અમે ઈશ્વરને સર્વવ્યાપી, ન્યાયકારી માની એના અનુશાસનને જીવનમાં ઉતારીશું

અમે ઈશ્વરને સર્વવ્યાપી, ન્યાયકારી માની એના અનુશાસનને જીવનમાં ઉતારીશું

જીવન પરમેશ્વરનો અંશ કહેવામાં આવ્યો છે. જેવી રીતે જળપ્રપાતમાંથી પાણીના અનેક નાનાં-નાનાં ઝરણાં ઉત્પન્ન થઈ વિલય થાય છે, તેવી જ રીતે વિભિન્ન જીવધારી પરમાત્માથી ઉત્પન્ન થઈ એમાં જ લય થતા રહે છે. આસ્તિકતા એ શુદ્ધ દૃષ્ટિ છે જેના આધાર પર મનુષ્ય પોતાના જીવનની રીતિ-નીતિનો ક્રમ ઠીક બનાવવામાં સમર્થ થાય છે. આપણે ઈશ્વરના પુત્ર છીએ, મહાન મહત્તા, શક્તિ અને સામર્થ્યના પૂંજ છીએ. પોતાના પિતાના ઉત્તરાધિકારમાં આપણને એ પ્રતિભા ઉપલબ્ધ છે, જેથી આપણાથી સંબંધિત જગતનું, સમાજ અને પરિવારનું સુવ્યવસ્થિત સંચાલન કરી શકાય. ઈશ્વરની વિશેષ પ્રસન્નતા, અનુકંપા તેમજ સહાયતા પ્રાપ્ત કરવા માટે આપણે પરમેશ્વરના આજ્ઞાનુવર્તી ધર્મપરાયણ હોવું જોઈએ. દરેક પ્રાણીમાં ભગવાન વ્યાપ્ત છે, તેથી આપણે દરેક સાથે સજ્જનતાનો સદ્યવહાર કરવો જોઈએ. સંસારના પદાર્થોનું નિર્માણ બધા માટે છે. તેથી અનાવશ્ય ઉપયોગ કરવો ન જોઈએ. પાપથી બચો, કેમ કે પાપ કરવું પોતાના ઈશ્વર સાથે જ દુર્વ્યવહાર કરવા જેવું છે. કર્મનું ફળ ઈશ્વરીય વિધાનનું અવિચ્છિન્ન અંગ છે. તેથી સત્કર્મ કરો અને સુખી રહો, દુષ્કર્મોથી બચો જેથી દુ:ખો સહન ન કરવાં પડે. આ ભાવનાઓ અને માન્યતાઓ જેના મનમાં જેટલા ઊંડાણથી જામેલી હશે, જે આ માન્યતાઓને અનુરૂપ તેની રીતિ-નીતિ બનાવતો હશે, એ તેટલા પ્રમાણમાં આસ્તિક કહેવાશે.

મનુષ્યને અનંત પ્રતિભા પ્રદાન કરવા ઉપરાંત પરમાત્માએ એની બુદ્ધિમત્તા પરખવા માટેનું એક વિધાન બનાવ્યું છે. ઉપલબ્ધ પ્રતિભાનો સદુપયોગ એ કરી શકે છે કે નહીં, એ જ એની પરીક્ષા છે.

જે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે, એને એ ઉપહાર મળે છે, જેને જીવનમુક્તિ, પરમપદ, અનંત ઐશ્વર્ય, સિદ્ધાવસ્થા, ઋષિત્વ તથા દૈવત્વ વગેરે નામોથી ઓળખવામાં આવે છે, જે અસફળ થાય છે, એને અનુત્તીર્ણ વિદ્યાર્થીની જેમ એક વર્ષ વધુ અભ્યાસ કરવા માટે ચોર્યાસી લાખ યોનિઓનું એક ચક્કર પૂરું કરવા માટે રોકી લેવામાં આવે છે. આ બુદ્ધિમત્તાની પરીક્ષા એ રીતે થાય છે કે ચારે તરફ પાપ, પ્રલોભન, સ્વાર્થ, લોભ, અહંકાર અને વાસના, તૃષ્ણાના શસ્ત્રોથી સજ્જ શેતાન ઊભો રહે છે બીજી તરફ ધર્મ, કર્તવ્ય, સ્નેહ, સંયમના મધુર હાસ્ય સાથે હસતો ભગવાન. આ બેમાંથી જીવ કોને અપનાવે છે, એ જ એની બુદ્ધિની પરીક્ષા છે, આ પરીક્ષા જ ઈશ્વરીય લીલા છે. આ જ પ્રયોજન માટે સંસારની આવી વિલક્ષણ દુવિધાપૂર્ણ સ્થિતિ બનેલી છે. આપણામાંથી અનેક દુર્બળ વ્યક્તિ શેતાનના પ્રલોભનમાં ફસાય છે અને ગળું કપાવે છે. વિવેક કુંઠિત થઈ જાય છે. ભગવાન ઓળખી શકાતો નથી, સન્માર્ગ પર ચાલવાનું શક્ય બનતું નથી અને આપણે ચોકડી ભૂલી માનવજીવનમાં ઉપલબ્ધ થઈ શકતા સ્વર્ણિમ સૌભાગ્યથી વંચિત રહી જઈએ છીએ. ઈશ્વર પર અતૂટ વિશ્વાસ અને એની અવિચ્છિન્ન સમીપતાનો અનુભવ, આ સ્થિતિને જ આસ્તિક્તા કહે છે. એ સ્થિતિને બનાવી રાખવા માટે જે સાધન અપનાવવાનું છે, એનું નામ ‘ઉપાસના’ છે.

પરમેશ્વર સર્વત્ર વ્યાપ્ત છે, કોઈ ગુપ્ત પ્રકટ સ્થાન એની ઉપસ્થિતિરહિત નથી, એ સર્વાંતર્યામી ઘટ-ઘટને જાણે છે. સત્કર્મ જ એને પ્રિય છે. ધર્મમાર્ગ પર ચાલનારને એ પ્રેમ કરે છે. આટલી માન્યતા તો ઈશ્વરભક્તમાં વિકસિત થવી જ જોઈએ. આ પ્રકારની નિષ્ઠા જેમાં હશે એ શરીરથી દુષ્કર્મ કરશે નહીં કે મનમાં દુર્ભાવોને સ્થાન આપશે નહીં. આ જ રીતે જેને ઈશ્વરના સર્વવ્યાપક અને ન્યાયકારી હોવાનો વિશ્વાસ છે, એ કુમાર્ગ પર કેવી રીતે ચાલશે ?

આસ્તિક કુકર્મી ન હોઈ શકે. જે કુકર્મી છે એની આસ્તિક્તાને એક વિડંબના કે પ્રપંચના જ કહેવી જોઈએ. ઈશ્વરનો દંડ અને ઉપહાર બંને અસાધારણ છે તેથી જ આસ્તિક એ વાતનું સદા ધ્યાન રાખશે કે દંડથી બચવામાં આવે અને ઉપહાર પ્રાપ્ત કરે. આ પ્રયોજન છૂટક પૂજા-અર્ચના, જપ ધ્યાનથી પૂર્ણ થઈ શકતુ નથી. ભાવનાઓ અને ક્રિયાઓને ઉત્કૃષ્ટતાના સાંચામાં ઢાળવાથી જ આ પ્રયોજન પૂરું થાય છે.

ન્યાયનિષ્ઠ જજની જેમ ઈશ્વર કોઈની સાથે પક્ષપાત કરતા નથી. સ્તવન અર્ચન કરી એને એના નિયમ વિધાનથી વિચલિત કરી શકાતું નથી. પોતાનું પૂજન સ્મરણ કે ગુણગાન કરનાર સાથે જો એ પક્ષપાત કરવા લાગે, તો એની ન્યાય-વ્યવસ્થાનું કોઈ મૂલ્ય રહેશે નહીં. તો પછી સૃષ્ટિની આખી વ્યવસ્થા જ અસ્તવ્યસ્ત થઈ જશે. બધાને અનુશાસનમાં રાખનાર પરમેશ્વર પોતે પણ નિયમ વ્યવસ્થામાં બંધાયેલો છે. જો કોઈ ઉદંડતા તથા અવ્યવસ્થા ઊભી કરશે તો પછી એની સૃષ્ટિમાં પૂર્ણપણે અંધેર ખાતું ફેલાઈ જશે. પછી કોઈ એને ન્યાયકારી કે સમદર્શી કહેશે નહીં. એને ખુશામદી કે રુશ્વતખોરના નામથી બોલાવવામાં આવશે, જે ખુશામતથી સ્તુતિ કરી દે એનાથી પ્રસન્ન, જે પુરુષ-નૈવેદ્ય અર્પણ કરે એનાથી પ્રસન્ન.

ભગવાનને આપણે સર્વવ્યાપક તથા ન્યાયકારી સમજીને ગુપ્ત કે પ્રગટ રૂપથી અનીતિ અપનાવવાનું સાહસ ક્યારેય, કોઈપણ સ્થળે કરવું ન જોઈએ. ઈશ્વરના દંડથી ડરો. એનું ભક્તવત્સલ જ નહીં ભયાનક રૌદ્ર રૂપ પણ છે. એનું રૌદ્ર રૂપ ઈશ્વરીય દંડથી દંડિત અસંખ્ય રુ, અશક્ત, મૂક, બધિર, અંધ, અપંગ, જેલ તથા હોસ્પિટલમાં પડેલા કષ્ટથી કણસતા લોકોની દયનીય દશાને જેવાથી સહજ રીતે સમજી શકાય છે. આ સ્વરૂપ ભુલાવી દેવું ન જોઈએ. કેવળ વાંસળી

વગાડનાર અને રાસ રચાવનાર ઈશ્વરનું જ ધ્યાન ન રાખો, એનું ત્રિશૂળધારી પણ એક રૂપ છે, જે અસુરતામાં નિમગ્ન દુરાત્માઓનું નૃશંસ દમન, મર્દન પણ કરે છે. ન્યાયનિષ્ઠ જજને જે રીતે પોતાના સગાંસંબંધીઓ, પ્રશંસક મિત્રોને પણ કઠોર દંડ આપવો પડે છે, ફાંસી તથા કોરડા મારવાની સજા આપવા માટે વિવશ થવું પડે છે, તેવી જ રીતે ઈશ્વરને પણ પોતાના ભક્ત-અભક્ત, પ્રશંસક નિંદકનો ભેદ કર્યા વિના એના શુભ-અશુભ કર્મોનો દંડ પુરસ્કાર આપવાનો હોય છે.

ઈશ્વર અમારી સાથે પક્ષપાત કરશે. સત્કર્મ ન કરવા છતાં પણ વિવિધ-વિધિ સફળતાઓ આપશે કે દુષ્કર્મો કરતા રહેવા છતાં પણ દંડથી બચવાની વ્યવસ્થા કરી આપશે. એવું વિચારવું નિતાંત ભૂલ છે. ઉપાસનાનો ઉદ્દેશ્ય આ રીતે ઈશ્વર પાસેથી અનુચિત પક્ષપાત કરાવવાનો નહીં હોવો જોઈએ, તેને બદલે એવું હોવું જોઈએ કે એ અમને પોતાની પ્રસન્નતાના પ્રમાણ સ્વરૂપે સદ્ભાવનાઓથી ઓતપ્રોત રહેવા માટે સત્પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહેવાની પ્રેરણા, ક્ષમતા તથા હિંમત આપે, ભય અને પ્રલોભનના પ્રસંગો આવવા છતાં પણ સત્યથથી વિચલિત ન થવાની દૃઢતા આપે, આ જ ઈશ્વરની કૃપાનું સર્વશ્રેષ્ઠ ચિહન છે. પાપોથી ડર અને પુણ્યથી પ્રેમ આ જ તો ભગવદ્ભક્તના પ્રધાન ચિહનો છે. કોઈ વ્યક્તિ આસ્તિક છે કે નાસ્તિક, એની ઓળખ કોઈના તિલક, જનોઈ, કંઠી, માળા, પૂજા પાઠ, સ્નાન, દર્શન વગેરેને આધાર પર નહીં, પરંતુ ભાવનાત્મક તથા ક્રિયાત્મક ગતિવિધિઓને જોઈને જ કરી શકાય છે.

આસ્તિકની માન્યતા પ્રાણીમાત્રમાં ઈશ્વરની ઉપસ્થિતિ જુએ છે. તેથી જ એને દરેક પ્રાણી સાથે ઉદારતા, આત્મીયતા તથા સેવા સહાયતાભર્યો મધુર વ્યવહાર કરવો પડે છે. ભક્તનો અર્થ છે – પ્રેમ. જે પ્રેમી છે એ ભક્ત છે. ભક્તિ-ભાવનાનો ઉદય જેના અંતઃકરણમાં થશે, એના વ્યવહારમાં પ્રેમની અજર્સ નિર્ઝરણી વહેવા લાગશે એ પોતાના પ્રિયતમને  સર્વવ્યાપક જોશે અને બધાથી અત્યંત સૌમ્યતાપૂર્ણ વ્યવહાર કરી તાની ભક્તિભાવનાનો પરિચય આપશે. ઈશ્વરદર્શનનું આ જ રૂપ દરેક ચર-અચરમાં છુપાયેલા પરમાત્માને જે પોતાની જ્ઞાનદષ્ટિથી ઈ શક્યો અને તે અનુસાર પોતાના કર્તવ્યોનું નિર્ધારણ કરી શક્યો, ને ઈશ્વરદર્શનનો લાભ મળ્યો એવું માનવું જોઈએ.

પોતાનામાં પરમેશ્વરને અને પરમેશ્વરમાં પોતાને જોવાની દિવ્ય જે જેને પ્રાપ્ત થઈ ગઈ એણે પૂર્ણતાનું જીવનલક્ષ્ય પ્રાપ્ત કરી લીધું મ સમજવું જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: