૯. સહૃદયતા અને ઉદારતાની આવશ્યકતા : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 12, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
સહૃદયતા અને ઉદારતાની આવશ્યકતા :
જ્યાં છોકરીના માબાપોને આવી લાચારીમાં ફસાયેલાં જોઈએ ત્યાં સહ્રદય, ઉદાર અને વિચારશીલ માણસોએ એમને સંપૂર્ણ સહાનુભૂતિ આપવી જોઈએ. સુધારક વિચારનાં માતાપિતા અને સુધારક નવયુવકોએ આવાં લગ્નોનો સ્વીકાર કરવો જોઈએ. એનાથી કન્યાનાં લગ્ન કોઈ વૃદ્ધ સાથે થતાં અટકાવી શકાશે. વૃદ્ધ લગ્નોનો કે કજોડાં લગ્નોનો કેવળ મૌખિક વિરોધ કરવા માત્રથી જ કંઈ નહિ વળે. એનો વ્યવહારું ઉકેલ પણ લાવવો જોઈએ. કન્યા ઉંમરલાયક થઈ ગઈ હોય ત્યાં વૃદ્ધવિવાહ રોકવા માટે બીજો વિકલ્પ યોગ્ય છે. ખાલી વિરોધ નિરર્થક છે.
જ્યારે બીજો કોઈ રસ્તો જ ન રહે ત્યારે શું થાય ? એવી યુવતીઓ આજીવન કુંવારી રહેવાનો નિર્ણય કરી શકે, પરંતુ આવો નિર્ણય કોઈક વિરલ યુવતી જ કરી શકે. માતાપિતાને પોતાનો નિર્ણય જણાવવાની હિંમત પણ યુવતીઓમાં ક્યાં હોય છે ? મનમાં કોચવાતી રહેવા છતાં મોઢેથી એક પણ શબ્દ કહી શકતી નથી. ઘરનાં માણસો જે કંઈ નિર્ણય લે તે તેમને માનવો પડે છે. એવી સ્થિતિમાં આદર્શવાદી વ્યક્તિઓ ઉપર બેવડી જવાબદારી આવી પડે છે. આવી યુવતીઓને વૃદ્ધોના ગળે બંધાતી દેખતા જે વ્યથા થતી હોય તો એમણે કંઈક ત્યાગ કરવો જોઈએ. ‘વરથી કન્યા મોટી ન હોય’ એ માન્યતાને છોડવી ન પડશે. જેઓ દહેજના વિરોધી હોય એવા યુવકો પાસે આવા બીજા સાહસની પણ અપેક્ષા રાખી શકાય.
પ્રતિભાવો