૯. શક્તિપીઠો સમર્થ તંત્રનું શક્તિશાળી અંગ બને

શક્તિપીઠો સમર્થ તંત્રનું શક્તિશાળી અંગ બને
યુગઋષિના કહેવા અનુસાર ઈશ્વરીય યુગનિર્માણ અભિયાનને ઇચ્છિત ગતિ આપવા સશક્ત કેન્દ્રોના રૂપમાં શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી છે. આ કોઈ સામાન્ય પૂજાપાઠનાં કેન્દ્રો અથવા તો મહત્ત્વાકાંક્ષી વ્યક્તિઓ દ્વારા જુદાજુદા હેતુઓ માટે બનાવેલાં સંસ્થાનો નથી. ઈશ્વરીય યોજના અનુસાર, ઋષિઓના શિસ્તના આધાર પર નૈષ્ઠિક સર્જન સૈનિકોની છાવણીના રૂપમાં એમને વિકસિત કરવામાં આવી રહ્યાં છે. એ એક મહાન ઉદ્દેશ્ય માટે કટીબદ્ધ, સમર્થ તથા વ્યાપક તંત્રના પ્રામાણિક એકમો છે. શક્તિપીઠોને આ ધારણા અનુસાર ગરિમાને છાજે તે રીતે વિકસિત કરવાના પ્રયત્નો કરવાના છે. ગાયત્રી શક્તિપીઠોના રજતજયંતી વર્ષમાં નૈષ્ઠિકોના સંગઠિત તંત્રના દરેક એકમને આવા ઉચ્ચ સ્થાન પર લાવવાના યોજનાબદ્ધ પ્રયત્નો કરવાના છે અને એક વર્ષમાં સંકલ્પ પ્રમાણે નિર્ધારિત દરજ્જા સુધી લઈ જવાના છે.


શક્તિપીઠોને મહાન નૈતિક જવાબદારી સ્વીકારવાના રૂપમાં ઊભી કરી છે. આ જવાબદારીઓનું તંત્ર વિશાળ અને વિવિધતાથી ભરપૂર છે. જવાબદાર પરિજન કેન્દ્ર અને ક્ષેત્રીય સંગઠનના એકમોના સહયોગથી પોતપોતાનાં લક્ષ્ય નક્કી કરી પૂરાં કરશે. યુગઋષિના આદેશ પ્રમાણે ક્યાં, કઈ પરિસ્થિતિઓમાં શું કરવાનું છે ? એ યોજનાબદ્ધ રૂપે સ્પષ્ટ કરવામાં આવશે. આ સાથે શક્તિપીઠો સાથે જોડાયેલી કેટલીક કાનૂની જવાબદારીઓ પણ છે. પૂ. ગુરુદેવ દ્વારા બનાવેલા ટ્રસ્ટના નિયમો(ટ્રસ્ટ ડીડ)ના આધારે ગાયત્રી પરિવાર ટ્રસ્ટોનાં નામ રજિસ્ટર્ડ કરાવવામાં આવ્યાં છે. આ બધાં ટ્રસ્ટોએ ભારતીય ટ્રસ્ટ અધિનિયમોના આધારે ટ્રસ્ટની કાયદાકીય વ્યવસ્થા નિભાવવાની જવાબદારી ઉઠાવવાની છે. (આને વિસ્તારથી સમજવા ‘ટ્રસ્ટ બુક’ પુસ્તિકા વાંચો)
સારાંશ એટલો છે કે શક્તિપીઠો તથા પ્રજ્ઞાપીઠોને સમર્થ તંત્રનાં શક્તિશાળી અંગ બનાવવા માટે તેમની સાથે જોડાયેલા પરિજનોએ નૈતિક અને કાનૂની જવાબદારીઓ ઉઠાવવી પડશે. રજતજયંતી વર્ષમાં ઓછામાં ઓછું આ બંને ક્ષેત્રોમાં પ્રામાણિક બનવાના પ્રયત્નો કરવાના છે.
જવાબદારી ઉઠાવો અને સહયોગ વધારો
દરેક પ્રાણવાન સંગઠન એકમ પોતાની જવાબદારી સમજી પૂરી કરવાની પહેલ કરે. કોઈ બીજું આ કામ કરે એવી રાહ જોવામાં સમય બરબાદ ના કરે. પોતે પહેલ કરી પ્રાણવાન પરિજનોને વિશ્વાસમાં લઈને તેમનો સહયોગ મેળવી યોજનાને ગતિશીલ કરે. જો કોઈએ પહેલ કરી દીધી હોય તો તેને સહકાર આપે. આ કાર્ય માટે સંગ્રઠન અંતર્ગત તાલુકા, જિલ્લા, ઉપઝોન તથા ઝોન કક્ષાની સંયુક્ત સમન્વય સમિતિઓ સાથે સંપર્ક રાખે. જો ક્ષેત્રમાં આવું કોઈ એકમ ન હોય તો સંગઠન કે શક્તિપીઠ શાંતિકુંજના સહયોગથી કામ આગળ ધપાવે.
એ યાદ રાખો કે યુગનિર્માણ આંદોલનને વેગ આપવા પૂ. ગુરુદેવે ગાયત્રી શક્તિપીઠો તથા પ્રજ્ઞાપીઠોની સ્થાપના કરી છે. તેની સાથે જોડાયેલા પરિજનોની એ નૈતિક જવાબદારી છે કે તેઓ પીઠોને યુગઋષિના આદેશ અનુસાર વિકસિત કરી પ્રભાવશાળી બનાવે. આ માટે જવાબદાર વ્યક્તિઓની એક સમર્થ ટુકડી હોવી જોઈએ. એમની બે મુખ્ય જવાબદારીઓ છે :
(૧) ત્યાં સમયદાનીઓ તથા નૈષ્ઠિકોનું એટલું તંત્ર વિકસિત થાય કે પીઠ દ્વારા નક્કી કરાયેલાં ક્ષેત્રનાં ગામેગામ અને ઘરેઘર સુધી નવસર્જનની પ્રેરણા અને શક્તિનો સંચાર કરવાની જવાબદારી નિભાવે. આ સાથે પ્રચારપ્રસાર, સાધના, તાલીમ તથા આંદોલનોને લગતી વિવિધ પ્રવૃત્તિઓનું સફળ સંચાલન થતું રહે.
(૨) ટ્રસ્ટ અંતર્ગત જે સ્થાવર તથા જંગમ સંપત્તિ ઊભી કરવામાં આવી છે તે આ કાર્યને અનુરૂપ પ્રામાણિક અને પારદર્શી હોય.
પૂજ્ય ગુરુદેવે આ સંદર્ભે મહત્ત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે. તેમનું કહેવું છે કે શક્તિપીઠના નામે ઈમારત બનાવીને પોતાની તથા વૈધાનિક જવાબદારીઓથી વિમુખ રહે તેને સામાન્ય શબ્દોમાં ‘છોકરમત’ અથવા કડક શબ્દોમાં ‘યુગદેવતા સાથે ધોખો’ જેવું પાપ કહી શકાય. તેઓ જનતા અને પ્રજ્ઞાસન બંનેની દૃષ્ટિએ ગુનેગાર છે. જો કાનૂની વ્યવસ્થા હિસાબકિતાબ બધું ન બરાબર હોય, પણ નૈતિક તથા સામાજિક કર્તવ્યોનું પાલન થતું હોય તો તેવાને સમાજ ધુતારાની કક્ષામાં જ ગણશે. આનાથી ઊલટું જેઓ નૈષ્ઠિક રીતે કામ કરે છે, પણ કાનૂની તથા હિસાબી પાસું બરાબર ન રાખે તો ગમે ત્યારે કાયદાના સકંજામાં ફસાઈ શકે છે. તેઓ ભલા હોવા છતાં મૂર્ખ જ ગણાશે.
આજે નૈતિક પરિજનો પાસે એ અપેક્ષા રાખવામાં આવે છે કે રજતજયંતી વર્ષમાં પોતાના ક્ષેત્રનાં પ્રજ્ઞાસંસ્થાનોમાં આ બંને પાસાં વ્યવસ્થિત કરવા કટિબદ્ધ બને. નૈતિક જવાબદારીઓનો ખ્યાલ તો પૂ. ગુરુદેવના અત્યાર સુધીના નિર્દેશોમાંથી આવી ગયો છે. આગળ પણ સવિસ્તાર ચર્ચા કરવામાં આવશે. અહીં થોડોક પ્રકાશ કાનૂની જવાબદારીઓ પર પાડવામાં આવ્યો છે.
મહત્તા અને મર્યાદા સમજો
યુગનિર્માણ મિશનનાં વધતાં કાર્યો પૂરાં કરવા પોતાનાં મકાનોની જરૂર જણાતાં શક્તિપીઠો ઊભી કરવામાં આવી. ક્ષેત્રમાં કાર્ય વિસ્તારની જવાબદારી તો ક્ષેત્રી- કાર્યકતાઓ ઉઠાવે છે. તમને સાધના, તાલીમ તથા આંદોલન ચલાવવા માટે જરૂરી સગવડ પૂરી પાડવા માટે નિયમાનુસાર ટ્રસ્ટો બનાવી રાક્તિપીઠ ઊભી કરી. આ વ્યવસ્થા સંભાળવા સ્ટીઓ નીમવામાં આવ્યા. તેમની પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પોતાની જવાબદારીઓ તત્પરતાથી પૂરી કરે, જેથી કાયકત્તાઓ ઉત્સાહપૂર્વક અભિયાનન ગતિ આપવાનું કામ કરતા રહે. જનતાનાં સાધનોથી લોકમંગળના કાર્યો ચાલતાં રહે અ તો સરકાર પણ ઇચ્છે છે. એટલા માટે લોકસવી ટ્રસ્ટોને અનેક સગવડો આપવાની જોગવાઈઓ પણ તેની પાસે છે.
પાછલા દિવસોમાં સરકારે આપેલી છૂટછાટોનો ગેરલાભ ઉઠાવવા કેટલાંય સ્વાર્થી તત્ત્વોએ ગોરખધંધા કર્યા. ટ્રસ્ટોને મળતી છૂટછાટો તો લીધી, પણ જનસેવાની જવાબદારીઓ નિભાવી નહિ, જેથી સરકારે જરા કડક નિયમો અપનાવ્યા છે. સ્ટોના કાયદા કડક બનાવવાની પ્રક્રિયા ચાલે છે. આ નિયમોનો અભ્યાસ અને તેમનું પાલન કરવામાં ખામી રહેશે તો કાયદાકીય રીતે તેમને ગુનેગાર માની કાર્યવાહી કરી શકે છે. આપણે સરકારની મુશ્કેલી સમજીને કાયદાનું પ્રામાણિક રીતે પાલન કરવું જોઈએ.
શું કરીશું ?

 • ક્ષેત્રનાં સંગઠિત એકમો, જિલ્લા, ઉપઝોન કે ઝોનની સમન્વય સમિતિઓની વિધિવ્યવસ્થા, નીતિનિયમો અને હિસાબકિતાબને ઊંડાણથી સમજનારા પરિજનોનો સમાવેશ કરો.
 • ક્ષેત્રમાં જ્યાં જ્યાં પ્રજ્ઞાસંસ્થાન છે તેમનો સંપર્ક કરો. ટ્રસ્ટીઓને તેમની જવાબદારીઓ અને મર્યાદાઓ સમજાવો. આ માટે યોગ્ય વ્યક્તિઓને સમીક્ષકો બનાવી મોકલો. દરેક સંસ્થાનમાં નીચે પ્રમાણેના મુદ્દાઓનો અભ્યાસ કરી જરૂરી સુધારાવધારાની પ્રક્રિયા ચલાવોઃ
 • શું શક્તિપીઠ કે ટ્રસ્ટ મિશનના ધારાધોરણ પ્રમાણે રજિસ્ટર્ડ થયેલું છે ?
 • શું ટ્રસ્ટની બેઠકો નિયમિત રીતે થાય છે ? તેમની નોંધ વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે ?
 • આવકજાવકનો હિસાબ સરકારી નિયમો પ્રમાણે રાખવામાં આવે છે ? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ થઈ એનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે ?
 • જે જમીન પર પીઠ બની છે તે કાનૂની રીતે ટ્રસ્ટના કબજામાં લીધેલી છે ? * ટ્રસ્ટીઓમાં અંદરોઅંદર તાલમેલ છે ? તેઓ પોતાની જવાબદારીઓ અને મર્યાદાઓ સમજે છે ?
 • નિષ્ક્રિય અને અવસાન પામેલા ટ્રસ્ટીઓની ખાલી જગ્યાઓ વ્યવસ્થિત રીતે પૂરવામાં આવે છે ? * ટ્રસ્ટીઓ અને ક્ષેત્રના કાર્યકર્તાઓ વચ્ચે તાલમેળ છે ?
  નૈતિક વિધિ સહગમન
 • જો આમાંથી ગમે તેમાં કમી જણાતી હોય તો સંબંધિત વ્યક્તિઓને સમજાવીને સ્થાનિક એકમો અથવા જરૂર પડ્યે શાંતિકુંજને વચ્ચે રાખી સુધારી શકાય. કોઈ પણ પ્રકારની અનિયમિતતા કાયદાકીય ગુનો છે. આપણા તંત્રે નૈતિક અને કાનૂની રીતે પણ પ્રામાણિક અને પારદર્શી બનાવવાનું છે. શક્તિપીઠોના રજતજયંતી વર્ષમાં આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે એક પણ પીઠ કાયદાની દૃષ્ટિએ પાંગળી ન રહે. ન આગામી દિવસોમાં કાયદા કડક થવાના છે. અજ્ઞાનતાને કાયદાની દૃષ્ટિએ માન્ય રાખવામાં આવતી નથી, જેથી ઓછામાં ઓછું આપણી ગરિમા ટકાવી રાખવા પણ આપણે જાગૃત રહેવું જોઈએ.
 • પીઠોનું મુખ્ય કાર્ય બૌદ્ધિક, નૈતિક અને સામાજિક ક્રાંતિને ગતિશીલ બનાવવાનું છે. નૈષ્ઠિક સમયદાનીઓથી જ આ કામ થઈ શકે, છતાં પીઠની કાયદાકીય પ્રામાણિકતાનું રક્ષણ તો ટ્રસ્ટીઓ કરે છે. એના વિના સરકારી તંત્ર દ્વારા પીઠ અપ્રમાણિક જ સાબિત થશે. દરેક પીઠ પર કાર્યકર્તાઓ અને ટ્રસ્ટીઓ વચ્ચેનો તાલમેળ હોવો ખૂબ જ જરૂરી છે. તેમની વચ્ચે પ્રેમ તથા આત્મીયતાભર્યા સંબંધો આવશ્યક છે. પૂરેપૂરી જવાબદારીઓ એકલા ટ્રસ્ટીઓ ઉઠાવી શકે નહિ અને એકલા ક્ષેત્રીય કાર્યકર્તાઓ પણ ઉઠાવી શકે નહિ. બંનેએ એકબીજાની અગત્યતા સમજી, તાલમેળ બેસાડી, એકબીજાને સન્માન આપી આગળ વધવાની રીત જ અપનાવવી પડશે.
 • એટલા માટે રજત જયંતી વર્ષમાં પીઠોની કાયદાકીય વ્યવસ્થા સંભાળવાની સાથેસાથે ટ્રસ્ટીઓ અને કર્મઠ પરિજનો વચ્ચે સમન્વય તંત્ર પણ ગોઠવવાનું છે. આ સંદર્ભે ‘સંગઠનની રીતિનીતિ’ પુસ્તિકા ઉપયોગી બનશે. અહીં સંક્ષિપ્તમાં તેનો માત્ર ઉલ્લેખ જ કરવામાં આવ્યો છે.
 • ટ્રસ્ટીમંડળની પૂરક કાર્યકારી સમિતિ પણ સક્રિય હોવી જરૂરી છે, જેને સંયુક્ત સમન્વય સમિતિ પણ કહી શકાય. ક્ષેત્રમાં કાર્યવિસ્તાર, સમયદાનીઓની પસંદગી, તાલીમ, આયોજનોનું કામ આ કાર્યકારી સમિતિ જ સંભાળે છે. ટ્રસ્ટે તેનાં કાર્યો માટે જરૂરી સગવડો પૂરી પાડવાની છે. બંનેમાં સમન્વય હોવો જરૂરી છે. કાર્યકારી સમિતિની બેઠકોમાં ટ્રસ્ટી મંડળના પ્રતિનિધિઓ એ પણ હાજર રહી આ સમિતિને વિશ્વાસમાં લઈ પારદર્શી વ્યવસ્થા બનાવવી જોઈએ.
 • પીઠના ક્ષેત્રનાં દરેક મંડળ ટ્રસ્ટની રસીદો પર ફંડફાળો ઉઘરાવી એનો ચોખ્ખો હિસાબ રાખે. માસિક હિસાબ ટ્રસ્ટના એકાઉન્ટન્ટને આપે. જરૂર હોય તો એકાઉન્ટન્ટ પાસેથી કાયદાકીય રીતે ચોખ્ખો હિસાબ રાખવાની પદ્ધતિ શીખી લેવી જોઈએ.
 • શક્તિપીઠ માટે સમયદાનીઓ મેળવી આપવાનું કામ કાર્યકારી સમિતિનું છે. તે આશ્રમવ્યવસ્થા, સંગઠનવ્યવસ્થા અને આંદોલન વ્યવસ્થા માટે જરૂરી કમિટિઓ બનાવે અને બધાં સાથે વ્યાવહારિક તાલમેલ બેસાડે.
  રજત જયંતી વર્ષમાં ઓછામાં ઓછી આટલી વ્યવસ્થા બધી પીઠોમાં થાય તે ધ્યાનમાં રાખવું જોઈએ. જે આ વ્યવસ્થા ન કરી શકે તેમને યુગઋષિના તંત્રના નિયમો અંતર્ગત પીઠની માન્યતા નહિ મળે. એને પરંપરાગત ગાયત્રી મંદિર જ માનવામાં આવશે. સંચાલકગણે પોતાની જવાબદારીઓ સમજવા અને સ્વીકારવા ‘સંગઠનની રીતિનીતિ’ અને લોકસેવીઓ માટે દિશાબોધ’ પુસ્તિકાઓનો અભ્યાસ કરવો જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: