જવાબદારીઓનો નિભાવ | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા

જવાબદારીઓનો નિભાવ

લગ્ન પછી વ્યક્તિ પર એક મોટી જવાબદારી આવી જાય છે. પતિને પત્નીના સ્વાસ્થ્ય, આરામ, માનસિક તેમજ શારીરિક સુખનું ધ્યાન રાખવાનું હોય છે, તેમ જ પત્નીએ પતિનાં કાર્યો, ધંધો, ભોજન, મનોરંજન, બાળકોની સંભાળ, ધરની વ્યવસ્થા વગેરેમાં પોતાની જુદી જુદી જવાબદારીઓ નિભાવવાની હોય છે. પતિનું કાર્યક્ષેત્ર ખાસ કરીને ઘરની બહારનું સંઘર્ષભરેલું કાર્યસ્થળ છે, જ્યાં તેણે આજીવિકા મેળવવાના હેતુથી કઠોર પરિશ્રમ કરવો પડે છેકાર્યદક્ષતા તેમજ કુશળતા પ્રદર્શિત કરવી પડે છે. તેની જવાબદારીઓ વિશેષ છે, કેમ કે તેને રોજી કમાવવાનું કાર્ય ઉત્સાહથી કરવાનું હોય છે. પત્ની પોતાની ઘરવ્યવસ્થા, કોમળ સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર તથા સૌંદર્યથી ઘરને સ્વર્ગ બનાવે છે.

આપણે લગ્નજીવનમાં પોતાની જવાબદારી નિભાવવાની છે. જીવનસાથીની નિર્બળતાઓને સહાનુભૂતિપૂર્વક અને વિવેકથી દૂર કરવાની છે, તેની જગ્યાએ ઉત્તમ ગુણોનો સમાવેશ કરવાનો છે. આપણે દરેક પ્રકારના અસંતોષને દૂર કરીશું, પરસ્પર એકબીજાના દષ્ટિકોણને સમજીશું, એકબીજા પ્રત્યેની ગેરસમજને આગળ વધવા નહી દઈએ એમ માનીને દાંપત્યજીવનમાં પ્રવેશ કરવો હિતાવહ છે. આવી રીતે સમજાવવાની ભાવના સુખમય દાંપત્યજીવનનો મૂળમંત્ર છે.

કયાં પતિ-પત્ની ઝઘડતાં નથી ? વિચારોમાં મતભેદ કર્યા નથી ? એકસરખો સમાન સ્વભાવ કયાં જોવા મળે છે ? એવા કોક્સ છે, જેનામાં કમરી, દુર્ગુણ, શારીરિક કે માનસિક દુર્બળતાઓ નથી ? તેમ છતાંયે એકબીજાની દુર્બળતાઓ અંગે કજિયો કરશો તો થોડા જસમયમાં અસંતોષ રૂપી મહા ભયંકર રાક્ષસ તમારા લગ્નજીવનને કડવું બનાવી દેશે. આપનું સૌંદર્ય અને પ્રેમ તરસ્યું મન એક સ્ત્રીની સુંદરતા છોડી, બીજી, ત્રીજી, ચોથી,દશમી એમ કયાં સુધી અથડાતું – ભટકાતું ફરશે ? મનની લગામ ઢીલી ન થવા દેશો. પોતાના જીવનસાથીમાં જ સરળતા, સૌંદર્ય, કુશળતા, ચતુરતા, માધુર્ય વગેરે શોધી તેની અપૂર્ણતાને પૂર્ણ બનાવો. અભન્ન હોય તો ભાવો. પુસ્તકો, વર્તમાનપત્રો, વાર્તાઓ, નવલકથાઓનું જ્ઞાન આપો. જો સ્વાસ્થ્ય ખરાબ હોય તો સ્વાસ્થ્યનું રક્ષક્ત વ્યાયામ, પૌષ્ટિક ભોજન તથા ખોટી ચિંતા દૂર કરીને કરો. તેને સુંદર બનાવો, પરંતુ તેનો ત્યાગ કરવાનો વિચાર કોઈ પણ કાળે મનમાં ના લાવશો. ત્યાગ કરવાની વાત વિચારવી, એકબીજાને મદદ ન કરવી, પત્નીના શીલ સૌંદર્યમાં વધારો ન કરવો, એ વિદ્યા ન આપવી એ પતિને માટે શરમજનક વાત છે.

એક વિદ્વાને સુખી લગ્નજીવનની ચાવી આ શબ્દોમાં ભરી દીધી છે. તેઓ કહે છે, “જેવી રીતે માળી બગીચાનું ધ્યાન નથી રાખતો ત્યાં ઘાસ – નીંદાખવ્ર ઊગી નીકળે છે, કાંટાળાં ઝાંખરાં ઉત્પન્ન થઈ જાય છે, તે જ રીતે જે પતિ-પત્ની દાંપત્યપ્રેમનું જાગરૂકતા રાખી ધ્યાનપૂર્વક રક્ષા નથી કરતાં તો તે કડવા ભાવો (મનની મલિનતા, ઈર્ષા, ઊંચનીચનો ભાવ, શિક્ષા-અશિક્ષા, શંકા, ગેરસમજ, અસંતોષ, અહંભાવ માં પરિણમે છે. દરેક કાર્ય આળસ, નીરસતા, રોગ પર પુરુષ અથવા પરસ્ત્રીની ઈર્ષાના રૂપમાં દાંપત્યસુખને નુકસાન પહોંચાડવાનો પડકાર ફેંકે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: