૧૧૫. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૨/૧૯/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૨/૧૯/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

એવા ત ઇન્દ્રોયથમહેમ શ્રવસ્યા ન ત્મના વાજયન્તઃ । અશ્યામ તત્સાપ્તમાશુષાણા નનમો વધરદેવસ્ય પીયોઃ ॥  (ઋગ્વેદ ૨/૧૯/૭)

ભાવાર્થ જે મનુષ્યો અયોગ્ય શબ્દો નથી બોલતા, ખરાબ વસ્તુઓને ગ્રહણ નથી કરતા, શ્રેષ્ઠતાની પૂજા કરે છે તથા અસત્ તત્ત્વોને બહાર કાઢીને ભગાડી મૂકે છે અને જેમનું જ્ઞાન સાત્ત્વિક છે તેઓ જ સ્વજનો કહેવાય છે.

સંદેશ : આ સંસારમાં ભાતભાતના લોકો રહે છે. એમાંથી કેટલાક એવા પણ છે કે જેઓ જીવનના ફક્ત ભૌતિકવાદી માર્ગમાં જ વિશ્વાસ ધરાવે છે. તેઓ પરમલક્ષ્ય તરફ ધ્યાન જ નથી આપતા, તેથી તેમનામાં કોઈ પણ પ્રકારનો સંઘર્ષ થતો જ નથી. જ્યાં સુધી તે પોતાની અંદર આંતરિક સંઘર્ષની અનુભૂતિ કરવાનું ના વિચારે ત્યાં સુધી તેના માટે કોઈ આશા રાખી ન શકાય. આત્મા તો એ પરમતત્ત્વને મેળવવા માગે છે, પરંતુ આપણી શારીરિક રચના જ એવા પ્રકારની છે કે આપણી ઇન્દ્રિયો જે વસ્તુના સહવાસમાં આવે છે તેના આકર્ષણ માત્રથી જ આપણું અધઃપતન થઈ જાય છે. ઇન્દ્રિયોને વશમાં રાખવાની કળા જ ભારતીય સંસ્કૃતિ છે.

સંસ્કૃતિ શું છે ? સંસ્કાર, શુદ્ધિકરણ અને સંશોધનને સંસ્કૃતિ કહે છે. ખેતરમાંથી બિનજરૂરી ઝાડીઝાંખરાંને ખોદીને બહાર કાઢવામાં આવે છે અને ઉપયોગી બિયારણનું વાવેતર કરવામાં આવે છે. ત્યાર પછી તેમાં યોગ્ય પ્રમાણમાં ખાતરપાણી આપવામાં આવે છે. એ જ પ્રમાણે માનવજીવનમાંથી અયોગ્ય દુર્ગુણો, દોષો વગેરેને હઠાવવામાં આવે છે અને તેમની જગ્યાએ સદ્ગુણોની સ્થાપના કરવામાં આવે છે. દુર્ગુણો દૂર કરવા અને સદ્ગુણોની સ્થાપના કરવી એ જ આપણી સંસ્કૃતિનું મૂળ છે. આપણે સતત એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા જીવનમાંથી દુર્ગુણો, ખરાબ વિચારો અને દુઃખદાયક તત્ત્વોને દૂર કરીને હંમેશાં શુભ તત્ત્વો, શુભ વિચારો અને સદ્ગુણોને જ ધારણ કરીએ. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આ ક્રમ જીવનભર ચાલતો રહેવો જોઈએ. થોડીક બેદરકારીથી કુવિચારો અને કુસંસ્કારોને ફરીથી પોતાનો પ્રભાવ જમાવવાનો મોકો મળી જશે. આ સંસ્કૃતિ જ્યારે આપણા સ્વભાવનું એક અંગ બની જાય છે ત્યારે દિનચર્યાનું એક જરૂરી અંગ બની જાય છે. દુર્ભાવનાઓનો ક્ષય થતો જાય અને સદ્ગુણોમાં વધારો થતો જાય તો જ માનવજીવન દેવત્વ તરફ અગ્રેસર થાય છે.

જે લોકો આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાની હીન દૃષ્ટિનો ત્યાગ કરે છે અને ઉચ્ચ આદર્શોવાળું જીવન જીવવાનો સંકલ્પ કરે છે તેઓ જ જ્ઞાની, વિદ્વાન અને સજ્જન કહેવાય છે. ઇન્દ્રિયો પર નિયંત્રણ રહેવાથી મન, વચન અને કર્મ પર એમનો કબજો રહે છે અને કોઈ પણ અયોગ્ય કાર્ય કરતાં તેમનો આત્મા પોતે જ તેમને રોકે છે. તેઓ શાંત, ધીર, ગંભીર અને મૃદુભાષી હોય છે. આવા શ્રેષ્ઠ માણસો પોતાના આચરણ દ્વારા સમાજમાં પણ સર્વત્ર દૈવીભાવનાઓનો જ વિકાસ કરતા રહે છે. તેઓ તામસિક તથા રાજસિક વૃત્તિઓના બદલે સાત્ત્વિકતાની સુગંધ ફેલાવે છે. આ પ્રકારના સાત્ત્વિક જ્ઞાનથી તેમનું પ્રત્યેક કર્મ સદાચાર અને પરમાર્થનું પ્રતીક બનીને સમાજમાં પ્રતિષ્ઠા અને પ્રશંસાને પાત્ર બને છે તથા સ્વર્ગીય વાતાવરણનું નિર્માણ કરે છે.

દુર્ગુણોને પોતાના જીવનમાંથી દૂર કરવામાં જ આપણી સંસ્કૃતિનું ગૌરવ છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: