૩૩. ગાયત્રી-સાધનાથી અનેક ઉદ્દેશોની સિદ્ધિ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
ગાયત્રી-સાધનાથી અનેક ઉદ્દેશોની સિદ્ધિ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
ગાયત્રીમંત્ર સર્વોપરી મંત્ર છે, એનાથી મોટો કોઈ મંત્ર નથી. જે કામ દુનિયાના બીજા કોઈ મંત્રથી થતું નથી, તે નિશ્ચિતરૂપે ગાયત્રી મંત્રથી થઈ શકે છે. દક્ષિણમાર્ગી યોગ સાધકો વેદોક્ત પદ્ધતિથી જે કાર્યોમાં બીજા કોઈ મંત્રથી સફળતા મેળવે છે, તે બધા ઉદ્દેશો ગાયત્રીથી પૂરા થઈ શકે છે. એ જ પ્રકારે વામમાર્ગી તાંત્રિક જે કાર્ય તંત્ર પ્રણાલીથી કોઈ મંત્રને આધારે કરે છે તે પણ આ ગાયત્રી દ્વારા કરી શકાય છે, એ એક પ્રચંડ શક્તિ છે. જે કોઈ પણ કામમાં તે વપરાય ત્યાં સિદ્ધિ જ પ્રાપ્ત થાય છે.
કામ્ય કર્મોને માટે, સૂક્ષ્મ પ્રયોજનોને માટે અનુષ્ઠાન કરવું આવશ્યક છે. સવા લક્ષનું પૂર્ણ અનુષ્ઠાન, ચોવીસ હજારનું આંશિક અનુષ્ઠાન પોતપોતાની મર્યાદા પ્રમાણે ફળ આપે છે, જેટલો ગોળ નાખો તેટલું મીઠું થાય વાળી કહેવત આ ક્ષેત્રમાં ચરિતાર્થ થાય છે. સાધના અને તપશ્ચર્યા દ્વારા જે આત્મબળનો સંગ્રહ કર્યો હોય તેનો જે કામમાં વાપરવામાં આવે તેનું પ્રતિફળ તો તે આપશે જ. જેટલા વધારે કારતૂસો હોય તેટલી બંદૂક વધારે કામ આપે છે. ગાયત્રીની પ્રયોગવિધિ એક પ્રકારની આધ્યાત્મિક બંદૂક છે. તપશ્ચર્યા અથવા સાધના દ્વારા સંગ્રહ કરેલી આત્મિક શક્તિ એ કારતૂસોની પેટી છે. બંનેના સંયોગથી જ શિકાર કરવામાં આવે છે. કોઈ માણસ પ્રયોગવિધિ જાણતો હોય પણ એની પાસે સાધનબળ ન હોય તો તે ખાલી બંદુકની જેમ નિશાન પાડવામાં સફળ જ પ્રમાણે જેમની પાસે તપોબળ છે. પણ તેનો વિધિવત્ પ્રયોગ કરવાનું જાણતા ન હોય. તે ગણી શકાય કે જેમની પાસે કારતૂસો ભરપૂર છે અને તેમને હાથે ફેંકાફેંક કરીને શત્રુસેનાનો સંહાર કરવાની ઇચ્છા રાખતા હોય તેમના જેવું ઉપહાસ્યાસ્પદ બીજું કોણ હોય ?
આત્મબળ ભેગું કરવાને માટે જેટલી વધારે સાધના કરવામાં આવે તેટલું સારું છે. પાંચ પ્રકારના સાધકોને ગાયત્રી સિદ્ધિ સમજવામાં આવે છે (૧) સતત બાર વર્ષ સુધી જેમણે ઓછામાં ઓછી એક એક માળાનો નિત્ય જપ કર્યો હોય. (૨) ગાયત્રીની બ્રહ્મસંધ્યા નવ વર્ષ સુધી કરી હોય. (૩) બ્રહ્મચર્યપૂર્વક પાંચ વર્ષ સુધી રોજ એક હજાર મંત્રો જપ્યા હોય (૪) ચોવીસ લક્ષ ગાયત્રીનું અનુષ્ઠાન કર્યું હોય અથવા (પ) પાંચ વર્ષ સુધી વિશેષ ગાયત્રી જપ કર્યા હોય. જે વ્યક્તિએ ઓછામાં ઓછું એકથી વધારે તપ પૂરું કર્યું હોય, તે ગાયત્રી મંત્રનો કામ્યકર્મમાં પ્રયોગ કરીને સફળતા પ્રાપ્ત કરી શકે છે. ચોવીસ હજારવાળા અનુષ્ઠાનની પૂંજી જેમની પાસે હોય તેઓ પોતાની પૂંજી અનુસાર અમુક હદ સુધી સફળ થાય છે.
નીચે કેટલાક ખાસ ખાસ ઉદ્દેશો માટે ગાયત્રીને પ્રયોગની વિધિઓ આપવામાં આવે
* રોગનિવારણ
માંદા માણસે પોતે જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં પણ ગાયત્રીના જપ કરવા જોઈએ. એક મંત્ર સમાપ્ત થાય અને બીજો શરૂ થાય તેની વચમાં એક બીજમંત્રનો સંપુટ પણ લગાવતા જવું. શરદીપ્રધાન (કફ) રોગોમાં “એં બીજમંત્ર, ગરમીપ્રધાન પિત્તના રોગોમાં “ઐ” બીજમંત્ર અને અપચો, ‘વિષ” તથા વાત રોગોમાં “હું” એ બીજમંત્રનો પ્રયોગ કરવો. રોગરહિત થવાને માટે વૃષભવાહિની અને લીલાં વસ્ત્રોવાળી ગાયત્રીનું ધ્યાન કરવું.
બીજાઓના રોગ દૂર કરવા તેમને રોગરહિત રાખવા માટે પણ આ જ બીજમંત્રો અને આ જ ધ્યાન કામમાં લેવાય છે. રોગીનાં પીડિત અંગો પર ઉપર પ્રમાણેનું ધ્યાન અને જપ કરતાં કરતાં હાથ ફેરવવો. પાણીને મંત્રીને રોગીના શરીર પર છાટવું. વળી આ સ્થિતિમાં ગંગાજળમાં તુલસી અને મરી વાટીને તે દવા તરીકે આપવું. આ બધા ઈલાજો એવા છે, જે કોઈ પણ પ્રકારના રોગીને માટે કરવામાં આવે તો લાભ થયા વિના રહે નહિ.
* વિષનિવારણ
સાપ, વીંછી, મધમાખી વગેરે ઝેરી જંતુઓ કરડવાથી ભારે પીડા થાય છે. સાથે જ શરીરમાં ઝેર ફેલાવાથી મૃત્યુ થઈ જવાની સંભાવના રહે છે. આ પ્રકારની દુર્ઘટનાઓમાં પણ ગાયત્રી દ્વારા ઉપચાર થઈ શકે છે.
પીપળાના ઝાડની સમિધાઓથી વિધિવત્ હવન કરીને એની ભસ્મને સુરક્ષિત રાખવી. પોતાની જે નાસિકાનો સ્વર ચાલી રહ્યો હોય એ હાથ પર થોડી ભસ્મ રાખીને બીજા હાથે અભિમંત્રિત કરતા જઈ વચમાં ‘હું’ બીજમંત્રનો સંપુટ લગાવીને રક્તવર્ણા, અશ્વારૂઢા ગાયત્રીનું ધ્યાન કરીને એ ભસ્મને ઝેરી જંતુઓ કરડેલા સ્થાન પર બે ચાર મિનિટ સુધી મસળવાથી જાદુની માફક પીડા જતી રહીને આરામ થઈ જશે.
સર્પ કરડ્યો હોય તે જગ્યાએ રક્તચંદનથી કરાયેલા હવનની ભસ્મ મસળવી અને અભિમંત્રિત કરીને ઘી પાવું જોઈએ. પીળી સરસવ અભિમંત્રિત કરીને તેને દળીને દશે ઇન્દ્રિયોના દ્વાર પર થોડી થોડી ચોપડવાથી સાપનું ઝેર ઊતરી જાય છે.
• બુદ્ધિવૃદ્ધિ
ગાયત્રી મુખ્યત્વે બુદ્ધિને શુદ્ધ, પ્રખર અને સમુન્નત કરનારો મંત્ર છે. મંદબુદ્ધિ, ઓછી સ્મરણ શક્તિવાળાઓને એનાથી સારો લાભ થાય છે, જે છોકરો નાપાસ થતો હોય, પાઠ યાદ ન રહેતા હોય તેને માટે નીચે જણાવેલી ઉપાસના ખૂબ જ ઉપયોગી છે.
સૂર્યોદયના સમયમાં પ્રથમ કિરણો પાણીથી ભીના કરેલા મસ્તક પર પડવા દેવા. પૂર્વ તરફ મુખ કરીને અર્ધખુલ્લા નેત્રથી સૂર્યનાં દર્શન કરીને આરંભમાં ત્રણવાર ૐનું ઉચ્ચારણ કરીને ગાયત્રીનો જપ કરવો. ઓછામાં ઓછી એક માળા અવશ્ય જપવી જોઈએ. પછી બંને હાથોથી હથેળીનો ભાગ સૂર્યની તરફ રાખવો જાણે કે અગ્નિએ તાપી રહ્યા છીએ. એ સ્થિતિમાં બાર મંત્રોને જપીને બંને હાથેળીઓ ઘસવી જોઈએ અને એ ગરમ હાથોને મુખ, આંખો, ગરદન, કાન, મસ્તક આદિ સમસ્ત શિરો ભાગો પર ફેરવવા જોઈએ.
* રાજકીય સફળતા
કોઈ સરકારી કામ, કેસ, રાજ્યસ્વીકૃતિ, નિયુક્તિ આદિમાં સફળતા પ્રાપ્ત કરવાને માટે ગાયત્રીનો ઉપયોગ કરી શકાય છે. જે વખતે અધિકારી સામે હાજર થવાનું હોય અથવા અરજી લખવી હોય, તે વખતે એ જોવું કે કયો સ્વર ચાલી રહ્યો છે. જો જમણો સ્વર ચાલતો હોય તો પીતવર્ણ જ્યોતિનું મગજમાં ધ્યાન કરવું જોઈએ અને જો ડાબો સ્વર ચાલતો હોય તો નીલા રંગના પ્રકાશનું ધ્યાન ધરવું. મંત્રમાં સપ્ત વ્યાહ્રતિઓ લગાડીને (ૐ ભૂર્ભુવઃ સ્વઃ મહઃ જપઃ તપ: સત્યમ્) બાર વખત મંત્રનો મનમાં જપ કરવો. જે નાક તરફનો સ્વર ચાલતો હોય એ હાથના અંગૂઠા પર દૃષ્ટિ રાખવી. ભગવતીની માનસિક આરાધના-પ્રાર્થના કરીને રાજદ્વારમાં પ્રવેશ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે.
* દરિદ્રતાનો નાશ
દરિદ્રતા, હાનિ, ઋણ, બેકારી, સાધનહાનતા, વસ્તુઓનો અભાવ, ઓછી આવક, વધી પડેલો ખર્ચ, કોઈ અટકી રહેલું આવશ્યક કાર્ય આદિ આર્થિક મૂંઝવણ દૂર કરવામાં ગાયત્રી મંત્ર બહુ જ સહાયક થાય છે. એમાં એવી મનોભૂમિ તૈયાર થઈ જાય છે કે, વર્તમાન આર્થિક સંકડામણ દૂર કરીને સાધકને તે સંતોષકારક સ્થિતિએ પહોંચાડે છે.
દરિદ્રતાના નાશને માટે ગાયત્રીની “શ્રીં શક્તિની ઉપાસના કરવી જોઈએ. મંત્રને અંતે ત્રણ વાર “શ્રીં બીજનો સંપુટ આપવો જોઈએ. સાધના કરતી વખતે પીળું વસ્ત્ર, પીળું પુષ્પ, પીળું યજ્ઞોપવીત, પીળું તિલક અને પીળા આસનનો ઉપયોગ કરવો. શરીરે દર શુક્રવારે તેલ મેળવેલી હળદરનું માલિશ કરવું અને રવિવારે ઉપવાસ કરવો. પીળો રંગ લક્ષ્મીનું પ્રતીક છે. જમણમાં પીળી ચીજો વધારે પ્રમાણમાં લેવી. આ પ્રકારની સાધનાથી ધનની વૃદ્ધિ અને દરિદ્રતાનો નાશ થાય છે.
* સુસંતતિની પ્રાપ્તિ
જેને સંતાન ન થતાં હોય, થઈને મરી જતાં હોય, કસુવવાડ થઈ જતી હોય, કેવળ કન્યાઓ જ થતી હોય તો એ કારણે માતાપિતાને દુઃખ થાય એ સ્વાભાવિક છે. આ પ્રકારનાં દુઃખોમાંથી ભગવતીની કૃપાથી છુટકારો મળે છે.
આ પ્રકારની સાધના સ્ત્રી-પુરુષ બંને સાથે કરે તો ઘણું જ સારું. એક પક્ષ જ ભાર માથે લે તો તેથી આંશિક સફળતા જ મળે છે. પ્રાતઃકાળમાં નિત્યકર્મથી પરવારીને પૂર્વાભિમુખ થઈને સાધના કરવી. આંખો બંધ કરીને કમલ પુષ્પ હાથમાં લીધેલી, શ્વેત વસ્ત્રાભૂષણ-અલંકૃત કિશોર ઉંમરની ગાયત્રીનું ધ્યાન કરવું. “યં બીજના ત્રણ સંપુટ લગાડીને ગાયત્રીનો જપ ચંદનની માળા વડે કરવો.
નાકથી શ્વાસ ખેંચીને પેડ સુધી લઈ જવો જોઈએ. ફરીથી શ્વાસ રોકીને “યં બીજ સંપુટિત ગાયત્રીનો ઓછામાં ઓછો એક અને વધારેમાં ત્રણ વાર જપ કરવો. ફરીથી ધીરે ધીરે શ્વાસને બહાર છોડવો. આ પ્રકારે પેડુમાં ગાયત્રી શક્તિનું આકર્ષણ અને ધારણ કરાવનારો આ પ્રાણાયામ દસ વાર કરવો જોઈએ. ત્યાર પછી પોતાના વીર્યકોશ અથવા ગર્ભાશયમાં શુભ્ર રંગની જ્યોતિનું ધ્યાન કરવું. આ સાધના સ્વસ્થ, સુંદર, તેજસ્વી, પ્રાણવાન, બુદ્ધિમાન સંતાન ઉત્પન્ન કરવા માટે છે.
આ સાધનાના દિવસોમાં ચોખા, દૂધ, દહીં આદિ માત્ર ધોળી વસ્તુઓનું જ ભોજન કરવું જોઈએ.
• શત્રુતાનો નાશ
દ્વેષ, કલહ અને બખેડાને દૂર કરવા અને અત્યાચારી, અન્યાયી તેમજ અકારણ આક્રમણ કરનારી વૃત્તિનો સંહાર કરવા, આત્મા તથા સમાજમાં શાંતિ રાખવાને માટે ચાર “કલીં” બીજમંત્રોના સંપુટ સહિત રક્ત ચંદનની માળાથી પશ્ચિમાભિમુખ થઈને જપ કરવો જોઈએ. જપ કરતી વખતે કપાળ પર યજ્ઞ ભસ્મનું તિલક કરવું અને બેસવા માટે ઊનનું આસન રાખવું. લાલ વસ્ત્ર પહેરેલી, સિંહારૂઢ, ખડગહસ્તા, વિકરાળવેદના, દુર્ગાવેષધારી ગાયત્રીનું ધ્યાન કરવું.
જે વ્યક્તિઓનો દ્વેષ-દુર્ભાવ દૂર કરવા હોય તેમનાં નામ પીપળાનાં પાન પર રક્તચંદનની શાહી અને દાડમની કલમથી લખવા. એ પાનને ઊંધા રાખીને પ્રત્યેક મંત્ર બાદ જલપાત્રમાંથી એક નાની ચમચી ભરી લઈને એ પાન પર નાખ્યા કરવું. આમ નિત્ય ૧૦૮ વાર મંત્રો જપવા. એમ કરવાથી શત્રુના સ્વભાવનું પરિવર્તન થાય છે અને તેનું દ્વેષ કરવાનું સામર્થ્ય ઘટી જાય છે.
* ભૂત-પ્રેત-શાંતિ
કેટલાંક વૈજ્ઞાનિક કારણો, સાંસારિક વિકૃતિઓ તથા પ્રેતાત્માઓના કોપથી ભૂતપ્રેતના ઉપદ્રવો થાય છે. કોઈ વ્યક્તિ ઉન્માદી જેવી ચેષ્ટા કરે છે, એના મગજ પર કોઈ બીજા આત્માનું આધિપત્ય હોય એવું દેખાય છે. બીજી કેટલીક વ્યક્તિઓ મનુષ્યો પશુ જેવી વિચિત્ર દશાની રાગી હોય છે. સાધારણ રોગોમાં એવી દશા નથી હોતી. ભયાનક આકૃતિઓ નજરે પડવી, અદૃશ્ય. મનુષ્યો દ્વારા કરવામાં આવતી ક્રિયાઓ જોવામાં આવે વગેરે ભૂતપ્રેતનાં લક્ષણો છે.
એને માટે ગાયત્રી હવન સર્વશ્રેષ્ઠ છે. સત્ત્વગુણી હવન સામગ્રીથી વિધિપૂર્વક યજ્ઞ કરવો જોઈએ અને રોગીને તેની પાસે બેસાડવો જોઈએ. હવનના અગ્નિમાં તપાવેલુ પાણી રોગીને પાવું જોઈએ. યજ્ઞભસ્મ સુરક્ષિત રાખવી જોઈએ અને કોઈ માણસને અચાનક ભૂતબાધા થઈ જાય તો એ યજ્ઞ ભસ્મ તેના હૃદય, ગરદન, મસ્તક, નેત્ર, કર્ણ, મૂખ, નાસિકા, આદિ અંગો પર લગાડવી જોઈએ.
* બીજાઓ પર પ્રભાવ પાડવો
જે વ્યક્તિ પોતાની પ્રતિકૂળ હોય તેને અનુકૂળ બનાવવાને માટે, ઉપેક્ષા કરવાવાળાઓમાં પ્રેમ ઉત્પન્ન કરવા માટે ગાયત્રી દ્વારા આકર્ષણ કરી શકાય છે. વશીકરણ તો ઘોર તાંત્રિક ક્રિયાઓ દ્વારા જ થાય છે. પરંતુ ચુંબકીય આકર્ષણ, જેથી કોઈ વ્યક્તિનું મન આપણા તરફ સદ્ભાવનાપૂર્વક આકર્ષિત થાય એ ગાયત્રીની આ દક્ષિણમાર્ગી સાધનાથી બની શકે છે.
ગાયત્રીનો જપ ત્રણ પ્રણવ લગાડીને જપવો અને એવું ધ્યાન કરવું કે પોતાની ભ્રકુટી (કપાળનો મધ્ય ભાગ)માંથી એક નીલવર્ણની વિદ્યુત તેજની રેખા જેવી શક્તિ નીકળીને જેને આપણે આકર્ષિત કરવી છે તે વ્યક્તિ સુધી પહોંચે છે અને ચારેબાજુ આંટા મારીને તેને લપેટાઈ જાય છે. આ પ્રકારે લપેટાયેલો તે માણસ અર્થતંદ્રિત અવસ્થામાં ધીરે ધીરે ખેંચાઈ આવે છે અને અનુકુળતાની પ્રસન્ન મુદ્રા એના ચહેરા પર છવાય છે. આકર્ષણને માટે આ ધ્યાન બહુ જ પ્રભાવશાળી છે.
કોઈના મનમાંથી, મગજમાંથી અનુચિત વિચારો હટાવીને ઉચિત વિચારો ભરવા હોય તો એવું કરવું જોઈએ કે શાંતચિત્ત થઈને એ વ્યક્તિ અખિલ નીલ આકાશમાં એકલી સૂતી હોય એવું ધ્યાન કરવું અને ભાવના કરવી કે એના કુવિચારોને કાઢી તમે એનામાં સદ્વિચારો ભરી રહ્યા છો. આ ધ્યાનની સાધના વખતે આપણું શરીર પણ તદ્દન શિથિલ અને નીલ વસ્ત્રથી ઢંકાયેલું હોવું જોઈએ.
* રક્ષાકવચ
કોઈ શુભ દિવસે ઉપવાસ રાખીને કેશર, કસ્તૂરી, જાયફળ, જાવંત્રી અને ગોરોચન એ પાંચ ચીજોની શાહી બનાવીને દાડમની કલમથી પાંચ પ્રણવયુક્ત ગાયત્રી-મંત્ર પોલિશ ન કરેલા કાગળ ઉપર અથવા ભોજપત્ર પર લખવા જોઈએ. એ કવચ ચાંદીના માદળીઆમાં બંધ કરીને કોઈને પહેરાવવામાં આવે તો તેની સર્વપ્રકારે રક્ષા થાય છે. રોગ, અકાલમુત્યુ, શત્રુ, ચોર, હાનિ, ખરાબ દિવસો, કલહ, રાજદંડ, ભૂતપ્રેત, અભિચાર આદિથી આ કવચ રક્ષણ કરે છે. એના પ્રતાપથી અને પ્રભાવથી શારીરિક, આર્થિક અને માનસિક સુખસાધનોમાં પણ વૃદ્ધિ થાય છે.
કાંસાની થાળીમાં ઉપરોક્ત પ્રકારે ગાયત્રી મંત્ર લખીને પ્રસવ વેળાએ પીડાતી સ્ત્રીને બતાવવામાં આવે અને પછી પાણીમાં ધોઈને તેને પાવામાં આવે તો તેની પીડા દૂર થઈને શીધ્ર પ્રસવ થઈ જાય
* ખરાબ મુહૂર્ત અને અપશુકનોનો પરિહાર
કદી કદી એવા પ્રસંગો આવે છે કે, કોઈ કાર્ય કરવાનું હોય અથવા ક્યાંક જવું હોય, ત્યારે એવા કોઈ મુહૂર્ત યા અપશુકન ઉપસ્થિત થાય છે, જેનાથી આગળ ડગ ભરવામાં મન અચકાય છે. એવા પ્રસંગે ગાયત્રીની માળા કરીને પછી કાર્યનો આરંભ કરવો. એનાથી બધાં અનિષ્ટો અને આશંકાઓનું સમાધાન થઈ જાય છે અને કોઈ પણ અનિષ્ટની સંભાવના રહેતી નથી. લગ્ન ન થતું હોય અથવા રાશિઓ મળતી આવતી આવતી ન હોય, લગ્ન મુહૂર્તમાં સૂર્ય, બૃહસ્પતિ, ચંદ્રમા આદિ ગ્રહો નડતા હોય તો ચોવીસ હજાર જપનું નવ દિવસોનું અનુષ્ઠાન કરીને વિવાહ કરવામાં કોઈ જાતનાં અનિષ્ટોની સંભાવના રહેતી નથી. તે સર્વે પ્રકારે શુદ્ધ અને જ્યોતિષ સંમત લગ્ન સમાન ગણાય છે.
* ખરાબ સ્વપ્નના ફળનો નાશ
રાતના કે દિવસના સૂવાથી કોઈ કોઈ વાર એવા ભયંકર સ્વપ્નો આવે છે કે, તેથી સ્વપ્નકાળમાં પણ ભારે ત્રાસ અને દુઃખ થાય છે અને જાગ્યા પછી પણ તેના સ્મરણથી છાતી ધડકે છે. એવા સ્વપ્નો કોઈ અનિષ્ટની આશંકાનો સંકેત કરે છે. જ્યારે એક સપ્તાહ સુધી દરરોજ દશ દશ માળાઓ ગાયત્રી જપની કરવી અને ગાયત્રીનું પૂજન કરવું અથવા કરાવવું. ગાયત્રી સહસ્ત્રનામ યા ગાયત્રી ચાલીસાનો પાઠ પણ દુઃસ્વપ્નોના પ્રભાવનો નાશ કરે છે.
ઉપરના લખાણમાં થોડાક પ્રયોગો અને ઉપચારો દર્શાવવામાં અનેક વિધિઓથી ગાયત્રીનો જે ઉપયોગ થઈ શકે છે, તેનું વર્ણન ઘણું વિસ્તૃત છે. આવા નાના પુસ્તકમાં તે આપી શકાય એમ નથી. એ તો કોઈ અનુભવી અને અધિકારી પાસેથી જાણી લેવા રહ્યાં. ગાયત્રીનો મહિમા અપાર છે. તે કામધેનુ છે. એની સાધના અને ઉપાસના કરનારને જીવનમાં કદી પણ નિરાશા સાંપડતી નથી.
પ્રતિભાવો