લગ્ન આત્મવિકાસનું મુખ્ય અંગ છે, ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા
August 1, 2022 Leave a comment
લગ્ન આત્મવિકાસનું મુખ્ય અંગ છે
હિંદુ ધર્મમાં જે સોળ સંસ્કારોની વિધિ છે તેનું ધ્યેય મનુષ્યને પશુત્વથી દેવત્વ તરફ લઈ જવાનું છે. જીવનો જેમ જેમ શારીરિક વિકાસ થાય છે, તેમતેમ તેનામાં આત્મીય ભાવ પેદા થતો જાય છે. આત્મવિકાસની શરૂઆત થવા લાગે છે. જેમજેમ તે આત્મદમન કરવા લાગે છે, પોતાની જાત પર નિયંત્રણ મૂકે છે, ત્યાગ કરે છે તેમતેમ તેનામાં આત્મીયભાવનો વધારો થાય છે. ઉંમર વધતાં તેના લગ્નસંસ્કારને પરિણામે માક્કસ ઉપર અનેક જવાબદારીઓ આવે છે. આત્મબલિદાન અને દેહભાવ – વિલોપનના પાઠ અહીં શીખવા પડે છે. સમય જતાં જે સંતાનની પ્રાપ્તિ થાય છે તેની સેવા કર્યા વિના આત્મત્યાગ અને બલિદાન સંભવ નથી. સાથેસાથે પોતાની જીવનસંગિનીના વ્યક્તિત્વમાં જે પોતાના વ્યક્તિત્વનું મિલન થાય છે, તે પણ આત્મોત્સર્ગ વિના સંભવ નથી. કોઈ વખત પોતાના જીવનસહચરના વ્યક્તિત્વમાં પોતાનું વ્યક્તિત્વ વિલીન કરવું પડે છે, હોમી પણ દેવું પડે છે, પરંતુ આ દેહભાવને જાળવી રાખવાથી શક્ય બનતું નથી. આ જીવનમાં તો ઈચ્છાઓના દમન તથા આત્મસંયમની પૂરેપૂરી સાધના કરવી પડે છે, કેમ કે તે સિવાય પોતાની જીવનસંગિની સાથે પૂર્ણરૂપથી ઓતપ્રોત થઈ જવું શક્ય નથી. એટલે કે લગ્નમાં આત્મવિલીનીકરણની પરમ આવશ્યકતા છે. જે આત્મ – વિલીનીકરણ, દેહભાવનો આ ઉછેદ – પશુત્વને દબાવીને દેવત્વને જગાડવાનું એક સાધન છે. તેથી જ લગ્ન પશુત્વથી દેવત્વ તરફ આગળ વધવાનો એક માર્ગ છે.
ભૌતિક દષ્ટિ ઉપરાંત આધ્યાત્મિક જીવનના ક્રમશઃ વિકાસની દૃષ્ટિએ પણ જીવના બાલ્યાવસ્થાના સમય બાદ,લગ્ન સ્વાભાવિક રૂપે જરૂરી છે.આધ્યાત્મિક સોપાન પર આગળ વધવાની સીડી લગ્ન બંધન જ છે. બાહ્યકાળ પછી એકદમ સંન્યાસ ધર્મમાં પહોંચવું સૌને માટે સરળ તેમજ ઈચ્છનીય નથી. બાલ્યાવસ્થામાં હંમેશાં ખાતાં-પીતાં, સૂતાં જાગતાં સુખોનો ઉપભોગ જ થાય છે – ઈન્દ્રિયોની તૃપ્તિનો પ્રયત્ન જ ચાલતો રહે છે. ઈચ્છાઓનો નિગ્રહ નથી થતો, પરંતુ સંન્યાસમાં એકદમ તેનાથી વિપરીત કેવળ ત્યાગ જ કરવાનો હોય છે. તેથી લગ્ન એક જ એવી વચ્ચેની અવસ્થા છે, જે મનુષ્યને વૈરાગ્ય અને ભોગની બરોબર વચ્ચે રાખીને વૈરાગ્ય અને ત્યાગની સાથેસાથે, સુખોપભોગની પણ અનુભૂતિ કરાવે છે. વચ્ચેનો માર્ગ આ જીવનમાં જ સંભવ છે. રાગ-દ્વેષથી મુક્ત થઈને સુખોપભોગ કરવાનું બાલ્યાવસ્થામાં કે સંન્યાસ અવસ્થામાં પણ સંભવ નથી. તેથી જ લગ્ન એક પવિત્ર બંધન છે. વિવાહિત જીવનને યોગ્ય રીતે નિભાવવામાં જ મનુષ્યનું આધ્યાત્મિક કલ્યાણ છે.
સફળ લગ્નજીવન ઈશ્વર સાથેના મિલનની પૂર્વાવસ્થા છે. જાપસી વગેરે સંતોએ ઈશ્વરપ્રેમ કેવો હોવો જોઈએ તેની એક શુદ્ર ઝાંખી પતિ પત્નીના પ્રેમને માની છે. જ્યારે લૌકિક પ્રેમને નિભાવવા આટલા બલિદાનની જરૂર પડે છે, તો પછી ઈશ્વરપ્રેમ તો મસ્તકનો સોદો છે, માથું હથેળીમાં રાખીને ચાલવાનો આ સોદો છે. આથી લૌકિક પ્રેમ જ ઈશ્વરના સામીપ્પનો લાભ લેવાનો ઉચિત માર્ગ બતાવે છે. શાસ્ત્રકારોની દષ્ટિએ વિવાહિત જીવન પવિત્ર જીવન છે. તેત્તરીયોપનિષદમાં તો “પ્રજાતંતુ મા વ્યવછેત્સી” એવો આદેશ છે. આથી જ્યાં પવિત્ર જીવન છે ત્યાં પાપમય આચરક્ત ક્યાંથી થઈ શકે ? તો પણ બ્રહ્મજ્ઞાનને જાજ્ઞનારા સત્યકામ જાબાલ અને “રક્ત મુનિ જેવા બ્રહ્મજ્ઞાનીઓને પણ લગ્ન કરેલા જોઈને તેનાથી પણ લગ્નજીવનની પવિત્રતાનું પ્રતિપાદન થાય છે. કેવળ આત્મસંયમ હોવા કે ન હોવા માત્રથી લગ્નજીવન પવિત્ર કે અપવિત્ર બની જાય છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ કહ્યું છે, “ધર્મો વિરુદ્ધો ભૂતેષુ કામોઽસ્મિ ભરતર્ષભ ” એટલે કે પ્રાણીઓમાં રહેલ ધર્મસંગત કામ હું છું. ઋગ્વેદનું વચન છે –
સમાની વ આકૂતિઃ સમાના હૃદયાનિ વઃ “સમાનમસ્તુ વો મનો યથા વઃ સુસાહસતિ”
અર્થ – “અમારું આચરણ સમાન હો, અમારું હૃદય સમાન હો, અમારું મન સમાન હો અને અમે એકબીજાની સહાયતા માટે સદા તત્પર રહીએ.” જે આપણે આપણા જીવનસાથીની સાથે એકાત્મતા અને અભિન્નતાનો અનુભવ ન કરી શકીએ તો વેદોમાં વર્ણવેલી સમાજ સાથેની આટલી અભિન્નતા થઈ શકવી એ તો ઘણી દૂરની વાત છે. આ દષ્ટિથી પણ વિચાર કરીએ તો લગ્નબંધન ઉત્કૃષ્ટ સામાજિક તથા આધ્યાત્મિક જીવન સંપન્ન કરવા માટેનું ઉત્તમ શિક્ષક્સ – સ્થળ છે.
લગ્ન આધ્યાત્મિક વિકાસ માટે સુઅવસર પ્રદાન કરે છે. લગ્નજીવન ધક્કાઓ માટે દુઃખમય જોવા મળે છે, પરંતુ તેનું કારણ કેવળ આત્મસંયમ અને પુરુષાર્થની ઊણપ છે. મુશ્કેલીઓ કેવળ આપણા પુરુષાર્થ તથા ચરિત્ર સંબંધી ક્ષતિઓ તરફ જ સંકેત કરે છે અને જાણે આપણને તેના પર વિજય પ્રાપ્ત કરવા પડકાર ફેંકે છે. જે લોકો ભાગેડુ મનોવૃત્તિને લીધે લગ્નબંધનથી દૂર રહે છે, તેઓ દુ:ખ અને મુશ્કેલીઓથી ભલે બચી જાય, પરંતુ મુશ્કેલીઓથી દૂર જ ભાગવું તે જીવનનું લક્ષ્ય નથી. એનાથી ઉદ્દેશ્ય સિદ્ધ નથી થતો. જીવનનું લક્ષ્ય છે પોતાની આત્મશક્તિ વધારવી અને મુશ્કેલીઓને જન્મ આપનારી સ્વાભાવગત તથા પુરુષાર્થ બાબતની ખામીઓ દૂર કરવી કે જેમના લીધે મુશ્કેલીઓનો ભાસ થાય છે. લગ્નજીવનની ઉપેક્ષા કરીને તથા પોતાના ચરિત્રની ખામીઓ સબંધી જ્ઞાનથી અપરિચિત રહીને પૂર્ણ આનંદ ભોગવવાનો દાવો કરવો તે ભ્રમ માત્ર છે. પૂર્ણ આનંદ તો પૂર્ણ રીતે પુરુષાર્થી તથા દોષમુક્ત થયા પછી જ પ્રાપ્ત થાય છે. આથી જેના જીવનમાં કોઈ દોષ નથી અને જે પૂર્ણ પુરુષાર્થી છે, તેઓ જ ફક્ત આ વિવાહિત જીવનરૂપી વચ્ચેની સીડીની ઉપેક્ષા કરવા માટેના અધિકારી છે, કારણ કે તેમને વિવાહિત જીવનનું ફળ – આત્મવિજય પહેલાંથી જ મળેલું હોય છે.
મનુષ્યે વિકાસકાળમાં જે સર્વોત્તમ તત્ત્વનો વિકાસ કર્યો છે તે માતા-પિતાનું હૃદય જ છે. તેમાં જે સુકોમળતાનો ભાવ રહેલો છે, તે મનુષ્યને દેવતા જેવો બનાવી શકે છે. આ કારણથી જ મનુષ્ય આ હિંસક જગતમાં સર્વોપરી સુશોભિત થઈ રહ્યો છે. આવા પ્રેમપૂર્ણ હૃદયને મેળવવા માટે લગ્ન જ દ્વાર ખોલે છે.
પ્રતિભાવો