ગૃહસ્થ જીવનની સફળતા | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા

ગૃહસ્થજીવનની સફળતા

શાસ્ત્રોમાં કહ્યું છે કે – “ન ગૃહમિત્યાહુ ગૃહિણી ગૃહ મુચ્યતે” ઘરને ઘર નથી કહેવાતું, પરંતુ ગૃહિણીને જ ઘર કહેવામાં આવે છે અને કહેવત છે, ‘ધર્મપત્ની વગરનું ઘર ભૂતનો અડ્ડો’ હોવાની લોકોની અને શાસ્ત્રોની વાતનું સમર્થન વ્યવહાર મારફતે થાય છે.

મનુષ્યજીવનનો આધાર પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં સ્વર્ગ છે, સુખ છે. જે ઘરમાં પ્રેમ નથી ત્યાં રહેવાની ઈચ્છા થતી નથી. તેમજ ક્ષણિક રોકાવાની પણ આકાંક્ષા રહેતી નથી. પ્રેમમાં એક આકર્ષણ છે, એક ખેચાા છે. જ્યાં સુધી મનુષ્ય પોતાની જ વાત વિચારે છે, ત્યાં સુધી તેને ક્યાંયથી પણ આકર્ષણ પ્રાપ્ત થતું નથી. આકર્ષણ તથા રાગનો તેને તે વખતે જ અનુભવ થાય છે, જ્યારે તે પોતાને ભૂલીને બીજી માટે પોતાનો ત્યાગ કરી દે છે, જ્યારે સ્વાર્થને ભૂલીને પરમ સ્વાર્થ- પરમાર્થનું શરણ લે છે.

કઈ વ્યક્તિ જાજી જોઈને દુઃખ તરફ જાય છે ? મુશ્કેલીઓને પોતાના માથે લે છે ? જીવનનો ક્રમ જ છે કે સુખની તરફ આગળ વધવું, શાંતિની શોધમાં જવું, પરંતુ પોતાના સુખની ચિંતા છોડીને જ્યાં સુધી બીજાના સુખની ચિંતા થવા ન લાગે ત્યાં સુધી સુખ નજીક આવતું નથી. એટલે જ આપણે કહીએ છીએ કે બીજાઓ માટે ત્યાગ કરવો એ જ માનવધર્મ છે. બીજાઓ સુખી થાય તેવી પ્રવૃત્તિ કરવી એ જ પોતાના માટે સુખ મેળવવાનો રાજમાર્ગ તૈયાર કરવા બરાબર છે આ પ્રવૃત્તિની જનેતા ગૃહસ્થજીવન છે. તે એવી પાઠશાળા છે, જ્યાં એક હાથે આપવાનું અને બીા હાથે મેળવવાનું તાત્કાલિક શિક્ષણ મળે છે.

લગ્નજીવન માટે સ્ત્રીને પારકા ઘેરથી લાવવામાં આવે છે અને આપણું ઘર તેમજ તાળકૂંચી તેને સોંપીને નિરાંતનો દમ અનુભવીએ છે. તેને ઘરની માલિકી સોંપી દેવાથી જ માનવના સુખની શરૂઆત થાય છે. ત્યાર પછી પુરુષનો બધો કારભાર પોતાના માટે થવાને બદલે પત્ની માટે હોય છે, જે પોતાની ન હતી, પરંતુ તેના માટે બધું જ સમર્પણ કરી દેવામાં આવ્યું. ઘેર લાવેલી સ્ત્રીને સુખી કરવી એ જ પુરુષનું કર્તવ્ય બની જાય છે. તેનું પરિણામ એ આવે છે કે તે આવેલી સ્ત્રી પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે. સ્વયં દુઃખ સહન કરીને પણ પુરુષને સુખી જોવા ઈચ્છે છે. પોતે ભૂખી રહીને પણ પુરષને તૃપ્ત કરી દેવા ઈચ્છે છે. આ એકબીજા પ્રત્યેનું આત્મસમર્પન્ન જ ગૃહસ્થજીવનને સુખી બનાવવાની ચાવી છે.

પરંતુ ધૂળમાં મળી જાય છે જ્યારે એકબીજા માટે ત્યાગની ભાવના સમાપ્ત થઈ જાય છે ત્યારે એ સુખ જયારે એકબીજાને શંકાની નજરથી જોવામાં આવે છે અથવા એકબીજાને પોતાને આધીન રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે. એમાં કઈ ભાવના કામ કરવા લાગે છે ? એ ભાવના એવી હોય છે કે બીજાને ઓછું આપવું અને પોતે વધારે મેળવવાની ઈચ્છા રાખવી. આ ઈચ્છાના જે દિવસથી અંકુર ફૂટવા લાગે છે, તે દિવસથી સુખ અને શાંતિની ભાવના લુપ્ત થવા લાગે છે અને એક નવો શબ્દ જન્મ લે છે, જેના દ્વારા મનુષ્ય બીજાને પોતાના કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરે છે. તે શબ્દ છે “અધિકાર.” અધિકાર બીજા પાસેથી કંઈક ઈચ્છે છે, પરંતુ બીજાને આપવાની વાત ભૂલી જાય છે. આ માગણી અને ભૂખની લડાઈમાં જ ગૃહસ્થજીવનનું સુખ વિદાય થવાની શરૂઆત થાય છે.

અમે પહેલાં જ નિર્દેશ કર્યો છે કે પ્રેમમય જીવનમાં જ સુખ છે અને પ્રેમ સમર્પણ તથા ત્યાગનો પાઠ ભણાવે છે. ત્યાં ‘અધિકાર’ જેમના શબ્દનો પ્રવેશ થઈ શકતો નથી. ત્યાં તો એક જ શબ્દ જઈ શકે છે, જેનું નામ છે – ‘કર્જાવ્ય’. પોતાનું કાર્ય કરતા રહો તો જે તમારે મેળવવું છે તે પોતાની મેળે જ મળી જશે, પરંતુ કર્તવ્યની વાત ભૂલીને મેળવવાનીવાત આગળ ધરવાથી તે પ્રાપ્ત કરવામાં પદ્મ મુશ્કેલી આવે છે. બધાજ ઝઘડાઓનું મૂળ આ જ છે.

એ કહેવાની જરૂર નથી કે દુનિયાનું કાર્ય સ્વયં આદાન-પ્રદાનથી ચાલ્યા કરે છે. જ્યારે કંઈક આપવામાં આવે છે કે તરત જ કંઈક મળી જાય છે. આપવાનું બંધ કરવાથી મળવાનું પણ બંધ થઈ જાય છે. એટલે લેવાની ઈચ્છા થતાં પહેલાં જ આપવાની ભાવના પેદા કરવી જરૂરી હોય છે. અધિકારમાં લેવાની ભાવના રહે છે, આપવાની નહિ. આથી પરસ્પરનો પ્રેમ ઓછો થવા લાગે છે. જે દિવસે આ અધિકારની લાલસા ગૃહસ્થજીવનમાં પ્રવેશ કરે છે ત્યારથી ગૃહસ્થજીવન કલેશનો અખાડો બને છે. આજે મોટા ભાગના માણસો તેનો શિકાર બની રહ્યા છે અને પોતાના જીવનને અશાંત અને દુઃખી બનાવી રહ્યા છે. પોતાના હાથે જ પોતાનાં સુખ-સગવડને લાત મારી રહ્યા છે.

અધિકારનો ઈરાદો છે બીજાને પરતંત્ર બનાવવા, પોતાની ઈચ્છાને ફળીભૂત કરવા માટે પોતાના સુખ અને ભોગનું હથિયાર બનાવવા. જયારે કોઈ પણ ભાવનાનો પ્રવાહ એકબાજુથી વહેવાનો શરૂ થાય છે તો તેની પ્રતિક્રિયા બીજી બાજુથી પણ ચાલુ થાય છે. જ્યારે એક જણ બીજાને પોતાના ભોગનું સાધન બનાવવા ઇચ્છ છે ત્યારે બીજો પણ

પહેલાને પોતાનું સાધન બનાવવાની લગનીમાં લાગી જાય છે. પુરુષે જે દિવસથી સ્ત્રીને પોતાના ભોગનું સાધન બનાવવાનું વિચાર્યું, તે જ દિવસથી સ્ત્રીએ પણ પુરુષને પોતાની તૃપ્તિનું સાધન બનાવવાનું નક્કી કર્યું. એકબીજાને સુખ આપવાની, પ્રસન્ન રાખવાની ભાવના નષ્ટ થઈ ગઈ. પ્રેમનું સ્થાન ભોગે લીધું. ગૃહિણીની જગ્યાએ રમન્નીની પ્રતિષ્ઠા થઈ. ધર ભૂતનું રહેઠાણ બનવા લાગ્યુ. ગૃહિણી જે આત્મસાધિકા હતી, તે લિપસ્ટીક, મેક્સી, જોર્જેટ અને વિલાયતી જૂતાંની સાધિકા બની. બાહ્ય દેખાવ વધ્યો, રૂપિયાની માગ વધી, સ્વચ્છંદતા વધી. પરિણામે પુરુષે તેને કાબૂમાં રાખવા ઉપર ભાર મૂક્યો. આ રીતે ગૃહકલેશનો જન્મ થયો, ભોગ અને અધિકારના પ્રશ્ને સેવા અને પ્રેમ ખોયાં, જેને લઈને આજે ઘેરે ઘેર હોળી સળગી રહી છે.

એક જમાનો હતો કે પતિ વિના પત્ની ઘરમાં રહી શકતી ન હતી. પતિના સુખને જ પોતાનું સુખ માનનારી પત્ની પતિની સાથે વનમાં –

“ભૂમિ શયન, વલ્કલ વસન, અસન કંદ ફલમૂલ | તેકિ સદા ‘સબ દિન મિલીહી, સમય સમય અનુકૂલ” II

વનવાસ મેળવીને પણ ત્યાં સુધી સુખી રહી, જ્યારે આજે અધિકારનો પ્રશ્ન ઉઠાવનારી સ્ત્રી મહેલમાં સ્વચ્છંદ રહેવા છતાં પા દુઃખમાં કણસતી વેદનાગ્રસ્ત જીવન જીવી રહી છે.

ભાવના બદલાતાં જ જિંદગી બદલાઈ ગઈ. જિંદગીની શાંતિ અને તૃપ્તિ બંનેએ વિદાય લીધી. માનવજીવન માટે જે હિતકર માર્ગ હતો તે છોડીને ભ્રષ્ટ માર્ગ પર ચાલવાના ફળસ્વરૂપે હજારો નર-નારીઓ રાત દિવસ યાતનાઓ ભોગવી રહ્યાં છે. આથી એ આવશ્યક છે કે તેમણે ફરીથી આર્ય સંસ્કૃતિના માર્ગ પર ચાલવાની તૈયારી કરવી જોઈએ. અધિકાર માગવાથી નહિ, આપવાથી મળે છે. કર્તવ્ય – કર્મ કરવાથી આપોઆપ તેનો બદલો મળી જાય છે. હિંદુ શાસ્ત્રોમાં ‘કર્તવ્ય’નું નામ જ ‘ધર્મ’ છે. પુરુષધર્મ અને નારીધર્મ બંનેનું ઉદ્દભવ સ્થાન સમર્પણ છે. બંનેની ભાવનાઓમાં, હૃદયમાં અને વિચારમાં સમર્પણની, આપી દેવાની ભાવનાનાં બીજને રોપીને ફરીથી શાંતિ, તૃપ્તિ અને સુખનો સમાવેશ કરી શકાશે અને ત્યારે જ લગ્નજીવનનો જે ઉદ્દેશ્ય છે તે સફળ થશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: