૧૨. યુગશક્તિના પ્રવાહને પ્રખર બનાવો
July 16, 2022 Leave a comment
યુગશક્તિના પ્રવાહને પ્રખર બનાવો
મહર્ષિ અરવિંદે કહ્યું છે કે આ યુગની સમસ્યાઓનું સમાધાન અને નવા યુગની સંભાવના સામાન્ય માનસથી થવાની નથી, એ માટે અતિમાનસના અવતરણની જરૂર પડશે. આ સંદર્ભે તેમણે ‘સાવિત્રી’ જેવા ગંભીર ગ્રંથની રચના કરી.
યુગઋષિ પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું હતું : “નવયુગ સર્જનના ઈશ્વરીય સંકલ્પને મૂર્તિમંત કરવા મહાપ્રજ્ઞાના અવતરણની વ્યવસ્થા બની ગઈ છે. આદિશક્તિ ગાયત્રી યુગશક્તિના રૂપમાં અવતરવા થનગની રહી છે. પ્રત્યેક ભાવનાશીલને તેનો લાભ લેવા સાદર આમંત્રણ છે.’’ આ દિવ્યધારાનું જ્ઞાન આપવા તેમણે ગાયત્રી મહાવિજ્ઞાન ગ્રંથની જનસુલભ ભાષામાં તૈયારી કરી.
સન્ ૧૯૫૮માં થયેલા ૧૦૦૮ કુંડીય યજ્ઞ, બ્રહ્માસ્ત્ર અનુષ્ઠાનના સમયે તેમણે ઘોષણા કરી હતી કે આદ્યશક્તિ ગાયત્રી વેદમાતા, દેવમાતાની ભૂમિકાથી આગળ વધી વિશ્વમાતાના રૂપમાં સક્રિય થઈ રહી છે. સમગ્ર વિશ્વ ગાયત્રી મંત્રની ઉપાસના કરશે એવો સમય જલદીથી આપવાનો છે.
મથુરાથી વિદાય (સન્ ૧૯૭૧)લેતા પહેલાંનો પ્રસંગ છે. પત્રકારોએ તેમને પૂછ્યું : આપ યુગનિર્માણ જેવા સાર્વભૌમ ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહ્યા છો અને આપ ઇશ્વરીય સત્તાનો સંદર્ભ આપ્યા કરો છો, પરંતુ આપણા દેશમાં જ ભગવાનના નામ પર અનેક વિવાદ તથા મતભેદ છે ને ઝઘડા પણ થઈ રહ્યા છે. આવી વિસંગતિથી આપ સમાજને કઈ રીતે બચાવી શકશો ?
એ દિવસોમાં બેંકોનું રાષ્ટ્રીકરણ થયું હતું. એ સમાચારો બધે છવાયેલા હતા. આચાર્યશ્રીએ કહ્યું : “ઈશ્વરની અલગ અલગ ધારણા તથા માન્યતાને લીધે વિસંગતિઓ દેખાય છે. હું બેંકોની જેમ ઈશ્વરનું પણ રાષ્ટ્રીયકરણ કરી દઈશ.” સ્પષ્ટ છે કે તેમનો સંકેત સમર્થ ગાયત્રીવિદ્યા તરફ હતો, તેના આધારે ઈશ્વરનાં રૂપ અને નામથી તથા તે અંગેના વિવાદોમાંથી બહાર નીકળી ઈશ્વરની સાર્વભૌમ સત્તાનું સહજ જ્ઞાન મેળવી શકાય છે.
હરિદ્વારમાં સૂક્ષ્મીકરણ સાધના (સન્ ૧૯૮૪ થી ૧૯૮૬) બાદ તેમણે કહ્યું : આપણી ગાયત્રી હવે સમુદ્ર બની ગઈ છે. એટલે કે અલગ અલગ દિશાધારાઓવાળી નદીઓ જે રીતે સમુદ્રમાં એકાકાર થઈ જાય છે તે રીતે સાધનાની વિવિધ ધારાઓ ગાયત્રી મહાવિદ્યાના પ્રભાવથી સમરસ થઈ જશે.
વિવેકદૃષ્ટિથી ઉપરોક્ત કથનોની સાર્થકતા સ્પષ્ટ જોઈ શકાય છે. ગાયત્રી મહામંત્રના ઉપયોગ પરનો નિષેધ સંપૂર્ણ પ્રભાવહીન થઈ ગયો છે. ગાયત્રી મહામંત્રની કેસેટ, સી.ડી. વગેરેનો ઉપયોગ ખુલ્લંખુલ્લા દેશ વિદેશમાં થઈ રહ્યો છે. તમામ સંતો તથા ધાર્મિક નેતાઓએ પોતપોતાના શિષ્યોને ગાયત્રી મંત્રનો ઉપયોગ કરવાની છૂટ આપી પ્રેરણા આપવાની શરૂ કરી છે. ઇસ્લામના અતિમહત્ત્વના સૂરહ ફાતિહા અને ગાયત્રી મંત્રમાં એકાત્મતાનો અનુભવ કરવામાં આવી રહ્યો છે. સનાતની, આર્યસમાજી, જૈન, બૌદ્ધ, ઇસ્લામ, ઇસાઈ તમામ મતમતાંતરો સાથે જોડાયેલા પ્રગતિશીલ સાધકો ગાયત્રી મહામંત્રને સાર્વભૌમ માનવા લાગ્યા છે. આગળનાં પગલાં પ્રખર બને પૂજ્ય ગુરુદેવે સ્પષ્ટ કહ્યું છે કે હવે વિશ્વની એકતાનો સમય આવી ગયો છે. વિશ્વધર્મ, વિશ્વસંસ્કૃતિ, વિશ્વવ્યવસ્થા તથા વિશ્વભાષાની સ્થાપના તરફ પ્રગતિનાં ચરણ ગતિમાન થતાં જાય છે. આ બધાં શ્રેષ્ઠ લક્ષ્ય માટે વિવેકદાતા મહાપ્રજ્ઞા ગાયત્રીની ભૂમિકા અતિ મહત્ત્વપૂર્ણ રહેશે. યુગનિર્માણ માટે સમર્પિત ગાયત્રી પરિવાર તથા યુગશક્તિના ઊર્જાસંચાર કેન્દ્રોના રૂપમાં પ્રતિષ્ઠિત ગાયત્રી શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠો તથા ચરણપીઠો સાથે જોડાયેલા તંત્રને આ હેતુ માટે વ્યાપક અને પ્રભાવશાળી બનાવવું જરૂરી છે.
સમજો અને સમજાવોઃ
ગમે તે નામ, રૂપ કે માધ્યમથી પરમાત્માનું ભજન કરનાર કોઈ પણ શ્રદ્ધાળુ ગાયત્રી મહામંત્રનો નિઃસંકોચ ઉપયોગ કરી શકે છે.
ગાયત્રી મંત્રના જપ કોઈ પણ પવિત્ર સ્થળે થઈ શકે છે. એના જપથી યુગશક્તિની સમર્થ ધારાઓનો પ્રવાહ સાધકને લાભ આપી શકે છે.
ગાયત્રી મહામંત્રનાં વિભિન્ન ચરણ બ્રહ્મવિદ્યાનાં વિભિન્ન પાસાં અને પ્રમાણોનો સાક્ષાત્કાર સાધકને કરાવી શકે છે. જેમ કે –
ૐ – પરમાત્મ સત્તાનું નામ, રૂપથી પર એવું સ્વવાચક ૐ સંબોધન, જે પરમાત્મામાં વિશ્વના ઉદ્ભવ, વિકાસ અને વિનાશની શક્તિનું બોધક છે.
ભૂર્ભુવઃ સ્વઃ – તે પરમાત્મા પૃથ્વી, અંતરિક્ષ અને પાતાળ એ ત્રણે લોકમાં વ્યાપેલો છે. તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક અને સુખસ્વરૂપ છે એટલે કે તે સર્વવ્યાપી અને સર્વગુણસંપન્ન છે.
તત્ સવિતુર્વરેણ્ય – તે બધાંને ઉત્પન્ન કરનાર સવિતા સ્વરૂપ દિવ્યઊર્જાનો સ્રોત હોવાના લીધે વરણ કરવા યોગ્ય, આત્મસાત્ કરવા યોગ્ય છે.
ભર્ગો દેવસ્ય ધીમહિ – આપણે તેને આપણા અંતઃકરણમાં ધારણ કરીએ કારણ કે તે વિકારોનો વિનાશ અને દેવત્વનો વિકાસ કરવામાં સમર્થ છે.
ધિયો યો નઃ પ્રચોદયાત્ – આપણા અંતઃકરણમાં સ્થાન ગ્રહણ કરીને આપણી બુદ્ધિને સન્માર્ગ પર ચલાવે. મ
હામંત્રનાં આ વિભિન્ન પાસાં સાધકને ધીમે ધીમે પરમાત્મ સત્તાનાં સાર્વભૌમ તત્ત્વનું જ્ઞાન કરાવે છે, સાથેસાથે સાધક સાથે અનાયાસ સંબંધ જોડે છે, તેના જીવનમાં સુધાર કરી વિકસિત કરે છે અને શ્રેયના માર્ગે આગળ વધવાની શક્તિ પ્રદાન કરે છે. જો આ રીતે સમજાવી લોકોને યુગશક્તિની ધારામાં જોડવા માટે યોજનાબદ્ધ ક્રમ ચલાવવામાં આવે તો કરોડોની સંખ્યામાં નવા યુગસાધકો તૈયાર કરી શકાય. તેઓ પરંપરાગત ક્રમમાં કોઈ પણ મૂર્તિ, ચિત્ર કે ગુરુમાં શ્રદ્ધા રાખતા હોય, છતાં પણ ગાયત્રી મહામંત્રનો પ્રયોગ શરૂ કરી શકે છે. આ માટે ગાયત્રી મંત્રનાં માનવ આકૃતિ વિનાનાં ચિત્રો પણ તૈયાર કરાવ્યાં છે, જેમાં માત્ર સૂર્ય અને તેના આભામંડળમાં ગાયત્રી મંત્ર મોટા અક્ષરે છાપેલો છે. આને ગાયત્રી મંત્રના પ્રયોગ માટે સંકલ્પના પ્રતીક રૂપે નિઃસંકોચ સ્થાપિત કરી શકાય.
ગાયત્રી યુગશક્તિના રૂપમાં કામ કરી રહી છે. એટલા માટે ગાયત્રી મંત્ર સાથે ભાવના સાથે જોડાતાં જ સાધકના અંતઃકરણમાં દિવ્ય હલચલ થવા માંડે છે. જે રીતે ઋતુના પ્રભાવથી બીમાંથી અંકુર ફૂટે છે તેવી જ રીતે યુગશક્તિના પ્રભાવથી યુગસર્જનનો ઉમંગ ઉભરાવા લાગે છે. આ સંદર્ભમાં યુગઋષિએ ફેબ્રુઆરી ૧૯૭૯ની અખંડજ્યોતિના ‘અપનોં સે અપની બાત’ માં લખ્યું હતું :
“દૂધ ગરમ કરવાથી મલાઈ ઉપર આવે છે. વૃક્ષ જ્યારે પરિપક્વ થાય છે ત્યારે ફળફૂલ ધારણ કરે છે, વાદળોની પાણી સંઘરવાની શક્તિ સંતોષાય ત્યારે ઊંચે જવાનું બંધ કરી નીચે ઊતરી આવે છે અને ધરતી પર વરસવા લાગે છે, ચંદ્રમા જ્યારે પૃથ્વીની નજીક હોય છે ત્યારે સમુદ્રમાં ભરતીઓટ આવે છે અને ધરતી પર કેટલીય અદેશ્ય હલચલ મચી જાય છે. શરીરનો વિકાસ પૂરો થતાં જ પ્રજનનનો ઉમંગ જાગે છે.
વિચારણા અને ભાવનાના ક્ષેત્રમાં પ્રવેશેલી સદાશયતાનું એકમાત્રચિહ્ન છે કે તે પુણ્ય૫રમાર્થનાં લોકમંગલનાં કાર્યોમાં સ્વાભાવિક રૂપે પરોવાવા લાગે છે. શ્રદ્ધાની પરિપક્વતાની સાબિતી આદર્શો પ્રત્યે વધતો પ્રેમ જ છે. ભ્રષ્ટ ચિંતન અને દુષ્ટ આચરણ પ્રત્યે તથા તેના જેવી નીચ હરકતો પ્રત્યે પ્રચંડ ગુસ્સો આવે છે. અસુરની સામે લડ્યા વિના તેની પાસે કોઈ જ રસ્તો રહેતો નથી. ભગવાનના અવતરણના બે જ હેતુઓ હોય છે. ધર્મની સ્થાપના અને અધર્મનો નાશ. જેના અંતરાત્મામાં જેટલા પ્રમાણમાં દૈવીતત્ત્વ વધશે તેટલા પ્રમાણમાં આ બંને હેતુ માટે તે તત્પર રહેશે.
આસ્થાવાન નિષ્ક્રિય રહી ન શકે. એની નિષ્ઠા એની પાસે પ્રબળ પુરુષાર્થ કરાવીને જ જંપશે. શ્રદ્ધાનો પરિચય કરુણાના રૂપમાં મળે છે. આ કરુણાની અંતઃવેદના, સંવેદના, પીડા અને પતનની આગ હોલવવા પોતાની આંતરિક ગરિમાનું યોગ્ય પ્રમાણ આપી શકે છે. આધ્યાત્મિકતા, આસ્તિકતા અને ધાર્મિકતાની માત્ર વાતો કરનારા લોકો સંકુચિતતા અને સ્વાર્થપરાયણતાના કાદવમાં પડ્યા રહે છે, પણ જેમના અંતરાત્મામાં દૈવી પ્રકાશનું હકીકતમાં અવતરણ થયું હશે તેઓ તો રાજહંસની જેમ વિરાટ આકાશમાં વિચરણ કરશે. વિશ્વકલ્યાણમાં જ તેમને આત્મકલ્યાણનો જણાય છે. તેવી વ્યક્તિઓ જીવનપર્યંત આદર્શો માટે સમર્પિત હોય છે. ગાયત્રી મહાવિદ્યા સાથે પ્રત્યેક માણસને જોડવા પૂ. ગુરુદેવે પોતાની દૈહિક યાત્રાના છેલ્લા ચરણમાં મહત્ત્વપૂર્ણ સાહિત્ય લખ્યું છે. આ સાહિત્ય શ્રદ્ધાપૂર્વક લોકોને વંચાવવામાં આવે તો તેમનામાં ગાયત્રી સાધના કરવાનો ઉમંગ જાગી શકે છે. અખંડજ્યોતિના આ લેખમાં તેઓ લખે છે :
“અત્યાર સુધી ગાયત્રી વિષયક ઘણું સાહિત્ય લખાઈ ગયું છે અને તેના તત્ત્વજ્ઞાનની વિશેષ જાણકારી આપવા માટે યુગશક્તિ ગાયત્રી સાત ભાષાઓમાં પ્રકાશિત થઈ રહી છે, છતાં આ નવું સાહિત્ય વિશેષ હેતુથી લખવામાં આવ્યું છે. ગાયત્રીના તત્ત્વદર્શનથી અપરિચિત લોકોને પણ વિશ્વના નવનિર્માણના પાયાનું સ્વરૂપ સમજવવાની તક મળે એ હેતુથી આ નવું સાહિત્ય લખવામાં આવ્યું છે. તેનો અનુવાદ ભારતની મોટાભાગની ભાષાઓમાં પ્રકાશિત થશે અને થોડાં વર્ષોમાં ગીતા અને બાઈબલની જેમ વિશ્વની ૭૦૦ ભાષાઓમાં અનુવાદિત, પ્રકાશિત અને પ્રસારિત કરવાનો યોજનાબદ્ધ પ્રયત્ન કરવામાં આવશે. જે તત્ત્વદર્શન વિશ્વના નવનિર્માણની મુખ્ય ભૂમિકા ભજવવાનું છે તેની જાણકારી સમગ્ર માનવસમાજને થવી જરૂરી છે. સ્પષ્ટ છે કે ગાયત્રીને જાતિ, લિંગ કે ક્ષેત્રની જાગીર રહેવા દેવામાં નહિ આવે, પણ તે વિશ્વસંસ્કૃતિની કરોડરજ્જુ જ હતી અને ભવિષ્યમાં પણ એનું એ જ સ્વરૂપ પ્રખર બનશે.”
પ્રતિભાવો