૧૧. ઉપહાસ અને વિરોધથી ન ડરો : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 14, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
૧૧. ઉપહાસ અને વિરોધથી ન ડરો :
નવીન સમાજની રચના કરવા માટે આપણે ઘણીબધી પ્રચલિત માન્યતાઓમાં ફેરફાર કરવો પડશે. આવી પરિસ્થિતિ પેદા થાય ત્યારે લોકો હાંસી પણ ઉડાવે, નારાજ પણ થાય અને અવરોધો પણ ઊભા કરે. લોકો તો લોકો જ છે. એમને વિવેક વિચાર સાથે લેવાદેવા નથી. પ્રચલિત માન્યતાઓ જેમની તેમ રહે એમાં જ એમને રસ હોય છે. ગંદા રહેનારને જો સ્વચ્છ રહેવાનું કહેવામાં આવે તો પહેલાં તો સામાન્ય રીતે એને ખોટું જ લાગશે અને સલાહ આપનારને જ નીચો પાડવાના પ્રયત્નો કરશે. આ માનવસ્વભાવ છે. કાં તો તમે જેમનું તેમ ચાલવા દો અને સહન કરો યા તો એમાં પરિવર્તન લાવવાનું સાહસ કરો. લોકોમાં સમજણ આવે તો છે, પણ ક્યારે ? જ્યારે તેઓ મૂર્ખતાની હદ વટાવી જાય છે ત્યારે.
ઈસુના ઉપદેશોનો એ જમાનામાં દરેક જણે વિરોધ કર્યો હતો. આખુંય આયખું પ્રયત્ન કર્યો ત્યારે માત્ર તેર શિષ્યો મળ્યા, જેમાં એક સાવ ખોટો નીકળ્યો. એણે માત્ર ત્રીસ રૂપિયા મેળવવાની લાલચે પોતાના ગુરુને પકડાવી દીધા અને ફાંસી અપાવી દીધી. પરંતુ ઈસુનો ઉપદેશ સાચો હતો એટલે લોકોને મોડે મોડે પણ ભાન આવ્યું અને તેમની વાત શ્રદ્ધાપૂર્વક સ્વીકારી. આજે તો એક તૃતીયાંશ જગત ઈસુના ઉપદેશોને અનુસરે છે, પણ તેમની હયાતીમાં દરેક માણસ તેમનો વિરોધ કરતો હતો. સોક્રેટિસથી માંડીને મહાત્મા ગાંધી સુધીના દરેક સુધારકને લોકોનો વિરોધ, ઉપહાસ અને અત્યાચારનો સામનો કરવો પડયો છે. જે આ બધાથી ડરતો હોય એણે સુધારક બનવું ન જોઈએ અને યુગપરિવર્તન જેવા મહાન તથ્યની કલ્પના પણ ન કરવી જોઈએ. નવનિર્માણની વાત કરવી અને એ માટે સાહસ કરવાનું એમને માટે જ યોગ્ય છે કે પથ્થરો સાથે ટકરાઈને પણ નદીની જેમ વહેવાની જેમને મા આવતી હોય. પ્રચલિત સિદ્ધાન્તોનો જન્મદાતા ‘રુસો’ અને સામ્યવાદી સિદ્ધાન્તોનો જન્મદાતા કાર્લ માર્કસ પોતાના જીવન દરમિયાન પાગલ કહેવાતા હતા. આજે દુનિયાના કરોડો માણસો તેમના સિદ્ધાન્તોનું અનુસરણ કરી રહ્યા છે. સામાન્ય લોકોની આવી વિરોધી પ્રવૃત્તિ બદલી શકાતી નથી. તેઓ તો વિરોધ કરવાના જ. ન કરે તો લોકો ન કહેવાય. પછી તો એમને વિવેકશીલ અને દૂરદર્શી જ કહેવામાં આવશે. લોકોને વજનદાર ચીજો ઉપાડવાનું નથી ગમતું. લોકો બદલાય તો છે પણ ક્યારે ? જ્યારે જમાનો એમનો સાથ છોડી ઝડપથી બદલાતો જાય છે ત્યારે. આપણે પણ આપણી નવનિર્માણની માન્યતાઓનો પ્રચાર કરતી વખતે આવી જ આશા રાખવી જોઈએ અને એ માટે અપાર ધીરજ અને દઢ મનોબળ કેળવવું જોઈએ.
પ્રતિભાવો