માનસિક શક્તિઓનું સ્થાનઃ બુદ્ધિ વધારવાના ઉપાય – શ્રીરામ શર્મા આચાર્ય
July 9, 2022 Leave a comment
માનસિક શક્તિઓનું સ્થાનઃ
શબશસ્ત્રક્રિયા અને પ્રત્યક્ષ શરીરવિજ્ઞાન દ્વારા મગજના સંબંધમાં આપણે ઘણું ઓછું જ્ઞાન મેળવી શક્યા છીએ. મગજની બનાવટ, એની પેશીઓ અને તંતુઓની રચનાના સંબંધમાં ડૉક્ટરો કેટલુંક જ્ઞાન ધરાવે છે,પરંતુ તેઓ હજુ સુધી એ જાણી શક્યા નથી કે શ્વેતકણો અને ભૂરો પદાર્થ (ગ્રે મેટર ) શું કામ કરે છે અને આ મહત્ત્વપૂર્ણ પદાર્થ ક્યા કામ માટે બનાવ્યો છે.
માનસિક શક્તિઓનું સૂક્ષ્મ સંશોધન કરનાર વૈજ્ઞાનિકોએ પોતાનું કાર્ય સ્થૂળ રચના સુધી જ સીમિત ન રાખતાં એ પણ જાણવા પ્રયત્ન કર્યો છે કે કઈ શક્તિની સૂક્ષ્મ સત્તા મગજના કયા ભાગમાં રહે છે અને એના દ્વારા કયા પ્રકારના જુદાજુદા કાર્યવ્યાપાર સંચાલિત કરવામાં આવે છે.
આ સાથેની આકૃતિમાં મગજની વિભિન્ન શક્તિઓનાં સ્થાન દર્શાવવામાં આવ્યાં છે. આમ તો એનાથી પણ અધિક સૂક્ષ્મ શક્તિઓ હશે, પરંતુ લાંબા ગાળાના સંશોધન પછી જે શક્તિઓનાં સ્થાનનું નિશ્ચિતરૂપથી જ્ઞાન પ્રાપ્ત થયું છે એનો જ માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આકૃતિ મુજબ વાચક શક્તિઓનાં સ્થાનને જાણી શકશે. એમાં ડાબી – જમણી તરફનું કોઈ વિભાજન નથી. આ બાબત સમજી શકાય તેવી છે. એક સીધા માર્ગમાં એક શક્તિ આરપાર નીકળી જાય છે. એ વચ્ચે તૂટીને અધૂરી રહેતી નથી. તે ડાબી – જમણી તરફ હોવાની આશંકા બિનપાયાદાર છે. જો નક્કી કરેલ સ્થાન પર એક ટાંકણી ખોસવામાં આવે અને જો એ આરપાર નીકળી જાય તો તેના એક છેડાથી લઈને બીજા છેડા સુધીનું સ્થાન એક
શક્તિનું હશે. હવે નીચે મુજબની વિભિન્ન શક્તિઓના વ્યાપાર સંબંધી થોડો પ્રકાશ નાખીએ.
(૧) વ્યાપારશક્તિ – આ શક્તિથી જીભ દ્વારા બોલવા, વાતચીત કરવા, ગાવા, વાજિંત્ર વગાડવા જેવી ક્રિયાઓ થાય છે. (૨) રૂપગ્રહણ શક્તિ – આ શક્તિથી નેત્રો દ્વારા રંગરૂપનો અનુભવ થાય છે. (૩) પ્રમાણ ગ્રહણશક્તિ- નાનું, મોટું, લાંબું, પહોળું, ઊંચું, નીચું વગેરેનો ખ્યાલ આવે છે. (૪) ગુરુતા ગ્રહણશક્તિ – ભારે હલકાનો અનુભવ આના દ્વારા થાય છે (૫) વ્યવસ્થા ગ્રહણશક્તિ – વસ્તુઓની સ્થિતિનું આનાથી મૂલ્યાંકન થાય છે. (૬) વર્ણ ગ્રહણશક્તિ – રંગ અને જાતિનો પરિચય કરાવે છે. (૭) સંખ્યાગ્રહણ શક્તિ – સંખ્યાની ગણતરી કરે છે. (૮) અભિભાવ શક્તિ – વિરોધી ભાવનાઓ. (૯) વૃત્તાંત ગ્રહણશક્તિ કોઈ બનાવની કડીબદ્ધ હકીકત રજૂ કરે છે. (૧૦) સ્થાન ગ્રહણશક્તિ – સ્થાન વિશે જાણકારી મળે છે. (૧૧) સમયશક્તિ – સમયનો ભેદ જાણનારી છે. (૧૨) રાગગ્રહણ શક્તિ – અવાજ, નાદ, સંગીતનો અનુભવ કરાવે છે. (૧૩) રચનાશક્તિ – નિર્માણ કાર્યની યોગ્યતા મળે છે. (૧૪) ઉપાર્જન શક્તિ – ભાવને ઉત્પન્ન કરનારી (૧૫) પોષણ શક્તિ – ઉન્નત વિચારોને પોષણ આપનારી (૧૬) કાવ્ય શક્તિ – કવિત્વની યોગ્યતા (૧૭) સુપ્રતીકગ્રહણ શક્તિ – આદર્શ નિર્માણની યોગ્યતા (૧૮) આનંદશક્તિ – પ્રસન્નતા, મનોરંજનનું સ્થાન (૧૯) ન્યાયશક્તિ ન્યાય, અન્યાયની બોધક છે. (૨૦) ઉપમાનશક્તિ – બે વસ્તુઓની તુલના કરવાની યોગ્યતા (૨૧) મનુષ્યત્વશક્તિ- માનવીય ધર્મની પ્રોત્સાહક (૨૨) નમ્રતાશક્તિ – સ્વભાવને મધુર, વિનયી બનાવનારી (૨૩) ઉપક્રાંતિ શક્તિ – હ્રદયની ઉદારતા (૨૪) અનુવર્તન શક્તિ – નકલ કરવાની આવડત (૨૫) ભક્તિ શક્તિ – ભક્તિ અને શ્રદ્ધાની ઉત્પાદક (૨૬) આત્મજ્ઞાન શક્તિ – આધ્યાત્મિક વિકાસ કરનારી (૨૭) દાઢર્ય શક્તિ – દેઢ રહેવાની શક્તિ (૨૮) આશાશક્તિ – આશાને વધારનારી (૨૯) અંતઃકરણ શુદ્ધ શક્તિ – વિચારોને નિર્મળ, પવિત્ર અને ઉચ્ચ બનાવનારી શક્તિ (૩૦) રુચિકર શક્તિ – કોઈ કાર્યમાં દિલચશ્પી, પ્રેમ, ઉત્પન્ન કરનારી (૩૧) સાવધાન શક્તિ – હોશિયારી – જાગૃતિની ઉત્પાદક (૩૨) ગોપન- શક્તિ – કોઈ વાતને મનમાં છુપાવી રાખનારી શક્તિ (૩૩) વિનાશાત્મક શક્તિ – નષ્ટ કરનારી, તોડવાની, બગાડવાની, મારવાની ઇચ્છા, (૩૪) અપરિચ્છેદ શક્તિ – સતત કામમાં લાગ્યા રહેવાની શક્તિ (૩૫) નિવાસાનુરાગ શક્તિ – રહેવાના સ્થાનમાં દિલચશ્પી (૩૬) મૈત્રીશક્તિ – બે પ્રાણીઓની વચ્ચે મિત્રતાની ઉત્પાદક (૩૭) પિતૃપ્રેમ શક્તિ – પૂર્વજો, સંરક્ષકો પ્રત્યે અનુરાગ (૩૮) સંમેલનશક્તિ – માણસોની સાથે હળીમળીને રહેવાનો સ્વભાવ (૩૯) શૌર્ય શક્તિ – શૌર્ય, વીરતાની જનની (૪૦) આત્મગૌરવ શક્તિ – સ્વાભિમાનની યોગ્યતા (૪૧) પ્રાણસ્નેહ શક્તિ – પોતાના પ્રાણ પ્રત્યેની મમતા. (૪૨) વાત્સલ્યશક્તિ – નાનાં અને નિર્બળ પ્રાણીઓ પર કૃપા, વાત્સલ્ય.
વાચકને હવે ખ્યાલ આવ્યો હશે કે આપણા મગજમાં કા પ્રકારની યોગ્યતાનાં સ્થાન કયા ભાગમાં હોય છે. જે શક્તિઓને વિકસિત કરવાની હોય તે સ્થાન પર નીચે મુજબના ઉપાયો અજમાવવા જોઈએ.
(૧) શાંત ચિત્તે એકાંત સ્થાનમાં બેસીને મગજના ચોક્કસ ભાગમાં ચંદ્રમા જેવી શીતળતાનું ધ્યાન કરો.
(૨) મગજની ડાબી અને જમણી બાજુના નિયત સ્થાન પર અનામિકા, મધ્યમા અને તર્જની આંગળીઓ અડાડીને દેઢ ભાવના કરો કે આ સ્થાન પર અમુક શક્તિનો વધારો થઈ રહ્યો છે. અહીંના કોષ સતેજ અને સૂક્ષ્મ થઈને વિશેષ રૂપથી મારા મગજને પ્રતિક્ષણ પરિપૂર્ણ કરી રહ્યા છે.
(૩) નિયત સ્થાન પર જળની ધારા કરવી જોઈએ.
(૪) બ્રાહ્મી, આમળાં કે સરસવના તેલની માલિશ કરવી જોઈએ.
(૫) ઇચ્છિત સ્થાન પર વાદળી કાચ દ્વારા ઘીના દીપકનો પ્રકાશ પાડવો જોઈએ. આ માટે એક એવું ફાનસ જોઈએ, જે બધી બાજુથી બંધ હોય અને તેની એક જ બાજુએ ગોળ વાદળી કાચ લાગેલો હોય. આ ફાનસ બે ફૂટ દૂર મૂકીને તેનો પ્રકાશ નક્કી કરેલા સ્થાન પર પાડવો જોઈએ.
પ્રતિભાવો