૭. જીવંત જનસંપર્ક માટે પરિવ્રાજક તંત્ર

જીવંત જનસંપર્ક માટે પરિવ્રાજક તંત્ર
યુગસર્જન માટે આધ્યાત્મિક ઊર્જાકેન્દ્રો તરીકે શક્તિપીઠોને વિકસિત કરવાની પ્રેરણા પૂ. ગુરુદેવે આપી. સાથે સાથે એ હકીકત પણ સમજાવી કે ભવનની પ્રતિષ્ઠા ત્યાં કાર્યરત જીવંત પરિવ્રાજકોના આધારે વધે છે. પ્રચાર તો કોઈ પણ માધ્યમોથી થઈ શકે, પણ સર્જન માટે ઉચ્ચ વ્યક્તિત્વવાળા લોકોના સંપર્કથી જ કામ થાય છે. ‘અખંડ જ્યોતિ’ ફેબ્રુઆરી ૧૯૭૯ના અંકમાં આ સંદર્ભે તેમણે લખ્યું.


“નવજાગરણ માટે સતત જનસંપર્કથી જ યુગસર્જનનો સંકલ્પ પૂરો થઈ શકે. આ પ્રક્રિયા અંતર્ગત પ્રચારાત્મક, રચનાત્મક અને સુધારાત્મક ત્રણેય કાર્યક્રમો આવી જાય છે. બૌદ્ધિક, નૈતિક અને સામાજિક ક્રાંતિ જ આપણા યુગની સમસ્યાઓનો ઉકેલ લાવી શકશે. જાગૃત આત્માઓએ જનજાગરણનો પ્રકાશ ફેલાવવા જનસંપર્ક માટે નીકળ્યા વિના ચાલે નહિ. કલમ અને વાણી ભલે ગમે તેટલી સમર્થ હોય, છતાં તેનો વાસ્તવિક લાભ તો પ્રાણવાન પરિવ્રાજકો દ્વારા જનસંપર્ક કરવાથી જ શક્ય બને છે.
વાદળોની જેમ દરેક ખેતર પર વરસવાથી જ લીલોતરી ઉત્પન્ન કરી શકાય છે. પવનની જેમ તમામ લોકો સુધી પોતાની કૃપા પહોંચાડવાથી જ પ્રાણીઓમાં જીવચેતના ટકાવી શકાય છે. સૂર્યની જેમ ગરમી, પ્રકાશ અને ચંદ્રમાની જેમ શીતળતા વહેંચવાની જેમ જ પ્રાચીનકાળના બ્રાહ્મણો, સાધુ અને વાનપ્રસ્થો જેવી પરિભ્રમણની યોજના બનાવવી પડશે. ચેતના ઉત્પન્ન કરવા પરિભ્રમણની યોજનાને જ ધર્મનિષ્ઠા માનવામાં આવે છે. તીર્થયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય આ જ છે.
ભગવાન બુદ્ધે યુગક્રાંતિ માટે આ પુણ્યપરંપરાને પોતાની રીતે તે સમયને અનુરૂપ ઘડી હતી. બધા સંતોએ મોટા ભાગે આ પ્રક્રિયાનો જ ઉપયોગ કર્યો છે. યુગાંતરીય ચેતનાને વ્યાપક બનાવવા પ્રવ્રજ્યા અભિયાનને પ્રાધાન્ય આપવું એ મુખ્ય ઉપાય છે.
પરિવ્રાજકોનો ત્રણ શ્રેણીઓ છે. (૧) વરિષ્ઠ, (૨) કનિષ્ઠ અને (૩) સમયદાની.
(૧) વરિષ્ઠ તેઓ છે, જે પોતાનો મોટા ભાગનાં સમય આપી શકે છે.
(૨) કનિષ્ઠ તેઓ છે, જે વર્ષમાં બે માસનું સમયદાન આપી શકે છે અને બાકીના સમયમાં પોતાની નજીકના ક્ષેત્રમાં જનજાગરણ માટે દરરોજ બે કલાક કાઢી શકે છે.
(૩) સમયદાની તેઓ છે, જે બહાર તો જઈ શકતા નથી પણ પોતાના ક્ષેત્રમાં દરરોજ બે કલાક તથા રજાઓના દિવસોનો ઉપયોગ આ પુણ્યપ્રયોજન માટે કરે છે.’
પરિવ્રાજકોની તાલીમ
ઋષિતંત્રના નિર્દેશ પ્રમાણે કાર્ય કરવા માટે જે સમયદાનીઓ તથા પરિવ્રાજકોને તાલીમ આપવાની જરૂર છે તેના સંદર્ભમાં પૂજ્ય ગુરુદેવે મે ૧૯૭૯ની અખંડજયોતિમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો –
“દર્શાનાર્થીઓને નવ પ્રતિમાઓનાં દર્શન કરાવતાં સત્પ્રવૃત્તિઓનું મહત્ત્વ સમજાવવું અને તે અપનાવીને દેવો જેવું જીવન જીવવાની પ્રેરણા આપવી.
(૨) જેમનામાં ઘોડીઘણી જિજ્ઞાસા જણાય એમને સત્સંગભવનમાં બેસાડીને આત્મીયતાપૂર્વક ભારતીય સંસ્કૃતિના તત્ત્વબીજ એવી ગાયત્રી વિશે અને તેની સાધના કઈ રીતે કરવી તે સમજાવવું. એનો દૂરગામી પ્રક્રિયા તથા લાભો સમજાવવા.
(૩) જેમની સાથે ઘનિષ્ઠતા વધે તેમને સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા દ્વારા સર્વતોમુખી આત્મવિકાસ કરવા માટે માર્ગદર્શન નથા પ્રોત્સાહન આપવું.
(૪) બે પરિવ્રાજકોએ એક સાથે દરરોજ બે ગામોમાં જવું. ત્યાં વિચારશીલ લોકો સાથે સંપર્ક સ્થાપવો, એમને નવયુગનો સંદેશ જણાવી એ પ્રમાણે જીવવાની પ્રેરણા આપવી.
(૫) જન્મદિવસ ઊજવવાનો ઉત્સાહ પેદા કરી વ્યક્તિનિર્માણની, સંસ્કારોના પ્રચલનથી પરિવાર નિર્માણની તથા પર્વ તહેવારોની સામૂહિક ઊજવણીથી સમાજનિર્માણની ચેતના ઉત્પન્ન કરવી. આ ધર્મકૃત્યો દ્વારા વધુ ને વધુ જનસંપર્ક સાધવો.
(૬) રાત્રે કોઈ પણ ગામે રોકાઈ રામાયણ, ગીતા વગેરેની કથા કહી ધર્મચેતના ઉત્પન્ન કરવી.
(૭) પંદર દિવસનું એક આયોજન બનાવી દરરોજ બે ગામમાં જવાનો ક્રમ બનાવી ત્રીસ ગામોનું એક મંડળ બનાવવું અને તેને પોતાનું મંડળીય કાર્યક્ષેત્ર માની વિચારક્રાંતિના રસ્તે આગળ વધવું.
(૮) પોતાના ક્ષેત્રમાં ફરતાં પુસ્તકાલયોની વ્યવસ્થા કરવી.
(૯) પ્રૌઢ શિક્ષણ, વ્યસન નાબૂદી, વૃક્ષારોપણ, શ્રમદાન, વ્યાયામશાળા, સ્વચ્છતા, સહકારિતા, કુરિવાજો, અંધમાન્યતાઓ અને અનૈતિકતા દૂર કરવા રચનાત્મક કાર્યોમાં પોતે પરોવાઈ બીજાઓને સામેલ કરવા.
(૧૦) કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સરકારી તથા બિન કારી સત્પ્રવૃત્તિઓને આગળ ધપાવવા લોકોનો સહયોગ મેળવવા પ્રયત્ન કરવો.
વ્યક્તિગત મૈત્રી વધારવા કે ભટકવા માટે નહિ, પણ રચનાત્મક કાર્યક્રમો માટે લોકોનો સહયોગ મેળવવો એ જનસંપર્કનો ઉદ્દેશ્ય છે. પોતાના ઉજ્જવળ ચરિત્ર અને શાલીનતાભર્યા વ્યવહારથી આ કાર્યમાં જોડાયેલા પરિવ્રાજકો અસંખ્ય લોકોને પોતાના સ્નેહબંધનમાં બાંધી માનવીય ગરિમા વધારનાર દૃષ્ટિકોણ અપનાવવા સંમત કરશે એવો વિશ્વાસ રાખી શકાય છે. યુગનિર્માણ યોજના વિશુદ્ધ રૂપે વ્યક્તિનિર્માણ, પરિવાર નિર્માણ અને સમાજનિર્માણના કાર્યક્રમો સાથે જોડાયેલી છે. રાષ્ટ્ર અને વિશ્વનું પણ આ રીતે નિર્માણ શક્ય છે. રાજનૈતિક સમર્થન કે વિરોધ એ અન્ય લોકોનું કાર્ય છે, પરિવ્રાજકોએ તો સરકારી, બિનસરકારી તમામ ક્ષેત્રોનો, તમામ લોકોનો સહયોગ મેળવવામાં તથા સત્પ્રવૃત્તિઓ વધારવામાં સદાય યોગ્ય સહયોગ આપવો જ જોઈએ.
પરિવ્રાજકગણ પોતાનાં ચિંતન, ચરિત્ર અને વ્યવહારને પ્રામાણિક બનાવવા લોકસેવકો માટે દિશાબોધ’ નામની પુસ્તિકાનાં સૂત્રો સમજે અને જીવનમાં ઉતારે.
ટીમ ભાવનાથી કાર્ય
પ્રત્યેક શક્તિપીઠમાં પાંચ પરિવ્રાજકોની એક ટોળી રહેશે. એક પરિવ્રાજક દેવાલયની વ્યવસ્થા સંભાળશે. બાકીના ચારમાંથી બે-બેની ટોળીમાં પરિવ્રાજકો નજીકના ક્ષેત્રમાં સંપર્ક સ્થાપવા જશે. એક દિવસમાં એક ગામ થઈ શકે એ રીતે એક મહિનામાં ત્રીસ ગામોનું શક્તિપીઠ મંડળ બનાવવાનો વિચાર કર્યો છે. એક ટોળી હોય તો મહિનામાં એકવાર અને બે ટોળી હોય તો મહિનામાં બેવાર આ ગામોમાં જવાની તક મળશે. દિવસે જનસંપર્ક અને રાત્રે પ્રવચનનો ક્રમ ચાલશે. ઉપયોગી લોકોનો સંપર્ક વધારી સઘન કરવો પડશે. અનેક રચનાત્મક કાર્યોનો શુભારંભ, બીજારોપણ અને પરિપોષણ કરવું તે આ સંપર્કનો એકમાત્ર ઉદ્દેશ્ય છે. નૈતિક, બૌદ્ધિક અને સામાજિક ક્રાંતિ માટે જે સ્થાપનાઓની તથા જે દૂષણોને જડમૂળમાંથી ઉખેડી નાખવાનાં છે તે બધાંને સંપર્ક યોજના સાથે જોડવામાં આવ્યાં છે. જ્યાં જે પ્રમાણેનો અવસર હશે ત્યાં તે પ્રમાણેની કાર્યવાહી કરવાની છે. ભૌતિક અને આત્મિક સત્પ્રવૃત્તિઓની દૃષ્ટિએ જરૂરી તમામ રચનાત્મક યોજનાઓને સામેલ કરવામાં આવી છે.
નવનિર્માણ માટે સ્થળ વગેરેની વ્યવસ્થા શક્તિપીઠોનાં મકાનો દ્વારા કરવામાં આવશે. એમની છત્રછાયામાં બેસીને જે તે મંડળ કે ક્ષેત્રને વિકસિત કરવા માટે ઉપયોગી નિર્ણયો અને અમલ તે કેન્દ્ર દ્વારા થતો રહેશે. આ સક્રિયતા ન તો શક્તિપીઠોનાં ભવનોથી આવે છે કે ન તો પ્રતિમા કે સાધનોથી પેદા થાય છે. જો એટલાથી જ કામ બની શકતું હોત તો વર્તમાન હજારો લાખો મંદિરો પાસેથી સર્વતોમુખી પ્રગતિ માટે કેટલી બધી મદદ મળી હોત. સમર્થ ગુરુનાં મહાવીર મંદિરો, શીખ ધર્મનાં ગુરુદ્વારા, બૌદ્ધોના વિહાર, જૈનોના ચૈત્ય, સાધુઓના મઠ, વાનપ્રસ્થોનાં આરણ્યકો જે હેતુથી બન્યાં હતાં તે પરંપરા જો દેવાલયોમાં પણ ચાલતી હોત, તો સાચે જ ધર્મ અને અધ્યાત્મની ઘણી મહાન સેવા કરવામાં સમર્થ બની ગયાં હોત. આ દેવાલયોમાં રામકૃષ્ણ પરમહંસ પરંપરાના પૂજારીઓની વ્યવસ્થા ન થઈ શકવાના લીધે એ શક્ય જ ન બન્યું. શક્તિપીઠોમાં પાંચ તાલીમબદ્ધ પરિવ્રાજકોની ગોઠવણ પાછળ એક જ ઉદ્દેશ્ય છે કે તેઓ આ ધર્મસંસ્થાનોને પોતાના વ્યક્તિત્વ અને શ્રમથી કલ્પવૃક્ષ કે ચંદનના વૃક્ષની જેમ દરેક દૃષ્ટિથી સાર્થક સાબિત કરી શકે.
ખરાબ સોબતનાં, કુસંગનાં ખરાબ પરિણામાંથી થતા નુકસાનની બધાંને ખબર છે. સત્સંપર્ક અને સત્સંગનાં પરિણામો પણ ઓછાં પ્રભાવશાળી નથી.
પાપ કરતાં પુણ્યની, દૈત્ય કરતાં દેવની અને ધ્વંસ કરતાં સર્જનની શક્તિ નિશ્ચિતરૂપે વધારું છે. પ્રાચીનકાળમાં સંતપરંપરા અને જનસંપર્કના અનેક ઉપાય શોધી લોકમાનસમાં ધર્મધારણાની સ્થાપના કરવામાં આવી હતી. આજે ભાવનાત્મક સર્જન માટે આવા જ પ્રયત્નો જરૂરી છે. ભૌતિક સમૃદ્ધિ જ સર્વસ્વ નથી. રાજનૈતિક સુધારા અને આર્થિક સુધારા પૂરતા નથી. વ્યક્તિઓમાં ઉત્કૃષ્ટતા વધારવી ખૂબ જ જરૂરી છે. દરેક ક્ષેત્રમાં ઘૂસેલી અનીતિને પડકારવી જરૂરી છે. શ્રેષ્ઠતાના સમર્થન અને દુષ્ટતાના વિરોધ માટે જનમાનસ ઊભું કરવું ખાસ જરૂરી છે. આ જ કામ પરિવ્રાજકોએ કરવાનું છે. તેઓ પોતાના ભાગીરથી પુરુષાર્થ દ્વારા પોતાના ક્ષેત્રને બગીચાની જેમ સુગંધિત બનાવી દેશે એવી આશા રાખી શકાય છે.
ક્યાં શું કરવાનું છે ? કયા ક્ષેત્રની પરિસ્થિતિઓ પ્રમાણે જરૂરિયાતો શું છે ? એનો અભ્યાસ કરીન સ્થૂળ કાયક્રમો નક્કી કરવામાં આવશે, છતાં મૂળ તથ્ય તો એક જ રહેશે. લોકોમાં ચરિત્રનિષ્ઠા પેદા કરી સર્જન માટે પોતાની સ્થિતિ પ્રમાણે યોગદાન આપવાનું તે દરેકને શિખવાડવું જોઈએ. જે આસ્તિકતા, આધ્યાત્મિકતા અને ધાર્મિકતા માટે આસ્થા જગાડવાની છે તે ચરિત્રની પવિત્રતા અને વ્યાવહારિક પ્રખરતાના રૂપમાં જ આગળ આવવી જોઈએ. યુગાંતરીય ચેતના ઊભી કરી ધ્વંસને સર્જનમાં બદલવાનો ચમત્કાર શક્તિપીઠોએ અને એની સાથે જોડાયેલા પરિવ્રાજકોએ કરી બતાવવાનો છે.’

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: