૪૧. ગાયત્રી દ્વારા કુંડલિની જાગરણ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
ગાયત્રી દ્વારા કુંડલિની જાગરણ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
શરીરમાં અનેક સાધારણ અને અનેક અસાધારણ અંગો છે. અસાધારણ અંગને “મર્મસ્થાન પણ કહેવામાં આવે છે. અને મર્મસ્થાન કેવળ એથી કહેવામાં આવતું નથી કે તે બહુ જ સુકોમળ અને ઉપયોગી છે. પરંતુ એથી કહેવામાં આવે છે કે એમાં ગુપ્ત આધ્યાત્મિક શક્તિઓનાં મહત્ત્વપૂર્ણ કેન્દ્રો હોય છે. એ કેન્દ્રોમાં અમુક બીજા સુરક્ષિત રાખી શકે છે. જેમનો ઉત્કર્ષ જાગરણ થઈ જાય તો માનવ કાંઈનો કાંઈ બની જાય છે. એનામાં આત્મશક્તિનો સ્રોત વહેવા માંડે છે અને તેને લીધે તે એવી અલૌકિક શક્તિઓનો ભંડાર બની જાય છે, જે સાધારણ લોકોને માટે “અલૌકિક આશ્ચર્ય”નો વિષય થઈ પડે છે.
એવા મર્મસ્થળોમાં મેરુદંડ (કરોડ)નું પ્રમુખ સ્થાન છે. તે શરીરની આધારશિલા છે. એ મેરુદંડ નાના નાના તેત્રીસ અસ્થિખંડો મળીને બન્યો છે. એ પ્રત્યેક ખંડમાં તત્ત્વદર્શીઓને એવી વિશેષ શક્તિઓ પરિલક્ષિત થાય છે કે, જેનો સંબંધ દૈવી શક્તિઓ સાથે છે. દેવતાઓમાં જે શક્તિનું કેન્દ્ર હોય છે, તે શક્તિઓ ભિન્ન ભિન્ન રૂપમાં મેરુદંડના આ અસ્થિખંડોમાં જોવા મળે છે. તેથી એવો નિષ્કર્ષ કાઢી શકાય છે કે, મેરુદંડ તેત્રીસ દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આઠ વરુ, બાર આદિત્ય, અગિયાર રુદ્રો, ઈન્દ્ર અને પ્રજાપતિ એ તેત્રીસ દેવતાઓ, શક્તિઓ એમાં બીજરૂપે રહેલી છે.
આ પોલા મેરુદંડમાં શરીર વિજ્ઞાન મુજબ અનેક નાડીઓ છે અને તે વિવિધ કાર્યોમાં નિયોજિત રહે છે. અધ્યાત્મ વિદ્યા પ્રમાણે એમાં મુખ્ય નાડીઓ છે (૧) ઇડા, (૨) પિંગલા અને (૩) સુષુમ્ણા. આ ત્રણ નાડીઓ મેરુદંડને ચીરવામાં આવે તો પણ આપણી આંખોથી પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. એનો સંબંધ સૂક્ષ્મ જગત સાથે છે. એ એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ છે. જેમ વીજળીથી ચાલતાં નેગેટિવ અને પોઝિટિવ-ઋણ અને ધન-કરન્ટ વહે છે અને એ બંનેનું જ્યાં મિલન થાય છે, ત્યાં શક્તિ પેદા થઈ જાય છે. એ પ્રકારે ઇડાને નેગેટિવ અને પિંગલાને પોઝિટિવ કહી શકાય. ઇડાને ચંદ્રનાડી તથા પિંગલાને સૂર્યનાડી પણ કહેવામાં આવે છે. સાદા શબ્દોમાં એને ઠંડી અને ગરમ ધારાઓ કહેવામાં આવે છે. બંનેના મિલનથી જે ત્રીજી શક્તિ પેદા થાય છે, એને સુષુમ્ણા કહે છે. પ્રયાગમાં ગંગા અને યમુના મળે છે. આ મિલનથી એક ત્રીજી સૂક્ષ્મ સરિતાનું નિર્માણ થાય છે, જે સરસ્વતી કહેવાય છે. આમ બે નદીઓમાંથી ત્રિવેણી બની જાય છે. મેરુદંડની અંદર પણ એવી જ આધ્યાત્મિક ત્રિવેણી છે. ઇડા પિંગલાની બે ધારાઓ મળીને સુષુમ્ણાની સૃષ્ટિ સર્જાય છે અને એક પૂર્ણ ત્રિવર્ગ બની જાય છે.
આ ત્રિવેણી ઊંચે મસ્તિષ્કના મધ્ય કેન્દ્ર સાથે, બ્રહ્મરંધ્ર સાથે સહસ્ત્રાર કમલ સાથે સંબંધિત અને નીચે મેરુદંડ જ્યાં પૂરો થાય છે ત્યાં લિંગમૂળ અને ગુદાની વચ્ચેના “સીવન’ સ્થાનની સીધમાં પહોંચીને અટકી જાય છે. તે એ ત્રિવેણીનો આદિ અંત છે.
સુષુમ્ણા નાડીની અંદર એક બીજો ત્રિવર્ગ છે. એમાં પણ ત્રણ અત્યંત સૂક્ષ્મ ધારાઓ પ્રવાહિત થાય છે. એમને વજ, ચિત્રણી અને બ્રહ્મનાડી કહે છે. જેમ કેળના થડને કાપવાથી એક પછી એક પડ નીકળે છે. તેમજ સુષુમ્ણાની અંદર વજની અંદર ચિત્રણી છે અને ચિત્રણીની અંદર બ્રહ્મનાડી છે. આ બ્રહ્મનાડી બીજી બધી નાડીઓનું મર્મકેન્દ્ર અને શક્તિસાર છે, આ મર્મની સુરક્ષાને માટે જ એના ઉપર આટલાં પડ રહેલાં હોય છે.
આ બ્રહ્મનાડી મસ્તિષ્કના કેન્દ્રમાં-બ્રહ્મરંધ્રમાં પહોંચીને હજારો ભાગમાં ચારેબાજુ ફેલાઈ જાય છે. તેથી જ તે સહસ્ત્રદલ કમલ કહેવાય છે. ભગવાન વિષ્ણુની શૈયા શેષની સહસ્ત્ર ફેણ પર હોવાનું રૂપક પણ આ સહસ્ત્રદલ કમલ ઉપરથી જ લેવામાં આવ્યું છે. ભગવાન બુદ્ધ આદિ અવતારી પુરુષોના મસ્તક પર એક વિશેષ પ્રકારના ગૂંચળાવાળા વાળનું અસ્તિત્વ જોઈએ છીએ, તે એ પ્રકારના વાળ નહીં પણ સહસ્ત્રદલ કમલનું કલાત્મક ચિત્ર છે. આ સહસ્ત્રદલ સૂક્ષ્મલોક સાથે, વિશ્વવ્યાપી શક્તિઓ સાથે સંબંધ ધરાવે છે. રેડિયો, ટ્રાન્સમીટરથી ધ્વનિ-આગ્રહ અને ધ્વનિ વિસ્તારક તંતુ ફેલાવવામાં આવે છે. જેને એરિયલ કહેવામાં આવે છે. એ તંતુઓ મારફત સૂક્ષ્મ આકાશમાં ધ્વનિને ફેંકવામાં આવે છે અને વહેતા તરંગોને પકડી લેવામાં આવે છે. મસ્તકનું એરિયલ પણ સહસ્ત્રાર કમલ છે. એ દ્વારા પરમાત્માની સત્તાની અનંત શક્તિઓને સૂક્ષ્મ લોકમાંથી પકડવામાં આવે છે. જેમ ભૂખ્યો અજગર જાગૃત થઈને જ્યારે લાંબો શ્વાસ ખેંચે છે, ત્યારે આકાશમાં ઊડતાં પક્ષીઓને પોતાની તીવ્ર શક્તિથી જકડી લે છે અને પક્ષીઓ મંત્રમુગ્ધની માફક ખેંચાઈને અજગરના મોઢામાં ચાલ્યા આવે છે, એ જ પ્રમાણે જાગૃત થયેલો શેષનાગ, સહસ્ત્રદલ. કમલ અનંત પ્રકારની સિદ્ધિઓને લોકલોકાંતરોમાંથી ખેંચી લાવે છે. કોઈ અજગર ક્રોધે ભરાઈને ઝેરી ફુત્કાર મારે છે ત્યારે અમુક હદ સુધી વાતાવરણને ઝેરીલું કરી નાંખે છે. એ જ પ્રકારે જાગૃત થયેલા સહસ્ત્રાર કમલ મારફત શક્તિશાળી ભાવના તરંગો પ્રવાહિત કરીને સાધારણ જીવજંતુઓ અને મનુષ્યોને જ નહીં પણ સૂક્ષ્મ લોકોના આત્માને પણ પ્રભાવિત અને આકર્ષિત કરી શકાય છે. શક્તિશાળી ટ્રાન્સમીટર દ્વારા કરાયેલો અમેરિકાનો બ્રોડકાસ્ટ ભારતમાં સંભળાય છે. સહસ્ત્રાર દ્વારા નિક્ષેપિત ભાવનાપ્રવાહ પણ લોકલોકાન્તરોનાં સૂક્ષ્મ તત્ત્વોને હલાવી નાખે છે.
હવે મેરુદંડની હેઠળ જે ભાગ છે તે જોઈએ. સુષુમ્ણાની અંદર રહેલી ત્રણ નાડીઓમાં સૂક્ષ્મ બ્રહ્મનાડી મેરુદંડના અંતિમ ભાગની પાસે એક કૃષ્ણ વર્માના ષટ્કોણવાળા પરમાણુ સાથે લપેટાઈ જઈને બંધાઈ જાય છે. છાપરાને મજબૂત બાંધા માટે દીવાલમાં ખૂંટીઓ મારવામાં આવે છે અને એ ખૂંટીઓને છાપરા સાથે સંબંધિત દોરડું બાંધવામાં આવે છે. એ જ પ્રકારે એ ષષ્ટકોણ કૃષ્ણવર્ણ પરમાણુ સાથે બ્રહ્મનાડીને બાંધીને શરીર સાથેસાથે પ્રાણોરૂપી છાપરાને જકડી લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કાળા વર્ણના ષટ્કોણ પરમાણુને અલંકારિક ભાષામાં કૂર્મ કહેવામાં આવે છે, કેમ કે એની આકૃતિ કાચબા જેવી છે. પૃથ્વી કૂર્મને ભગવાન પર રહેલી છે. એ અલંકારનું તાત્પર્ય જીવન-ગૃહનું એ કૂર્મના આધાર પર ટકવું એ છે શેષનાગની ફેણ પર પૃથ્વી ટકેલી છે. એ ઉક્તિનો આધાર બ્રહ્મનાડી એ આકૃતિ છે, જેમાં તે કૂર્મ સાથે લપેટાઈને બેઠી છે અને તેણે જીવનને ધારણ કર્યું છે. જો તે પોતાનો આધાર કાઢી લે તો જીવન ભૂમિના ચૂરેચૂરા થઈ જવામાં ક્ષણની પણ વાર લાગે નહીં.
કૂર્મ સાથે બ્રહ્મનાડીના ગૂંથણ સ્થળને આધ્યાત્મિક ભાષામાં કુંડલિની’ કહેવામાં આવે છે. જેમ કાળા માણસનું નામ કાળિયો પડી જાય છે, તેમ કુંડલાકાર બનેલી એ આકૃતિને “કુંડલિની’ કહેવામાં આવે છે. કર્મની સાથે સાડા ત્રણ આંટા લપેટાયેલી છે. તેનું મોટું નીચે છે. વિવાહ-સંસ્કારમાં એની નકલ કરીને મંગલ ફેરાય છે. સાડા ત્રણ સગવડને ખાતર ચાર ફેરા ફરવા અને મોટું નીચે રાખવાનું એ વિધાન જાણે કુંડલિનીના આધાર પર રખાયું છે કેમ કે ભાવિ જીવન નિર્માણની વ્યવસ્થિત આધારશિલા, પતિપત્નીનું કુકર્મ અને બ્રહ્મનાડીનું મિલન એવું જ મહત્ત્વપૂર્ણ છે, જેવું શરીર અને પ્રાણને જોડનાર કુંડલિનીનું છે.
આ કુંડલિનીનો મહિમા, શક્તિ અને ઉપયોગિતા એટલાં વધારે છે કે એને સંપૂર્ણ રીતે સમજવામાં બુદ્ધિ હારી જાય છે-ભૌતિક વિજ્ઞાનના સંશોધકોને માટે આજે પરમાણું એક કોયડો બન્યો છે. એને તોડવાની એ ક્રિયા માલૂમ પડી જવાનો ચમત્કાર દુનિયાએ પ્રલયકર પરમાણુ બૉમ્બના રૂપમાં જોઈ લીધો છે. હજી એની અનેક વિધ્વંસક એને રચનાત્મક બાજુઓ બાકી છે. સરઆર્થરનું કથન છે, કે જો પરમાણું શક્તિનું પૂરું જ્ઞાન અને ઉપયોગ મનુષ્યને માલૂમ પડી જાય તો એને માટે કશું પણ અસંભવ રહેશે નહીં. એ સૂર્યના ટુકડે ટુકડા કરી નાખીને એને ધૂળમાં મેળવી શકશે અને તે ચાહશે તે વસ્તુ કે પ્રાણી મનમાની રીતે પેદા કરી શકશે. એવા યંત્રો એની પાસે હશે જેથી આખી પૃથ્વી એક મહોલ્લામાં રહેતી વસ્તીના જેવી થઈ જશે. કોઈ પણ માણસ એક ક્ષણમાં ફાવે ત્યાં આવ જા કરી શકશે અને કોઈની સાથે ચાહે તે વસ્તુની આપ લે કરી શકશે. અને બે મિત્રો પાસે બેસીને ગપ્પાં મારતા હોય તેવી રીતે દેશ-દેશાંતરના લોકો સાથે વાતચીત કરી શકશે. જડ જગતના પરમાણુની અજબ શક્તિ અને મહત્તા કલ્પવામાં આવે છે કે જેને જોઈને આશ્ચર્યની સીમા રહેશે નહીં. તો ચૈતન્ય જગતનો એક ફુલ્લિગ જે જડ પરમાણુ કરતાં અનેકગણો શક્તિશાળી છે, કેટલો અદ્ભુત હશે એની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
યોગીઓમાં અનેક પ્રકારની અદ્ભુત શક્તિઓ હોવાનાં વર્ણનો અને પ્રમાણો આપણા વાંચવામાં આવે છે. યોગની અનેક રિદ્ધિ-સિદ્ધિઓની અનેક ગાથાઓ આપણે સાંભળીએ છીએ. એથી આપણને આશ્ચર્ય થાય છે, અને તે સાચી હોવાનો વિશ્વાસ બેસતો નથી. પરંતુ જે લોકો વિજ્ઞાનથી પરિચિત છે અને જડ પરમાણુ તથા ચૈતન્ય સ્કુલ્લિગને જાણે છે એમને માટે એ આશ્ચર્યની વાત નથી. જે પ્રકારે આજે પરમાણુ શોધમાં પ્રત્યેક દેશના વૈજ્ઞાનિકો વ્યસ્ત છે, તે જ પ્રકારે પૂર્વકાળમાં આધ્યાત્મિક વિજ્ઞાનના વેત્તાઓએ તત્ત્વદર્શી ઋષિઓએ માનવ શરીરમાં રહેલા એક ખાસ પરમાણુની શોધ કરી હતી. બે પરમાણુઓને તોડવા, જોડવા યા સ્થાનાંતરિત કરવાનું સર્વોત્તમ સ્થાન કુંડલિની કેન્દ્રમાં હોય છે, કેમ કે બીજી જગ્યાના ચૈતન્ય પરમાણું ગોળ અને ચીકણા હોય છે, પરંતુ કુંડલિનીમાં એક મિથુન લપેટાઈ રહ્યું છે. જેવી રીતે યુરેનિયમ ધાતુમાં પરમાણુઓનું ગૂંથન એવી વાંકીચૂંકી રીતે થાય છે કે એને તોડવું અન્ય પદાર્થોના પરમાણુઓ કરતા વધારે સરળ છે. એ જ પ્રકારે કુંડલિનીમાં રહેલી સ્કૂલ્લિગ પરમાણુઓની ગતિવિધિ ઇચ્છા પ્રમાણે સંચાલિત કરવી અધિક સુગમ છે. તેથી પ્રાચીનકાળમાં જાગરણની એટલી જ તત્પરતાથી શોધ થઈ હતી જેટલી આજકાલ કુંડલિની પરમાણુ વિજ્ઞાનની બાબતમાં થઈ રહી છે. આ શોધો, પરીક્ષણ અને પ્રયોગો ને પરિણામ એવા કેટલાંક રહસ્યો તેમને હાથ લાગ્યાં હતાં, જેમને આજે “યોગના ચમત્કારો’ના નામે ઓળખવામાં આવે છે.
મેડમ બ્લેવસ્કીએ કુંડલિની શક્તિને વિષે ઘણી શોધખોળ કરી છે. તેઓ લખે છે કે “કુંડલિની વિશ્વવ્યાપી સૂક્ષ્મ વિધુતશક્તિ છે જે સ્થૂળ વીજળી કરતાં વધારે શકિતશાળી છે. એની ચાલ સર્પની ચાલ જેવી વાંકી છે તેથી એને સર્પાકાર કહેવામાં આવે છે. પ્રકાશની ગતિ એક સેકંડમાં એક લાખ પંચાશી હજાર માઈલ છે. પણ કુંડલિની ગતિ એક સેકંડમાં ૩,૪૨,૦૦૦ માઈલની છે.” પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો એને “સ્પિટફાયર” અથવા “સરપેસ્ટલ પાવર’ કહે છે. એ વિષે સર જૉન વુડરફે વિસ્તૃત વિવેચન કર્યું છે.
કુંડલિનીને ગુપ્ત શક્તિઓની તિજોરી કહી શકાય. બહુમૂલ્ય રત્નોને રાખવા માટે ગુપ્ત સ્થાનમાં, ગુપ્ત પરિસ્થિતિમાં તિજોરી રાખવામાં આવે છે. અને એને ઘણાં બધાં તાળા મારવામાં આવે છે, જેથી ઘરના કે બહારના અનાધિકારી લોકો એ ખજાનામાં રાખેલી સંપત્તિને લઈ ન શકે.
પરમાત્માએ પણ આપણને અનંત શક્તિઓનો અક્ષય ભંડાર આપીને એને તાળા માર્યા છે. તે તાળા એટલાં માટે મારવામાં આવ્યાં છે કે જ્યારે પાત્રતા આવે, ધનની જવાબદારી ઉત્તમ પ્રકારે સમજાવા લાગે, ત્યારે જ એ બધું પ્રાપ્ત થઈ શકે, તાળાની ચાવી મનુષ્યને સોંપવામાં આવી છે, જેથી જરૂર જણાય ત્યારે તાળા ઉઘાડીને જોઇતી વસ્તુ લઈ શકાય.
આ છ તાળા જે કુંડલિની પર લગાવેલાં છે તે છ ચક્રો કહેવાય છે. એ ચક્રોનું વેધન કરીને જીવ કુંડલિની પાસે પહોંચી શકે છે અને એનો યથોચિત ઉપયોગ કરીને જીવન લાભ પ્રાપ્ત કરે છે. બધા લોકોની કુંડલિની સાધારણ રીતે સુપ્ત પડી રહેલી હોય છે. પણ જ્યારે એને જગાડવામાં આવે છે ત્યારે તે પોતાના સ્થાનેથી ખસી જાય છે અને જેમાં પરમાત્માની શક્તિઓ પ્રાપ્ત થાય તે લોકમાં આપણો પ્રવેશ થવા દે છે. મોટા મોટા ખજાના જે જૂના સમયથી ભૂમિમાં દટાયેલા હોય છે તે ઉપર સર્પની રખેવાળી નજરે પડે છે. ખજાનાના મુખ પર કુંડલિની બેસી રહે છે અને તેની ચોકી કરે છે. દેવલોક પણ એવો જ એક ખજાનો છે, કે જેના મુખ પર ષટ્કોણ કૂર્મની શિલા મૂકવામાં આવી છે અને એ શિલા સાથે લપેટાઈને ભયંકર સર્પિણી કુંડલિની બેઠી છે. જ્યારે કોઈ અધિકારી એની પાસે પહોંચે છે ત્યારે તેને રોક્યા અથવા હાનિ પહોંચાડ્યા વિના તે પોતાના સ્થાનથી ખસી જઈ તેને રસ્તો આપી દે છે. પછી એનું કાર્ય પૂરું થાય છે.
કુંડલિની-જાગરણના લાભો વિષે વાત કરતાં એક અનુભવી સાધકે લખ્યું છે- ભગવતી કુંડલિનીની કૃપાથી સાધક સર્વગુણ સંપન્ન બને છે. બધી જ કળાઓ, બધી જ સિદ્ધિઓ તેને અનાયાસ જ પ્રાપ્ત થઈ જાય છે. એવા સાધકનું શરીર સો વર્ષ સુધી તદન સ્વસ્થ અને મજબૂત રહે છે. તે પોતાનું જીવન પરમાત્માની સેવામાં જ અર્પી દે છે અને તેના આદેશ પ્રમાણે જ લોકસેવા કરતાં કરતાં સ્વૈચ્છાએ પોતાનું શરીર છોડે છે. કુંડલિની શક્તિ જેને પ્રાપ્ત થઈ છે એવો માણસ સંપૂર્ણ ભયરહિત અને આનંદમય રીતે રહે છે. ભગવતીની તેના પર સંપૂર્ણ કૃપા રહે છે અને સદા પોતાના ઉપર તેની છત્રછાયાનો અનુભવ કરે છે. તેના કાનમાં આ શબ્દો સદા ગૂંજતા રહે છે. ડરવાની જરા પણ જરૂર નથી. હું તારી પાછળ જ ઊભી છે. એ વાતમાં જરા પણ શંકા રાખવા જેવી નથી કે કુંડલીની શક્તિના પ્રભાવથી મનુષ્યનો દૃષ્ટિકોણ દૈવી બની જાય છે અને તેથી કરીને તેનું વ્યક્તિત્વ બધી જ રીતે શક્તિપૂર્ણ અને સુખી બની જાય છે.
જેમ કુંડલિની સુતેલી રહે છે, તેમ મસ્તક અને બ્રહ્મરંધ્રમાં વિખરાયેલું સહસ્ત્રદલ પણ પ્રસુપ્ત અવસ્થામાં જ પડી રહે છે. આટલાં બહુમૂલાં યંત્રો અને કોષો તેની પાસે હોવા છતાં માનવી મહા દીન, દુર્બલ, તુચ્છ, ક્ષુદ્ર તેમજ વિષયવિકારોનો ગુલામ બનીને કીટપંતગોની જેમ જીવન પસાર કરે છે અને દુઃખી દરિદ્રતાની દાસતામાં બંધાઈ રહીને તરફડ્યા કરે છે. પરંતુ ત્યારે જ એ યંત્રો અને રત્નાગારોથી પરિચિત થઈને એમનો ઉપયોગ કરવાનું જાણી લે છે, એમના પર અધિકાર જમાવે છે, જ્યારે તે પરમાત્માના સાચા ઉત્તરાધિકારીની બધી જ યોગ્યતાઓથી પરિપૂર્ણ થઈ જાય છે. કુંડલિની જાગરણથી થતા લાભોને વિષે યોગશાસ્ત્રોમાં ઘણું આકર્ષક અને વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. એ બધાની ચર્ચા ન કરતાં અહીં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે કુંડલિની જાગરણથી આ વિશ્વમાં જે કંઈ છે તે બધું મળી શકે છે. કોઈ વસ્તુ અપ્રાપ્ય રહેતી નથી.
પ્રતિભાવો