વિપત્તિ આવી પડતા પાંચ રીતે વિચારો | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા
July 1, 2022 Leave a comment
વિપત્તિ આવી પડતાં પાંચ રીતે વિચારો
ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.
(૧) મુશ્કેલીઓ તમારાં પોતાનાં જ કર્મોનું ફળ છે અને ભોગવી લેશો તો કર્મના એક કઠોર બંધનામાંથી મુક્ત થશો.
(૨) મુશ્કેલીઓ તમારા વિશ્વાસની પરીક્ષા છે. તેમનાથી ગભરાશો નહિ, તો પરમાત્માની કૃપા તમને મળશે જ.
(૩) મુશ્કેલીઓ મંગળમય પરમાત્માનુંજવિધાન છે અને તેમનું વિધાન કલ્યાણકારી જ હોય છે. આ મુશ્કેલીઓમાં પણ આપનું કલ્યાણ જ રહેલું છે.
(૪) મુક્લીઓના રૂપમાં જે કંઈ તમને મળ્યું છે તે એ રીતે મળવાનું હતું, નવું કંઈજ બનતું નથી. પરમાત્માનું પહેલેથી નક્કી કરેલું દશ્ય સામે આવે છે.
(૫) જે શરીરને, જે નામને અને જે નામ તથા દેહના સંબંધને સાચો માની તમે મુશ્કેલીઓથી ગભરાતા હો છો, તે દેહ, નામ અને સંબંધ હતો પણ આજે તેની સાથે તમારે કોઈ લેવાદેવા નથી. આવી જ હાલત આજની સ્થિતિની છે, તો પછી વિપત્તિઓમાં ગભરાવું તે મૂર્ખતા જ છે, કારણ કે મુશ્કેલીઓની અનુભૂતિ માત્ર દેહ, નામ અને તેના સંબંધોના કારણે જ થાય છે. જીવનના બચ્યા વ્યાપારોની જેમ મુશ્કેલીઓ અને આપત્તિઓનું આવવું જવું સ્વાભાવિક છે. તેમને ખરાબ કે સારી માનવી તેનો આધાર આપણી મનોવૃત્તિ પર રહેલો છે. હકીકતમાં મોટાભાગની આપત્તિઓ માનવીને તેની ભૂલો બતાવવા અને કંઈક પાઠ શીખવવા આવે છે. એટલા માટે માનવીનું કર્તવ્ય છે કે કોઈપણ સંજોગોમાં, ગમે તેવી મોટી આફત આવે તો પણ ક્યારેય ધીરજ ન ગુમાવવી અને શાંત ચિત્તથી તેના નિવારણનો પ્રયત્ન કરવો. આમ કરવાથી આપત્તિઓ નુકસાન કરવાને બદલે એકંદરે લાભકારી સાબિત થશે.
પ્રતિભાવો