૧૪. સમયબદ્ધ લક્ષ્ય બનાવીને ચાલો
July 18, 2022 Leave a comment
સમયબદ્ધ લક્ષ્ય બનાવીને ચાલો
યુગસંધિ મહાપુરશ્ચરણની પૂર્ણાહુતિ સાથે જ એકવીસમી સદીમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ ચલાવવા દેવપરિવાર, યુગનિર્માણ પરિવાર કે ગાયત્રી પરિવારને સુસંગઠિત કરી પ્રત્યેકને ચોક્કસ જવાબદારી સોંપવાનું કાર્ય ચાલુ થઈ ગયું છે. સમજદાર તથા ઈમાનદાર પરિજનોએ થોડાક સમયમાં જ જવાબદારી સ્વીકારીને બહાદુરી સાથે આગળ વધવાનો પ્રશંસાપાત્ર ઉત્સાહ બનાવ્યો છે. ઘણી જગ્યાએ આનાં શુભ પરિણામ પ્રત્યક્ષ આવી રહ્યા છે.
શક્તિપીઠ અભિયાનના રજતજયંતી કાર્યક્રમોને શાનદાર રીતે લાગુ કરવાની આશા આવા પ્રાણવાન પરિજનોવાળા એકમો પાસે રાખી શકાય છે. એવો વિશ્વાસ છે કે નિષ્ઠાવાન પરિજનોનો પુરુષાર્થ અને દિવ્ય ઋષિતંત્રનાં અદ્ભુત વરદાનોનો સંયોગ એવાં શાનદાર પરિણામો લાવશે, જેના માટે ગર્વ થઈ શકે.
જેમની પાસે આ પહેલની આશા રાખવામાં આવે છે તેઓ છે :
- જ્યાં સંગઠનનાં ઝોનલ અને ઉપઝોનલ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યાં છે તેવી તમામ શક્તિપીઠો,
- જિલ્લાની મુખ્ય શક્તિપીઠ અથવા અલગ અલગ સ્થળોએ આવેલી જીવંત શક્તિપીઠો તથા પ્રજ્ઞાકેન્દ્રો, જેમણે જિલ્લાના નક્કી કરેલા ક્ષેત્રમાં નવસર્જન અભિયાન ચલાવવાની જવાબદારી ઉઠાવી છે.
આ બધાં જાગૃત એકમોની સંયુકત સમન્વય સમિતિને એ જવાબદારી સોંપવામાં આવી છે કે પોતાના ક્ષેત્રમાં આવેલી ગાયત્રી શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠો, ગાયત્રી મંદિરો, પ્રજ્ઞાકેન્દ્રો તમામને અગાઉનાં વર્ષો કરતાં વધારે પ્રામાણિક, વ્યવસ્થિત અને સમર્થ બનાવવા માટે સંકલ્પ લે. આ પુણ્ય પ્રયાસમાં મુખ્ય કેન્દ્ર શાંતિકુંજ, હરિદ્વારનાં સમર્થ અંગ અવયવોની ભૂમિકા નિભાવીને ગૌરવ પ્રાપ્ત કરવું જોઈએ.
આ સંદર્ભે જવાબદારીઓનાં મુખ્ય બે પાસાં હશે :
(૧) પોતાના કેન્દ્ર/પીઠને અપેક્ષા કરતાં વધારે સમર્થ અને પ્રભાવશાળી બનાવવી.
(૨) પોતાના ક્ષેત્રમાં આવેલી શક્તિપીઠોને વ્યવસ્થિત અને પ્રભાવશાળી બનાવવા માટે યોજનાબદ્ધ પ્રયત્ન કરવો.
આ બંને પ્રકારની ધારાઓ માટે ટાળીઓ બનાવીને જવાબદારી વહેંચી કામની શુભ શરૂઆત કરવી જોઈએ.
સ્થાનિક
પોતાના કેન્દ્ર/પીઠના નીચેના ચાર વિભાગો માટે પ્રગતિનાં લક્ષ્ય નક્કી કરો –
(ક) કાનૂની તંત્ર અને અર્થવ્યવસ્થાને વધારે પારદર્શી અને પ્રામાણિક બનાવો.
(ખ) પીઠ/કેન્દ્રને જનશ્રદ્ધાનું, આધ્યાત્મિક ઊર્જાસંપન્ન કેન્દ્ર બનાવવા અંગે.
(ગ) સંગઠનને વધારે શિસ્તવાળું તથા પ્રભાવશાળી બનાવવા માટે, પરિજનોની સંખ્યા અને ગુણવત્તા વધારવા બાબતે
(ઘ) લોકહિતનાં આંદોલનોને આગળ વધારવા માટે આપણા તથા આપણા જેવા વિચારવાળાં બીજાં સંગઠનોના સહકારથી આગળ વધવાનાં બીજાં ચરણોના સંદર્ભમાં હાલની પરિસ્થિતિ કરતાં વધુ પ્રગતિ કરવા માટે આગળની યોજના બનાવી તેને લાગુ કરવી.
*ક્ષેત્રીય
પોતાને લાગતાવળગતા ક્ષેત્રમાં જ્યાં પહેલેથી ગાયત્રી શક્તિપીઠ, પ્રજ્ઞામંદિર કે પ્રજ્ઞાકેન્દ્ર હોય તેનું સર્વેક્ષણ કરવું :
(૧) તે ક્યાં આવેલાં છે ? (૨) તેમની કાયદાકીય સ્થિતિ કેવી છે ? (૩) તેમની સાથે જોડાયેલ જવાબદાર વ્યક્તિઓ કોણ કોણ છે ? (૪) તેમને યુગઋષિના આદેશ અનુસાર અદા કરવાની જવાબદારીઓનું કેટલું ભાન છે ? (૫) વિકાસ માટે આગળ જે પગલાં ભરવાનાં છે તેના માટે તેમનામાં ઉત્સાહ અને તાકાતનું સ્તર કેવું છે ? (૬) ઇચ્છિત પ્રગતિ માટે પહેલા ચરણની જરૂરિયાતો કઈ છે ?
આ બંને સ્થાનિક અને ક્ષેત્રીય જવાબદારીઓનું સર્વેક્ષણ તથા અન્ય બાબતો પહેલેથી નક્કી કરી લેવી જોઈએ. આ પુણ્યકાર્યને અનુષ્ઠાન માની એ પૂરું થાય ત્યાં સુધી કોઈ વિશેષ તપનો નિયમ લેવો તે લાભદાયક રહેશે.
તબક્કાવાર પ્રગતિ કરતા રહો
આ સમયગાળામાં સર્વેક્ષણની પ્રામાણિક ક્રિયા પૂરી કરી સ્થાનિક અને ક્ષેત્રીય પીઠો, કેન્દ્રો માટે પ્રગતિની યોજનાબદ્ધ પ્રવૃત્તિઓ શરૂ કરો. સમયબદ્ધ કાર્યયોજના પ્રમાણે નાનાં નાનાં લક્ષ્ય બનાવી તેમને સિદ્ધ કરતાં આગળ વધો.
સ્થાનિક સમર્થ પીઠો સાથે જોડાયેલા પરિજનોએ મિશનની પત્રિકાઓના ગ્રાહકો, દેવસ્થાપના કરાયેલાં ઘરો, નિયમિત ઉપાસકો, સમયદાનીઓ, અંશદાનીઓ વગેરેની સંખ્યા એક વર્ષમાં દોઢ ગણીથી બમણી કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
ઉપરનાં કેન્દ્રો પર સાધનાસત્રો અને સમયદાનીઓનાં તાલીમસત્રો ચલાવવાં જોઈએ. આ સત્રો એક-બે કલાકવાળાં અથવા ૩ થી ૭ દિવસની ટૂંકી અવધિનાં હોય, ભલે આવાં સત્ર મહિનામાં એકાદવાર જ ચાલે, પરંતુ તેમનું ગરિમામય સંચાલન વ્યવસ્થિત તથા નિયમબદ્ધ ચાલવું જોઈએ.
કેન્દ્ર પર પ્રચારકો, વક્તાઓ, પ્રશિક્ષકો, યોજના ઘડનારા અને બધાંનું આયોજન કરનારાઓની યોગ્યતા અને સંખ્યા વધારવાનો પ્રયત્ન ચાલતો રહેવો જોઈએ. યુગનિર્માણ માટે ક્ષેત્રની ભૂખ સંતોષવા એમની સંખ્યા વધારવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આગામી દિવસોમાં જ્યારે આંદોલન વેગ પકડશે, ગામ સફાઈ અને આપત્તિ પ્રબંધન જેવાં આયોજનો હાથમાં લેવામાં આવશે ત્યારે મોટી સંખ્યામાં શ્રમયજ્ઞ માટે સેવાભાવીઓ અને વિશેષજ્ઞોની જરૂર પડશે.
ક્ષેત્રીય પીઠો યા કેન્દ્રો માટે સંકલ્પપૂર્વક આગળ વધો. મિશનરી ભાવનાવાળા કોઈ પણ પૂરા સમયના સમયદાની અથવા માનદ વેતન આપી ઓછામાં ઓછો એક પરિવ્રાજક વહેલી તકે નિયુક્ત કરવો જોઈએ. એની ભાવના અને યોગ્યતા વધારવાની, તેનું ઘડતર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. ધીમે ધીમે જરૂર પ્રમાણે તેમની સંખ્યા પણ વધારવી જોઈએ. સંબંધિત ટ્રસ્ટીઓ અને જવાબદાર લોકોએ પૂજ્ય ગુરુદેવની યોજનાને અનુરૂપ તેમને કાયદાકીય તથા નૈતિક જવાબદારીઓનું જ્ઞાન આપવા અને તે પ્રમાણે કામ કરવાની પ્રેરણા અને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.
કાયદાકીય વ્યવસ્થામાં પીઠની જમીન અને મકાનની માલિકી ટ્રસ્ટને નામે હોવી, ટ્રસ્ટની નિયમિત બેઠકો, મિનિટ બુક, આવક – ખર્ચના ઓડિટ વગેરેના સંદર્ભમાં પ્રામાણિકતા લાવવી જોઈએ. આ માટે અનુભવી સ્થાનિક વ્યક્તિ ન હોય તો નજીકની કોઈ સમર્થ પીઠના ટ્રસ્ટને આવી વ્યવસ્થા સોંપી શકાય. સ્થાનિક વ્યવસ્થા માટે સ્વતંત્ર સમિતિ બનાવવાથી કામ ચાલી શકશે. આવા પ્રસંગોએ સક્રિય ઝોન કે ઉપઝોન અથવા શાંતિકુંજનો સહયોગ પ્રાપ્ત કરવો પણ જરૂરી છે.
નૈતિક જવાબદારીઓ અંતર્ગત મંદિર વ્યવસ્થા કે આશ્રમવ્યવસ્થા સાથે તમામ પ્રવૃત્તિઓ યુગઋષિની યોજનાની ગરિમાને છાજે તે રીતે વિકસિત કરવા, ધર્મતંત્રથી લોકશિક્ષણની પ્રવૃત્તિઓ ચલાવવા, નક્કી કરેલાં આંદોલનોમાંથી સાધના આંદોલનની સાથે સાથે એક બે અન્ય આંદોલન હાથમાં લેવા જેવાં તબક્કાવાર લક્ષ્ય રાખવાં જોઈએ.
આ કાર્યમાં નીચેનાં પુસ્તકોના અભ્યાસથી માર્ગદર્શન મળી રહેશે:
(૧) સૌના માટે સરળ ઉપાસના – સાધના (૨) જીવનદેવતાની સાધના – આરાધના (૩) લોકસેવીઓ માટે દિશાધારા (૪) સંગઠનની રીતિનીતિ
શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠો, પ્રજ્ઞાકેન્દ્રો, સંગઠિત એકમોની સક્રિય અને જવાબદાર વ્યક્તિઓ, ટ્રસ્ટીઓ, સમન્વય સમિતિના સભ્યો વગેરેએ હળીમળીને ઉપરનાં પુસ્તકોનો અભ્યાસ પાઠ્યપુસ્તકોની જેમ કરવો જોઈએ. આમ કરવામાં જે કંઈ મુશ્કેલી આવે તે હલ કરવા ઉપઝોન, ઝોન તથા શાંતિકુંજનો સહયોગ મેળવી શકાય છે.
આટલું તો બધાં કરે :
ઉપરની પંક્તિઓમાં સમર્થ કેન્દ્ર દ્વારા પોતાની અને ક્ષેત્રમાં ફેલાયેલી બીજી પીઠોના વિકાસ માટે તબક્કાવાર પ્રક્રિયા નક્કી કરવાની તથા જવાબદારી ઉઠાવવાની વાત કહેવામાં આવી છે. દરેક ક્ષેત્રની પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે વિવેકપૂર્વક નિર્ણયો કરવા જોઈએ. રજતજયંતી વર્ષમાં દરેક શક્તિપીઠ / કેન્દ્ર માટે અનિવાર્ય કાર્યસૂચિ આપવામાં આવી રહી છે તે પણ એક સફળ બનાવવાની છે.- દરેક પીઠ પર યુગનિર્માણ સત્સંકલ્પનું મોટું બોર્ડ તથા વ્યાખ્યા સહિત લાલ મશાલનું ચિત્ર પરિસરની શોભા અને કદ અનુસાર મહત્ત્વની જગ્યાએ મૂકવાં જોઈએ. આ બંનેને ક્ષેત્રના પ્રત્યેક ઘર અને જન જન સુધી પહોંચાડવાનું અભિયાન ચલાવવું જોઈએ. નાનાં નાનાં લક્ષ્ય નક્કી કરી આગળ વધવું જોઈએ. યુગનિર્માણ સત્સંકલ્પનાં ખિસ્સામાં રાખી શકાય તેવાં રંગીન અને આકર્ષક પોકેટ કાર્ડ બનાવવામાં આવ્યાં છે, જેના પહેલા પાન પર સત્સંકલ્પનું મહત્ત્વ, વચ્ચેનાં બે પાન પર સત્સંકલ્પ અને પાછળના પૂંઠા પર વ્યાખ્યા સાથે મશાલનું ચિત્ર છાપ્યું છે. શાંતિકુંજમાં આ કાર્ડ દસ રૂપિયાનાં ૪૦ લેખે મળે છે. પરિજનોએ આ ફોલ્ડર કાર્ડ પોતાની પાસે રાખવાં જોઈએ અને પોતાના સંપર્કમાં આવનારને તે આપી તેનો લાભ ઉઠાવવા પ્રેરણા આપવી જોઈએ. અલગ અલગ આકારમાં મશાલનાં ચિત્ર પણ મળે છે.
- પ્રત્યેક પીઠ – કેન્દ્રએ ચારે દિશાઓમાં ઓછાં ઓછા ૧૦ કિ.મિ. વિસ્તારમાં દીવાલો પર સાક્ય લેખનનું વ્યાપક અભિયાન ચલાવવું જોઈએ. વિશેષ રૂપથી મનુષ્યમાં દેવત્વનો ઉદય, ધરતી પર સ્વર્ગનું અવતરણ, એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્ય, ત્રણ નિર્માણ, ત્રણ ક્રાંતિઓ, ચાર મંત્રો વગેરેને મહત્ત્વ આપવું જોઈએ. ક્ષેત્રની પસંદગી પ્રમાણે અન્ય પ્રેરણાદાયી વાક્યો પસંદ કરી શકાય.
- પ્રત્યેક પીઠના કાર્યક્ષેત્રમાં ઓછામાં ઓછા ૧૦૦૦ નવા સાધકો બનાવી તેમનામાં શ્રદ્ધા જન્માવી સમયદાન, અંશદાન સાથે પીઠના સંપર્કમાં લાવવાનું ધ્યેય રાખવું જોઈએ. નવા જૂના સાધકોને મંડળોના રૂપમાં સંગઠિત કરવામાં આવે. શક્તિપીઠ કે કેન્દ્રની કિંમત તેના મકાન તથા ભભકાથી નહિ, પણ તેની સાથે જોડાયેલ કર્મઠ પરિજનોનાં મંડળો, નવચેતના કેન્દ્રો, સક્રિય સંગઠિત એકમો દ્વારા જ આંકવામાં આવશે.
- ઉજ્જવળ ભવિષ્યની શક્યતાને સાકાર કરવા અલગ અલગ સ્થળોએ કલાક – બે કલાકના સમયમાં ૨૪૦૦૦ અથવા સવા લાખ ગાયત્રી મંત્ર જપનાં સામૂહિક અનુષ્ઠાન સંકલ્પપૂર્વક કરાવવાં જોઈએ. આવાં આયોજનોની ઓછામાં ઓછી સંખ્યા નક્કી કરી લેવી જોઈએ.
- ઋષિચેતનાના સૂક્ષ્મ પ્રભાવથી તમામ ધાર્મિક, સામાજિક સંગઠનોના સૂત્રસંચાલકોએ પોતાના અનુયાયીઓએ ગાયત્રી મહામંત્ર જપવા પ્રેરણા આપી છે. એ બધાનો સંપર્ક કરી ગાયત્રી મહામંત્ર જપ કરવાની સરળ વિધિઓ સમજાવવા અમુક જાણકાર પરિજનોને નિયુક્ત કરવા જોઈએ.
- ક્ષેત્રનાં કેન્દ્રોની આસપાસ અથવા એક કેન્દ્રથી બીજા કેન્દ્ર કે શક્તિપીઠ સુધી સાઈકલ પ્રચારયાત્રાઓ યોજવી જોઈએ. સાંસ્કૃતિક મંડળો, યુવામંડળોના સભ્યોનો ઉપયોગ કરી શકાય છે.
*દરેક જગ્યાએ શક્તિપીઠોનો પરિચય અને ત્યાંની પ્રવૃત્તિઓ, સગવડો, ત્યાં કરવામાં આવતાં વિધિવિધાનોનાં નાનાં નાનાં પત્રકો, ફોલ્ડર છપાવીને રાખવાં જોઈએ. ક્ષેત્રમાં આનું વિતરણ કરી ઇચ્છુકોને આકર્ષિત કરી શકાય. પીઠ / કેન્દ્ર પર પહોંચવા માટે અનેક જગ્યાએમાર્ગદર્શન આપતા એરો (બાણ) તથા લખાણ મૂકવાં જોઈએ.
*પરિજન / કાર્યકર્તા સંચાલકગણ પોતાની શક્તિપીઠ / કેન્દ્ર/પ્રજ્ઞાપીઠને દરેક રીતે સમર્થ તથા સશક્ત બનાવવા પોતાના નજીકના ક્ષેત્રમાં દેવપરિવાર બનાવવાનું અભિયાન ચલાવે.
*દરેક પીઠ પર ક્ષેત્રના પ્રજ્ઞાપરિજનો, ગ્રાહકો, સાધકોનાં નામ, સરનામાં, જન્મદિવસ તથા લગ્નદિવસની નોંધ કરી રાખવી જોઈએ. તેમના જન્મદિન તથા લગ્નદિન પર પોસ્ટકાર્ડ લખી કે ફોન કરીને તેમને શક્તિપીઠ/ કેન્દ્ર પર આવવા આમંત્રણ આપવું જોઈએ. તેઓ આવે કે ન આવે, તો પણ પીઠ કેન્દ્રના નિયમિત યજ્ઞમાં તેમના માટે મંગલ કામના સાથે આહુતિઓ અવશ્ય આપવી જોઈએ.
આવા નાના નાના નિયમો ઋષિસત્તાનાં અમોઘ સૂત્ર છે. એના ઉપયોગથી શક્તિપીઠ/ કેન્દ્રોની છાપ થોડા જ સમયમાં વધવી શરૂ થશે.
આ તમામ કાર્યો કરવા લોકસેવાની ભાવનાવાળા નૈષ્ઠિક સાધકોનું સમયદાન જરૂરી છે. સમયબદ્ધ કાર્યયોજનાને તેઓ જ ક્રિયાશીલ કરી શકશે. તેઓ જ અલગ અલગ પ્રતિભાઓને, શક્તિઓને ગુમરાહ થતાં રોકી યુગસર્જન માટે મિશન સાથે જોડી શકશે.
યુગઋષિ પૂ.ગુરુદેવે ઉપરના વિષયને પોતાનાં વક્તવ્યોમાં અને જીવનમાં ખૂબ જ સ્પષ્ટ કર્યો છે. એમણે સ્પષ્ટ જોયું અને સમજાવ્યું કે આજે ટેકનોલોજીના વિકાસથી શ્રમશક્તિ, અર્થ શક્તિ અને તાકાતમાં ઘણો બધો વધારો થયો છે. ગુણ, કર્મ અને વિભાગ પ્રમાણે આ વિશેષતાઓ શૂદ્ર, વૈશ્ય અને ક્ષત્રિય વર્ગ દ્વારા વિકસિત કરવાનો નિયમ છે. આ બધી શક્તિઓને વ્યક્તિ, પરિવાર અને સમાજના હિતમાં જોતરી, યોગ્ય ઉપયોગમાં લાવવા આત્મશક્તિના જાગરણ અને તેના વિવેકપૂર્ણ ઉપયોગની જરૂર પડે છે. આ વિશેષતાને જાગૃત અને જીવંત રાખનારાઓને ‘બ્રાહ્મણ’ કહે છે. આજે સમાજના વિકાસમાં મોટામાં મોટો અવરોધ આ બ્રાહ્મણત્વની કમી જ છે. આ વિશેષતા જન્મથી કે જાતિથી નહિ, પણ ગુણ, કર્મની ઉત્કૃષ્ટતાની સાધનાથી વિકસિત કરવાની પરંપરા છે. એટલા માટે યોગીરાજ શ્રીકૃષ્ણ દ્વારા ગીતામાં કહેવામાં આવ્યું છે કે ચાતુર્વર્યં મયા સૃષ્ટ, ગુણકર્મવિભાગશઃ – એટલે કે આ ચારે વર્ણ મારા (૫૨માત્મા) દ્વારા ગુણ-કર્મોના આધાર પર વિકસિત કરવામાં આવ્યા છે.
પ્રતિભાવો