મુશ્કેલીઓ દ્વારા આધ્યાત્મિક વિકાસ, સંકટમાં ધૈર્ય | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા
July 1, 2022 Leave a comment
મુશ્કેલીઓ દ્વારા આધ્યાત્મિક વિકાસ
ગાયત્રી મંત્રના “ તુર્ ” અક્ષરની વ્યાખ્યા સંકટમાં ધૈર્ય
ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.હંમેશાં મુશ્કેલીઓ સામે લડ્યા કરવાથી માનવીનો આધ્યાત્મિક વિકાસ થાય છે. જે વ્યક્તિ મુશ્કેલીઓથી જેટલી દૂર ભાગે છે તેટલી જ તે પોતાની જાતને નકામી બનાવી દે છે. જે મુશ્કેલીઓને આમંત્રણ આપે છે, સહર્ષ આવકાર આપે છે તે પોતાની યોગ્યતા વધારે છે. માનવીના જીવનની સફળતાનો આધાર તેની ઈચ્છાશક્તિ પર રહેલો છે. જે વ્યક્તિમાં તે બળ જેટલા પ્રમાણમાં હોય છે તેટલા પ્રમાણમાં તે વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થાય છે. ઈચ્છાશક્તિનું બળ વધારવા માટે સતત મુશ્કેલીઓનો સામનો કરવો જરૂરી છે. પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવતી વ્યક્તિ નવી મુશ્કેલીઓના સમયે ડર્યા વિના જોશથી તેનો સામનો કરે છે. કાયરતાની મનોવૃત્તિ માનવી માટે દુઃખોનો પહાડ સર્જે છે જ્યારે શૂરવીરની મનોવૃત્તિ દુઃખોનો અંત લાવે છે. નિર્બળ મનનો માનવી સદાય અમંગળ કલ્પનાઓ કરતો રહે છે, શુભ કલ્પનાઓ તેના મનમાં આવતી નથી. તે પોતાને ચારે બાજુએથી મુશ્કેલીઓથી ઘેરાયેલો માને છે. આપણા જીવનને સુખી બનાવવાનો એકમાત્ર ઉપાય મુશ્કેલીઓ સામે લડવા સદા તૈયાર રહેવાનો જ છે.
મનઃ એવું મનુષ્યાણાં કારણે બધમોક્ષયોઃ
મનુષ્યની મુશ્કેલીઓ બે પ્રકારની હોય છે. એક બાહ્ય અને બીજી આંતરિક. સામાન્ય માનવી બહારની મુસીબતો પર ધ્યાન આપે છે, વિરલ માનવી જઆંતરિક મુસીબતો જોઈ શકે છે. હકીકતે માનવીની સાચી મુશ્કેલીઓ તો આંતરિક જ છે, બાહ્ય મુશ્કેલીઓ તો આંતરિક મુશ્કેલીઓની પ્રતિકૃતિ માત્ર છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિ માનવીને લાભ કે નુકસાન પહોંચાડી શકે છે. અનુકૂળ પરિસ્થિતિઓ બૂરાઈનું કામ કરી શકે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ ભલાઈનું કામ કરતી જાય છે. જે સ્થિતિ માનવીને ભયભીત બનાવે છે તે હકીકતે તેને નુકસાન કરે છે. પરિસ્થિતિ જો મુશ્કેલ હોય, છતાં માનવી તેનાથી ભયભીત ન થાય તો તે પરિસ્થિતિ તેને નુક્સાન કરવાને બદલે ફાયદો કરી આપે છે.
માનવીનું મન આંતરિક ચિંતનથી પુષ્ટ બને છે. જે વ્યક્તિનો કર્તવ્યપાલનનો દૃઢ નિશ્ચય હોય, કર્તવ્ય પૂરું કરવા પોતાનું સર્વસ્વ હોમી દેવા તૈયાર હોય તેને કોઈપણ પરિસ્થિતિ ભયભીત કરી શકતી નથી. માનવીના મનમાં અપાર શક્તિ હોય છે. વ્યક્તિને આ શક્તિની જેટલી જરૂર હોય તેટલી પોતાની અંદરથી જ તેને મળી રહે છે. જે વ્યક્તિ કર્તવ્યપાલન કરતાં કરતાં પોતાની જાતને વધુને વધુ સંકટોમાં નાખતી હોય તે વ્યક્તિ પોતાની અંદર અખૂટ તથા અમાપ શક્તિનો અનુભવ પણ કરી શકે છે. તેને પોતાનાં સંકટો દૂર કરવા અસાધારણ શક્તિ મળી પણ જાય છે. જેમ જેમ આ પ્રકારની આંતરિક શક્તિનો અનુભવ વધે છે તેમતેમ તેની કાર્યક્ષમતા પણ વધ્યા કરે છે.
જ્યારે કોઈ વ્યક્તિ પોતાને મુશ્કેલીઓમાં ફસાયેલી માને છે ત્યારે તેને પોતાના કર્તવ્યનું ધ્યાન રહેતું નથી. કર્તવ્યનું ધ્યાન રાખવા છતાં બહારની મુસીબતો ઘેરી વળે છે. મુશ્કેલીઓથી ઘેરાયેલી વ્યક્તિના કર્તવ્ય સંબંધી વિચારો પણ ગૂંચવાયેલા હોય છે. જો કોઈ વ્યક્તિની આંતરિક મુશ્કેલીઓ દૂર થઈ જાય, ગૂંચ ઉકેલાઈ જાય તો બહારની મુશ્કેલીઓ પણ સહેલાઈથી ઉકેલી શકે. બાહ્ય અને આંતરિક મુશ્કેલીઓ અરસપરસ આધારિત છે. માનવીને પોતાની જાતનું જ્ઞાન બાહ્ય મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં થાય છે. જેમ જેમ આ જ્ઞાન વધતું જાય છે તેમ તેમ તે બાહ્ય મુશ્કેલીઓનો સામનો કરવામાં સમર્થ બનતો જાય છે.
પ્રત્યેક મુસીબતમાં ભય અનુભવતી વ્યક્તિના મનમાં માનસિક અંતર્લની સ્થિતિ સર્જાય છે, જેને લીધે માનસિક શક્તિનું વિકેન્દ્રીકરણ થઈ જાય છે. મનની અંદરની ઉગ્ર લડાઈને પરિણામે મન નબળું બની જાય છે. આ સ્થિતિમાં જ્યારે બહારની કોઈ ભારે મુશ્કેલી આવી પડે છે ત્યારે માનસિક રીતે વધુ તંગ બની જાય છે. રાષ્ટ્રનાં નાનાં રાજ્યો અંદરોઅંદર લડતાં રહે તો તે રાષ્ટ્ર નબળું પડી જાય છે, તેવી રીતે માનસિક અંતર્કદ્ધવાળી વ્યક્તિનું મન નિર્બળ બની જાય છે અને દરેક પ્રકારની મુસીબતો તેની સમક્ષ આવી જાય છે. જો આવી પરિસ્થિતિઓનો કોઈ દઢતાથી સામનો કરે તો મનની અંદરની મથામણ પણ શાંત બની જાય તથા મન એકાગ્ર થઈ શકે. નવરું મન શેતાનનું કારખાનું બની જાય છે. બાહ્ય મુસીબતોનો સામનો કરતાં કરતાં કેટલીય બીજી મુસીબતો અનાયાસે દૂર થઈ જાય છે.
સામાન્ય રીતે માનવીના હાથમાં કોઈ એવું કામ આવી જાય, જેનાથી માત્ર પોતાનું જ નહિ, પરંતુ બીજાનું પણ ભલું થતું હોય તો તે કામ તેણે કરવું જોઈએ. આ કામ પૂરું કરવા જો ત્યાગ કરવો પડે, કષ્ટો સહેવાં પડે તો પણ તૈયાર રહેવું જોઈએ. જે આ પ્રમાણેની ટેવ પાડી દે તો ધીમેધીમે તે પોતાના આધ્યાત્મિક જ્ઞાનમાં પણ વધારો થતો અનુભવશે. જે જ્ઞાન માનવીને ચિંતનથી કે આધ્યાત્મિક સાહિત્ય વાંચવાથી નથી મળતું તે જ્ઞાન વિકટ પરિસ્થિતિઓ સાથે ઝઝૂમવાથી આવી જાય છે. જે માનસિક શાંતિ ભોગવિલાસથી નથી મળતી તે આપત્તિઓ સામે લડતા રહેવાથી મળે છે.
મુશ્કેલીઓ સામે લડતા રહેવું તે માત્ર પોતાના જીવનને સફળ બનાવવા માટે જરૂરી નથી, પરંતુ બીજાને પ્રોત્સાહિત કરવા પણ જરૂરી છે. જેવી રીતે માનવીનાદુર્ગુણો આક્રમક હોય છે તેવી જ રીતે સદ્ગુણો પણ આક્રમક જ હોય છે. રણમેદાનમાં સૈનિકો પીછેહઠ કરવા તૈયાર થઈ જાય છે ત્યારે એને દઢતાથી લડતો જોઈ બીજાને પણ પોરસ ચડે છે. બીજની અંદર પણ વીરતા જાગૃત થાય છે. બધા માનવોમાં દરેક પ્રકારના દુર્ગુણો અને સગુણોની ભાવના રહેલી હોય છે. જે પ્રકારના વાતાવરણમાં માનવ રહેતો હોય છે તે વાતાવરણને અનુરૂપ જ તેનામાં માનસિક ગુણો ઉત્પન્ન થાય છે. વિરપુરુષનું ચારિત્ર્યજબીજા માટે ઉદાહરણરૂપ બને છે અને પોતાનું વિરલ ચરિત્ર જ સમાજ માટે મોટા ઉપકાર રૂપ સાબિત થાય છે.
પ્રતિભાવો