ઈંદ્રિયસંયમ, અર્થસંયમ, સમયસંયમ અને વિચારસંયમનો સતત અભ્યાસ કરીશું
June 9, 2022 Leave a comment
ઈંદ્રિયસંયમ, અર્થસંયમ, સમયસંયમ અને વિચારસંયમનો સતત અભ્યાસ કરીશું
જૂની કુસંસ્કારી ટેવોને ત્યાગવા માટે નવા ઉત્સાહથી સાહસપૂર્વક સત્પ્રયોજનોને દૈનિક કાર્યોમાં સામેલ કરવાં પડે છે અને વારંવાર માથું ઊંચકતી પશુ પ્રવૃત્તિઓને ડામવા માટે ઉગ્ર વલણ અપનાવવું પડે છે. આ રીતે પોતાની સાથે ઝઝૂમવાને જ સંયમ સમજવો જોઈએ. પોતાની સાથે સંઘર્ષ કરવામાં (મહાભારત) અર્જુનની ભૂમિકા દરેક કર્મયોગીએ નિભાવવી પડે છે.
જીવન એક યુદ્ધસ્થળ છે, જેમાં મનુષ્યને સતત કામુક પ્રતિકૂળ વિચારોથી લઈ ચિરસંચિત પ્રવૃત્તિઓ સુધી તથા ઋતુકાળની બદલાતી પરિસ્થિતિઓથી લઈ વાતાવરણમાં અસ્વાભાવિક પરિવર્તન સાથે ઝઝૂમવું પડે છે. જીવની શક્તિ, જે એને માનસિક રૂપથી લડી શકવા યોગ્ય સાહસી તથા એના શરીરસંસ્થાનને રોગી થવામાંથી બચાવે છે, એક જ અનુદાનની પરિણતિ છે – સંયમ. જે એને અપનાવે છે, તે રોગી થતો નથી કે નથી દુઃખી થતો, જે જીવનસંગ્રામમાં ક્યારેય દુઃખી થતો નથી તથા ઉદંડ અસ્તવ્યસ્ત વિચારો એને પ્રભાવિત કરી શકતા નથી. સંયમ અને સંઘર્ષ એકબીજાના પર્યાયવાચી છે તથા અસંયમની પરિણતિ જ દીન-હીન, દરિદ્રતા, રોગ-શોકના રૂપમાં થાય છે.
પોતાના જીવન રસોને જ્યારે વ્યર્થ વેડફી નાંખવાનું છોડી મનુષ્ય એમને સર્જનાત્મક ચિંતન અને કર્તૃત્વમાં નિયોજિત કરે છે ત્યારે જ જીવનદેવતાની વ્યવસ્થિત ઉપાસના સંભવ બને છે. વ્યક્તિ જો અસંયમનાં દુષ્પરિણામોને સમજી જાય, તો ધરતી પર સ્વર્ગ આવી જાય તથા દુઃખ-દારિદ્રય સર્વથા સમાપ્ત થઈ જાય.
જીવનસંપદાના ચાર ક્ષેત્ર છે – ઈંદ્રિયશક્તિ, સમયશક્તિ, વિચારશકિત, ધન (સાધન) શક્તિ. શરૂઆતની ત્રણ તો ઈશ્વરે આપેલી છે, ચોથી આ ત્રણેયના સંયુક્ત પ્રયત્નથી ભૌતિક ક્ષેત્રમાં પુરુષાર્થ દ્વારા અર્જિત કરવામાં આવે છે. જે વ્યક્તિ એમને દૈવી વિભૂતિઓ માની એમનું સુનિયોજન કરે છે, તે અભાવથી ભરેલા સંસારમાં રહેતો હોવા છતાં પણ સાધન એકઠાં કરી લે છે. શારીરિક સામર્થ્ય, વાણીનો સાચો ઉપયોગ અને સમયસંપદાનું સાચું સુનિયોજન કરવા માટે આ વિભૂતિઓ ભગવાને ખૂબ જ વિચારી સમજીને માનવીને વારસામાં આપી છે.
દસ ઈંદ્રિયોમાં બે મુખ્ય છે જેમાંથી એક જીભ તથા બીજી જનનેન્દ્રિય છે, જેણે એમને વશમાં કરી લીધી, સમજો કે એણે શારીરિક, માનસિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરી લીધું છે. જીભના સંયમથી શારીરિક સ્વાસ્થ્ય તથા જનનેન્દ્રિયના સંયમથી મનોબળ અક્ષુણ્ય રહે છે. શરીરગત સ્વાસ્થ્ય સાથે જીભનો સીધો સંબંધ છે. સ્વાદને પ્રધાનતા આપી જીભ એવા પદાર્થોને ખાતી રહે છે, જે અનાવશ્યક જ નહીં, હાનિકારક પણ હોય છે. સ્વાદ-સ્વાદમાં ભોજનની માત્રા વધવાથી પેટ ખરાબ થઈ જાય છે તથા અસંખ્ય રોગો થઈ જાય છે.
સમય સંયમમાં શિથિલતા રહેવાથી મનુષ્ય ચોક્કસપણે આળસુ અને પ્રમાદી બને છે. નિયમિતતા ન રહેવાથી જે કરવામાં આવે છે, તે અડધું અધૂરું રહી જાય છે. સમયનો સદુપયોગ સુનિયોજન શ્રમથી જ કરી શકાય છે. આળસનો અર્થ છે શારીરિક શ્રમથી બચવું તથા પ્રમાદ, માનસિક જડતાનું નામ છે. શરીર બળવાન હોવા છતાં પણ વ્યક્તિ શ્રમ ન કરે, તો એને પ્રમાદ કહેવામાં આવે છે. આપણો સૌથી સમીપવર્તી શત્રુ આળસ અને પ્રમાદ જ છે. જેઓ સમયદેવતાનો અનાદર કરે છે, તેઓ જીવનને નિરર્થક વીતાવી ચાલ્યા જાય છે. સમયના અસંયમી જ અલ્પજીવી કહેવાય છે, ભલે એમનું આયુષ્ય ગમે તેટલું હોય. સમય ઈશ્વરે આપેલી સંપદા છે. એને શ્રમ સાથે મનોયોગપૂર્વક નિયોજિત કરી વિભિન્ન પ્રકારની સંપદાઓ, વિભૂતિઓ પ્રાપ્ત કરી શકાય છે. જે સમય ગુમાવે છે, એને જીવન ગુમાવનાર જ સમજવામાં આવે છે. સમયની જેમ જ વિચારપ્રવાહને પણ સત્પ્રયોજનોમાં જોડી રાખવામાં આવે. ઉત્કૃષ્ટ ઉપયોગી વિચારોને મર્યાદામાં સીમિત રાખવાથી તે સર્જનાત્મક કાર્યોમાં લાગી જાય છે અને મહત્ત્વપૂર્ણ પ્રતિફળ ઉત્પન્ન કરે છે. મનોનિગ્રહના અભ્યાસથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. વિચારોની અણધડતા અસ્તવ્યસ્તતાથી સદાય બચતા રહેવું જોઈએ. વિચારોને સુનિયોજિત કરી વિશેષ લક્ષ્ય સાથે જોડી લૌકિક તથા આત્મિક જગતમાં લાભાન્વિત થવું જોઈએ. વ્યક્તિ જે પણ કાર્ય કરે છે, તે વિચારોનું જ પરિણામ છે, “જે જેવું વિચારે છે, તે તેવું જ કરે છે.” આ ઉક્તિને સદૈવ સ્મરણ રાખવી જોઈએ. વિચારોને રખડતા કૂતરાંની જેમ અર્ચિત્ય ચિંતનમાં ભટકવા ન દેવાનો અભ્યાસ કરવો જોઈએ.
વિચારોને દરેક વખતે ઉપયોગી દિશાપ્રવાહ સાથે નિયોજિત કરી રાખવા જોઈએ. અણઘડ, અનુપયુક્ત, નિરર્થક વિચારો સાથે લડવા માટે સદ્વિચારોની સેનાને પહેલેથી જ તૈયાર રાખવી જોઈએ. અર્ચિત્ય ચિંતન ઊઠતાં જ એ વિચારો સાથે લડવું જોઈએ અને તેમને પરાસ્ત કરી ભગાડી દેવાં જોઈએ. પ્રાણીસંગ્રહાલયમાં વાડો હોય છે, જેમાં પશુ પંખીઓને હરવા-ફરવાની આઝાદી હોય છે, પરંતુ બહાર જવા દેવામાં આવતાં નથી, ઠીક આવી જ રીતિ-નીતિ વિચાર વૈભવ વિશે પણ રાખવામાં આવે, એમને ગમે તેમ વિખરાવા દેવાં જોઈએ નહીં.
પરિશ્રમ તથા મનોયોગનું પ્રત્યક્ષ ફળ ધન છે. ભૌતિક તથા આત્મિક બન્ને ક્ષેત્રોમાં વ્યક્તિને અપવ્યયની છૂટ નથી. પૈસા આપણા હોય કે બીજાના, મહેનતથી કમાયેલા હોય કે મફતમાં મળ્યા હોય, એને કોઈપણ હાલતમાં જીવનોપયોગી, સમાજોપયોગી સામર્થ્ય માનવું જોઈએ. શ્રમ, સમય તથા મનોયોગ માત્ર સત્પ્રયોજનો માટે જ વાપરવા જોઈએ. આથી ધનને કાળ દેવતા તથા શ્રમ દેવતાનું ભેગું અનુદાન માનવું જોઈએ. જેવી દૂરદર્શિતા સમય અને વિચારના અપવ્યય માટે વર્તવાની છે, તેવી જ ધનને પણ લાગુ પડે છે. બચત કરેલું ધન પરમાર્થમાં જ લગાડવાનું યોગ્ય રહે છે. જેટલું પણ કમાવવામાં આવે, તેનો બિનજરૂરી સંચય કે અપવ્યય ન થાય તેમાં જ બુદ્ધિમાની છે. જે કમાયેલા ધનનો સદાશયતા માટે ઉપયોગ કરતો નથી, તે ઘરમાં દુષ્પ્રવૃત્તિઓને આમંત્રિત કરે છે.
લક્ષ્મી એ ઘરમાં જ ફૂલે-ફાલે છે જ્યાં એનો સદુપયોગ થાય છે. આડંબરયુક્ત લગ્ન, પ્રદર્શન, ફેશનમાં અનાવશ્યક ખર્ચ કરવાથી ઉપાર્જનનો સાચો ઉપયોગ થતો નથી. અહીંથી જ સામાજિક અપરાધોને પ્રોત્સાહન મળે છે. કૌટુંબિક કલહ, કોર્ટ-કચેરી વગેરે પણ આ કારણોથી જ ઉદ્ભવે છે. સમુદ્ર સંચય કરતો નથી, તેનું જળ વાદળાં બની વરસી જાય છે, તો બદલામાં નદીઓ બમણું જળ લઈને આવે છે. જો એ પણ કૃપણ બનીને સંચય કરવા લાગી જાત તો નદીઓ સૂકાઈ ગઈ હોત, દુકાળ છવાઈ જાત અને જો અત્યધિક ઉદાર બની ખૂબ વરસવા લાગી જાત તો અતિવૃષ્ટિનું સંકટ ઊભું થઈ ગયું હોત. આથી સમન્વિત નીતિ જ યોગ્ય છે. કમાણીમાંથી જે કંઈ બચત કરવામાં આવે તેને યોગ્ય પ્રયોજનોમાં નિયોજિત કરવાનું ધ્યાન રાખવું જોઈએ. કમાણી કરવામાં અનીતિ કે ઉપેક્ષા વર્તવી ન જોઈએ. ખર્ચ કરવામાં સજ્જનતા તથા સત્પરિણામોની ચોકસાઈ રાખવી જોઈએ. અન્યથા સંપન્નતા, દરિદ્રતાથી પણ વધુ ઘાતક સિદ્ધ થાય છે. એનાથી સમાજમાં દૂષિત પરંપરાઓ વિકસે છે. ધનને લક્ષ્મી કહે છે. સત્પ્રયોજનોમાં કામ આવે તો લક્ષ્મી, ખોટો ખર્ચ કરવામાં આવે, અનીતિથી મેળવવામાં આવે કે ખર્ચ કરવામાં આવે, તો એ માયા છે. માયાનો સદૈવ નાશ થયો છે.
સંયમનું સ્વરૂપ સમજી ન શકવાથી તેના પર ટકી રહેવાનું અશક્ય બને છે. સ્વરૂપ સમજી ન શકવાને કારણે વ્યક્તિ જેવી રીતે અંધારી રાતમાં રસ્તામાં ભરેલા પાણીને સૂકી જમીન સમજી તેમાં પગ ફસાવી દે છે, તેવી રીતે ફસાઈ જાય છે. સ્વરૂપ અને મહત્ત્વ સમજવા માટે આવશ્યક ઉદ્યોગ ન કરી શકવાનું પણ અસંયમની વૃત્તિની જ પ્રતિક્રિયા છે. આથી જેઓ સંયમનો લાભ લેવા ઈચ્છે તેઓ એનું સ્વરૂપ અને મહત્ત્વ સમજે યા નિત્ય એક પક્ષ જ્યાં બિનજરૂરી અપવ્યયને રોકવાનો છે, ત્યાં [જી બાજુ એને સર્જનાત્મક કાર્યો માટે નિયોજિત કરવાનું પણ છે. ામર્થ્ય ત્યારે જ શ્રેયસ્કર પરિણામ ઉત્પન્ન કરે છે જયારે એને સ્તવ્યસ્તતા અને અનુપયુક્તતાથી બચાવીને સર્જનાત્મક સત્પ્રયોજનો ટે પ્રયુક્ત કરવામાં આવે છે.
પ્રતિભાવો