મનને કુવિચારો તથા દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું

મનને કુવિચારો તથા દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું

શરીરની જેમ મનના સંબંધમાં પણ લોકો મોટેભાગે ભૂલ કરે છે. શરીરની સજધજને મહત્ત્વ આપી લોકો એને સ્વસ્થ, નીરોગી અને સશક્ત બનાવવાની વાત ભૂલી જાય છે. મનના સંબંધમાં પણ આવું જ થાય છે. લોકો મનને મહત્ત્વ આપી મનમાન્યું કરવામાં લાગી જાય છે. મનોબળ વધારવાની અને મનને સ્વચ્છ તથા સુસંસ્કૃત બનાવવાની વાત પર ધ્યાન આપવામાં આવતું નથી. આ ભૂલને કારણે જીવનમાં ડગલે ને પગલે મુશ્કેલીઓમાં ફસાવું પડે છે. તંદુરસ્તીની સાથે મનની દુરસ્તીનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. સ્વસ્થ શરીરમાં મન વિકૃત હોય તો ઉદંડતા, અહંકાર પ્રદર્શન, પરપીડા જેવાં નિકૃષ્ટ કાર્યો થવા લાગે છે. ગુંડાઓ, બદમાશોથી લઈ રાક્ષસો સુધીના પતનની પાછળ આ એક જ તથ્ય કાર્ય કરે છે, અપરાધ જગતમાં જે કંઈ બની રહ્યું છે, તેને અસ્વસ્થ મનનો ઉપદ્રવ કહી શકાય છે. મન જો સારી દિશામાં વળી જાય, આત્મસુધાર, આત્મનિર્માણ અને આત્મવિકાસમાં રુચિ લેવા લાગે તો જીવનમાં એક ચમત્કાર જ થઈ શકે છે.

શરીર પ્રત્યે કર્તવ્યપાલન કરવાની જેમ મન પ્રત્યે પણ આપણે પોતાની જવાબદારીઓને પૂર્ણ કરવી જોઈએ. કુવિચારો અને દુર્ભાવનાઓથી મન ગંદું, મલિન અને પતિત થાય છે, તેની બધી વિશેષતાઓ અને શ્રેષ્ઠતાઓ ખોઈ બેસે છે, આ સ્થિતિથી સતર્ક રહેવાની અને બચવાની જરૂરિયાતને સમજવી આપણું પવિત્ર કર્તવ્ય છે. જેવી રીતે શરીરને ભોજનની આવશ્યકતા છે તેવી જ રીતે મનને સાચી દિશા આપતા રહેવા માટે સ્વાધ્યાયની આવશ્યકતા છે. આત્મનિર્માણ કરનાર, જીવનની સમસ્યાઓને સાચી રીતે ઉકેલતા ઉત્કૃષ્ટ વિચારધારા ધરાવતા પુસ્તકો પૂરાં ધ્યાન, મનન અને ચિંતન સાથે વાંચતા રહેવું જ સ્વાધ્યાય છે. ો ઉત્કૃષ્ટ વિચારો ધરાવતા, જીવનવિદ્યાના જ્ઞાતા કોઈ સુશીલ, સજ્જન ઉપલબ્ધ હોય તો એમનો સત્સંગ પણ ઉપયોગી સિદ્ધ થઈ શકે છે.

માનવજીવનની મહાનતાને આપણે સમજવી જોઈએ, આ સુવર્ણ અવસરના સદુપયોગની વાત વિચારી, પોતાની મુશ્કેલીઓમાંથી મોટા ભાગની જવાબદારી પોતાની સમજી એમને ઉકેલવા માટે પોતાના ગુણ, કર્મ અને સ્વભાવમાં આવશ્યક ફેરફાર કરવા માટે સર્વદા કટિબદ્ધ રહેવું જોઈએ. આ પ્રકારની ઉપલબ્ધિ આત્મનિર્માણની પ્રેરણા આપતા સત્સાહિત્યથી, પ્રબુદ્ધ મગજ ધરાવતા સત્પુરુષોની સંગતિથી આત્મનિરીક્ષણ અને આત્મચિંતન કોઈપણ વ્યક્તિને સહજતાથી પ્રાપ્ત થઈ શકે છે.

મનનો સ્વભાવ બાળક જેવો હોય છે, ઉમંગમાં આવીને એ કંઈને કંઈ બોલવાનો પ્રયત્ન કરે છે. જો સાચી દિશા આપવામાં ન આવે તો એની ક્રિયાશીલતા તોડફોડ તથા ગાળોના રૂપમાં પણ સામે આવી શકે છે. બાળકને તેની ક્રિયાશીલતા મુજબ કાર્ય મળતું રહે તો એ પોતે પણ આનંદિત રહે છે ને બીજાઓને પણ સુખ આપે છે. મન માટે તેની લ્પનાશક્તિ અનુસાર સદ્વિચારો અને સદ્ભાવોનું ક્ષેત્ર ખોલી આપવામાં આવે તો એ સંતુષ્ટ પણ રહે છે તથા હિતકારી પણ સિદ્ધ થાય છે. સ્નેહ, કૃતજ્ઞતા, સૌહાર્દ, સહયોગ, કરુણા, ઉદારતા જેવા ભાવોને વિકસિત કરતા રહેવામાં આવે, નીતિ-નિષ્ઠા, સક્રિયતા, શ્રમ, ઈમાનદારી, સેવા, સહાયતા વગેરેના વિચારોને વારંવાર વાગોળતા રહેવામાં આવે, તો મનમાં કુવિચારો અને દુર્ભાવનાઓને સ્થાન મળશે જ નહીં.

પરિસ્થિતિ અને વાતાવરણના પ્રભાવથી ઘણી વાર મન પર તેની અસર થવા લાગે છે. એ સ્થિતિમાં કુવિચારોથી વિપરીત, સશક્ત સદ્વિચારોથી એમને કાપવા જોઈએ. સ્વાર્થપરતા, દગાબાજી, કામચોરી જેવા વિચાર આવે તો શ્રમશીલતા અને પ્રમાણિકતાથી લોકોની અદ્ભુત પ્રગતિના તથ્યપૂર્ણ ચિંતનથી એમને હટાવી શકાય છે. જો કોઈના વિપરીત આચરણથી ક્રોધ આવે કે દ્વેષ પેદા થાય તો તેની લાચારી સમજીને તેના પ્રત્યે કરુણા, આત્મીયતા રાખી એને ધોઈ શકાય છે. આ વિદ્યા સત્સાહિત્યનો સ્વાધ્યાય, સત્પુરુષોની સંગત અને ઈમાનદારીથી કરવામાં આવેલ આત્મચિંતન દ્વારા જ મેળવી શકાય છે.

લોઢાથી લોઢું કપાય છે. ગરમ લોઢાને ઠંડી લોઢાની છત્રી (છીણી) કાપે છે. શરીરમાં પેસી ગયેલ કાંટાને કાઢવા માટે કાંટાનો જ ઉપયોગ કરવામાં આવે છે. ઝેરનું મારણ ઝેર છે. હથિયારથી હથિયારનો સામનો કરવામાં આવે છે. કોઈ ગ્લાસમાં ભરેલી હવાને બહાર કાઢવી હોય તો એમાં પાણી ભરી દેવું જોઈએ. પાણીનો પ્રવેશ થતાં જ હવા આપોઆપ નીકળી જશે. બિલાડી પાળવાથી ઘરમાં ઉંદરો ક્યાં રહી શકે છે ?

કુવિચારોને ભગાડવાનો એક જ ઉપાય છે કે એમના સ્થાને સદ્વિચારોની સ્થાપના કરવામાં આવે. મનમાં જ્યારે સદ્વિચારો ભરાયેલા રહેશે ત્યારે એ ખીચોખીચ ભરેલી ધર્મશાળાને જોઈને જ પાછા વળતાં મુસાફરની જેમ કુવિચાર પણ કોઈ બીજો રસ્તો શોધી લેશે. સ્વાધ્યાય અને સત્સંગમાં જેટલો વધુ સમય વીતે છે, એટલી જ કુવિચારોથી સુરક્ષા મળી જાય છે. શરીરની પુષ્ટતા અને સુરક્ષા માટે જેમ રોટલી અને પાણીની આવશ્યકતા છે, તેવી જ રીતે આત્મિક સ્થિરતા અને પ્રગતિ માટે સદ્વિચારો, સદ્ભાવોની પુષ્કળ માત્રા આપણને ઉપલબ્ધ થવી જ જોઈએ. આ આવશ્યકતાની પૂર્તિ સ્વાધ્યાય અને સત્સંગથી, મનન અને ચિંતનથી પૂર્ણ થાય છે. યુગ નિર્માણ માટે, આત્મનિર્માણ માટે આ મુખ્ય સાધન છે. મનની શુદ્ધિ માટે આને જ રામબાણ ઔષધ માનવામાં આવ્યું છે.

વ્યક્તિના મન, મગજમાં આ જન્મની જ નહીં જન્મ-જન્માંતરની વિકૃતિઓ ભરેલી હોય છે. ન જાણે કેટલાય કુવિચાર, ખરાબ વૃત્તિઓ અને મૂઢ-માન્યતાઓ આપણાં મન, મગજને ધેરાયેલી રહે છે. જ્ઞાન પ્રાપ્ત કરવા કે વિવેક જાગૃત કરવા માટે આપણા વિચારો તથા સંસ્કારોને પરિષ્કૃત કરવા આવશ્યક છે. વિચાર અને સંસ્કાર પરિષ્કારના અભાવમાં જ્ઞાન માટે કરવામાં આવેલી સાધના નિષ્ફળ થઈ જશે, મનુષ્યના પોતાના વિચારો જ ઉન્નતિ અને પ્રગતિની આધારશિલા છે. વિચારોને અનુરૂપ જ એનું જીવન બને છે તથા બગડે છે. વિચાર એક સાંચાની જેમ છે જે મનુષ્ય જીવનને પોતાને અનુરૂપ ઢાળી લેતા હોય છે. મનુષ્યનું જે કંઈ સ્વરૂપ સામે દેખાય છે તે એના વિચારોનું પ્રતિબિંબ હોય છે. પોતાના આંતરિક તથા બાહ્ય જીવનને તેજસ્વી પ્રખર તથા પુરોગામી બનાવવા માટે આપણી વિચાર શક્તિને શુદ્ધ વિકસિત કરવી પડશે. આ કાર્ય ઉચ્ચ વિચારોના સંપર્કમાં આવવાથી જ પૂરું થઈ શકે છે.

ઊર્ધ્વગામી વિચારધારા સ્વાધ્યાય અને સત્સંગના માધ્યમથી જ પ્રાપ્ત કરી શકાય છે. આત્મિક વિકાસ તથા આત્મિક શિક્ષણ માટે સ્વાધ્યાય તથા સત્સંગ બે જ માર્ગો છે. આજની પરિસ્થિતઓમાં સ્વાધ્યાય જ સૌથી સરળ માર્ગ છે. એના દ્વારા જ દૂરના, સ્વર્ગવાસી કે દુર્લભ મહાપુરુષોનો સત્સંગ કોઈપણ સ્થળે, કોઈપણ સમયે, ગમે તેટલો વખત પોતાની સુવિધાનુસાર પ્રાપ્ત કરી શકાય છે. ઉચ્ચ કોટિના વિચારોની પૂંજી વધુમાં વધુ માત્રામાં ભેગી કર્યા વિના આપણે અંતઃકરણને શુદ્ધ કરી શકતા નથી કે ઉચ્ચ માર્ગ પર અગ્રેસર થવા માટે પ્રેરણા પ્રાપ્ત કરી શકતા નથી. તેથી સ્વાધ્યાયને સાધનાનું એક અંગ સમજીને પોતાનાં નિત્ય કર્મોમાં સ્થાન આપવું આવશ્યક છે. મન-મગજમાંથી અવાંછનીયતાઓને હાંકી કાઢવા માટેનું કાર્ય નિત્ય સ્વાધ્યાય અને સત્સંગ દ્વારા થતું રહેવું જોઈએ.

ભણેલી વ્યક્તિ તો સ્વાધ્યાય કરી જ શકે છે. અભણ તથા જેમનું મન સ્વાધ્યાયમાં ચોંટતું નથી એવા લોકો માટે સત્સંગ જ એક ઉપાય છે. વિચારણા પલટાતાં જ જીવનદિશા પણ પલટાઈ જાય છે. સ્વાધ્યાય તથા સત્સંગ વિચારોને સંસ્થાપિત કરે છે, પરંતુ આજે સત્સંગની સમસ્યા વિકટ બની ગઈ છે. તેથી જેઓ મહાન આત્માઓના સત્સંગનો લાભ લેવા ઈચ્છે છે તેમણે એમના દ્વારા લખવામાં આવેલ વિચારોનો સ્વાધ્યાય તો કરી જ શકાય છે. આ માટે એવા ચુનંદા પુસ્તકો હોવાં જોઈએ જે જીવનની વિવિધ સમસ્યાઓને આધ્યાત્મિક દૃષ્ટિથી ઉકેલવામાં વ્યાવહારિક માર્ગદર્શન કરી શકે અને આપણી સર્વાંગીણ પ્રગતિને યોગ્ય પ્રેરણા આપી અગ્રગામી બનાવી શકે.

સ્વાધ્યાય, સત્સંગ, ચિંતન અને મનન આ ચારેય આધારો પર માનસિક દુર્બળતાને હટાવવી અને આત્મબળ વધારવું અવલંબિત છે. સ્વાધ્યાયના અભાવમાં મનની જડતા, સંકીર્ણતા,ગંદકી, મૂઢતા જતી નથી કે વિષયાસક્તિથી છુટકારો મળતો નથી. સ્વાધ્યાય માટે સમય કાઢવો જ પડશે. આ કાર્ય માટે એક નાનકડું આધ્યાત્મિક પુસ્તકાલય પોતપોતાનાં ઘરોમાં ભણેલા લોકો બનાવી શકે છે. પુસ્તકો તો માંગીને પણ વાંચી શકાય છે. જ્ઞાન મેળવવું અને આપવું બન્ને પુણ્ય કાર્યો સમજીને કરી શકાય છે. પોતાના પરિવારમાં સાપ્તાહિક સત્સંગ કરી શકાય છે. એ માટે અખંડ જ્યોતિ, યુગ નિર્માણ યોજના, યુગ શક્તિ ગાયત્રી અથવા પ્રજ્ઞા પુરાણના પ્રેરણાપ્રદ અંશો વાંચીને સંભળાવી શકાય છે. સાપ્તાહિક ગોષ્ઠિ અને સત્સંગ વિચારધારાને પરિષ્કૃત કરવા માટે મહત્ત્વપૂર્ણ સમજવાં જોઈએ.

સગ્રંથ જીવતા જાગતા દેવતા હોય છે. એમનો સ્વાધ્યાય કરવો તે એમની ઉપાસના કરવા સમાન જ છે. ભોજન પહેલાં સાધના અને સૂતાં પહેલાં સ્વાધ્યાયનો ક્રમ સુનિશ્ચિત રૂપથી ચાલવો જોઈએ. સત્કર્મોને પ્રેરણા આપનાર બે જ અવલંબન છે – સદ્વિચાર અને સદ્ભાવ. સદ્વિચાર સ્વાધ્યાયથી અને સદ્ભાવ ઉપાસનાથી વિકસિત અને પરિપુષ્ટ બને છે. આ આત્મિક અન્ન-જળ આપણા આત્માને નિત્ય નિયમિત રૂપથી મળતા રહેવાં જોઈએ. આને આત્મા અને પરમાત્માની, જીવન ને આદર્શના મિલન સમન્વયની પોષણ સાધના કહી શકાય છે. ધ્યાય વિના વિચાર-શુદ્ધિ નહીં, વિચાર-શુદ્ધિ વિના વિવેક નહીં, વેક વિના જ્ઞાન નહીં, જ્યાં જ્ઞાન નથી ત્યાં અંધકારનું હોવું સ્વાભાવિક અને અજ્ઞાની કેવળ આ જન્મમાં જ નહીં પરંતુ જન્મ-જન્માંતરો સુધી યાં સુધી જ્ઞાનનો આલોક મેળવી લેતો નથી, ત્યાં સુધી ત્રિવિધ તાપોની તના સહન કરતો જ રહેશે. આત્મવાન વ્યક્તિ સ્વાધ્યાયના સરળ ગાયથી જ ભૌતિક જ્ઞાનની યાતનાથી મુક્ત થઈ શકે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: