૧૩. અયોગ્ય માન્યતાઓ બદલો : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 16, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
અયોગ્ય માન્યતાઓ બદલો : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
આ પ્રકારની માન્યતા યોગ્ય ગણાય કે નહિ એ વિચારણીય પ્રશ્ન છે. પ્રશ્નનો ઉત્તર ‘ના’માં જ મળશે. ખૂબ જ ઉદાર ભાવનાવાળો હોવાથી કન્યાપક્ષ હંમેશા અધિક સન્માનનીય છે. સાચું તો એ છે કે એમના પ્રત્યે કૃતજ્ઞતા અને ઉદારતાપૂર્વકનો નમ્ર વ્યવહાર થવો જોઇએ. કદાચ એમ ન બની શકે તો વરપક્ષવાળાએ દેવની જેમ પૂજાતા રહેવાનો ‘જન્મસિદ્ધ અધિકાર’ વાળો વ્યવહાર તો છોડવો જ જોઈએ. પોતાના તરફથી પોતાની સ્થિતિ અનુસાર કોઈ સ્વાગત સત્કાર કરે એ જુદી વાત છે. આમેય સામાન્ય રીતે કન્યાપક્ષવાળા વરપક્ષનો સત્કાર ખૂબ પ્રેમથી કરે જ છે. પોતાની શક્તિ અનુસાર એમાં કોઈ કસર નથી રહેવા દેતા, પરંતુ વરપક્ષવાળાની દેવપૂજા જેવા સત્કારની માગણી તદ્દન અયોગ્ય છે.
લગ્નની બાબતે અયોગ્ય કુરિવાજો છોડવા જ જોઈએ. જ્યારે આપણે આવી માન્યતાઓને બદ લવાનો દૃષ્ટિકોણ સ્વીકારીએ તો કન્યાપક્ષવાળા નીચા હોવાની માન્યતાને તિલાંજલિ આપવી પડશે જ. કન્યાપક્ષનું આસન ઊંચું જ છે કારણ કે એ દાતાપક્ષ-દાન દેનાર પક્ષ છે અને એટલે જ એમના પ્રત્યે સન્માનભર્યું વલણ હોવું આવશ્યક છે. સાળા અને બનેવીએ સગા ભાઈઓ જેવો ભાવ રાખવો જોઈએ અને કન્યા તથા વરના પિતાઓએ તથા સંબંધીઓએ પણ સગા ભાઈઓ જેવો પ્રેમ રાખવો જોઈએ. કોઈ બીજા પાસે સન્માનની માગણી ન કરે. પરંતુ માગ્યાવગર જ એકબીજાને સન્માન આપે. જેટલો આદરસત્કાર મળે એનો ઉપકારવશ સ્વીકાર કરે. બન્ને પક્ષો જ્યારે આવો આત્મીય વ્યવહાર કરશે ત્યારે બન્ને પરિવારોમાં સાચો સ્નેહ તથા સૌજન્ય વૃદ્ધિ પામશે. એટલું જ નહિ, આનો પ્રભાવ પતિપત્ની ઉપર પડશે અને તેમનું ગૃહસ્થ જીવન સફળ બનશે.
પ્રતિભાવો