અમારા આચાર્ય માટે છે, આ અમારા માટે છે.”
એક દિવસ તેમણે વિહારમાં બધાં રહેવાનાં સ્થાનો પર કબજો જમાવી દીધો, જેના લીધે સારિપુત્ર શય્યા ન મળવાથી આખી રાત બહાર જ કોઈક વૃક્ષ નીચે બેસી રહ્યા.
પ્રતિભાવો